Premni alag paribhasha - 2 in Gujarati Short Stories by Riya Makadiya books and stories PDF | પ્રેમ ની અલગ પરિભાષા - 2

Featured Books
Categories
Share

પ્રેમ ની અલગ પરિભાષા - 2

ભાગ 2

વહી ગયેલી પળો
[ રચનાને સારા% હોવાથી અને તેને જોયેલું ડોક્ટર બનવાનું સપનું પુરુ કરવા તેના મમ્મી પપ્પા તેને અમદાવાદ ભણવા માટે મૂકવા જાય છે. અને મૂકી ને આવતા આવતા રસ્તામાં તેમને અલગ જ પ્રકારનો ભય મનમાં સતાવે છે. ]






રમેશ અને સરલા આંખોમાં આંસુ સાથે ઘર તરફ પ્રયાણ કરતાં હતા. અને આ બાજુ રચનાને તો કંઈક અલગ જ આનંદ હતો, જાણે તેના શરીરને પાંખો આવી ગઈ હોય એવું લાગતું હતું. તેને તો તેના સપનાનું શહેર મળી ગયું હતું. હવે તો તે તેના સ્વપ્નમાં જાતે જ રંગો પૂરવા સમથઁ હતી.

રસ્તામાં જતાં સરલા અને રમેશ કંઈક અલગ જ વિચારમાં હતા, બંને ભૂતકાળની સ્મૃતિને વાગોળી રહયા હતા. સાંજનો સમય થતો હતો, સંધ્યા ઢળતી હતી, સૂરજ તેના ઘર તરફ પ્રયાણ કરતો હતો, જીણો જીણો તમરા નો અવાજ આવી રહ્યો હતો, તેમાં કૂતરાંના રડવાનો અવાજ પણ કયારેક કાને અથડાતો હતો, માણસ વગરનો એ રસ્તો હતો.
અચાનક જ બંનેના કાનમાં મંદિરની ઘંટીઓ વાગી અને રમેશે ગાડી થોભાવી ત્યાં કાલિકામાતા નું મંદિર હતું, બંને અંદર ગયા અને એક ખાલી સૂમસામ ખૂણાને જોયને સરલાના આંખોમાં
પાણી આવી ગયા, એ ડૂસકાં ભરી ભરીને બોલતી હતી કે, "
આજ જગ્યા હા, આજ જગ્યાએ તેને તેની વહાલસોયી મળી હતી. "
જયારે ૨૦ વષઁ પહેલાં તે બંનેને સંતાન ન હોવાથી, તેની આશમાં માતાના મંદિરમાં આવ્યા ત્યારે ખૂણામાં ૫ડેલી ટોપલાની અંદર કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળી એ બંને તે તરફ ગયા, અને આજુબાજુ જોયું પણ કોઈ મળ્યું નહિ , ઘણી તપાસ કરી પણ કંઈ જ ન મળ્યું.
અંતે તેઓ એ પંડિતને પૂછયું તો પંડિતે કીધું કે માતાજીના આશીર્વાદ સમજી તમે જ લઈ જાવો, બોવ વિચારયુર્તેઓ એ કપડાં વીંટેલા બાળકને આનંદથી ઘરે લાવ્યા , પણ જયારે ઘરે આવીને તે બાળકને જોયું તો, એ બાળક... અરે એ બાળકને કંઈ લિંગમાં વણઁવવું એ જ નો ખબર પડી? તેના શરીરનો મુખ્ય અંગ સ્ત્રી કે પુરુષ એમ વણઁવી શકાય તેવો જ ન હતો, થોડીવાર માટે તો બંનેના મગજમાં શૂન્યાવકાશ છવાઈ ગયું, પૂરઝડપે વાવાઝોડું આવીને બધું વેરવિખેર કરી ગયું હોય તેવું લાગ્યું.
અરે સરલા તો તેને પાછું મૂકી આવવા કે, દફનાવી દેવા કહેતી હતી. પણ રમેશભાઈ સમજુ હતા. તેને ઘણું વિચાર્યું અને સરલાને સમજાવી કે, " જે છે અે હવે સ્વીકારવું જોશે. આ મળવા પાછળ કંઈક તો કારણ હશે? એ પણ આપણને જ મળ્યું? કેમ બીજાને નહીં એ પણ માતાજીના મંદિરમાંથી તો માતાજીનો કોઈ ઈસારો સમજીને આપણે સ્વીકારી લઈઅે.
સરલાનું મન તો હજુ વંટોળે ચડયું હતું, તે તો સ્વીકારવા જ તૈયાર નો હતી, જીદ પકડીને બેઠી હતી. પ૨ંતુ આમાં તેનો પણ કોઈ વાંક ન હતો. આખી જીંદગીનો સવાલ હતો. રમેશ સમજાવતો હતો ત્યાં જ તેના ફોનમાં રિંગ વાગી...... અને ઉપાડવાની જ સાથે તેના વકીલે સમાચાર આપ્યાં કે, તેનો વષાઁ જૂનો ચાલતો કેસ તેઓ જીતી ગયા. પછી મેનેજરનો પણ મેસેજ હતો કે ધંધામાં દસ લાખનો ફાયદો થવાનો છે.
આ બધું રમેશે સરલાને કહયું અને સમજાવી છેવટે તે મન મજબૂત કરીને તે બાળક ને સ્વીકારવા તૈયાર થઈ. અને આજે એ જ બાળક એમ. બી. બી. એસ. કરવા ગયું તો જાણે તેના શરીરમાંથી તો પ્રાણ નીકળી ગયા હોય એવું લાગે છે.

