ladali nirali in Gujarati Short Stories by ketan motla raghuvanshi books and stories PDF | લાડલી નિરાલી

Featured Books
Categories
Share

લાડલી નિરાલી

લાડલી નિરાલી.....

' સાંભળ્યું તમે કંઈ બોલતા નથી !આમ સૂનમૂન ક્યાં સુધી બેસી રહેશો ! કંઇક તો બોલો ' શહેરના પ્રતિષ્ઠિત પરિવારના નરેન્દ્ર દલાલની પત્ની માલતી એ પોતાના પતિને કહ્યું.

'માલતી મને તો એક જ વાતનું દુઃખ છે આપણે શું ખામી રાખી હતી નિરાલીના ઉછેરમાં. બાળપણથી લઈ કોલેજ સુધી તેની બધી જીદ પૂરી કરી. એણે જે માંગ્યું તે બધું જ અપાવ્યું. પછી મોંઘો મોબાઈલ હોય લેપટોપ હોય કે લક્ઝુરિયસ કાર ,એમ છતાં આવા દિવસ દેખાડ્યા આપણી નિરાલીએ ...!આવી તો બિલકુલ આશા ન હતી.'નિરાલી ના પિતા નરેન્દ્ર દલાલ દુઃખી સૂરમાં બોલ્યા.

' હવે જવા દો જે થવાનું હતું તે થઈ ગયું ,હવે વધુ દુઃખી થશો તો તમારી તબિયત બગડશે. તો હું તો કહું ભૂલી જાઓ બધું..' માલતી પોતાના પતિ ના ખભે હાથ મૂકી સાંત્વના આપતા બોલી.

'શું ભૂલી જાવ ? કેમ ભૂલી જાઉં..! ગામમાં અને સમાજમાં આપણી જે ફજેતી થઇ છે તેને ભૂલી જાવ? જે માણસો બજારમાં મને સલામ ભરતા એ જ લોકો આજે મને જોઈ મોઢા બગાડે છે..! નથી સહન થતું આ બધું માલતી. હે ભગવાન! અમોને દીકરી ની જગ્યાએ બેય દિકરા જ હોત તો આવા દિવસો તો જોવા ન પડત...!'નરેન્દ્ર દલાલ નિરાશાજનક બોલ્યા.

' હું માનું છું ને મારાથી મારી દિકરીના ઉછેર માં ક્યાંક કંઈક કચાસ રહી ગઈ હશે. પણ મને તો હજુ સુધી વિશ્વાસ નથી આવતો કે મારી નિરાલી આવું કરે!' માલતી આશ્ચર્ય સાથે બોલી.

" શ્યામ ભાઈ' અમે શહેર ના લગભગ તમામ એરિયામાં માં તપાસ કરી અને રેલવે સ્ટેશન બસ સ્ટેશન પણ ચેક કર્યા પણ ક્યાંય પતો નથી નિરાલી બેન નો...'

'પપ્પા મારા મિત્રો બધે તપાસ કરી આવ્યા છે અને તમે એને મમ્મીએ પણ બધા સગાઓમાં તપાસ કરી લીધી છે પણ ક્યાંય પતો નથી. હવે તો આપણે પોલીસ કમ્પલેન કરવી જ પડશે.' શ્યામે પોતાના પિતાને કહ્યું.

' ઇન્સ્પેક્ટર સાહેબ અમારી કંપલેન લખી લો ..'
નામ નિરાલી નરેન્દ્રભાઈ દલાલ , ઉમર વીસ વર્ષ ધંધો કોલેજમાં અભ્યાસ. છેલ્લા બે દિવસથી જાણ કર્યા વિના ક્યાં ક ચાલી ગઈ છે અને ઘરમાંથી 50000 રૂપિયા ચોરી થયા છે.'

'કોઈ શકમંદ ?' ઇન્સ્પેક્ટર પૂછ્યું.

' પ્રોફેસર નીરજ' એમની ક્લાસીસના પ્રોફેસર છે તે પણ બે દિવસથી ગાયબ છે અમને તેની પર શંકા છે.'

' ઠીક છે, અમારો સ્ટાફ તપાસ ચાલુ કરી દેશે કઈ મેસેજ આવશે તો અમને જાણ કરીશું.'પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું. ' જી ધન્યવાદ સાહેબ'

'માલતી ભાભી હવે રડો નહીં મને તો લાગે છે નિરાલી એ પહેલા પ્રોફેસર સાથે લગ્ન પણ કરી લીધા હશે અને આમેય પાંચ પંદર દિવસ રખડીને પ્રગટ થઈ જશે. જો ને પહેલા સરોજબેનની નેન્સી ભાગી ગઈ'તી. આવીને પાછી પંદર દિવસ માં એમ નિરાલી પણ આવી જશે" માલતીની જેઠાણી સુનિતા કટાક્ષમાં બોલી.
'શ્યામ બેટા, આટલી મોડી રાતે તું ક્યાં જાય છે ?નરેન્દ્ર દલાલે શ્યામ ને પૂછ્યું.

