ટાઇટલ
ભારત ભુમી
પારસ ભુમી
સંજય ઉત્તર ગુજરાતનો રહેવાસી છે.
પરંતુ હાલ તે
મહાનગરી મુંબઇમા, સારી કંપનીમાં જોબ મળી હોવાથી,
બે-એક વર્ષથી તે પુરી ફેમિલી સાથે મુંબઇ આવી વસ્યો છે.
કોલેજકાળથી સંજયનું એક સપનું રહ્યુ છે કે,
ભણીગણીને તૈયાર થયા પછી,
કામધંધા માટે કોઇ ફોરેન કન્ટ્રીમાં સેટ થવું.
અત્યારે સંજય જે કંપનીમાં જોબ કરે છે,
તે કંપની થકી તેને ફોરેન જવાનો મોકો જલદી મળે તેમ છે.
અને આજે તેનુ ફોરેન જવાનું સપનું પુરૂ થવા જઈ રહ્યુ છે.
કંપનીમાંથી 5 લોકોને ફોરેન મોકલવાના છે.
સંજયની કંપનીમાંથી જે 5 લોકોને ફોરેન મોકલવાના છે, એમા,
સંજયની કામ કરવાની ધગશ, મહેનત અને કંપની પ્રત્યેની વફાદારીને કારણે
કંપનીમાંથી જે 5 લોકોને કંપની ફોરેન માટે સિલેક્ટ કરવાની છે,
તેમાં સંજયનું નામ તો ફાઇનલ છે, બાકી જે ચાર લોકો છે, તેની સામે 8 લોકોએ,
પોતાને ફોરેન મોકલવા માટે કંપનીમાં લેટર આપેલ છે.
સંજયની ખુશી આજે બેવડાઈ ગઈ છે.
કેમકે,
આવતીકાલે સંજયને એક દિવસ માટે પોતાના બોસ સાથે, ફોરેનની ફાઇલ તૈયાર કરાવવાનાં કામથીજ,
કંપની મીટીંગ માટે મહેસાણા જવાનું છે.
આ બે વર્ષ સંજયને
જોબમા અને ફેમિલી સાથે નવા શહેરમા ને નવા ઘરમાં સેટ થવામાં
પોતાને વતન જવાનો મોકો નથી મળ્યો, અને હવે એ થોડા સમયમાં વિદેશ જવાનો હોવાથી એને થયુ ચલો એ બહાને કોલેજનાં મિત્રને મળી પણ શકાશે.
આટલા વખતમાં સંજયનાં મોટાભાગનાં સગા-સબંધી પણ, મુંબઇમા રહેતાં હોવાથી તેને વતન જવાનો અવસર મળ્યો ન હતો.
હા, પણ સંજય મોબાઇલ દ્રારા તેનાં કોલેજ મિત્રોનાં ટચમા અવસ્ય રહેતો.
મિત્રો પણ કોઈ વાર સંજયને ટોણો મારી દેતા કે,
તુ ખાલી ફોનમાં ફોર્માલીટી કરે છે.
બાકી તુ અમને ભૂલી ગયો છે.
અમને તો તુ મુંબઇ નહીં પરંતુ, વિદેશ જતો રહ્યો હોય એવુંજ લાગે છે.
આવતીકાલે સવારની ફ્લાઇટ હોવાથી,
સંજય રાત્રે પોતાની ઓફીસ ડોક્યુમેન્ટ ફાઇલ અને થોડો એનો જરૂરી સામાન સાથે નાની બેગ તૈયાર કરી,
સુતા પહેલા કોલેજમા સાથે અભ્યાસ કરતા, અને એક નાના ગામમા રહેતાં પોતાના મિત્ર પૂરવને ફોન કરે છે.
પૂરવ સંજયનો ફોન જોઇ ખુશ થઈ જાય છે.
ફોન ઉઠાવી પૂરવ..
પૂરવ : હાય સંજય, શુ વાત છે ?
આજે અચાનક ભાઈબંધની યાદ આવી ગઈ તને ?
સંજય : હા યાર, કેમ છે તુ ? મજામાં તો છે ને ?
પૂરવ : બસ જો, અહિયાં એક લોકલ કંપનીમા સારી જોબ મળી ગઇ છે,
એટલે સારૂ છે.
તારા જેટલો ઊંચો પગાર તો નથી.