બંને આ વાતો યાદ કરતાં ઘરે ગયા, ઘરનાં દરેક ખૂણામાં દરેક જગ્યાએ માત્ર રચનાનો અવાજ ગૂંજતો હોય એવો જ ભાસ થાય છે. બંનેને ચિંતા હતી કે, જેને ફુલ જેવી દીકરી સમજીને મોટી કરી એ કેવી રીતે દુનિયાનો સામનો કરશે? કેવી રીતે પોતાનું અસ્તિત્વ આ દુનિયા સામે ટકાવી રાખશે?
પરંતુ આ બાજુ રચના તો કંઈક અલગ જ મિજાજમાં હતી, થોડું અજાણ્યું લાગતું, પરંતુ તેને મજા બહુ આવતી, કેટલાય સપના સેવ્યા હશે. પણ ક્યારેક તો તેનેય ડર લાગતો પોતાના અસ્તિત્વનો એટલે એ કોલેજમાં કોઈ સાથે બોલતી નહિ, હોસ્ટેલમાં તો તે એકલી જ રહેતી. કોલેજમાં તો બધાને ગ્રુપમાં છોકરા છોકરીઓને મસ્તી કરતા જોઈ, કોઈને પ્રેમમાં પડતાં જોઈ કયારેક તેનામાં વધારે સ્રી તત્વનું ચિહ્ન જાગી ઊઢતું પણ આખરે હતી તો એક કિન્નર જ ને, એટલે સમજી વિચારીને તે કાંઇ પણ ખોટું પગલું ન લેતી. ઘણા બધા તેને સામેથી બોલાવતા, પણ તે કામથી કામ જ વ્યવહાર રાખતી.


અચાનક જ કોલેજ તરફથી એક ટ્રેનિંગ આવી જેમાં કોલેજના સ્કોલર વિદ્યાર્થીઓને મોકલવાના હતા. તેમાં રચનાનું પણ નામ હતું. પરંતુ તેને ડર તો એ વાતનો હતો કે તેમાં ગ્રુપ સાથે રહેવાનું હોય, જો કોઈને તેના સત્યની ખબર પડી જશે તો? અમદાવાદ આવ્યા પછી તો પળે પળે તેને આ ભય સતાવતો. છતાં પણ તેને હિંમત કરીને જવાનો નિર્ણય લીધો. ત્યાં તો બધા તેને સામેથી બોલાવતા, અનેે તે પણ બોલતી. રોજ ટ્રેનિંગ પૂરી થયા પછી બધા સાથે બહાર ફરવા, મસ્તી કરવા, જતી. ખુશી નામની એક છોકરી તેની ખાસ બહેનપણી બની ગય હતી. તે ખરેખર રચનાના જીવન માં અલગ જ ખુશી લયને આવી હતી. બંને ખૂબ વાતો કરતાં અને ઘણો સમય સાથે પસાર કરતાં. ખુશી તેના બોયફ્રેન્ડ સાથે ફરવા જાય. તે જોયને રચનાને થતું શું મનુષ્ય જ પ્રેમ કરી શકે? શું એેને જ એ લાગણી હસે? શું એક કિન્નર.....? આવા ઘણા બધાં પ્રશ્નો તેના મનમાં થતાં. પરંતુ તે તેની વ્યથા કોઈને કહી શક્તિ ના હતી.
હવે તેની જીંદગીમાં અલગ જ વળાંક આવવાનો હતો. અને એ આવ્યો પણ ખરા રોહન. તે કોલેજના ટ્રસ્ટીનો છોકરો હતો. તે વાતનો તેને પાવર હતો. પ્રૉફેસરને તે પોતાની આંગળી પર નચાવતો. ફિલ્મમાં હિરોઈન જેમ કપડાં બદલે તેમ તે છોકરીઓ ફેરવતો અને છોકરીઓ પણ તેની પાછળ પડતી. પરંતુ રચના તેવી ન હતી. તેને તો રોહન બિલ્કુલ પસંદ ન હતો.

