Baani-Ek Shooter - 18 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 18

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

“બાની”- એક શૂટર - 18

“બાની”- એક શૂટર

ભાગ : ૧૮


"એઝ યુ વિશ. બાની તારે ટ્રાય મારવી હોય તો માર...!!" ઈવાને ફરી સમજાવતાં કહ્યું.

બાનીએ આજે એકદમ લાઈટ પિંક કલરનું ફૂલ બાયનું ટીશર્ટ ઇન કરેલું પહેર્યું હતું. એ ટી શર્ટ પર એક આંખ મારતી કિટન નું રબરનું પિક્ચર હતું. સ્કીન ફિટિંગ જીન્સ સાથે મેચિંગ લાઈટ પિંક કલરનાં કેનવાસ શૂઝ પહેર્યા હતાં. ડાર્ક બ્લેક કલરનાં ગોળાકાર ગોગલ્સ અને ઊંચે ગોળ અંબોડો કર્યો હતો.

"બાની...ઓલ ધી બેસ્ટ." જાસ્મીને ચીલ્લાવીને કહ્યું. એ બાનીને ક્યારે પણ રોકતી નહિ જો બાનીએ કામ કરવાનું ઠાની જ લીધું હોય ત્યારે.

"ઈવાન મારી જેસ્સે કહી દીધું એટલે સમજ એ છલાંગ લગાવી જ દીધી." બાનીએ પોતાનો કોન્ફિડન્સ વધારતાં કહ્યું.

"હા કેમ કે તમે બંને પાગલ છો." ઈવાને લાસ્ટ ટાઈમ સમજાવતાં કહ્યું.

બાનીએ ઊંડો શ્વાસ લીધો. બધા છોકરા છોકરી આજુબાજુ થઈને ઊભા થઈ ગયા અને બાની પર નજર નાંખી. એમાં અમૂક તો બાનીનો વિડિઓ ઉતારવા લાગ્યા. બાનીએ ઊંડો શ્વાસ લીધો. બાનીએ બીજા છોકરા કરતાં પોતે વધુ અંતરે પાછળ ગઈ. એ થોડું એક્સાઈટમેંટમાં હસી.

"ઉવવવવવવવ...." એક છોકરાનો ઉત્સાહભર્યો અવાજ આવ્યો. બાનીએ ફરી ઊંડો શ્વાસ લીધો. એને દોડવા માટેની પોઝિશન લીધી અને એને જોરથી દોડ લગાવી. અમુક છોકરાઓ વિડિઓ લેતાં રહ્યાં. પૂરી તાકાતથી ભાગતી એ ઝડપથી પગલાં ભરતી દિવાલ પર ચડી ગઈ એને પૂરું શરીરને ઊંધું વાળ્યું તે જ સમયે એનો અંબોડો છૂટ્યો પરંતુ એનો ગોગલ્સ પડ્યો નહિ. એના સિલ્કી વાળ છુટા થઈને ફરવા લાગ્યા. એના વાળ હવામાં અધધ થઈને લહેરાવા લાગ્યા. એ હવામાં બે છલાંગ મારીને ઉછળી અને તરત જ જમીન પર ઊભી થઈ ગઈ. એના વાળ ઉપરથી ઉડતા નીચે લહેરાયા. બધા છોકરા છોકરી ઉત્સાહિત થઈને તાળીઓ તો કોઈ સીટી મારતા બાનીની પ્રસંશા કરવા લાગ્યાં. તેઓ એક પછી એક ટપોટપ બાનીને હાથ મેળવતાં ગયા.

"બ્રેવો." જાસ્મીને હગ કરીને ખબા થપથપાવતા બાનીને કહ્યું. ઈવાને પણ હગ કરતાં કહ્યું," પ્રેક્ટિસ વગર.. અમમમ વાહ!!"

બાનીનાં ચહેરા પર સ્મિત હતું. એને પોતાનો ગોગલ્સ કાઢી ટીશર્ટમાં ભેરવ્યો. પોતાની બંને લાંબી બાયોથી જ હાથ ઉપર લઈ જઈને પસીનાવાળો ચહેરો સાફ કર્યો. છુટ્ટા વાળોને લઈ ફરી ઉપર અંબોડો બાંધી દીધો. એક છોકરાએ એણે પાણીની બોટલ ધરી. બાનીએ સ્મિત કરીને પાણી પી લીધું. એ કોલેજ સ્કૂલનાં લાગતાં છોકરા છોકરીઓ સાથે થોડી આમતેમની ચર્ચા કર્યા બાદ બાય કહીને તે ત્યાંથી નીકળીને ખંડર તરફ જવા રવાના થઈ. જેમ જેમ ખંડર નજદીક આવતું ગયું તેમ એનો જીવ બેચેન થવા લાગ્યો. એને એમ થઈ રહ્યું હતું કે અત્યારે જ એને ઉલ્ટી થઈ જશે. માંડ પોતાને સ્વસ્થ કરતાં બોલી, " જેસ્સ આ ખંડરથી મારો જૂનો લગાવ છે."

"અચ્છા." જાસ્મીને કહ્યું.

"હા બાની સાથે બચપણમાં અમે અહીંયા રમવા આવતાં." ઈવાને કહ્યું.