કે તારી કંપનીની જેમ વિદેશ જવાના ચાન્સ પણ નથી,
પરંતુ ઘર આંગળે જોબ હોવાથી વધતા સમયમા પપ્પાને ખેતીમા મદદ કરી સકુ છુ.
સંજય : શુ વાત છે યાર, બહુ સરસ કહેવાય.
સારુ સાંભળ, મારે કાલે બોસ સાથે એક કંપની મીટીંગ માટે એકદિવસ માટે મહેસાણા આવવાંનું છે.
મીટીંગતો એકાદ કલાકનીજ છે, પણ પછી મારા બોસને અમદાવાદમા 3/4 કલાકનું કામ છે.
અને રાત્રે 9 વાગ્યાની અમારી રીટન ફ્લાઇટ છે.
પૂરવ : હા તો, તુ મને મહેસાણા જયાં આવવાનો છે,
તેનુ એડ્રેસ મેસેજ કરી દે, હુ તને મળવા આવી જઈશ.
સંજય : અરે તુ પહેલા મારી પુરી વાતતો સાંભળ,
પછી કંઇક બોલ.
પૂરવ : હા બોલ
સંજય : જો સવારે અમે અમદાવાદ એરપોર્ટ પહોંચી,
ત્યાંથી મહેસાણા જઇને પાછા આવીએ, ત્યાં સુધી આખા દિવસ માટે ગાડી કરવાનાં છીએ.
એટલે મહેસાણાનું કામ 11/12 વાગતા સુધીમાં પતી જશે, અને રીટનમા હુ હાઇવે પર ઉતરી જઈશ.
હાઇવેથી તારૂ ગામ થોડુંકજ અંદર છે, ભલે હુ તારે ગામ એકવાર પણ આવ્યો નથી, પણ જાણું છું.
પૂરવ : હા તો, હાઇવે આવી મને ફોન કરજે,
હું બાઇક લઇ હાઇવેપર તને લેવા આવી જઈશ.
સંજય : એની કોઈ જરૂર નથી, હુ રીક્ષામાં આવી જઈશ.
પૂરવ : અમારે અહીંયા શટલ રીક્ષાઓ ચાલે છે,
દબાઈને પેસેંજર ભરે છે, તો તને નહી ફાવે. હુ તને હાઇવે લેવા આવીશ.
સંજય : જો પૂરવ,
અમારૂ મહેસાણાનું કામ ભલે થોડું છે,
પરંતુ તે કેટલા વાગે પતે, તેતો ત્યાં ગયા પછી ખબર પડે.
એટલે રાહ જોવામાં તારો ખોટો અડધો દિવસ બગડી જશે, અને તુ રીક્ષામા ભીડની વાત કરે છે,
તો અહી મુંબઇની લોકલ ટ્રેનમા મને રોજની પ્રેક્ટિસ છે.
હુ આવી જઈશ.
કાલે તુ ક્યાંય જવાનો નથીને ?
પૂરવ : નારેના, કાલે મારે વીકલી ઓફ છે.
સંજય : મને ખબર છે, તારે ગુરૂવારે રજા હોય છે.
એટલે તો તને ફોન કર્યો.
તુ ખાલી તારા ગામમાં મને રીક્ષા જયાં ઉતારે છે,
ત્યાં આવી હું તને ફોન કરૂ
એટલે મને લેવા આવી જજે. અને
બીજુ સાંભળ..
ત્યાં આવી મારે તને એક ખાસ સરપ્રાઈઝ પણ આપવી છે.
પૂરવ સંજયનાં બોલવાના ટોન પરથી સમજીતો જાય છે કે, સરપ્રાઈઝ શુ હશે.
છતા ફોનમાંજ સરપ્રાઈઝ જણાવવા સંજયને કહે છે.
પરંતુ સંજય પોતાને વિદેશ જવાનો જે મોકો મળ્યો છે,
તે વાત પૂરવને ફેસ ટુ ફેસ જણાવવા માંગે છે.
સંજય સરપ્રાઈઝ વાળી વાત ફોનમાં નહીં જણાવે એવું લાગતા પૂરવ..
પૂરવ : ઓકે ડીયર, મળીએ કાલે.
ફોન પૂરો થતા પૂરવને અંદાજતો આવી જાય છે કે,
ભાઈનું વિદેશ જવાનું ફાઇનલ થઈ ગયુ લાગે છે.
બીજા દિવસે વહેલી સવારે સંજય અને તેનાં બોસ અમદાવાદ એરપોટથી ગાડી કરી મહેસાણા પહોચી ગયા છે.