રોહને જ્યારે પેહલી વાર રચનાને જોય ત્યારે જ તેને ગમી ગય હતી. પછી એેક દિવસ ક્લાસ માં જયને તેની પાછળ બેસી ગયો. અને બોલ્યો, " hello, miss beautiful " પેલીએ કોઈ જવાબ આપ્યો નહિ. ફરીથી બોલ્યો, " excuseme, હું તમને કવ છું, miss rachna tripathi. રચના બોલે તે પેહલાં જ તેના હાથમાં ચીઠી મૂકીને જતો રહ્યો.
રચનાએ હોસ્ટેલ આવીને જોયું તો તેમા લખ્યું હતું કે, " આ ચીઠી વાંચતી ખૂબસૂરત છોકરીને હું મારી મિત્ર બનાવવા માગું છું. અને તેના નંબર લખ્યા હતા. આવા વખાણ સાંભડી રચના તો ખુબજ ખુશ થઈ. પણ થોડીક વાર પછી સ્વપ્નાની દુનિયામાંથી બહાર આવીને વિચાર્યું પોતે શું છોકરી છે? વારંવાર મૂંજાવતો આ પ્રશ્ન માટે અત્યાર સુધી તે બલિદાન આપતી આવી. પણ આ લાગણી જે દિલમાં ઉદ્ભવી એનું શું? આખી રાત તે આ વાત વિશે વિચારતી રહી અને ગળાડૂબ દુઃખમાં મથતી રહી, આખરે તેને વિચાર્યું કે, "મને તો ખાલી મિત્રનું જ કીધું છે ને, બીજું કયાં કાંઈ છે, એ તો બધા જ હોયને " છેવટે તેણે સવારના ૬ વાગ્યે મેસેજ કરીને જવાબ આપ્યો yes, I will ready for become your friend અને પછી તો બંને રોજ સાથે ફરવા જતાં, સાથે મસ્તી કરતા, આખો દિવસ બંને સાથે જ પસાર કરતાં.

એક દિવસ બંને બેઠા હતા ત્યારે રોહને રચનાને પુછયું કે, " હવે નો આપણો આગળનો પ્લાન શું રહેશે?
આપણો એટલે, રચના તરત જ બોલી. રોહને કીધું કે કેટલા વષઁ પછી મેરેજ કરીશું? આ બધું સાંભળીને તો રચના ડઘાઇ જ ગઈ, તેના પગ નીચેથી ધરતી નીકળી ગઈ, થોડી ક્ષણ માટે તો તેના આંખોની દૃષ્ટિથી બધું થીજી ગયું. શું કહેવું તેનું જ તેને ભાન ન રહયું. રોહન બોલ્યો આટલું બધું વિચારે છે શું? રચના બોલી, " we are just best friend, તું મેરેજનું વિચારી પણ કેમ શકે? રોહને કીધું હું કય ટાઇમ પાસ નહીં કરતો એવું બોલીને તેને રચનાના ખભા પર હાથ રાખતા કહ્યું.
રચનાએ હાથનો ધકો મારીને ત્યાંથી ચાલવા લાગી, રોહને તેને રોકાતા જોરથી પૂછયું, " જે હોય તે કહેને આમ ભાગે છે શા માટે?
રચના એકીસાથે બોલી ગય કે, " શું તું આખી જીંદગી શારીરિક સબંધ બાંધ્યા વગર રહી શકીશ? રોહન બોલ્યો તો લગનનો અર્થ જ શું? વાહ, રોહન ખાલી આટલો જ અર્થ કાઢી શક્યો? રચના બોલી. "અરે ,તારા જેવી છોકરી હોય તો કેમ રહી સકાય? રોહન તેના હવસ ભરેલા આવાજે બોલ્યો." તો પછી તું કોય બીજી છોકરી ગોતી લેજે!
કેમ તને શું વાંધો છે.? અંતે રચનાએ કંટાળીને કહ્યું કે, હું એક કિન્નર છું, બોલ હવે રહીશ જીવનભર સાથે?



શું રોહન રચનાની હકીકત જાણયા પછી પણ તેને સ્વીકારશે?

રચના શું કરશે હવે?


વધુ જાણો આવતા અંક પર.
ક્ષતિ અને પ્રતિભાવ આપવા વિનંતી.

riyamakadiya2506@gmail.com