Chaines aep par pratibandh in Gujarati Short Stories by Amit Giri Goswami books and stories PDF | ચાઇનીસ એપ પર પ્રતિબંધ ! એમાં આપણે શું ??? ફાયદો કે નુકશાન ??

Featured Books
Categories
Share

ચાઇનીસ એપ પર પ્રતિબંધ ! એમાં આપણે શું ??? ફાયદો કે નુકશાન ??

"ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશ ને ચાહું છું, એના સંસ્કૃતિ અને વારસા પર મને ગર્વ છે....." કોને કોને યાદ છે આ પ્રતિજ્ઞા ???? છેલ્લે ક્યારે તમે આ પ્રતિજ્ઞા વાંચેલી ???? તમારા ઘરમાં કોઈ પણ બાળક ભણતું હોઈ તો કોઈ પણ વિષય ની એક ચોપડી ઉપાડી લો અને ફરી એક વખત આ પ્રતિજ્ઞા વાંચી જાવ !!

બે દિવસ પહેલા જ ભારતની કેન્દ્ર સરકાર એ લગભગ લગભગ ૫૮ કે ૫૯ જેટલી ચાઇનીસ એપ પર ભારત માં પ્રતિબંધ મૂક્યો છે, એમાં રાષ્ટ્રવાદી લોકો ને તો મજા જ આવી છે, પણ સવાલ છે અમુક લિમ્બ્રાડું લોકો નો જે આ નિર્ણય ને આવકારવાની જગ્યા "વિધવા વિલાપ" કરે છે, આજનો આર્ટિકલ આવા જ વિધવા વિલાપ વાળા લોકોને સમર્પિત છે, જો તમે આ આર્ટિકલ વાંચી રહ્યા છો તો બે હાથ જોડીને તમને એક વિનંતી છે કે એક વાર આ આર્ટિકલ ને તમારા તમામ સોશ્યલ મીડિયામાં શેર જરૂર કરજો !

હવે આવીએ આજના મૂળ મુદ્દા પર. ભારત સરકારે જે નિર્ણય બે દિવસ પહેલા લીધો એ નિર્ણય નો ૨૦૧૪ ના જૂન કે જુલાઈ માસ માં જ લઈ લીધો હોત તો આજે આ વાતને મીડિયામાં આટલું કારણ વગરનું કવરેજ ન મળત. પણ આપણે હંમેશા સારું કદમ ઉઠાવવામાં વર્ષોથી મોડું કરતા આવીએ છીએ, આ બાબત પર આપણે મનોમંથન કરવાની જરૂર છે અને આપણી જવાબદારી પણ છે !


ભારત સરકારે આ બધી એપ પર પ્રતિબંધ લગાવ્યો એનાથી તમને શું નુકસાન થયું છે એ વાત બાજુ પર મૂકીને પણ આ એક સાહસિક કદમ થી "ચીન નો લાલ ડ્રેગન ખરેખર રાતો પીળો જરૂર થઇ ગયો છે એ વાત નક્કી છે !"

આપણે જાણીએ છીએ કે ગલવાન વેલી માં જે સૈનિકો શહીદ થયા એના બાદ આપણા દેશ માં સૈનિકો પ્રત્યે એક અભૂતપૂર્વ લહેર જાગી અને ચિન તથા ચીની એપ અને પ્રોડક્ટ પર લોકો નો ગુસ્સો ફૂટ્યો !!! આ સમય છે આપણા સૈનિક સાથે ઉભા રહેવાનો, આ સમય છે આપડા સૈન્ય ને વિશ્વાસ અપાવવાનો કે ભારત ની ૧૩૦ કરોડની જનતા ભારતીય સૈનિક સાથે છે !