તે લોકોની કંપની મીટીંગ પણ સમયસર પુરી થઈ જતા, 11 વાગેતો તેઓ મહેસાણાથી રીટન પણ થઈ રહ્યાં છે.
સંજયે ગામડે તેનાં મિત્રને મળવા જવાની વાત, તેનાં બોસને પહેલેથી કરી દીધી હોવાથી, અને સંજયને પૂરવનાં ગામનું પાટિયું (બોર્ડ ) દૂરથી હાઇવે પર દેખાતા
સંજય ડ્રાઇવરને..
સંજય : ભાઈ સામે પેલું બોર્ડ દેખાય છે, ત્યાં ગાડી ઊભી રાખજો
ગાડી ઊભી રહેતાં સંજય પોતાની બેગ લઈ ગાડીમાંથી નીચે ઉતરી રહ્યો છે. ત્યાંજ બોસ..
બોસ : સંજય 9 વાગ્યાની ફ્લાઇટ છે, મોડું નાં કરતો સમયસર એરપોટ આવી જજે.
સંજય : ઓકે સર,, હુ સમય પર એરપોટ પહોચી જઈશ.
સંજયને ઉતારી ગાડી નીકળી જતા, સંજય હાઇવેથી ગામમાં લઈ જતી રીક્ષાઓ જયાં ઊભી હતી ત્યાં જાય છે.
3 રીક્ષા લાઇનમાં ઊભી હતી.
સંજયને ખ્યાલ આવી જાય છે કે, આ લોકો લાઇનથી સંપીને રીક્ષા ભરી રહ્યાં છે.
સંજય પહેલી રીક્ષા પાસે પહોચે છે, અને પૂરવનાં ગામનું નામ પૂછતાં,
રીક્ષાવાળાભાઈ સંજયને રીક્ષામાં બેસવા જણાવે છે.
સંજય રીક્ષામાં બેસે છે.
રીક્ષાચાલક રીક્ષાની મ્યુઝિક સિસ્ટમમા મોબાઇલ કનેક્ટ કરી રીમિક્સ સોન્ગ વગાડી રહ્યો છે.
ત્યાંજ સામેથી એક પેસેંજર આવે છે.
તેની પાસેનો મોટો થેલો જોતાં, સંજય સમજી જાય છે કે,
આ કોઈ ફેરીયો લાગે છે.
તેને પણ એજ ગામમાં ફેરી કરવા જવાનું હોવાથી તે ફેરીયો પણ રીક્ષામા બેસતા પહેલા, તેનો મોટો થેલો ખભેથી ઉતારી, રીક્ષાનાં આગળના ભાગમાં, કીક હેન્ડલ પાસે મુકવા જાય છે.
ત્યાંજ રીક્ષાચાલક..
રીક્ષાચાલક : ભાઈ આ થેલો અહીંથી ઉઠાવો.
ફેરીયો : ભાઈ, પાછળ નહીં ફાવે, મુકવાદોને આગળ.
રીક્ષાચાલક : ફાવે કે ના ફાવે, ખોળામાં લઇને બેસો પાછળ.
સંજય આ બધુ જોઇ-સાંભળી રહ્યો છે.
ફેરીયો સમજી જાય છે કે,
આગળ બીજા 2/3 પેસેંજર ભરે છે ને આલોકો,
એટલે થેલો આગળ નહીં મુકવા દે.
ફેરીયો મોઢું બગાડી, થેલો ખોળામાં લઈ પાછળ બેસે છે.
સંજય પાસે સમય, માપનો હોવાથી સંજયે એકવાર રીક્ષા વાળાને પૂછી જોયું..
સંજય : કેટલા પેસેંજર આવે એટલે ઉપાડીશ ?
રીક્ષાચાલક : સાહેબ, બપોરનો સમય છે.
જે આવે તે, ખર્ચો નીકળે એટલે બહુ થઈ ગયુ.
ત્યાંજ રીક્ષાચાલકની નજર દૂરથી આવતાં 45/50 વર્ષની એક મહિલા પર જાય છે.
એ બહેનના હાથમાં તેલનો ડબ્બો છે.
રીક્ષાચાલક દોડીને એમનાં હાથમાંથી તેલનો ડબ્બો લઈ લે છે.
નજીક આવી રીક્ષાચાલક, તેલનો ડબ્બો રીક્ષામાં આગળ મૂકતા,
એ બહેનને..
