Taras premni - 44 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૪૪

Featured Books
Categories
Share

તરસ પ્રેમની - ૪૪



મેહાને એમ કે રજત ફરી મને કંઈ ને કંઈ સંભળાવશે.
સંભળાવે તો સંભળાવે એ બહાને રજત સાથે વાત કરવા તો મળશે એમ વિચારી મેહાએ ફોન રિસીવ કર્યો.

રજત:- "હેલો શું કરે છે?"

મેહા:- "કંઈ નહીં. કેમ ફોન કર્યો?"

રજત:- "કંઈ નહીં બસ એમજ. તું ઠીક છે ને?"

મેહા:- "હા ઠીક છું."

રજત:- "સાચ્ચે?"

મેહા:- "હા હું એકદમ ઠીક છું પણ તું ઠીક નથી લાગતો. મારી કેમ આટલી ચિંતા થાય છે?"

રજત:- "એવું કંઈ નથી. આ તો એટલા માટે પૂછું છું કે હવે આપણો પરિવાર એક થવાનો છે ને? ક્રીનાના લગ્ન નિખિલ સાથે થવાના છે ને એટલે હાલ ચાલ તો પૂછવા પડે ને?"

મેહા:- "ઑકે તો શું ચાલે છે લાઈફમાં?"

રજત:- "કંઈ ખાસ નહીં..."

મેહા:- "રજત કોણ હતી પેલી છોકરી?"

રજત:- "કોઈ નહીં જસ્ટ ફ્રેન્ડ હતી."

મેહા:- "ઑકે સારું ચલ તો પછી વાત કરીએ...Bye..."

રજત:- "કેમ પછી અત્યારે જ વાત કરીએ ને?"

મેહા:- "રજત આપણી વચ્ચે વાત કરવા જેવું હવે શું રહ્યું છે?"

રજત:- "છે ને વાત કરવા માટે."

મેહા:- "શું?"

રજત:- "તો કોઈ મળ્યું?"

મેહા:- "મને કોણ મળવાનું અત્યારે?"

રજત:- "મતલબ કે કોઈને બોયફ્રેન્ડ બનાવ્યો કે નહીં?"

મેહા:- "ના અને બનાવવાની પણ નથી. કેમ કે હું તારા જેવી તો નથી ને કે અઠવાડિયે અઠવાડિયે બોયફ્રેન્ડ બદલું."

રજત:- "મેહા હું કંઈ બોલતો નથી એટલે માથા પર ચઢવાની જરૂર નથી. અને હું એટલા માટે નથી બોલતો કે તારી માનસિક સ્થિતિ સારી નથી."

મેહા:- "તો બોલને. શું કામ પોતાની જાતને રોકે છે? અને હા તું મને Sympathy આપવાની કોશિશ ન કર. તારી Sympathy તારી પાસે રાખ. મારા પર દયા ખાવાની જરૂર નથી."

રજત ફોન કટ કરી દે છે.

મેહા ફરી ફોન કરે છે.

રજત:- "શું કામ ફોન કર્યો હવે?"

મેહા:- "કેમ ફોન મૂકી દીધો? કંઈ બોલવાનું ન રહ્યું એટલે?"

રજત:- "બોલવાનું તો બહું છે. પણ ફોન પર મજા નહીં આવે. ફેસ ટુ ફેસ વાત થવી જોઈએ. હું આવું છું તારા ઘરે. હું પણ જોઉં છું કે તું મારી સામે કેવી રીતે બોલે છે તે."

રજત બહાર જઈ કારમાં બેસી કાર સ્ટાર્ટ કરે છે.

મેહા:- "રજત અહીં આવવાની બિલકુલ જરૂર નથી સમજ્યો?"

મેહાને ટ્રાફિક અને હોર્નનો અવાજ આવે છે.

રજત:- "કેમ હવે શું થયું? ડર લાગે છે મારાથી.
લિસન હું અડધે રસ્તે પહોંચી પણ ગયો છું."

