nakli sanvedna in Gujarati Short Stories by Divya Modh books and stories PDF | નકલી સંવેદના..

Featured Books
Categories
Share

નકલી સંવેદના..

ભૂરી એક ૧૦-૧૨વર્ષની છોકરી જેને જોતા જ તમારા મનમાં સવાલ ઊઠે શું વેદનાઓને બીજુ કોઈ સરનામું કે ઠેકાણું મળ્યું જ નહી હોય?? ખરેખર વિધાતા આટલો ક્રૂર હોઈ શકે? આવું એ માટે કહી રહી છું કેમ કે એક તો ભૂરી જન્મજાત અંધ હતી અને અધૂરામાં પૂરું એક અકસ્માતમાં એના માં બાપ બંને મોતને ભેટી ને આ બિચારીને નોધરી છોડી ગયા.

આ નોધારી છોકરી ને ઘરમાં એકલી કેમ મૂકવી એમ વિચારી અકસ્માત સ્થળેથી પોલીસે એને અનાથ આશ્રમ માં મૂકી આવી પણ વેદના અને ભૂરીનો તો જાણે કે પવન અને સુગંધ જેવો સંબંધ હોય એમ મુસીબત ત્યાં પણ આવી જે આશ્રમ માં એણે રાખવામાં આવી હતી ત્યાં બાળકો ને ભીખ માંગવાના ધંધા ચાલતા હતા.

ભૂરી અંધ હતી એટલે કોઈની મદદ પણ માંગી શકે તેમ ન હતી કે પછી એની મજબૂરી જ ગણો કેમ કે માણસ દિવસ તો ઢોરની જેમ ભટકી ને પણ નીકળે પણ ઢોરને રાતે તો છત જોઈએ જ ને? એટલે બિચારી મૂંગા મોઢે ભીખ માંગવાનું કામ કરતી રહી જોકે એની પરિસ્થિતિ જોઈને લોકો એને ભીખ આપતા એટલે આશ્રમના બીજા બાળકો જેટલું એને વેઠવું ન પડતું. આવું લગભગ ચાર છ મહિના સુધી ચાલ્યું .

પછી એક દિવસ ..

ભરઉનાળે તપતા સૂરજની ગરમી વચ્ચે ભૂરીના જીવનમાં સુખના સૂરજનું પણ આગમન થયું હા..સુખના સૂરજનું.
વાત એમ બની કે ઉનાળાની ગરમીમાં બપોરે તો લોકોની અવરજવર ઓછી થઈ જાય એટલે ભૂરીને પૈસા માટે રાત સુધી બેસી રહેવું પડતું આવામાં કોઈ બે વ્યક્તિ એક સ્ત્રી અને એક પુરુષ ભુરીને મળવા આવતા એની સાથે વાત કરતા એણે સારું સારું જમવાનું આપતા , આઇસ્ક્રીમ,ચોકલેટ કલદ્રિંક બધું જ લઈ આપતા .શરૂઆતમાં તો ભૂરી આ બધું લેતા અચકાતી પણ પછી એને એ માણસો પર વિશ્વાસ આવવા લાગ્યો.

હવે એ રોજ રોજ નવા નાસ્તા, નવું જમવાનું જોઈને ખુશ થવા લાગી . હવે તો એણે ભીખ માંગવા આવવાની પણ મજા આવતી કારણકે અહી જ પેલા માણસો એણે મળતા.આ બધું પણ લગભગ ત્રણ ચાર મહિના ચાલ્યું . પછી અચાનક એક દિવસ એ લોકો એ ભૂરી ને કહ્યું બેટા જો તને માં બાપ મળી જાય તો? જો રોજ તને આવું જમવાનું મળે તો? ભૂરી એ કહ્યું માસી તો તો મજા જ આવી જાય હો.. બેટા તો તું અમારી સાથે રહેવા ચાલ ને. અમે પ્રેમથી રાખીશું નવા કપડાં આપીશું.

આ બધું સાંભળીને ભૂરી ખુશ થઈ ગઈ એણે વિચાર્યું વાહ પછી મારે ભીખ નહિ માંગવી પડે. ભૂરી કોઈને કહ્યા વિના જ પેલા લોકો સાથે ચાલી ગઈ. ત્યાં થોડા સમય તો એણે દીકરીની જેમ રાખવમાં આવી પછી ધીરે ધીરે એના જીવનમાં કઈ અલગ ઘટના બનવા લાગી. રોજ જમ્યા પછી એણે ચક્કર આવવા લગતા અને એ બેહોશ થઈ જતી એ પછી એની સાથે શું બને એ એણે ખબર જ ન પડતી.

ચાર મહિના પછી..

અચાનક પેટમાં દુખાવો એટલો વધ્યો કે ભૂરીથી સહન ન થયું ઘરમાં કોઈ હતું નહિ ભૂરી ઘરમાંથી બહાર ગઈ . ત્યાં જઈ આજુ બાજુ જે દેખાય એણે પૂછતી માસી જોવો ને પેટ પર કઈ થયું છે મને? જરા જોવો ને બેન મને કઈ થયું છે પેટ પર બે ત્રણ દિવસથી ફૂલેલું ફૂલેલું લાગે છે. એવામાં એણે એક માસી મળ્યા એમને જોયું કે દીકરી પેટથી છે એમને ભૂરી ને પૂછ્યું બેટા કેટલા મહિના થ્યા તને?? મહિના? શેના?? એતો શું છે ને હમણાં થોડા મહિનાથી જમ્યા પછી મને ચક્કર આવે છે અને પછી બેહોશ થઈ જાવ છું.

બધી વાત સાંભળ્યા પછી એ માસી ભૂરી ને ડોક્ટર પાસે લઈ ગયા .ડોક્ટરે તપાસ કરી અને પછી પોલીસને લઈ ને પેલા માણસોના ઘરે પહોંચી ગયા. પોલીસની કડક પૂછતાછ કરી ત્યારે જાણવા મળ્યું કે આ માણસો ગંગા અને મહેશ ભૂરી ને રોજ ભીખ માંગતા જોતા . ભૂરી દેખાવે સુંદર , ઘાટીલી હતી .આ બંને ને વિચાર આવ્યો કે છોકરી ને ફોસલાવી ને એના શરીરનો સોદો કરી નાખશું.

રોજ રાતે અમે આના જમવામાં દવા નાખીને આને બેહોશ કરી દેતા અને રોજ એક જણ સાથે શરીર નો સોદો કરી લેતા. ક્યારેક હું પોતે પણ આની સાથે..મહેશ અડધે થી અટકી ગયો.
અંતે પોલીસે ગંગા અને મહેશને જેલ ભેગા કર્યા અને ભૂરી ને ડોક્ટર એમની સાથે લઈ ગયા.

આ જોઈને ભગવાનને એટલું પૂછવાનું મન થઇ આવે:

" હે માધવ.. પાંચ પાંચ પતિયેય તું આવ્યો તો એના ચીર પુરવા
તો એક નોધરીની કેમ દીધી તે લાજ લુંટાવા?"

ભૂરીના હાલ જોઈને મને એકવાર કહેવાની ઈચ્છા થાય કે ભગવાને એક સાથી આપ્યો એ પણ આટલો અણગમતો અને આટલો અસહ્ય.

written by divya modh
insta id : મનમોજી_શાયર😍