call center - 37 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૩૭)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૩૭)

કોઈને કોઈ પણ સવાલ હોઈ તો મને પૂછી શકે છે?
કોઈ હાથ ઊંચો કરીને કહ્યું નહિ.ધવલ મનમાં જ બબડી રહ્યો હતો મારે એક સવાલ પૂછવો છે.તમે આ મેડીકોલ કોલ સેન્ટરમાં રહીને આ વર્ષે કોની સાથે લગ્ન કરવાના છો?અનુપમે ધવલને હાથ લગાવી ચુપ રહેવાનું કહ્યું.ઓકે તો કોઈને સવાલ નથી.ફરી બધાની સાથે હું મેડીકોલ કોલસેન્ટરમાં મળીશ ત્યાં સુધી બાય બાય.અમુક લોકો વિશાલસર સાથે તેના ફોનમાં સેલ્ફી લેવા જઇ રહ્યા હતા,પણ મેં અને અનુપમે ત્યાંથી બહાર નિકળવાનો દરવાજો પસંદ કર્યો.


**********************************

અમે એકસાથે બપોરનું ભોજન લેવા માટે ગયા.મને તો આ હોટલ લીલા પેલેસ છોડીને જવાનું મન નથી થઇ રહ્યું.હા,પલવી તો તું વિશાલસરને વાત કર શાયદ તને બે દિવસ વધુ અહીં રેહવા દે.

અનુપમ ધવલ સામે જોય રહયો હતો.અનુપમ તારે પણ અહીં આ હોટલમાં બે દિવસ રહેવું હોઈ તો રહી શકે છો.વિશાલ સર સાથે વાત કરી ને..!!

આજે જમવામાં કઈ આવ્યું તો નથી તારે?
કેમ?સવાલના જવાબ આપી રહયો છે એટલે કહ્યું.નહિ અનુપમ મારે તો આખી જિંદગી સવાલના જવાબ જ આપવાના છે તું જાણે છે.માનસી તેની રૂમમાંથી ડ્રેસ બદલી જમવા માટે આવી.

શું વાતો કરી રહ્યા હતા તમે.કેમ હું આવી એટલે અચાનક બંધ થઇ ગયા.પલવીને આ હોટલમાં હજુ બે દિવસ રોકવું છે અને સાથે સાથે..!!!બસ ધવલ હવે આગળ બોલવાની જરૂર નથી.પલવી અનુપમ સામે જોઇને હસી રહી હતી.

હા,તો રોકાય શકે છે એને રહેવું હોઈ તો..!!તું શા માટે રોકે છે.મારી પણ ટીકીટ આજની કન્ફોર્મ થઈ નથી તો હું કાલે આવી રહી છું.તમારી સાથે નહિ આવી શકું.સોરી.

ધવલ અનુપમ સામે જોઇને મનમાં જ બોલ્યો.ટીકીટ કન્ફોર્મ રાત્રે વિશાલસર સાથે થઇ છે એમ બોલને.બાકી એટલા બધા લોકો માંથી તારી એકની જ ટીકીટ કન્ફોર્મ ન થઇ.

ઓકે,માનસી તું કાલે એકલી આવી શકીશ મુંબઈ?હા,કેમ નહીં સવારે દસ વાગ્યાની જ મારી ફ્લાઇટ છે.હું આવી જાશ તું ટેન્શન ન લે.હું શા માટે ટેન્શન લવ માનસી?

પલવી અને અનુપમ હાથ ધોવા માટે ઉભા થયા.મને ખબર છે માનસી વિશાલસરે તને આજની રાત અહીં રોકી છે.અને તે તારી રૂમમાં આવશે.એટલે તું ટીકીટ કનફોર્મ થઇ નથી એવું ખોટું બાહનું ન બતાવ.

હા,હું વિશાલ સરને મળવા માંગુ છું,અને તે જ મને હોટલ લીલા પેલેસમાં આજની રાત મળવા આવાના છે.તને કોઈ પ્રશ્ન હોઈ તો કે?

