Astitvanu ojas - 13 in Gujarati Fiction Stories by Dharvi Thakkar books and stories PDF | અસ્તિત્વનું ઓજસ - 13

Featured Books
Categories
Share

અસ્તિત્વનું ઓજસ - 13

પ્રકરણ ૧૩


" ક્યારનો તારો ફોન ટ્રાય કરી રહી હતી... એને કંઇ થયું તો નથીને ...? એ ઠીક તો છે ને ...?" એક સ્ત્રી ડાઇનિંગ ટેબલ પાસે ઊભી હતી અને ટેબલ પર બેસેલા પાંચેક વર્ષના છોકરાને જમાડી રહી હતી.
તે છોકરાના હાથમાં રમકડાંની કાર હતી એ છોકરો કદાચ એ કારના નીકળી ગયેલા ટાયરને ફીટ કરવાની કોશિશ કરી રહ્યો હતો અને સાથે સાથે તે પેલી સ્ત્રી દ્વારા અપાયેલા ખોરાકને પણ જમી રહ્યો હતો. તેણીએ કાન અને ખંભા વરચે ફોન દબાવી રાખ્યો હતો. તે કોઈ જોડે ફોન પર વાત કરી રહી હતી

" હા દીદી હું કૉલેજમાં હતી. અમને ત્યાં ફોન લઇ જવાની મનાઈ છે " કોઈ છોકરી સામે છેડેથી કહી રહી હતી.

પેલી સ્ત્રીએ દાળ - ભાત ચોળેલા વાટકા માંથી ચમચી ભરી તેમાં ફૂંક મારી અને સામે બેઠેલા છોકરાના મોં માં મૂકતા કહ્યું
" ઓહ્ અરછા પણ બે વાગ્યા એટલે... મને એમ કે.. "

" હા દીદી પણ આ છેલ્લું અઠવાડિયું છે માટે.... આ સોમવારથી પરિક્ષા ચાલુ થઈ રહી છે એટલે બધા પ્રોફેસર એક્સ્ટ્રા ક્લાસ ગોઠવી રહ્યાં છે..." પેલી છોકરી એ કહ્યું

" ઓહ્ સોરી...! હવે સાંભળ આપણે જેવું વિચારતા હતા એવું કશું જ નથી ... એ કોઈ છોકરાના ચક્કરમાં નથી હાં... મે એની સાથે વાત કરી એ છેલ્લા કેટલાય દિવસથી એટલા માટે પરેશાન છે કેમકે તેની લાઇફ લાઇન ખોવાઈ ગઈ છે" પેલી સ્ત્રી ફોન પર કહી રહી હતી. એટલામાં પેલો નાનકડો છોકરો જે ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો એ ડાઇનિંગ ટેબલની પાસે રાખેલી ખુરશી પર પગ રાખી અને ખુરશી પર બેસી નીચે ઉતરી ગયો. તે ત્યાંથી આગળ ચાલે એ પહેલા જ એની મમ્મી એ તેનો હાથ પકડી લીધો અને કહ્યું
" આર્યન... આટલું ફિનિશ કરો..."

" નો મમ્માં " તેને એક હાથે કાર ઊંચી કરી અને બતાવ્યું કે ટાયર રિપેર થઈ ગયું અને ત્યાંથી ચાલ્યો ગયો.

" ઓહ્" પેલી સ્ત્રી એ વાટકો ટેબલ પર મૂકી દીધો અને ડાઇનિંગ ટેબલમાંથી એક ખુરશી ખેંચી અને તેના પર બેસી ગઈ.
" હાંશ...."

" શું થયું દીદી ...? " પેલી છોકરી સામેથી પૂછી રહી હતી.

" કંઇ નહિ સાહેબ એ કાર રિપેર કરી રહ્યા હતા માટે ચૂપચાપ જમતા હતા. બાકી તો આજ કાલ ના છોકરાઓને તું ઓળખે જ છે તને ખબર છે રાગિણી અહીંથી ગઈને પછી બે દિવસ સુધી આર્યન એ કશું ખાધું ન હતું ... તને ખબર છે આર્યન ને જમાડવા મારે રોજ રાગિણી ને વિડિયો કૉલ કરવો પડતો... હું પણ ક્યાં એની વાતો લઈને બેઠી ....આપણે ક્યાં હતા...?" પેલી સ્ત્રી એ કાન અને ખંભા વરચે દબાવેલો ફોન ને હાથમાં લેતાં કહ્યું કહ્યું