રીક્ષાચાલક : તમે બેસો પાછળ,
ડબ્બો હુ આગળ લઈ લઉ છુ.
સંજય તો આ બધુ કુતુહલથી જોઇ રહ્યો છે.
એને એમકે,
ફેરીયાએ આગળ મુકેલો થેલો, તેણે સામેથી લેવડાવી દીધો અને આ બહેનનો તેલનો ડબ્બો દોડીને, લઈ પણ આવ્યો ને પાછો રીક્ષામાં આગળ મુકવા પણ તૈયાર થઈ ગયો.
સંજયને એમકે હસે,
એનાં કોઈ સબંધી હશે આ બહેન.
એ બહેનના રીક્ષામાં બેસતા, રીક્ષાચાલકે ડબ્બો થોડો સાઈડમાં કરી,
રીક્ષા ચાલુ કરવા,
હેન્ડલ પકડી, કીક મારી, રીક્ષા ચાલુ કરી અને ડબ્બો પાછો હેન્ડલ પર મુકી દીધો.
વળી પાછો તે મોબાઈલમાં સોન્ગ સિલેક્ટ કરવા લાગ્યો.
પરંતુ
આ વખતે તેણે સોન્ગનો અલગજ ટ્રેક સિલેક્ટ કર્યો, અને રીક્ષા ગેરમા નાખી.
સંજયને, અને કદાચ સાથે-સાથે ફેરીયાને પણ થયુ કે,
3 પેસેંજર થયાં છે, એટલે હવે આટલાંમા બે ચાર રાઉન્ડ મારી બીજા 2/3 પેસેંજર બેસાડી દેશે.
પરંતુ..
રીક્ષા તો ઉપડી સીધી ગામ તરફ.
ત્યાંજ રીક્ષામાં બેઠેલ પેલા બહેન..
બહેન : મહેશ, થોડીવાર ઉભા રહેવુંતુને ?
1/2 પેસેંજર મળી જતા.
રીક્ષાચાલક : નાના માસી,
હજી અડધો દિવસ પડ્યો છે કમાવા માટે.
સંજયને આ લોકોની વાત સાંભળીને થાય છે કે,
આ બહેન રીક્ષાચાલકનાં માસી છે, એટલે એણે ડબ્બો પણ આગળ મુક્યો અને માસીને તકલીફ ના પળે, એટલે એણે પેસેંજર પણ વધારે નાં ભર્યા.
પણ ગામ આવતાં સુધીની તે બન્નેની વાતો પરથી સંજયને થયુ કે એ બહેન,
રીક્ષાવાળાનાં સંબંધી તો નથીજ.
પછી સંજયને થયુ કે, હશે ગામનાં કોઈ આગેવાનનાં બહેન કે મધર હશે.
રીક્ષા ગામનાં પાદરમાં પહોચી ઊભી રહે છે.
રીક્ષા ઊભી રહેતા, પેલા બહેન પહેલા ઊતરે છે.
ત્યાંજ ફેરીયો રીક્ષાવાળાને..
ફેરીયો : ભાઈ, સામે સુધી લઈલોને રીક્ષા,
થેલો બહુ ભારે છે.
રીક્ષાચાલક : ઉતરો ભાઈ,
અહીંથી આગળ નહીં જાય રીક્ષા
ત્યાં સુધીમાં ફેરીયો અને સંજય રીક્ષામાંથી નીચે ઉતરી ગયા છે.
પેલા બહેન ઉતરી આગળ મુકેલ તેલનો ડબ્બો લેવા જતા રીક્ષાવાળો..
રીક્ષાચાલક : તમે બેસો,
હુ તમને ઘરે ઉતારી જાઉ છુ.
બહેન : નાના મહેશ,
મારે હજી લાઈટબીલ ભરવા જવું છે.
રીક્ષાચાલક : એક કામ કરો,
તમે લાઈટબીલ ભરી આવો,
હું આ તેલનો ડબ્બો તમારા ઘરે મુકી આવુ છુ.
અને આ શુ કરો છો ?
તમારૂ ભાડું થોડુ લેવાય ?
જાઓ તમે લાઈટબીલ ભરી આવો.
લાઈટબીલ ભરવાની બહુ લાઇન નથી અત્યારે, પાછું દોઢ વાગે બંધ થઈ જશે.
સંજયે જોયું કે
સામે પંચાયત ઓફીસ બહાર, એક ટેબલ પાસે લાઈટબીલ ભરવાની લાઇન લાગી છે.