મેહા:- "મેં કહ્યું ને કે અહીં આવવાની જરૂર નથી."

રજત:- "Bye મેહા... હું બસ દસ મીનિટમા પહોંચું છું."

મેહા મનોમન કહે છે "મમ્મી પપ્પા અને ભાઈ ઘરે છે. હું પણ જોઉં છું કે મારા રૂમમાં કેવી રીતના ઘૂસે છે. મેહા તને ખબર નથી રજત કેટલો સ્માર્ટ છે. એ ભલે તારા રૂમમાં નહીં આવી શકે પણ તને બહાર તો લઈ જઈ શકે છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે રજત ચોક્કસ મને બહાર જ લઈ જશે. મેહા કંઈક વિચાર નહીં તો રજત તને અહીંથી લઈ જશે...ઑહ God હવે ક્યુ બહાનું બનાવું? એક મીનિટ પણ હું બહાનું શું કામ બનાવું? રજતે તો મારી સાથે બ્રેક અપ કર્યું છે તો એ દરરોજ મને મેસેજ કેમ કરે છે? દરરોજ મારી સાથે વાત કેમ કરે છે? અને હવે ઘર સુધી મળવા પણ આવે છે. મેહા થોડી ખુશ થઈ. નો મેહા અત્યારે આટલી ખુશ થવાની જરૂર નથી. રજતના મનમાં જરૂર કંઈક ચાલે છે. રજતને હું જેટલું જાણું છું તેના પરથી તો એ વાત નક્કી છે કે રજત મારી સાથે બદલો લેવાનો છે તો એ બદલો લઈને જ રહેશે. ઑહ એણે કહ્યું હતું ને કે Physical relationship બનાવશે. રજતે કહ્યું હતું કે મારી સાથે જબરજસ્તી નહીં કરે. પણ કંઈક એવું કરશે કે એ મારી નજીક આવશે અને હું એને ના પણ નહીં પાડ શકું...પણ હું કેમ ના નહીં પાડી શકું? ગર્લફ્રેન્ડ હોત તો કદાચ હું એને પોતાની જાતને સોંપી જ ચૂકી હોત પણ એણે તો મારી સાથે બ્રેક અપ કરી લીધું. ગર્લફ્રેન્ડ હતી ત્યારે તો એણે મારી સાથે કંઈ ન કર્યું. કિસ પણ નહીં. રજત ધારતે તો તે સમયે મારી સાથે Physical relationship બાંધી શકતે પણ એણે એવું કંઈ ન કર્યું. રજત ચાહતે તો મારી આબરૂ સાથે રમીને મને બરબાદ કરી શકતે પણ એણે મારી સાથે બ્રેક અપ કરી લીધું.

રજતને જરાય પણ ખબર નહીં પડવી જોઈએ કે હું શું વિચારું છું. રજત સાથે રહેવાની મજા આવશે. અને પેલી છોકરી... શું ખબર કે રજત મને બતાવવા એ છોકરી સાથે રૂમમાં ગયો હોય...ને એમ પણ અત્યાર સુધી તો એની લાઈફમાં કેટલીય છોકરીઓ આવી ચૂકી છે...Whatever એ છોકરી જે હોય તે... પણ રજત તું તો બહું ઈન્ટરેસ્ટિગ નીકળ્યો ને? આવ હવે હું તારી જ રાહ જોઉં છું... તું મને બહાર લઈ જવાનો છે ને? જોઉં છું હવે કે બહાર લઈ જઈ શું નાટક કરવાનો છે તે...એ જાણવાની મજા આવશે કે તારા‌ મનમાં આખરે ચાલે છે શું?"

એટલામાં જ ડોરબેલ રણકી ઉઠે છે. ડોરબેલનો અવાજ આવતા જ મેહા વિચારોમાંથી બહાર આવી.

નિખિલે દરવાજો ખોલ્યો.

