ધવલ અને લખન નાસ્તો લેવા માટે જાય છે. એક ફ્રેચ ફ્રાઈ અને કોકો કોલા લે છે. આ બધી વસ્તુઓ લઈને પેલી છોકરીના ટેબલ પર જાય છે..
છોકરી - ઓહ બાપરે... આ શું લાવ્યા ?? અને કેમ ?
ધવલ - અરે .. આ તો જોઈએ જ ને... ચાર વચ્ચે..
છોકરી - હા પણ... તમે આવો છો એવું સમજ હું ઓલરેડી નાસ્તો વધુ લઈને આવી હમણાં....
લખન - ઓહ બોવ વાળી... કહી નહીં કરી... શાંતિ થી બેસી જા..
બધા એક સાથે ટેબલ પર બેસી જાય છે. ટેબલ પર નાસ્તો પડ્યો છે અને વાતો નો દોર શરૂ થાય છે...
લખન - તો કેવી ક મઝા આવે છે તમને અમારી કોલેજમાં..
છોકરી - ઓહ આ કોલેજ તમારી છે ??
છોકરી - તો કેમ અમારી કોલેજ છે એમ બોલ્યા....
લખન - અરે એ તો અમે તમારા કરતા જુના છીએ તો અમારી જ થાય ને...!!
છોકરી - ઓહ ... તો ... તો.....
કાલ સવારે તમે એમ કહેશો કે આ ગુજરાત મારુ છે ??
યાર તમે અઘરા છો હો... ભૂલ થઈ ગઈ મારી....
અરે સિરિયસલી ના લો.. હું તો મઝાક કરું છું......
છોકરી - તમેં તો બોવ બીકણ હો....
લખન - ના હવે બીકણ કોઈ નહીં હો... હા....
છોકરી - એ તો જોવાઇ ગયું....
તમારી જેવી જગદંબા જો અહીંયા હોય તો પછી અમારા જેવા નાના જીવને તો બીવું જ પડે ને....
છોકરી - ઓહ ... નાના એવા જીવ અને એ પણ તમે ??
ધવલ - તો એમ રાખો એમાં શું.....
હા પણ મને તો એવું લાગે છે કે એક બંને ને આપણી કોલેજનું વાતાવરણ ફાવી ગયું લાગે છે..
છોકરી - હા હો..... ખરેખર અહીં મઝા આવે છે.
અહીં કોલેજનું વાતાવરણ પર સારું છે અને કોલેજમાં આવતા વ્યક્તિઓ પણ....
ધવલ - વાહ... એટલે... બધા વ્યક્તિ ઓ સારા લાગ્યા કે અમુક અમુક....?
છોકરી - હા.. અમુક અમુક હો....
લખન - ઓહ હો.. ( ઉત્સાહમાં ) તો તમને અમારો ધવલ કેવો લાગ્યો ????
છોકરી - ( બે ક્ષણ શાંત રહીને ) આપણે નાસ્તો કરી લઈએ પહેલા... પછી વાતો કરીએ....
બધા લોકો ચૂપચાપ નાસ્તો કરતા હોય છે. લખન ધવલની સામે જોઈને ઈશારા કરતો જાય છે , છોકરી નીચે જોઈને નાસ્તો કરતી જાય છે અને ધવલ બિચારો બંને ની વચ્ચે ચૂપચાપ ચકલી જેમ ચણ ચણે એમ નાસ્તો કરતો જાય છે. કેમ કે જો લખન ને કઈક કહે તો પેલી છોકરીને ઊંધું લાગે અને પેલી છોકરીની સામું જુએ તો એ શરમાઈ જાય...
નાસ્તો પૂરો થઈ જાય છે. બધા એક બીજા ની સામે જુએ છે..
ધવલ - ચાલો ત્યારે હવે જઇએ... ફરી મળીશું ક્યારેક...
લખન - અરે ક્યારેક શુ.... કાલે જ મળીશું....
છોકરી - ઓહ કેમ... કાલે શુ છે વળી...?
લખન - કાલે મારા આ ભાઈ નો જન્મદિવસ છે....
તો કાલે તમારે આવવાનું જ છે..
તમે તો આવશો જ ને નઈ ....!! ધવલ નો બર્થ ડે છે તો.....
છોકરી - હા ....આવીશ હો...
અને હા મારા ભાઈ ... થોડું ઓછું બોલ ને...
કેટલું પક પક કરે છે અને જે મનમાં આવે એ બોલ્યા કરે છે.....
લખન - ઓહ તમે મઝાક કરો છો નહીં પહેલા ની જેમ....
છોકરી - ના.... આ વખતે સિરિયસ છું...
છોકરીની ફ્રેન્ડ - અરે યાર તું પણ શું આની જોડે માથાકૂટ કરે છે...
બિચારો ઘરે નહીં બોલી શકતો હોય એટલે અહીંયા બોલે છે...
લખન - ઓહ હેલો... મિસ ટિક ટિક...
અડધી કલાક થી નાસ્તો કરતા હતા ત્યારે તો કઈ ન બોલ્યા.. ત્યારે શુ મોઢામાં મગ ભર્યા હતા ??
ઓહ હા હા...
તમને કોઈ ઘરે જમવાનું નહીં દેતા હોય એટલે ,
આજે એટલું બધું જોઈને જમવામાં ધ્યાન હતું એમને...?
છોકરીની ફ્રેન્ડ - ઓહ હેલો... બસ હો..
ધવલ - યાર... તમે બને શાંત થાવ ને...
શુ ટોમ એન્ડ જેરી ની જેમ મંડી પડ્યા છો...
કાલે મારો બર્થ ડે છે તો તમારે બંનેએ આવવાનું છે.. તો ભુલાય નહી..
છોકરી - હા કેમ નહીં... આવીશું...
કાલે મળીએ ok...
લખન - ( છોકરીની ફ્રેડ ને ) અને હા તમે પણ આવજો.. કાલે વધુ નાસ્તો લઈ રાખીશ તમારા માટે ....
ધવલ - બસ કરે ને મારા બાપ.......
પેલી બને બહેનપણી ઓ ત્યાંથી ચાલી જાય છે અને થોડી વાર પછી ધવલ અને લખન પણ ત્યાંથી નીકળે છે. થોડી વાર કોલેજ માં રહીને પછી બંને ઘરે જવા માટે નીકળે છે. લખન ધવલ ને ઘરે ડ્રોપ કરે છે અને પોતે એના ઘરે જતો રહે છે..
thank You So Much For Ur support....