મને તો ઘણા પ્રશ્ન છે..!!!પણ તે પ્રશ્નના જવાબ તું ખોટા આપી રહી છો.ક્યાં પ્રશ્નના જવાબ?કેન્ટીનમાં મેં તને સવાલ કર્યો હતો તેના જવાબ.ધવલ તું મને પ્રેમ કરવાનું છોડી દે..!!તને ખબર છે કે હું વિશાલસરને પ્રેમ કરું છુ,અને તેની સાથે લગ્ન કરવા માગું છું.તો શા માટે તું મારી પાછળ પડી રહયો છે.

ધવલ હું અને પલવી ઉપર જઈ રહ્યા છીએ.ઓકે અનુપમ..!!હું આવું જ છું.

વિશાલસર તારા શરીરને પ્રેમ કરે છે તને નહિ..!!અને હું તને પ્રેમ કરું છું તારા શરીરને નહિ અમારી બંને વચ્ચે આ ફરક છે.તારાથી વિશાલસર દસ વર્ષ મોટા છે એ તું જાણે છે,સતા તું વિશાલ સરના પ્રેમમાં પડી છે.મને ખબર છે તું શા માટે તેના પ્રેમમાં પડી છે.એ તને પણ ખબર જ છે હું તને એ કહેવા નથી માંગતો.

ધવલ મારી પર્સનલ લાઈફ છે.મારે જે કરવું હોઈ તે કરું.તારે મને સલાહ સૂચન આપવાની જરૂર નથી.શું સારું છે અને શું ખરાબ મને બધી ખબર જ છે.હું તને એટલું જ કહેવા માંગુ છું.કે તું મને પ્રેમ કરવાનું છોડી દે.

હું પણ માનસી તને એ જ કહેવા માગું છું.તારે તારા જીવનમાં હેરાન ન થવું હોય તો વિશાલસરનો સાથ છોડી દે.વિશાલ સર સાથે લગ્ન કરવાના સપનાં તું જોવે છે ને,એ થોડાસમયમાં તારા સપના સપનાસુર થઇ જશે.અને મારી પાસે આવીને તું કહશ કે ધવલ તું
સાચું કહી રહ્યો હતો.

હું બધું જ જાણું છુ ધવલ તારી સલાહની મારે જરૂર નથી.મેં તને હમણા થોડીવાર પહેલા જ વાત કરી હું ફરી ફરી તને રિપીટ કરવા નથી માંગતી.

હું પણ તારો સમય બરબાદ કરવા નથી માંગતો.પણ વિશાલસર તને પ્રેમમાં દગો આપે ત્યારે તું મારી પાસે આવજે હું ત્યારે પણ તને પ્રેમ કરતો હશ.અને કરતો રશ.હું તને ક્યારેય નહીં ભૂલું.જ્યારે તારે મારી સાથે લગ્ન કરવા હોઈ ત્યારે હું ત્યાર હશ.હું તને ના નહિ પાડું.

વિશાલસર મારી સાથે લગ્ન નહિ કરે તો હું મરી જશ પણ તારી પાસે આવીને હું એ તો નહીં જ કવ કે ધવલ હું તને પ્રેમ કરું છુ.હું તારી સાથે લગ્ન કરવા માગું છું.

ઓકે બાય માનસી સમય બદલાતા વાર નથી લાગતી.અને એવો સમય આવશે કે તું મારા ઘરમાં મારા બિસ્તરમાં મારી બાજુમાં જ સૂતી હશ.અને મને ખુબ પ્રેમ કરતી હશ.

ધવલ ત્યાંથી નીકળી ગયો,પણ માનસી હજુ ત્યાંજ બેઠી હતી.તે વિચાર કરી રહી હતી શું કરવું આ ધવલનું આના કરતાં તો મેં ધવલને વાત જ ન કરી હોત સારું હતું કે મારા અને વિશાલસર વચ્ચે અફેર છે.

લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)