"શભૂં કાકાની વાઈફ નંદા કાકીને આયા તરીકે મને સંભાળવા માટે મારા મોમ ડેડે જોબ પર રાખી હતી. શભૂંકાકા પણ સાથે જ ત્યારે અમારા બંગલોમાં કામ કરતાં. દાદા દાદી આ બસ્તીમાં વારે તહેવારે ગરીબોને વેંચવા માટેનો સમાન લાવતાં. ત્યારે અમે પણ ગાડીમાં બેસી જતાં. અમે બોર ન થઈ જાય એટલે કોઈક વાર રમવા માટે શભૂં કાકા અમને ખંડર સુધી લાવતાં. ઈવાન વધારે કરીને અમારા ત્યાં જ રહેતો. એક તો મારી સાથે રમવા મળતું. અને ક્યારેક આવું ફરવા મળતું એટલે એ મને છોડતો ન હતો. અને અત્યારે પણ જો એ મારો પીછો જ કરતો રહે છે." બાનીએ જાસ્મીનને કહ્યું. ઈવાન બાનીનો બચપણનો ફ્રેન્ડ છે એનો ગર્વ આ વાત સાંભળીને એના ચહેરા પર સાફ દેખાઈ રહ્યું હતું.

તેઓ ચાલતાં ખંડર સુધી પહોંચવાના જ હતાં ત્યાં જ બાની રોકાઈ ગઈ. જર્જરીત થઈ ગયેલી દિવાલને એ ધ્યાનથી નિહાળવા લાગી. ખંડર જોતાં જ એની એક પછી એક યાદો માનસપટ પર ફરવા લાગી. એને યાદ આવી ગયું કે આ ખંડરની પાછળ નીચે ઉતરીને શભૂંકાકા સાથે એક ખાડો ખોદીને પોતાની પિસ્તોલ છુપાવી હતી.

"શું થયું??" જાસ્મીને પૂછ્યું.

"કશું નહીં ચાલ અંદર. એ સાલો કેદાર અંદર જ બેઠો હશે." બાનીએ કહ્યું અને એ અંદર પેઠી. ઈવાન જાસ્મીન પણ અંદર ગયા. બાની કેદારને સારી રીતે જાણતી હતી. એની દરેક આદતને પણ એ પિછાણતી હતી. બે મોટા ગુંબજથી બનેલું ખંડર હતું. એમાં જ વચ્ચે તૂટેલી દીવાલ હતી. ફર્સ્ટ હોલ જેવો આવતો અને અંદર બેડરૂમ હોય તેવી ખાલી જગ્યા હતી. કોઈની નજર ન પડે એમ અમૂક છોકરાઓનું ટોળકું એ બેડરૂમ જેવા લાગતા ખંડરમાં સુટ્ટા, દારૂની મિજબાની તો ક્યારેય પત્તા રમતાં દેખાતાં.

"એ લુચ્છા..." પત્તા રમતાં ગોળ ટોળકીમાં કેદાર બેઠો હતો એને જોઈને બાનીએ બૂમ મારી. બાનીને જોતાં જ કેદાર પાછળ રહેલી મોટી બારીમાંથી સટકવા માટે ભાગ્યો.

"ઈવાન તું અહીંયા જ રે. એ આવશે એટલે પકડજે." બાની જ્યાં ઉભેલી હતી ત્યાંથી જ જે જગ્યેથી અત્યારે આવી હતી એ તરફ જ ઝડપથી નીકળીને કેદાર જ્યાં ભાગવા બારીની બહાર સટક્યો હતો એ જગ્યા પર પહોંચી ગઈ. કેદારે એ જોયું અને ફરી અંદરની તરફ આવ્યો જ્યાં ઈવાન અને જાસ્મીન ઊભા હતાં. કેમ કે ખંડરમાં બે રસ્તા સિવાય બીજા રસ્તા બહાર જવા માટે ઉપસ્થિત જ ન હતાં. બાની આ ખંડરથી પરિચીત હતી. રસ્તો ક્યાંથી ક્યાં નીકળે એ બધું જ જાણતી હતી. બાની કેદારની પાછળ જ ફરી એ બેડરૂમની બારીમાંથી અંદર આવી ત્યાં સુધીમાં ઈવાને કેદારને પકડી પાડ્યો હતો. ટોળકી નાસી ભાગ થઈ ગયું હતું એ વિચારથી કે પોલિસનો દરોડો પડ્યો કે કેમ...!!

"ક્યાં રે તેરેકો સમજાતાં નહીં ક્યાં?? તને કેટલી વાર બોલાવ્યો છે તારા બાપાની જગ્યા પર તને જોબ પર રાખું એના માટે...!! પણ તારે આવવું નથી. બાપો ખાટલામાં પડ્યો છે એને જીવતા જીવે થોડી શાંતિ આપ." થપ્પડ મારતાં બાનીએ કહ્યું.

"દીદી..!!" ગુસ્સાથી કેદારે કહ્યું.

"પાછો તું દીદી કહે અને સાંભળવાનું નથી. તું અહીંયા પત્તા રમીને દિવસ કાઢે એના કરતાં વોચમેનની સમ્માન ભેર જોબ કરે એ સારું..!!" બાનીએ એને કોલરમાં પકડીને સમજાવતાં કહ્યું.

"તારી મરેલી મા નો તો જરા લિહાજ કર. ચાલ અત્યારે મારી સાથે. તારા બાપાને દવાખાને લઈ જવાનું છે." બાનીએ એને પાછળથી ગળામા હાથ નાંખ્યો અને જાણે પ્રેમથી લઈ જતી હોય તેમ એ ખંડરમાંથી બહાર લઈ ગઈ. જાસ્મીન ઈવાન પણ સાથે જ ચાલવા લાગ્યા.

"જો હા ભાગતો નહિ..!" બાનીએ કહ્યું.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)