સંજયને આ બેન કોણ છે ? તે જાણવું તો છે.
પણ પૂછે કોને ?
પછી સંજય પૂરવને ફોન કરી જણાવી રહ્યો છે કે,
તે આવી ગયો છે.
હા પણ, ચાલુ ફોને પણ સંજયની નજર તો પેલા બહેન પરજ હતી.
અને અચાનક,
સંજયને વધારે નવાઈ લાગી,
તેણે જોયું કે,
પેલા બહેન જે લાઈટબીલ ભરવા જઈ રહ્યાં હતાં,
તે બહેન જેવા લાઇનમા જોડાયા,
ત્યાંજ તેમની આગળ ઉભેલ ગામનાં એક વ્યક્તિએ તેમને લાઈનમાં આગળ આવવા કહ્યુ,
પછી તેનાં આગળ વાળાએ,
પછી તેનાં આગળ વાળાએ.
આમ કરતા-કરતા તે બહેન પહેલા નંબરે,
છેક લાઈટબીલ ભરવાના ટેબલ પાસે પહેલા નંબરે આવી ગયા.
હવે સંજયની
આ બહેન કોણ છે ?
તે જાણવાની ઉત્સુકતા ઓર વધી ગઈ હતી.
ત્યાંજ પૂરવ,
ઊંધા ઊભેલા પોતાના કોલેજવખતના મિત્રની બિલકુલ નજીક બાઇક લઈ જઈ,
શોટ-બ્રેક મારે છે.
સંજય એકવાર તો ચોંકી જાય છે.
પછી બન્ને મિત્રો હાય-હલ્લો કરે છે.
પૂરવ : બેસ સંજય,
આટલા વર્ષોમાં પહેલીવાર આવ્યો છે,
તને મારૂ ઘર બતાવું.
એમ કહી પૂરવ બાઇક ચાલુ કરે છે.
પરંતુ સંજય બાઇકનું એન્જિન બંધ કરતા,
પૂરવને..
સંજય : બે મીનીટ પૂરવ, જઇએ.
પછી સંજય લાઈટબીલ ભરી પાછા આવતાં, પેલા બહેન પૂરવને બતાવતા..
સંજય : યાર પૂરવ, આ બહેન કોણ છે ?
પૂરવ : કેમ તારી સાથે રીક્ષામાં આવ્યાં ?
કે પછી તુ ક્યારનો આવ્યો, અને એમને લાઈટબીલ ભરવા જતા જોયા ?
સંજય : પૂરવ,
જો એકતો મારી પાસે સમય નથી.
એટલે તુ વચમાં બોલવાનું,
સવાલ સામે સવાલ કરવાનું બંધ કરી, મને જણાવીશ કે, આ સામેથી આવી રહ્યાં છે, તે બહેન કોણ છે ?
પૂરવ સંજયની ઉત્સુકતા જોઇ..
પૂરવ : બોલ સંજય,
એ બહેન તુ આવ્યો તેજ રીક્ષામાં હતાંને?
સંજય પૂરવનાં આ વખતના સવાલ સામે સવાલથી કંટાળ્યો નહીં,
પરંતુ પૂરવે લગાવેલા અનુમાનપરથી, અંદાજપરથી સંજયની ઉત્સુકતા ઓર વધી ગઈ..
સંજય : હા, પણ બોલને કોણ છે, આ બહેન ?
સંજયની આટલી ઉત્સુકતા જોઇ,
હવે પૂરવ બે વર્ષે મળેલ મિત્ર સંજયને, થોડો હેરાન કરવાનાં, ચીડવવાના, થોડી મસ્તીનાં મૂળમાં આવી જાય છે.
સંજય : પૂરવ, તુ મોઢેથી બોલીશ હવે.
મને જણાવીશ કે પછી આમનેઆમ, તારૂ ઘર બતાવ્યા સીવાય, અહિયાંજ સમય પૂરો કરી, મને અહીંથીજ વિદાય કરીશ.
પૂરવ : સંજય તુ બેસ બાઇક પર,
આપણે ચાલુમા વાત કરીએ.
સંજય : ના, તુ પહેલા જણાવ કે, આ બહેન કોણ છે ?
પૂરવ : નહીં જણાવું ત્યાં સુધી, તુ અહિંજ ઉભો રહીશ ?
સંજય : હા
પૂરવ : ઓકે,
તો સંજય તુ મને એ જણાવ કે તુ ક્યાં ઉભો છે ?
