દિલ ની કટાર
ભાગ- 2
"વૃક્ષનું દીલ"
મારાં પર્ણ ભીંજાઇને ખુશ થાય છે એક એક પર્ણનાં આનંદમાં હું ભીંજાયેલો સ્પર્શ અનુભવું છું આનંદમાં ને આનંદમાં મારી બધી શાખાઓ નવપલ્લીત થાય છે અને નવો શણગારને રૂપ મળ્યાં હોય એટલું ખુશ થઊં છું.
મારાં મિત્ર સાચું કહ્યું તેં.. વર્ષાઋતુમાં મારી સામે જોયુ હોય તેં અને ત્યારે તને બુમ પાડીને બોલાવાનું મન થાય છે આવ મારી પાસે મારાં થડને વળગી જા મને પ્રેમ કર હું તને પ્રેમ કરતાં કરતાં આશીર્વાદ આપું.
વસંત અને વર્ષા મારી વર્ષ દરમ્યાનની ખૂબ ગમતી ઋતુ છે. વસંતમાં મારા પર ફૂલો અને મંજરી બેસે છે સુગંધથી આકર્ષાઇને અનેક ભમરા અને માખીઓ આવે છે તને દીલની વાત કહું મારા પુખ્યમાં ભમરાં રસ ચૂસવાની જે ચેષ્ટા કરે છે એમાં મારાં નાજુક અંગોને થતો સ્પર્શ મને આલ્હાદક આનંદ આપે છે મને થાય છે કે મારાં રૂપરંગ પુજ્ષથી બધાં આકર્ષાય છે મને ખબર છે એ લોકો મારો મધુરસ લેવા આવે છે પણ હું સંતોષ માનુ છું કે મને પણ કોઇ પ્રેમ કરે છે.
વસંતમાં ફાગણ મહીનો મારો પ્રિય મહીનો છે મારાંમાં પણ પ્રણવ ફાગ ખીલે છે પુષ્પોથી આકર્ષાયેલાં જીવોથી મને આનંદ મળે છે અને જ્યારે ખરતાં પર્ણ અને પુષ્પો મારાં દીલમાં નિરાશા અને વિરહની પીડા આપે છે.
તને ખબર છે સૌથી ખરાબ કાળ પાનખરમાં હોય છે હું જાણે સાવ નિરાધાર કદરૂપો હોઊં એવું લાગે છે મારી દરેક શાખાએ શાખાએ ખીલેલાં પર્ણ અને પુષ્પ ધીમે ધીમે ખરી જાય છે હું સાવ બાંડો અને કદરૂપો થઇ જઊ છું મારાંમાં બસ શાખાઓ અને થડજ રહે છે હું જાણે લાકડાનો છું છતાં પણ... શું કહુ જીવીત હોવાં છતાં નિષ્પ્રાણ દેવાઊં છું એમાં માનવ પણ મારી શાખાઓ કાપીને નાયલુ ચૂલામાં નાંખવા લઇ જાય છે. પીડામાં વધારો કરે છે મારી કપાયેલી શાખાઓમાંથી દ્રાવણ ઝરે છે છતાં નથી સમજતાં.
મારી કળી શાખાઓમાં અંદરનો રસ છે પ્રાણ છે પરંતુ નિષ્ઠુર માનવને એનો સ્વાર્થ છે ત્યારે આ હાથ પગ વિનાનો હું મારી જાતને ખૂબજ પરવશ અને નિરાધાર અનુભવુ છું નથી વિરોધ કરી શકતો નથી મારી જાતને બચાવી શકતો.
ઇશ્વરે મારું નિર્માણ જ એવું કર્યુ છે કે એકજ જગ્યા જ્યાં મારો જન્મ નિર્માણ અને છેવટે એજ જગ્યાએ નિર્વાણ નિશ્ચિત હોય છે.
બીજા લોકોનાં માનવનાં નિર્વાણ વખતે પણ અંતે મારાંજ લાકડા લઇને સ્મશાનમાં અગ્નિદાન આપે છે એમાં પણ હું જ સાથી હોઊં છું
આમે તેં દીલની વાત પૂછી છે તે કહીં દઉં દોસ્ત માનવ અને બીજા જીવોને એમાનાં જન્મથી મરણ સુધી જુદા જુદા રૂપ સ્વરૂપે હું જ પોશું છું રક્ષણ કરું છું. એમનું પોષણ, અન્ન, કપડા, ઔષધ, રંગ રાસાયણ બધુ જ હું આપુ છું એમનાં રહેવા માટે ઘર ફર્નીચર બધુ જ મારાથી છે સાધનો શેમાં મારો ઉપયોગ માનવ નથી કરતો ? બોલ કહે મને ?
અંતે એનાં નિર્વાણ સમયે પણ એને મારાં કાષ્ઠની જ જરૂર પડે છે એટલે મારું નિર્માણ અને નિર્માણ ચોક્કસ સ્થળ પર છે પણ હું બધાંનાં જ પોષણ અને નિર્વાણમાં સાક્ષી હોઊ છું મને એનું ગર્વ છે.
આજે દીલની વાત કહી દીધી અંતે એટલું જ કહીશ કે મારી બધીજ પીડા હોય કે ખુશી હું મારાં માટે નહીં. તમારાં માટે જ મનાવું છું તમારાં માટે જ જીવું છું ઇશ્વરે મને ઘરતી પર તમારાં જીવનનો સાક્ષી અને સાથી બનાવીને મોકલ્યો છે.
મારી આંખમાં આંસુ આવી ગયાં કેટલો ઉપકાર છે વૃક્ષનો બધાં જીવો ઉપર છતાંય ક્યારેય ઉપકાર જતાવતું નથી અને મૌન સાક્ષી અને સથી બની રહે છે જન્મ આપનાર માતાપિતા પછી સાચો પોષણહાર અને રક્ષણહાર છે ...આપોઆપ મારાં બે હાથ જોડાઇ ગયાં અને મુખમાંથી શબ્દો સરી પડ્યાં.
।। નમાની દેવી વનસ્પતયે નમઃ ।।
*****************