" ઓહ્ હા રાગિણી એ મને આર્યનનો ફોટો બતાવેલો... આપણે લાઇફ લાઇન વિશે વાત કરી રહ્યા હતા. શું છે આ લાઇફ લાઇન ...?" પેલી છોકરી પૂછ્યું

" ઓહ્ તને નથી કહેલું એને ...! કંઇ નહિ ... એની પાસે એક ડ્રોઈગ બુક છે જેના વિશે માત્ર મને જ ખબર છે અને આજથી તને પણ એમાં એને દોરેલા થોડા અંગત ચિત્રો છે અને કદાચ થોડું લખાણ પણ "

" you mean daily diary ... right...? " પેલી છોકરી એ કહ્યું

" હા એવું જ સમજી લે પણ એ આ ડ્રોઈંગ બુકને લઇ અને બહુ ચિંતામાં હતી. એ કદાચ આ બુક ને લાઇબ્રેરી માં ભૂલી ગઈ છે એવું કહેતી હતી અને તેને આગળ તપાસ કરી તો કહ્યું કે કોઈ છોકરો ભૂલથી લઈ ગયો હશે." પેલી સ્ત્રી કહી રહી હતી

" એમાં એવું તે શું છે દીદી કે એ આટલી બેચેન થઇ ગઇ " પેલી છોકરી એ કહ્યું

" એમાં શું છે એ મને નથી ખબર પણ હા એને જ્યારે આ રીતે ડ્રો કરવાનું શરૂ કર્યું ત્યારે મને બતાવેલું. ત્યારે એમાં સ્કેચ હતા એના મમ્મી પપ્પાના... ટૂંકમાં કહું તો એ પોતાની લાગણીઓ કાગળ પર શબ્દ સ્વરૂપે નહિ પણ સ્કેચ દોરી ઉતારે છે " પેલી સ્ત્રી એ જવાબ આપ્યો.

" ઓહ્ તો એમ વાત છે રાગિણી ખૂબ સારું ડ્રોઈંગ કરે છે એની ના નહિ .... પણ મે તમને કહ્યું હતું એને ગઈ કાલ રાતે તેને કોઈ છોકરાએ .... " તેણીએ કહ્યું

" તું ચિંતા નહિ કરે આશા.... એ અત્યંત લાગણીશીલ છે પણ એમ તો કોઈ છોકરાને ચક્કરમાં ફસાઈ જાઈ એવી નથી અને આમ પણ એનો લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એને કાચી ઉમરમાં જ બહુ બધું સમજી લીધું છે જે હું હજી સુધી સુધારી નથી શકી" પેલી સ્ત્રીએ નિશ્વાસ નાંખતા કહ્યું
"બાકી લીવ ઇન માં રહે એટલી ફોરવર્ડ પણ નથી જ એ... હા જો તને એવું લાગે કે એના મનમાં કંઈ છે તો કહેજે. હું પોતે ત્યાં આવીશ " પેલી સ્ત્રી હસતા હસતા કહી રહી હતી.

" જી મીનાદીદી ચોક્કસ પણ તમે એક પાડોશી થઈ અને એની આટલી ચિંતા શું કામ કરો છો " આશા એ પૂછ્યું. એ ઘણા દિવસ થી વિચારી રહી હતી આ પ્રશ્ન પૂછવાનું પરંતુ રહી જતું. કોઈકવાર રાગિણી સામે હોઇ... તો કોઈકવાર બંને ને રાગિણી વિશે વાત કરવામાંથી જ ફુરસત ના મળતી.

" બસ એક ભૂલનો પ્રાયશ્ચિત કરું છું. રાગિણી મારા માટે ખરેખર મારી નાની બહેન જેવી જ છે " મીનલ એ કહ્યું

" પણ દીદી તમે તો ભવિષ્ય જોઈ શકો છો ને ..." આશા એ કહ્યું

" હા જોઈ શકું છું ને ... જો તું હજી મારી જોડે આમજ વાત કરતી રહીને તો તારી પર છુટ્ટા તકિયાના ઘા થવાના" મીનલે કહ્યું અને બંને ખડખડાટ હસી પડ્યા

" ઓહ્ ધ્યાન જ ના રહ્યું બાય દીદી મારે ઉપર જવું પડશે... નહિ તો સાચે તમે કહ્યું છે એવું જ થશે" તે ઝડપથી ઉપર તરફ ચાલી ગઈ

***

" તું નીચે આવે છે કે હું ઉપર આવું " રેયાંશ કાર્તિક ને ફોન પર કહી રહ્યો હતો.

