Dil Bechara in Gujarati Film Reviews by Suresh Goletar books and stories PDF | દિલ બેચારા રીવ્યુ

Featured Books
Categories
Share

દિલ બેચારા રીવ્યુ

દિલ બેચારા રીવ્યુ

ડિઝની હોટસ્ટાર પર રજૂ થયેલી આ ફિલ્મ વિશે કદાચ ખૂબ જ ઓછા લોકો અજાણ હશે સુશાંતસિંહ રાજપુત ની છેલ્લી ફિલ્મ હોવાથી અને જોવા માટે ઘણી ઈચ્છા હતી .

ફિલ્મ શરૂ થાય છે '' કિઝી બાસુ '' ( સંજના સાંધી ) ના પાત્રથી, જેને લંગ કેન્સર છે . રોજબરોજ ની જિંદગી કેટલી કંટાળાજનક છે એવું કિઝી નુ માનવું છે. મૃત્યુ પામેલા લોકો નો ખાલીપા મા પોતાને જીવનનું કારણ શોધતી ની બીજાની એકલતા ઘટાડતી જાય છે. પછી તેને અચાનક મળે છે રજનીકાન્ત નો જબરજસ્ત ફેન સેમ્યુઅલ રાજકુમાર અકા મેની (સુશાંત સિંહ રાજપૂત ) . એના મિત્ર અને મેની બંને સાથે મળીને એક ફિલ્મ બનાવવા માંગે છે. એ પણ ભોજપુરી માં .


વીર અભિમન્યુ ના દર્દભર્યા ગીતોમાં પોતાની એકલતા ને સંતાડી રાખતી કીઝી કંઇક અંશે ખુદની જિંદગી ને બોવ જ કંટાળાજનક માને છે .
રોજિંદી દિનચર્યા ના બ્લોગ બનાવીને ખુદ ને દિલાસો આપવાના પ્રયત્નો કર્યા કરે છે .


કિઝી ના નીરસ જીવન માં ખુશીઓનો મહાસાગર ને ત્સુનામી લાવી દે છે એક અલ્લડ છોકરો મેન્ની અકા સેમ્યુઅલ રાજકુમાર જુનિયર .
એના હોઠો પર સ્માઈલ લાવી છે .


Fault ઈન our સ્ટાર્સ નામ ની નવલકથા અને એજ નામની હોલિવૂડની ફિલ્મ ની official હિન્દી remake છે દિલ becharaa.

પેલા આ મૂવી નું નામ કીઝિ અને મેન્ની રાખવાનું નક્કી થયું હતું પણ પછી બદલાવી નાખવામાં આવ્યું .મુકેશ છાબડા ની દેબ્યું ડિરેક્ટર તરીકે ની આ ફિલ્મ માં દરેક એક્ટર નું પરફોરમન્સ ઘણું જ જીવંત અને યાદગાર છે .ઘણું હસાવે છે અને ઘણું રડાવે છે . AR રહેમાન નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખુબ જ ખુશનુમા ને હૃદયના ધબકારા વધારી દે છે . કેટલાય દૃશ્યો તો ઘણા તાંતણા હલબલાવી દે એવા છે .દરેક ગીત નું સંગીત અને ફિલ્માંકન ખુબ જ સરસ રીતે થયું છે જેમાં તારે ગીન તો જબરજસ્ત છે .

" એક થા રાજા , એક થી રાની
દોનો મર ગયે ખતમ કહાની "


કિઝી અને મેની બન્ને કેન્સર ના patient છે અને બંને ની આગળ પાછળ ફરતી આ વાર્તા કદાચ થોડીક હૃદયદ્રાવક પણ છે .પોતાની ભોજપુરી ફિલ્મ માં કામ કરવા માટે કીજી ને મનાવવા મેની આખો દિવસ એની પાછળ પાછળ ફેરતો હોય છે .પછી બન્ને વચ્ચે પ્રેમ પાંગરે છે . આ દરમ્યાન અચાનક કિઝિ ની તબિયત વધુ પડતી લથડી જાય છે એમાં પણ કિજી મેની ને વધુ દુઃખી ના થાય એટલે અંતર બનાવવા માંડે છે અને તેને મળવાનું મૂકી દે છે . આમાં તેના માતાપિતા નું પાત્ર પણ જોરદાર રીતે ભજવ્યું છે અને બંગાળી દંપતી તરીકે પ્રભાવ પાડી દે છે .