સંજય સમજી ગયો છે કે, પૂરવ કોલેજમાં હતો, એવોને એવોજ છે, એટલે જલદી વાત પતાવવી હશે, તો એ જે પૂછે એના જવાબ આપ્યાં સીવાય છૂટકો નથી..
સંજય : તારા ગામમાં
પૂરવ : એમ નહીં,
ગામતો તારી આજુ-બાજુ ચારે બાજુ છે.
તુ ક્યાં ઉભો છે ?
મતલબ તારા પગ ક્યાં છે ?
સંજય : જમીન પર
પૂરવ : વેરી ગુડ,
જમીનને બીજુ શુ કહેવાય ?
સંજય : ધરતી
પૂરવ : શાબાશ,
ધરતીને આપણે શુ માનીએ છીએ ?
સંજય : માતા
પૂરવ : ઓકે, લાસ્ટ સેકન્ડ સવાલ,
આ ધરતી કયા દેશની છે ?
સંજય : ભારત
પૂરવ : લાસ્ટ સવાલ,
આપણાં દેશ ભારતની,
આપણે શુ બોલીને જય બોલાવીએ છીએ ?
સંજય : ભારતમાતાની જય
પૂરવ : સંજય સોરી યાર,
મે તારો સમય બગાડયો.
સંજય : અરે કંઇ વાંધો નહીં યાર,
તુ એ બોલને કે, આ બહેન છે કોણ ?
પૂરવ : સંજય,
આપણી ભારતમાતાની અને ધરતીમાતાની જે રક્ષા કરે છેને, એવાં એક ફોજી દીકરાની "મા" છે એ બહેન.
જે દિકરો ઘર, પરીવાર,ગામ તેમજ મિત્રોથી દુર રહી, શિયાળો, ઉનાળો કે ચોમાસું કંઈ પણ જોયા સીવાય, 24 કલાક અને 365 દિવસ,
આપણી ધરતીમાતા અને આપણી ભારતમાતાની રક્ષા કરતો હોય, એવા સપૂતની "મા" માટે
અમે ગામવાળા આટલુ ના કરી શકીએ ?
પૂરવનાં મોઢે બોલાયેલું છેલ્લું વાક્ય,
સંજયનો બધો થાક, કંટાળો બધુજ ભુલાવી તેનામાં એક નવી ઉર્જા ભરી રહ્યુ હતુ.
આ પળ અને આ વાક્ય,
સાથે-સાથે સંજયનો આજનો ફેરો,
આ બધુજ, સંજય માટે જીવનભરનું સંભારણું બની ગયુ આજે.
પૂરવ બાઇક ચાલુ કરી સંજય સામે જુએ છે,
પણ સંજય હજી દુર જઈ રહેલા પેલા બહેનનેજ જોઇ રહ્યો છે.
ત્યાંજ પેલો રીક્ષાચાલક,
તે બહેનના ઘરે તેલનો ડબ્બો મુકીને નજીક આવી રહયો છે. તેની રીક્ષામાં હજી,
તેણે હાઇવેથી બદલેલા ટ્રેકવાળા અને હાઇવેથી ગામ સુધી સંજયે સાંભળેલા,
દેશભક્તિ સોન્ગ વાગી રહ્યાં છે.
કાલે ગોરે કા ભેદ નહીં, હર દિલસે હમારા નાતા હૈ
કુછ ઓર ના આતા હો હમકો, હમે પ્યાર નીભાના આતા હૈ....
હૈ પ્રીત યહા કી રીત સદા, મે ગીત વહા કે ગાતા હું
ભારત કા રહેને વાલા હુ, ભારતકી બાત સુનાતા હુ
સંજયમાં આજે આ બધુ જોઇ સાંભળી,
એક અલગજ ઉમંગ ઉભરાઈ રહ્યો છે.
પૂરવ બાઇક પર બેસે છે. પરંતુ સંજય..
સંજય હજી
દેખાય ત્યાં સુધી પેલા બહેનને ઘરે જતા જોઈ રહ્યો છે.
પૂરવ : ભાઈ, બેસ હવે બાઇક પર અને
મારા ઘરે જતા-જતા રસ્તામાં તારી પેલી સરપ્રાઈઝવાળી વાત મને જણાવ.
તારી ઉત્સુકતા મે પુરી કરી, હવે તુ મારી ઉત્સુકતા પુરી કર
એમ કહી પૂરવ ફરી બાઇક ચાલુ કરે છે.