" આવતા જ હતા.. પણ એ પહેલાં તારો કૉલ આવી ગયોને..." કાર્તિક એ કહ્યું

" તમે કરી શું રહ્યાં છો યાર " રેયાંશ અકળાયો હતો. તે છેલ્લી વીસેક મિનિટથી પગથિયાં પાસે આંટા મારી રહ્યો હતો તે ટ્રેક પહેરી અને જમવા જવા માટે ક્યારનોએ તૈયાર હતો પણ સમીર અને કાર્તિક બંને આવ્યા ત્યારના રૂમમાં હતા તે હજુ બહાર નહોતા નીકળ્યા. તે બંને રેયાંશ વિશે જ ચર્ચા કરી રહ્યા હતા. કાર્તિક એ સમીરને આશા વાળી વાત કહી ત્યાર પછી બંને ની શંકા થોડી ગાઢ બની હતી.
" સમીર તું તારા તુક્કાઓ પછી લગવજે તું ચાલ રેયાંશ નો આ બીજો કૉલ હતો." કાર્તિક એ સમીર સામે જોઈ અને કહ્યું. સમીર આરામથી સેટી પર બેસી અને વિચારી રહ્યો હતો.

" કાર્તિક એક વાત તો કહે હું પણ એની સાથે જ હતો મારી પાસે તો કોઈ છોકરી ના આવી "

" સમીર તું જલ્દી કર... બાકી રેયાંશ અહીંયા આવશે તારી બારાત લઈને" કાર્તિક એ ચપ્પલ પહેરતા કહ્યું. સમીર હજુ પણ વિચારમગ્ન હતો. કાર્તિક એ જ્યારે દરવાજો બંધ કર્યો ત્યારે એને ખબર પડી કે તે ત્યાંથી ચાલ્યો ગયો છે તેથી એ કપડાં બદલ્યા વગર જ દરવાજો બંધ કરી તેની પાછળ પગથિયાં ઉતારવા લાગ્યો.
એ બંને ને સીડી ઉતરતા હતા રેયાંશ તેને નીચેથી જોઈ રહ્યો હતો. તે મનમાં વિચારી રહ્યો હતો કે નક્કી ક્યાંક જગડો કર્યો હશે એટલે જ બંને આ રીતે આવી રહ્યા છે

" hey bro " કાર્તિક એ રેયાંશ ના ખંભે હાથ મૂકતા કહ્યું.

" તમે બંને શું કરી રહ્યા હતા ... ફરી કોઈ લફડામાં તો નથીને " રેયાંશે કાર્તિક સામે જોઈ પૂછ્યું. પરંતુ જવાબ સમીર એ આપ્યો " જી નહિ અમે કોઈ લફડાંમાં નથી પણ હા પાડીશું એટલે તને પણ સાથે લઈ જ જવાના હેં ને કાર્તિક " તેને કાર્તિક સામે જોયું.

" એટલે ...?"

" એટલે એમ કે " સમીર રેયાંશના બીજા ખંભા પર હાથ રાખી અને બોલવા જતો હતો એ પહેલાં જ કાર્તિક એ હાથ ચિંટીઓ ભર્યો અને કહ્યું " એટલે એમ કે અમે તને લીધા વગર ક્યાંય જવાના નથી.... છેલ્લા દિવસો છે કોલેજના સાથેજ એન્જોય કરીશું ..." તે સમીર સામે જોઈ એ રીતે રહ્યો હતો કે તું દોઢ ડાહ્યો નહિ થા." બરાબરને સમીર "

" હા બરાબર ... બરાબર ..." સમીરને ખરેખર લાગ્યું કે એનાથી બફાઈ જાત. પરંતુ કાર્તિક એ બધું સંભાળી લીધું માટે તેણે હળવેક થી કાર્તિકનાં કાનમા " થેંકસ " કહ્યું

તે ત્રણેય ત્યાંથી કેન્ટીંગ તરફ ચાલી રહ્યાં હતાં

***

" કેન્ટીંગમાં થી લાવવાનું કોણે કહ્યું કે તને કહ્યું હતુ ને કે રાધિકા સાથે મંગાવી લેજે તો પછી આ શું કામ લાવ્યો" સુમન બહેન હોસ્પિટલના રૂમ ની બહાર પ્રેમ ને ઠપકો આપી રહ્યા હતા.