આપણા દેશ ની આર્મી એક સ્વતંત્ર સંસ્થા છે, એટલે કે કોઈ રાજકીય પાર્ટી માથે કામ નથી કરતી એ એક સ્વતંત્ર બોડી છે ! વિશ્વના જેટલા પણ લોકશાહી દેશો છે અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, કેનેડા, ન્યુઝીલેન્ડ વગેરે દેશો ની આર્મી પોલિટિકલ પાર્ટીના આદેશ નું પાલન નથી કરતી એ પોતાની રીતે સ્વતંત્ર હોઈ છે એટલે કે એમની જવાબદારી એમના દેશ પ્રત્યે હોઈ છે નહિ કે કોઈ પાર્ટી પ્રત્યે !!

હવે વાત કરું ચીન ની ! ચીન ની આર્મી સ્વતંત્ર આર્મી નથી, ચીન ની આર્મી પીપલ્સ લીબરેશન આર્મી તરીકે ઓળખાય છે, જેને આપડે ચાઇનીસ આર્મી કહી શકીએ ! આર્મી નેવી એરફોર્સ આ ત્રણ સુરક્ષા સંસ્થાન સંસ્થાન ચીનમાં સ્વતંત્ર નથી આ ત્રણેય સંસ્થાન કામ કરે છે ચીન ની એક માત્ર પોલિટિકલ પાર્ટી કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇના માટે ! આ ત્રણેય સૈન્ય પાંખ ની જવાબદારી તેમના દેશ પ્રત્યે નથી પણ કોમયુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇના પ્રત્યે છે !


ભારતે લગાવેલા પ્રતિબંધ થી સીધો અને સટિક ફટકો આ પીપલ્સ લિબ્રેશન આર્મી ને પડવાનો છે ?? કઈ રીતે ?? આવો જાણીએ !

Tiktok, UC Browser, WPS Office અને આવી બીજી અઢળક એપ પીપલ્સ લીબ્રેશન આર્મી ના સીધા સર્વેલેન્સ હેઠળ હોઈ છે ! એક બે પાંચ કે દસ બાર લોકો tiktok જેવી એપ વાપરે એનાથી ચીન ને કશો ફાયદો નથી થવાનો ! પણ જયારે લાખો કરોડો કે અબજો લોકો આવી એપ ડાઉનલોડ કરે ત્યારે "નેટવર્ક" ની જાલ રચાય છે જેમ કરોળિયાનું જાળું હોઈ ! આ નેટવર્ક દ્વારા ચીન ની આર્મી તમારી તમામ ગતિવિધિઓ પર નજર રાખતી હોઈ છે ( જે તમને ખબર પણ નથી હોતી ) ! એ સમય ગયો જ્યારે લડાઈ યુદ્ધ મેદાન માં તોપ, બંદૂક અને બીજા હથીયારો વડે લડવામાં આવતી !

અત્યારે લડાઈ આંગળીઓના ટેરવે લેપટોપ અને મોબાઈલ વડે લડવામાં આવે છે, અને આ લડાઇ "પ્રત્યક્ષ લડાઈ કરતા પણ વધુ ઘાતક" છે એ વાત ધ્યાન પર લેવાની છે !

ચીન આર્મીના હેકરો તમારી એપ ના માધ્યમ દ્વારા તમારી તમામ ગુપ્ત ગતિવિધિ અને તમારી પસંદ ના પસંદ પર નજર રાખતા હોઈ છે, તમે મોબાઈલમાં કયા સમયે શું જુઓ છો, શું શું સર્ચ કરો છો, ફેસબુક કે ઇન્સ્ટા અને વોટ્સેપ પર શું શું પોસ્ટ કરો છો એ બધું ચીન ની તિસરી આંખ ની નજર બહાર નથી હોતું !

આનું સૌથી મોટું નુકશાન શું છે ?? સૌથી મોટું નુકશાન એ છે કે આ બધી એપ દ્વારા કોઈ પણ દેશની ઇકોનોમિક સાઈકલ તોડી શકાય છે, દેશની અંદર સરકાર પ્રત્યે અસંતોષ ઉભો કરી શકાય છે અને સૌથી વધુ દેશની અંદર સાંપ્રદાયિક હિંસા પણ ફેલાવી શકાય છે !