સંજયને પેલા બહેન દેખાતા બંધ થતા,
સંજયની નજર વારાફરતી,
થોડીવાર રીક્ષાવાળાને,
થોડીવાર લાઈટબીલ ભરીને આવતા ગામલોકોને
તેમજ વચ્ચે-વચ્ચે પૂરવને જોઈ રહી છે.
પૂરવે ફરીથી સંજયને બાઇક પર બેસવાનું કહેતાં..
સંજય અચાનક ઊંડા વિચારોમાંથી બહાર આવે છે,
અને ફરી પૂરવે ચાલુ કરેલું બાઇક બંધ કરે છે.
પૂરવ : ઓકે,
તારે અહિયાં સરપ્રાઈઝ વાળી વાત જણાવવી છે.
કંઈ વાંધો નહીં . બોલ..
સંજય પૂરવની વાતનો કંઈ પણ જવાબ આપવાને બદલે..
સંજય પોતાના ખિસ્સામાંથી મોબાઇલ કાઢે છે.
સંજય : પૂરવ,
હું તને જે સરપ્રાઈઝ આપવા માંગતો હતો,
તે સરપ્રાઈઝ થોડા દિવસ પહેલા મને મારા બોસે આપેલી.
પરંતુ, તારા ગામમાં આવી
આજે, અત્યારે,
હું જે સરપ્રાઈઝ થયો છું,
આનાથી મોટુ સરપ્રાઈઝ મારા માટે પુરી દુનિયામાં ન હોઇ શકે.
પૂરવ : હં.. એટલે હવે,
તુ મારી જેમ વાત ખેંચીશ એમને ?
સંજય : નાના પૂરવ,
મારૂ કહેવું એમ થાય છે કે,
એક સરપ્રાઈઝ મને બોસે આપી,
આજે હું,
મારા બોસને અને તને, એકસાથે સરપ્રાઈઝ આપવા માંગુ છું.
એક એવી સરપ્રાઈઝ કે,
જે સરપ્રાઈઝ હમણાંજ મને, મારા આત્માએ આપી છે.
મારે અત્યારેજ મારા બોસને એક ફોન કરવો પડશે.
કેમકે
તે હજી અમદાવાદ નહીં પહોંચ્યા હોય, રસ્તામાંજ હશે
એમની અમદાવાદવાળી મીટીંગ ચાલુ થાય, એ પહેલા મારે વાત કરવી હવે અત્યંત જરૂરી છે.
પૂરવ, તુ ફક્ત જો અને સાંભળ
એમ કહી સંજય પોતાના બોસને ફોન લગાવે છે.
બોસની ગાડી અમદાવાદ પહોંચવાની તૈયારીમાં છે.
સંજયનો ફોન આવતાં બોસ ફોન ઉઠાવે છે.
બોસ : હા સંજય
સંજય : સર,
મારે એક અરજન્ટ વાત કરવી છે તમારી સાથે
બોસ : હા બોલ
સંજય : સર
આપણી કંપનીમાંથી ફોરેનની કંપનીમાં જે 5 કર્મચારી મોકલવાના છે, અને એમા તમે જે મારૂ એક નામ ફાઇનલ કર્યું છે.
સંજય બોલતાં-બોલતાં થોડો અચકાઈ જાય છે,
પૂરવ સંજયની અડધી સાંભળેલી વાત અને સંજયનાં અત્યારના હાવ-ભાવ જોઇ નક્કી નથી કરી શકતો કે હાલ સંજયનાં મનની હકીકત
શું છે ? કે
શું હશે ?
બોસ : હા તો ?
સંજય : હવે આગળ આપણે જે ફોરેન જવા માટેની ઇચ્છા ધરાવતાં 8 કર્મચારીમાંથી,
મારા સીવાયનાં બાકીના જે 4 નામ સિલેક્ટ કરવાનાં છે..
સંજય ફરી અટકી જાય છે
બોસ : હા સંજય, બોલ ફટાફટ
અમે અમદાવાદ પહોચી ગયા છીએ, અને એવું હોય તો બાકી વાત આપણે રાત્રે ફ્લાઇટમાં કરીશું.
અચાનક સંજય..
સંજય : નાના સર,
રાત્રે બહુ મોડું થઈ જશે,
આ વાત મારે અત્યારેજ તમને જણાવવી છે.