" કાકીમાં શાંત થઈ જાવ આ પાણી પૂજા માટે નથી. પણ હા જો માંગે તો આપવા થાય માટે લાવ્યો છું " પ્રેમ સુમન બહેન ને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો " અને આમ પણ રાધિકા બે ધક્કા ખાઈ ચૂકી છે "

" તો .... શું થયું તું ફોન કર એને મે આમ પણ દિવ્યા ને કહી રાખ્યું છે કે નેન્સી અને રીંકલ ને સાથે જમાડી અને મારા ઘરે મોકલી આપે. એટલે રાધિકા અહીં આવશે જ તું ફોન લગાવ એનો ફોન મે એને આપી દીધેલો એ જ્યારે કપડાં દેવા આવી હતી ત્યારે " સુમન બહેન એ કહ્યું માટે પ્રેમ પાસે એમની વાત માન્યા વગર બીજો કોઈ રસ્તો ના હતો. એને પણ ગમતું કે તેમની કોઈ ચિંતા કરે પણ કોઈને તકલીફ દેવી એ એનો સ્વભાવ ના હતો. તેથી તેને ફોન લગાડ્યો " હેલ્લો રાધિકા "

" જી ભાઈ... ભાભી ઠીક છે હવે " રાધિકા એ પૃચ્છા કરી

" હા એ અત્યારે તો ફરી સૂઈ ગઈ છે તું આવે ત્યારે પાણી લઈ આવજે " પ્રેમ એ કહ્યું પરંતુ સુમન બહેન તેણે ધીમેથી કહી રહ્યા હતા " એને કે ઉકાળેલું લાવે મે પારુલને કહી રાખ્યું છે "

પ્રેમ ને એમની આ ચિંતા જોઈ ખરેખર એક હરખનો ઉમળકો આવી અને શમી ગયો તે હવે ખુશ હતો કે પૂજાને કંઇ નહિ થઇ ખાસ કરીને જ્યાં સુધી સુમન બહેન તેમની પાસે છે ત્યાં સુધી તો નહિ જ " હા રાધી..."

" હા ભાઈ ખબર છે ઉકાળેલું પાણી લાવવાનું છે " રાધિકા આગળ કંઇ બોલે એ પહેલાં જ પ્રેમ એ ફોન સ્પીકર પર કર્યો.
" એને ઠંડુ કરી બે બોટલ વ્યવસ્થિત સાફ કરી અને લાવવાનું છે . ... સાથે સાથે રીંકી ને લાવવાની છે પણ અને કશું કહેવાનું નથી આ બધું મમ્મી એ મને ત્રણ વખત કહેલું છે માટે તમે ચિંતા નહી કરો હું અડધી કલાકમાં ત્યાં આવું છું " પ્રેમ રાધિકાના આ શબ્દો સાંભળી અને ધીમું હસી રહ્યો હતો.

" હવે બરાબર " આટલું કહી અને સુમન બહેન પાછા રૂમની અંદર ચાલ્યા ગયા.

" સંભાળીને આવજે હં... જય શ્રી કૃષ્ણ" પ્રેમ એ કૉલ કટ કર્યો.

તે આમ તેમ લોબીમાં આંટા મારી રહ્યો હતો. બે રૂમ સિવાય આ આખો ફ્લોર ખાલી હતો. હજુ બે કલાક પહેલા જ પૂજાને આ હોસ્પિટલના ત્રીજા માળના આ રૂમમાં શિફ્ટ કરાઈ હતી પરંતુ જોતા એવું લાગતું ના હતું. રૂમ ની અંદર ટેબલ પાસે એક ફ્રૂટની ટોકરી મુકાયેલી હતી નીચેના ખાના માં જ્યુસર હતું એને બે થી ત્રણ ફ્રેશ ફ્લાવર્સ ના બુકેથી રૂમની સફેદ દીવાલ પાસેના ગોઠવવામાં આવ્યા હતા જે સફેદ દીવાલમાં જાણે રંગ પૂરી રહ્યાં હતાં

એ પૂજાને બહારની બારીમાંથી જોઈ રહ્યો હતો. એટલામાં એના ખંભે એક હાથ મુકાયો.
" સ્ત્રી વગર પુરુષ ખરેખર અધૂરો છે


( ક્રમશઃ )