રજત:- "Hi Nik."

નિખિલ:- "ઑહ તો સાલે સાહેબ આવ્યા છે. Come અંદર આવ..."

મેહા પોતાના રૂમમાંથી બહાર આવી છૂપાઈને ઉપરથી રજતને જોતી હતી કે "રજત મને ક્યુ બહાનું બનાવી ઘરની બહાર લઈ જશે."

પરેશભાઈ:- "કેમ અત્યારે આવવાનું થયું?"

રજત:- "એક્ચ્યુઅલી અંકલ અમે બધાએ મુવી જોવાનો પ્લાન બનાવ્યો હતો. જો તમારી પરમિશન હોય તો મેહાને લઈ જાઉં?"

પરેશભાઈ:- "હા બેટા અમને શું વાંધો હોય."

રજતે નિખિલ તરફ જોયું.

નિખિલ:- "ઑકે લઈ જા. પણ એની સંભાળ રાખજે."

મેહાને પણ ગમ્યું કે રજત સાથે રહેવાનું મળશે. પણ જો હું ફટ દઈને માની ગઈ તો રજતને ક્યાંક શંકા ના જાય.

પરેશભાઈ મેહાને બોલાવે છે.
મેહા નીચે આવે છે.

મેહા:- "શું થયું પપ્પા?"

પરેશભાઈ:- "તારા ફ્રેન્ડસ મુવી જોવા જાય છે. તને બોલાવવા આવ્યા છે."

મેહાએ રજત સામે જોયું.

મેહા:- "પણ પપ્પા મારે નથી જવું."

રજત:- "મેહા આપણાં બધા જ ફ્રેન્ડ આવે છે. ચાલને બહું મજા આવશે."

નિખિલ:- "હા મેહા જા. કંઈ પ્રોબ્લેમ છે?"

મેહા:- "ના ભાઈ."

મમતાબહેન:- "થોડા દિવસથી જોઉં છું તું થોડી ઉદાસ રહે છે. ફ્રેન્ડસ સાથે મુવી જોવા જઈ આવ."

મેહા:- "સારું તમે આટલું કહો જ છો તો જાઉં છું.
ચાલ રજત..."

મમતાબહેન:- "અરે મેહા ચેન્જ તો કરી લે."

મેહા:- "મમ્મી આ જ કપડાં ચાલશે."

બંન્ને બહાર નીકળે છે.

મેહા તો કારની આગલી સીટ પર બેસી ગઈ.

મેહા:- "મુવીની તો હજી વાર હશે ને? પહેલાં આપણે કંઈક ખાઈ લઈશું."

રજત:- "તારે તો નહોતું આવવું ને?"

મેહા:- "તો હું જતી રહું?"

રજત:- "ના..."

રજત કાર સ્ટાર્ટ કરે છે. મેહા કોઈક વાર રજત તરફ નજર કરતી અને જાણવાની કોશિશ કરતી કે રજતના મનમાં શું ચાલે છે. મેહાએ વિચાર્યું કે રજત સાથે વાત કરીશ તો વધારે ખ્યાલ આવશે.

મેહા:- "ફોન પર તો કહેતો હતો ને કે બોલવાનું તો બહું છે. પણ ફોન પર મજા નહીં આવે. ફેસ ટુ ફેસ વાત થવી જોઈએ. તો શું સંભળાવવાનું બાકી રહી ગયું કે તારે મુવી જોવાનું બહાનું બનાવીને મને અહીં લેવા આવવું પડ્યું."

રજત:- "તું કેમ આવી મારી સાથે? તું ધારતે તો મને ના પણ પાડી શકતે. હજી પણ મને ચાહે છે?"

મેહા:- "બ્રેક અપ કરવાથી મનમાં રહેલી લાગણી કંઈ બદલાઈ થોડી જવાની છે!"

રજત:- "પણ તને ખબર છે ને હું તને નથી ચાહતો."