આ એપ ડિલીટ કરવાથી ભારતના લાખો કરોડો અબજો માનવ કલાકો હવે કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થશે અને એનાથી ભારતના સોફ્ટવેર ઉત્પાદકો માં એક નવું જોમ અને ઉત્સાહ આવશે ! સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ચીન હવે તમારી જાસૂસી કરી શકશે નહિ !

અત્યારે વોટ્સેપ પર એક મેસેજ ફરે છે જેમાં ચીન ની એપ અને એ એપ ના બદલે વૈકલ્પિક કઈ એપ વાપરી શકાય ! આ મેસેજ ખરેખર દરેક લોકો ને ફોરવર્ડ જ નથી કરવાનો... આપણે એ પણ સુનિશ્ચિત કરીએ કે આપણી આજુબાજુ ના મિત્ર વર્તુળ માં પણ જો કોઈ ચીન ની એપ વાપરતું હોઈ તો એને સમજાવીએ અને એપ ડિલીટ કરાવીએ !

તમારે એપ વાપરવી જ હોઈ તો ભારતની વાપરો, કોઈ અન્ય દેશ ની વાપરો, પણ ચીન ની તો નહિ જ ! અત્યારે આપણે આત્મનિર્ભર બનવાનો સંકલ્પ તો કર્યો છે, પણ આ સંકલ્પ હજુ બાલ્ય અવસ્થામાં છે આનો ફાયદો આવતા ૭ થી ૧૦ વર્ષ દરમ્યાન જોવા મળશે !

ભારત ટિક્તોક ના લગભગ ૬ કરોડ ૩૦ લાખ જેટલા યુઝર્સ હતા ( આંકડો અંદાજિત છે ) સીધી રીતે કહું તો આ લોકો ચીન માટે ભારત માં જ જાસૂસી કરી રહ્યા હતા ! અને તાજ્જુબ ની વાત એ છે કે આ લોકોને એ ખબર પણ નથી કે તેઓ પરોક્ષ રીતે ચીન ને પોતાની તમામ ખાનગી માહિતી પહોંચાડી રહ્યા છે !

એક ભારત જ આ ચીનના ત્રાસ નો સામનો નથી કરતું, વિશ્વના ઘણા બધા દેશો ચીન ના હાર્ડવેર પર નિર્ભર છે ! વિશ્વની એક નંબરની કહી શકાય એવી અમેરિકા પણ ચીન ના ૯૦ ટકા જેટલા હાર્ડવેર વાપરે છે, થોડુક વિચારો ક્યાં ભારત અને ક્યાં અમેરિકા ??? જો અમેરિકા પણ આ ચીન થી ત્રસ્ત હોઈ તો આપણે તો હજુ વિકાસશીલ દેશની યાદી માં આવીએ છીએ !

પણ જે થયું એ સારું જ થયું ! ભલે કેટલાક લોકો હવે "બેરોજગાર" બની ગયા છે ! વાંધો નહિ તેમને મુજરા કરવા માટે કોઈ નવી એપ આવી જ જશે ! પણ આ મુજરાલાલ લોકો માટે દેશની સુરક્ષા સાથે કોઈ પણ સમાધાન ન જ કરી શકાય !!

અંતમાં સો વાતની એક જ વાત આ બધી એપ ડિલીટ કરવાથી ભારતીય તરીકે આપણે ફાયદો છે જ ! પણ આ એક કદમ દ્વારા ચીનના ગળે સીધો ગાળિયો પહેરાવ્યો છે એની ખુશી પણ તમારે માણવાની છે ! આવનારા સમય માં સીમા પર ચીન હજુ પણ નવા નવા ગતકડાં કરશે પણ જ્યાં સુધી આર્મીના જવાનો ત્યાં સુરક્ષા માટે તહેનાત છે, તમારે કોઈ ચિંતા કરવા જેવી નથી !!

તમે તમારા પ્રતિભાવો જણાવી શકો છો ! વાંચવા બદલ આભાર !!