' જેણે આપણા ફેમિલીનું ઇન્સલ્ટ કર્યું એને પતાવવા.' લાયસન્સવાળી રિવોલ્વર બેગમાં મુકતા શ્યામ બોલ્યો.

' ના ...ના ...! એવું ના કરાય બેટા, ગમે તેમ તો તારી બેન છે.!'

'શા માટે ન કરાય ? જેને કારણે સમાજમાં આપણી ઈજ્જત ને બટ્ટો લાગી ગયો છે. એકવાર ખાલી મારી સામે આવે તો ભાઇ-બહેનના સંબંધને જોયા વિના જ શૂટ કરી નાખીશ...'

'ના દિકરા ઉભો રે જવું નથી.'

નરેન્દ્ર દલાલ શ્યામને રોકી રહ્યા હતા પરંતુ શ્યામ તો પિતાની વાત માન્યા વગર એકદમ ગુસ્સામાં આવી બહાર જવા દરવાજો ખોલ્યો અને સામે જોયું તો નિરાલી અને તેની પાછળ પેલો પ્રોફેસર..

નિરાલીને જોતાં જ શ્યામે શ્યામની આંખો ગુસ્સામાં રાતી ચોળ થઈ ગઈ અને નિરાલી હજુ તો કંઈ બોલે તે પહેલાં જ બેગમાંથી રિવોલ્વર કાઢી નિરાલીના કપાળને વીંધી નાખ્યું. નિરાલી ત્યાં જ પડી ગઈ અને પાંચ જ મિનિટમાં નિરાલીના પ્રાણ પંખેરૂ ઉડી ગયા આખા એપાર્ટમેન્ટમાં હાહાકાર મચી ગયો. પોલીસ હત્યાના ગુનામાં શ્યામ ની ધરપકડ કરી લઈ ગઈ.

બીજે દિવસે બેસણામાં પ્રોફેસર નીરજ નિરાલી ના પિતા નરેન્દ્ર ભાઈ ના હાથમાં ચિઠ્ઠી આપી. બેસણામાં સમાજની વચ્ચે નિરાલીના પિતાએ એ રડતાં રડતાં વાંચી.

પ્રિય પપ્પા,
નાનપણથી જ તમને તમારી દીકરી પર ગર્વ હતો અને વિશ્વાસ પણ. નાનપણથી લઈને યુવાનીમાં તમે મારી બધી ઇચ્છા પૂરી કરી મને ખુશ રાખી છે અને મમ્મીએ પણ મને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે હું એવું કોઈ જ કામ નહીં કરું જેથી આપણા પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે.

ગઈકાલે હું ક્લાસીસમાં હતી ત્યારે નીરજ સર ની માતા જે કેન્સરના લાસ્ટ સ્ટેજમાં છે તેની અંતિમ ઇરછા પૂર્ણ કરવા તેની પત્ની નો રોલ કરવા સરે ગામડે આવવા રિકવેસ્ટ કરી અને અમેલોકો ત્યાં પહોચ્યા બાદ દસ મિનિટ માં તેમની માતાનું અવસાન થતાં જલ્દી પરત ફરી શક્યા નહીં. અને આજે મને જાણવા મળ્યું કે તમે અમારી વિરુદ્ધ પોલીસ કંપલેન કરી.

પપ્પા હું તમારી આજ્ઞાકારી પુત્રી છું હું તમારી રજા વિના કંઈ જ ના કરું, તો આ તો લગ્ન જેવો નિર્ણય હું એકલી લઈશ તેવું કેમ વિચાર્યું? અને ક્લાસિસ ની ફીસ આપવા ડ્રોઅર માંથી મે પૈસા લીધા હતા મારે ઉતાવળ હતી તેથી થયું કે સાંજે જણાવી દઈશ. શ્યામભાઈ હું મારા જ ઘરમાં થી પૈસા લઈ જાઉં તે ચોરી કહેવાય .?

અને સમાજના ઘણા લોકો પણ ગલત ફેમી માં છે કે દીકરી એક બે દિવસ ક્યાંક બહાર જાય તો સમાજમાં કેવી વાતો થાય આવું કેમ !?

મારા વ્હાલા પપ્પા,મારે કોઈ સાથે કંઈ અફેર નથી તમે જ્યાં કહેશો ત્યાં તમારી દીકરી લગ્ન કરવા તૈયાર છે.. આ બધું હું આપની સામે બોલી ના શકું માટે લખી ને કહી રહી છું.... મારી ભૂલચૂક માફ કરશો...

લી. આપની લાડલી,.. નિરાલી...

*****