મેહા:- "ફરી એ જ વાત કહીશ કે આવું કહેવાથી
મનમાં રહેલી લાગણી કંઈ બદલાઈ થોડી જવાની છે.
ના તો તારી લાગણી બદલાઈ છે ના તો મારી."

રજત:- "મેહા તને ખબર નથી પણ હું તને કહી દઉં... તું ભ્રમમાં જીવે છે. સપનાની દુનિયામાંથી બહાર નીકળ...કલ્પનાની દુનિયા અલગ હોય છે અને જીવનની હકીકત કંઈક અલગ હોય છે."

મેહા:- "જીવનની હકીકત બતાવવા તે મારાથી બ્રેક અપ કરી લીધું એમ...શ્રેયસ અને તે મારી સપનાની દુનિયા તોડી દીધી એમ ને?"

રજત:- "પ્લીઝ મેહા બંધ કર તારો ડ્રામા... હું ઈરીટેડ થાઉં છું."

મેહા:- "એટલો જ ઈરીટેડ થાય છે તો મને લઈ જ શું કામ આવ્યો?"

રજતે કાર મેહાના ઘર તરફ વાળી અને કહ્યું "ભૂલ થઈ ગઈ."

મેહા:- "ચલો કમસેકમ એકાદ ભૂલ તો માની."

રજત:- "બોલવું હોય એટલું બોલી લે. પણ પછી જો મારી સામે બોલી છે તો જોઈ લેજે."

મેહા:- "રજત તું તો એવી રીતના વાત કરે છે કે મારી સાથે લગ્ન કરવાનો હોય?"

રજત:- "કરી પણ લઉં."

મેહા:- "તું અને મારી સાથે લગ્ન કરીશ?Impossible.!!"

મેહા નું ઘર આવતા મેહા કારમાંથી ઉતરી ઘરે જાય છે. મેહાએ એક નજર રજત તરફ કરી. રજતે પણ મેહા તરફ નજર કરી પોતાના ઘર તરફ કાર હંકારી મૂકી.

મેહા ઊંઘતા ઊંઘતા વિચારે છે કે "રજત સાચ્ચે મારી સાથે લગ્ન કરશે... નહીં રજત મારી સાથે શું કરવા લગ્ન કરવાનો? મેહા તું હજી પણ રજતની રાહ જોય છે! ફરી રજતના સપના જોવા લાગી! શું શેખચલ્લી જેવા સપના જોય છે. રજત પર ફરી વિશ્વાસ કરવો કે નહીં? હવે જે થાય તે બધું કિસ્મત પર છોડી દેવું જ બરાબર છે."

બીજા દિવસે સવારે મેહા ઉઠી. મેહાએ ફ્રેશ થઈ ચા નાસ્તો કર્યો. મેહા પોતાના રૂમમાં બેઠાં બેઠાં કંટાળી ગઈ હતી. મેહાએ વિચાર્યું કે ઘરે તો કંટાળો આવે છે. મારે હવે શું કરવું જોઈએ? આગળ ભણવું કે નોકરી કરવા જઉં? મને પપ્પા નોકરી પણ નહીં કરવા દેશે. ઉલ્ટા કહેશે કે આપણો આટલો મોટો બિઝનેસ છે. અને મને પણ પોતાની સાથે ઑફિસ લઈ જશે.
ઑફિસે જવાનું બોરિંગ છે. કંઈક બીજું વિચારું..."

બપોરે જમીને મેહા સૂઈ ગઈ. સાંજે ૪ વાગ્યે ઉઠીને મેહાએ ચા નાસ્તો કર્યો. મેહાએ મોબાઈલમાં જોયું તો રજતના એક બે મેસેજ હતા. મેહાએ મેસેજ વાંચ્યો પણ કંઈ રિપ્લાય ન આપ્યો.

મમતાબહેન:- "મેહા ચા નાસ્તો કરી લીધો ને...તો જા ફટાફટ તૈયાર થઈ જા."

