My time will come too - 1 in Gujarati Motivational Stories by Mehta mihir books and stories PDF | મારો પણ સમય આવશે - 1

Featured Books
Categories
Share

મારો પણ સમય આવશે - 1

નમસ્કાર હું તમારો લેખક મિત્ર 'મન' એટલે કે મહેતા મિહિર
અને હું આજે મારા વાંચક મિત્રો માટે એક મોટીવેશનલ વાર્તા નુ લેખન લઈ ને આવ્યો છું, જે વિષય છે " મારો પણ સમય આવશે "

હા! એમ કહેવાય છે કે, જીવન પર વિશ્વાસ રાખવો અને ભવિષ્યનું વર્તમાન સમયમાં લક્ષનો વિચાર કરવો એ જીવન જીવવાની એક ચાવી છે. અને વિચાર એટલે કે હા મારો પણ સમય આવશે!

➡ સમય ને બદલવામાં રાહ નથી લાગતી પરંતુ અથાગ પરીશ્રમ ની કસોટી માથી પસાર થવું જરુંરી છે અને એ પરીક્ષા, અર્થાત્ કસોટી મા ઉતીર્ણ થવું જીવન માટે વધારે રહસ્યમય હોય છે.

➡ એવા એક બાળક જે ભુતકાળ ના સમય માંથી રહસ્યમય સુંદર જીવન જીવવા નો અનુભવ સાથે આજે કંઈક અલગ અંદાજમાં જીવન જીવે છે તે બાળક એટલે મંથન.

➡ મંથન નો જન્મ એક ગરીબ કુટુંબ મા થયો હતો, ગરીબ કુટુંબ પરંતુ ગરીબી સાથે કંઈક અલગજ વ્યાખ્યાયિત થયેલ કુટુંબ. હા એવી ગરીબી કે, અભ્યાસ માટે નહિ પરંતુ એક સમય ના ભોજન માટે શરીર ને ઘસવું પડે ત્યારે કંઈક પૈસા મળે અને ઘરમાં ચુલો જગે આ કપરા સમય મા કુટુંબ જીવન જીવતું હતું એવાં મા મંથન નો જન્મ અને પરીવાર ને અલગ ખર્ચ નો સામનો પણ કરવો પડ્યો.

➡ આ બાળક ના જન્મ મા કુટુંબ ખુશ પણ હતું અને હ્રદય મા ચિંતા પણ સમાયેલી હતી. મંથન ના પરીવાર મા એમના માતા-પિતા તેમજ દાદી અને દાદી નુ આ નાનકડું કુટુંબ જે એક નાના ગામ મા રહેતા હતા.

➡ પરીવાર ના બધા જ લોકો કંઈક છુટક કામ કરી સાથે ખુશી નો રોટલો જમતા હતા. એમ જ સમય પસાર થાય છે મંથન ૫ પાંચ વર્ષ નો થયો, શાળા પ્રવેશ કરવાની બાળક ની ઉમર પરંતુ પરીવાર સાથે પુરો દિવસ મંથન કામ પર સાથે જતો અને ત્યાં રમે અને ઘરના બધા સભ્યો કાર્ય કરે તેને જોયને કંઈક શિખતો, પરંતુ ગામના બિજા બાળકો ને જોઈ ને એમના મનમાં અને હ્રદય મા એક અભ્યાસ પ્રત્યે ની જીજ્ઞાસા હતી પરંતુ પરીવાર ની સામો જોતા એ ૫ વર્ષ ના બાળક ની શાળા પર જવાની આશા વિખેરાઇ જતી હોય છે.

➡ આ આટલી નાની વય ના બાળક ને પણ ઘણો કપરો સમય નો સામનો કરવો પડે છે. આમ એક વર્ષ આમજ પુર્ણ થાય છે. એવામાં ૬ વર્ષમા મંથન પ્રવેશ કરે છે હવે શાળા પર જઈ ભણવાના સપનાં ને એ માસુમ બાળક રોકી નથી શકતો, એટલે એ શાળામાં કોઈ ને ખ્યાલ ના પડે એ રીતે શાળા ના ઓરડામાં જઈ અભ્યાસ નું અવલોકન કરે છે, પરંતુ ઘણો સમય આ રીતે અભ્યાસ કરે તે, પહેલાં એ મંથન ના ઘરે ખબર પડી જાય છે અને પુનઃ પહેલાં ની જેમ જીવન જીવવા માટે પરીવાર પ્રેરિત કરે છે.

➡ હવે મંથન પાસે રાસ્તે ન હતો કે આગળ ની જીંદગી ને કંઈ રીતે જીવવી અને અભ્યાસ કરવા ની ચાહના પણ મંથન રોકી ના શકતો હતો, પરંતુ ઘરેથી પરીસ્થિતિ યોગ્ય ન હતી એટલે મંથન માટે ના બરાબર જ હતું અને મંથન અમુક સમય શાળાએ જવાના સ્વપ્ને રોકી દે છે, પરંતુ સવાર માથી દરરોજ એક જ વિચાર કર્યા કરે મનમાં કે હું એક દિવસ તો બધા જ જેમ અભ્યાસ કરીશ, હું પણ શાળા એ જઈશ? હવે શું મંથન ના જીવન મા વય સાથે કંઈ ફેરફાર થશે? શુ તે પણ શાળાએ જશે? શું નાની ઉંમરે મનના જીવન નો સમય બદશે?


હવે પછી ની વાર્તા આગળ ના અધ્યાય મા... આભાર આપનો