" જન્મ અને મૃત્યુ આપણે નથી નક્કી કરી શકતા પણ એ નિર્ધારિત કરી શકીએ કે આપને ખુદને કેવી રીતે જીવવું છે "

Kizi એની એક ખૂબ જ ઈચ્છા manny ને વ્યક્ત કરે છે . એણે favourite song ના ગાયક અભિમન્યુ વીર ને મળવા માંગે છે . તેને મળીને પૂછવું છે કે એણે youre my નામનું એનું ગીત અધૂરું શા માટે મૂકી દીધું કેમ પૂરું ના કર્યું .જ્યારે બન્ને ઈમેઈલ થી વીર નો કોન્ટેક્ટ કરે છે ત્યારે જવાબ મળે છે કે જો કદાચ તેઓ ક્યારેક પેરિસ આવે તો મળી શકે .

બીમાર હાલત માં ટ્રાવેલિંગ માટે એનો ડોક્ટર ના પડે છે છતાં કીત્ઝી એનું decision બદલતી નથી ત્યારે ત્રણેય પેરિસ જાય છે .

પછીના scene માં બન્ને વીર અભિમન્યુ ને મળે. છે પણ આ મુલાકાત ધાર્યા મુજબ સુખદ રહેતી નથી . થોડો સાઈકો એવો વીર ઘણું જ ખરાબ વર્તન કરે છે .વીર અભિમન્યુ ના પાત્ર માટે સૈફ અલી ખાને. ખુબ જ જોરદાર અભિનય કર્યો છે . એનો યાદગાર. ડાયલોગ ,

"ગીત અધૂરું રહી ગયું છે કેમ કે જેની માટે લખતો અને ગાતો હતો એ મરી ગઈ .suicide એતો ગુંનો છે એટલે પરાણે જીવી રહ્યો છું .
તમારા બન્ને માં પણ એવું જ થશે એક મરી જાય એટલે બીજાની ખુશી છીનવાઈ જશે "


આ પછી ત્રણેય ભારત આવે છે અને તેના આંધળા મિત્રની ફિલ્મ નું બાકી રહેલું શૂટ પૂરું કરે છે . એક દિવસ મેની કીઝીને એની ખુદની funeral નું rehersal કરવા માટે ચર્ચ માં બોલાવે છે . આ ખુબ જ હૃદયદ્રવક scene છે .

હવે મેની ની હાલત ધીમે ધીમે વધારે બગડતી જાય છે ને પરિસ્થિતિ હદબહાર જતી રહે છે .તે નસીબ ના આ ક્રૂર ખેલ સામે ખુબ જ લાચારી અનુભવે છે . Kizi પણ ખૂબ દુઃખી છે કેમ કે એણે અઢળક પ્રેમ આપનારો મેની હવે એની વિદાય લઈ લેશે .

મેની એક દિવસ કિઝીને થીએટર માં બોલાવે છે જ્યાં કબાલી ફિલ્મ ના show માં ખુબ જ છેલ્લો અને ખુબ જ ઈમોશનલ scene છે એના મ્રુત્યુ નજીક હોવાનો આભાસ .
સુશાંત સિંહ રાજપૂત નો આ છેલ્લો સીન છે .

મેની ના મૃત્યુ બાદ બન્ને ની ફિલ્મ ના climax માં મેની પૂછે છે કે kizi

' Seri ( તમિલ માં ઓકે ) ?


અને ફિલ્મ નું sampan થાય છે .


એક વાર તો આ ફિલ્મ જોવી જ રહી .


" કહાની તબ તક ખતમ નહી હોગી જબ તક
રાની જિંદા હૈ "