મેહા:- "ક્યાં જવાનું છે?"

મમતાબહેન:- "ક્રીનાને ત્યાં જવાનું છે. પંડિતજી નિખિલની અને ક્રીનાની સગાઈ માટે કોઈ શુભ દિવસ કાઢશે."

મેહા વિચારે છે કે "રજતને તો મળાશે."
મેહા તૈયાર થઈ નીચે આવે છે. બધા રજતને ત્યાં જવા નીકળે છે.

રતિલાલભાઈ અને સાવિત્રીબહેન બધાનું સ્વાગત કરે છે. બધા નાસ્તો કરતા કરતા વાતો કરતા હોય છે.

મેહા મમતાબહેનને ધીમેથી કહે છે "મમ્મી હું થોડીવાર ગાર્ડનમાં જાઉં?"

મમતાબહેન:- "સારું જા."

મેહા વિચારે છે કે "રજત ક્યાં છે? ઘરમાં પણ નથી ને?" ત્યાં જ રજત બાઈક લઈને આવે છે. રજતે ગાર્ડનમાં મેહાને જોઈ. રજત સામાન અંદર મૂકી આવ્યો. બધા સાથે થોડી વાત કરી અને ગાર્ડનમાં આવ્યો.

રજત:- "લાગે છે કે મેડમ એટલાં બધા બિઝી છે કે મેસેજનો રિપ્લાય આપવાનો પણ ટાઈમ નથી."

મેહા:- "રજત સૉરી તે સમયે મારી વાત કરવાની બિલકુલ ઈચ્છા ન હતી."

રજત:- "ઈટ્સ ઑકે..."

મેહા:- "રજત હવે આગળનું શું વિચાર્યું છે. તું આગળ ભણવાનો છે?"

રજત:- "ના હું પપ્પાને બિઝનેસમાં મદદ કરીશ. અને તું શું કરવાની છે?"

મેહા:- "કંઈ વિચાર્યું નથી."

રજત:- "કેમ?"

મેહા:- "મેં વિચારેલું કે કૉલેજ પૂરું થતા તારી સાથે લગ્ન કરી લઈશ પણ તે તો મને છોડી દીધી. અને તારે લીધે હું ડિપ્રેશનમાં..."

રજત:- "મેહા તારી આદત હજું ગઈ નથી. ફરી મારા પર જ Blame કરે છે."

મેહા:- "Blame નથી કરતી. સાચું કહું છું અને સત્ય હંમેશા કડવું જ હોય છે. મને કેવાં કેવાં સપના બતાવ્યા હતા. પ્રેમનું નાટક કરવાની શું જરૂર હતી રજત? તેના કરતા તું મને નફરત કરત તો પણ હું સહન કરી લેત...પણ આવી રમત રમવાની શું જરૂર હતી? તારા મનમાં બદલો લેવાની ભાવના હતી અને મને અણસાર સુધ્ધાં ન આવવા દીધો..."

રજત:- "Come on મેહા... તું કઈ સદીમાં જીવી રહી છે? આજકાલ તો બધા જ દિલ સાથે રમે છે... મેં રમી લીધું તો શું ખોટું કર્યું?"

મેહાને રજતની વાત સાંભળી ગુસ્સો આવે છે અને રજતને ગાલ પર એક થપ્પડ પડે છે.

રજત:- "તારી હિમંત જ કેમ થઈ થપ્પડ મારવાની? મેહા હું આ થપ્પડનો પણ બદલો લઈશ..."

મેહા:- "હા લઈ લે થપ્પડનો બદલો...તને તો બસ વાતે વાતે બદલો જ લેવો છે ને...લઈ લે બદલો... હું પણ જોઉં છું કે તું કઈ હદ સુધી બદલો લે છે તે..."

રજત:- "એ તો તને ખબર પડી જ જશે કે હું કઈ હદ સુધી બદલો લઈશ તે...Just wait and watch...
તારી એવી હાલત કરીશ કે તું રડી પણ નહીં શકે..."