બોસ : હા તો, જલદી બોલ સંજય
હાલ બોસ સામે કંઈ કહેવા સંજયની જીબ નથી ઉપડી રહી,
પણ બોસની મીટીંગ ચાલુ થયાં પહેલા જણાવવું જરૂરી હોવાથી સંજય હિંમત એકથી કરી..
સંજય : સર મારે અત્યારે તમને એટલુંજ કહેવું છે કે
પેલા જે 8 નામ આવ્યાં છે, તેમાંથી તમે 4 નહીં પરંતુ 5 નામ સિલેક્ટ કરજો,
મારે વિદેશ નથી જવું.
આ વાક્ય સંજય એકીશ્વાસે બોલી જાય છે.
આ સાંભળી અહીંયા પૂરવને અને સામે બોસને આશ્ચર્ય થાય છે.
બોસ : સંજય, તુ શું બોલે છે ?
સંજય : સર, હું બરાબર બોલ્યો
મારે વિદેશ નથી જવું,
હું આપણી કંપનીમાજ કામ કરવા માંગુ છું.
બોસ : સંજય,
આમ અચાનક તને એવું શુ થઈ ગયું ?
તો તે આવો નિર્ણય લીધો
આજ સુધી તો ફોરેન જવાની વાત કરતા તારૂ મોઢું નહોતું સુકાતુ,
તારૂ તો ફોરેન જવાનું ડ્રીમ હતુ સંજય..
સંજય : એ બધુ હું તમને
આપણે રાત્રે એરપોટ મળીએ એટલે જણાવીશ.
બોસ : સંજય તને ખબર છે ને કે,
મારે અત્યારની મીટીંગમાં 5 નામ ફાઇનલ કરવાનાં છે ?
પછી હું કંઈ નહીં કરી શકુ.
સંજય : વાંધો નહીં સર
બોસ : સંજય એકવાર વિચારી લે
વિદેશ જવાનો આવો "મોકો" વારેવારે નહીં મળે તને.
સંજય : સર,
આજે મને વિદેશ જવાનો નહીં, પરંતુ
"મારા દેશમા રહેવાનો મોકો મળ્યો છે"
મારા "મોકાને" લીધે હું મારા "લોકોને' મુકીને ત્યાં નહીં જઈ શકુ.
એનું જ્ઞાન મને હમણાંજ થયુ છે,
અને આ વિદેશ નહીં જવાનો નિર્ણય મારો નહીં, પરંતુ મારા આત્માનો છે.
અને સર,
આત્માનો નિર્ણય કદાપી ખોટો ન હોઇ શકે.
હવે મારો આત્મા મારો દેશ અને મારા દેશવાસીયો છે, સર
(પછી સંજય અત્યારે પોતાનામાં આવેલ આ પરિવર્તનનું સાચું કારણ બોસને સંક્ષિપ્તમાં જણાવે છે.)
સંજયની વાત સાંભળી બોસ..
બોસ : સંજય મને ગર્વ છે તારા પર, તારા નિર્ણય પર અને તારા ઉમદા વિચારો પર
સંજય દેશને અત્યારે તારા જેવા યુવાનોની જરૂર છે,
જે યુવાનો દેશનું ભવિષ્ય ઉજળું કરી દેશને વિકાસશીલ બનાવી શકે છે.
ઓકે સંજય, કેરી ઓન..
પૂરવ મિત્ર સંજયની પુરી વાત સમજી ગયો છે,
એટલે બાઇક બંધ કરી, બાઇક પરથી નીચે ઉતરી
સંજયને ગર્વથી ભેટી પળે છે.
ત્યાંજ સંજયનાં મોબાઇલમા કોઈ મેસેજ આવે છે.
સંજય ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને જુએ છે,
તે મેસેજ બોસનો છે
બન્ને મિત્રો સાથે મેસેજ વાંચે છે
સંજય
તારી આજની મુંબઇની રીટર્ન ટીકીટ મે કેન્સલ કરાવી દીધી છે.
મારી ઇચ્છા છે કે
તારામાં જે દેશભક્તિના, ભાઈચારાના વિચારો, તને
જે ગામમાંથી મળ્યા
તે ગામમાં તુ 1 દિવસ, 2 દિવસ
તારૂં મન ભરાય ત્યાં સુધી રહે,
અને ઓફીસની કે કામની બિલકુલ ચિંતા નાં કરતો.
બન્ને મિત્રો મેસેજ વાંચી ખુશ થઈ, પૂરવનાં ઘરે જવા નીકળે છે.
જય હિન્દ જય ભારત