મેહા:- "એમ પણ હવે ક્યાં રડવું આવે છે...તે મને પથ્થરની જો બનાવી દીધી છે."

એટલામાં જ શીતલકાકી રજત અને મેહાને ઘરમાં બોલાવે છે.

રજત અને મેહાને અંદર જઈને ખબર પડી કે ૧૫ દિવસ પછી સગાઈની તારીખ નીકળી છે.

પરેશભાઈ અને મમતાબહેને જવાની રજા લીધી. મેહા જમીને પોતાના રૂમમાં ગઈ. મેહા રજત વિશે જ વિચારી રહી હતી. "રજતના મનમાં આખરે ચાલે છે શું? મને પૂરી રીતે પકડી પણ નથી રાખતો અને પૂરી રીતે છોડી પણ નથી શકતો."

મેહા સવારે ઉઠી ચા નાસ્તો કરે છે. ચા નાસ્તો કરી મોબાઈલમાં જોયું. મેહાને એમ કે રજતનો મેસેજ આવ્યો હશે. પણ રજતનો મેસેજ નહોતો. મેહા મનોમન કહે છે "આજે શું થયું રજતને? એક મેસેજ પણ નહીં...ઑહ ગઈ કાલે થપ્પડ મારી હતી. એટલે જ કદાચ મારાથી ગુસ્સે હશે. મેહા જમીને બપોરે સૂઈ ગઈ. ઉઠીને મોબાઈલમાં જોયું. પણ રજતનો મેસેજ નહોતો. મેહા ફ્રેશ થઈ મુવી જોવા બેઠી. મેહા મુવી જોતાં જોતાં વચ્ચે વચ્ચે મોબાઈલ ચેક કરતી રહેતી. પણ રજતનો મેસેજ ન આવ્યો. મેહાને હવે રજત પર ગુસ્સો આવતો હતો. મેહા લગભગ રડવા જેવી થઈ ગઈ. મેહા થોડીવાર બહાર ચાલવા ગઈ.

મેહાને રજતની યાદ આવી રહી હતી. મેહા થોડી ડિપ્રેશનમાં આવી ગઈ. મેહાને હવે ખ્યાલ આવ્યો કે પોતે બે દિવસથી સાઈકિયાટ્રિસ્ટ પાસે નથી ગઈ અને ડિપ્રેશનની દવા પણ નથી લીધી. મેહા ડિપ્રેશનની દવા સાથે જ રાખતી. મેહા દવા લેવાની જ હતી કે સામેથી રજત આવતો દેખાયો.

રજતને જોઈ મેહાના મનને થોડી રાહત થઈ. રજત મેહા પાસે આવ્યો.

રજત:- "આજે ઑફિસમાં થોડો બિઝી હતો એટલે મેસેજ ન કર્યો."

મેહા:- "તું તો એવી રીતના કહે છે જાણે કે હું તારા જ મેસેજની રાહ જોતી બેઠી હતી."

રજત:- "મને એમ કે તું મારી રાહ જોઈ રહી હશે એટલે હું તને મળવા આવતો હતો."

મેહા:- "તને શું લાગ્યું? હું તારી રાહ જોઈશ? હું એ છોકરીઓમાંની નથી જે પાગલ અને બેબાકળી બની તારી રાહ જોય સમજ્યો?"

રજત:- "સમજી ગયો...ચાલ તને પાણીપુરી ખવડાઉ."

મેહા રજત સાથે જતી જ હતી‌ કે તરત જ રજતે કહ્યું "એક મીનીટ પણ તું તો મારી રાહ નહોતી જોતી ને? તો હું જતો રહું?"

મેહા:- "જતો રહેજે પણ પહેલાં મને પાણી પૂરી ખવડાવ."

બંન્ને પાણીપૂરી ખાવા જાય છે.

ક્રમશઃ