revange to love - 4 in Gujarati Fiction Stories by Nidhi Thakkar books and stories PDF | બદલાથી પ્રેમ સુધી - 4

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

બદલાથી પ્રેમ સુધી - 4

બદલાથી પ્રેમ સુધી ભાગ ચાર

આપણે આગળ જોયું તેમ સોનાક્ષી રોહિત ને થોડી વાર માં મળવા આવવાનું કહે છે,અને સોનાક્ષી
રોહિતને કહ્યા મુજબ તેના ઘરે જવા માટે તૈયાર થાય છે આજે સોનાક્ષી રેડ કલર ની એકદમ સિમ્પલ દક્ષિણી સાડી પહેરે છે અને જો સાડી લાલ હોય તો હોઠ ને પણ સજાવવા પડે ને! એટલે તે લાલ ગુલાબ ના ફૂલ જેવી લાલ લિસ્ટિક તેના હોઠ પર લગાવે છે , આંખો માં થોડું કાજલ અને કાન માં ગોળ ગોળ પણ થોડિક લખતી શેરો વાળા ઝૂમખાં , પગ માં તો તે હંમેશા તેની મમ્મી ની પાયલ પહેરતી જ હતી .

સોનાક્ષી રોહિત ના ઘરે જવા તૈયાર થાય છે. પણ ત્યાં રોહિત નો ફોન આવે છે અને તે તેને પાસેના ગાર્ડન માં મળવા બોલાવે છે . થોડી વાર પછી બંને જણ ગાર્ડન માં મળે છે રોહિત તો સોનાક્ષી ને જોતો જ રહી જાય છે આજે તે ખૂબ જ સુંદર લાગી રહી હોય છે ને એટલે તેને જોઈને રોહિત કહે છે......

" હયે મૈં મરજાવા! આજે તો કેટલા ને ઘાયલ કર્યા તે સોના! એકદમ છોકરી એટલે કે બહુ જ સુંદર લાગી રહી છે તું છે ને પેલી જેવી લાગે છે " રોહિતે સોનાક્ષી ની થોડી મસ્તી કરતા કહ્યું..

"પેલી એટલે કેવી લાગુ છું" સોનાક્ષી એ પૂછયું...

"તેના જેવી લાગે છે"રોહિતે ફરીથી કહ્યું

"મસ્તી નહિ સિરિયસલી કે ને કોના જેવી લાગું છું" સોનાક્ષી એ જાણવાની ઉત્સુકતા થી કહ્યું..

"જવા દે ને સોના તને ખરાબ લાગશે અને તને જરાય ગમશે પણ નહીં એટલે મારે નહિ કેવું" રોહિતે કહ્યું...

જાણવાની ઈચ્છા સાથે સોનાક્ષી એ રોહિત ને કહ્યું "જોવો મેનેજર સાહેબ આજ સુધી મેં ક્યારેય પણ તમારી વાત નું ખોટું લગાડ્યું છે જે અત્યારે લગાડવાની હતી. તું બિન્દાસ કે હું જરાય મન પર નહિ લઉં પણ પ્લીશ બોલને .........પેલી એટલે કેવી લાગુ છું..... અને જો તું નહિ કેને તો હું ક્યારેય તને નહિ બોલવું ફ્રેંડશીપ પુરી"સોનાક્ષી રોહિત ની સામે મોઢું મચકોડે છે એન્ડ અવળી ફરી જાય છે

રોહિત સોનાક્ષી ના ખભા પર હળવેકથી હાથ મૂકે છે તેને તેની નજીક લાવે છે તેની આંખો માં આખી પરોવે છે અને કહે છે " તું છે ને...........ને મારી વાઈફ જેવી લાગે છે"

થોડી વાર માટે તો સોનાક્ષી પણ રોહિત ની આંખો માં ખોવાઈ જાય છે પણ વાઈફ વાળો શબ્દ જેવો તેને સાંભળ્યો તે તરત જ ધક્કો મારીને રોહિત ને પોતાના થી દુર કરી દે છે અને રોહિત સોનાક્ષી નો ધક્કો વાગવાથી દૂર જાય છે અને તે થોડે દુર ગાર્ડનની બહાર ચાલ્યો જાય છે.

રોહિતની ગાર્ડનની બહાર નીકળ્યા પછી સોનાક્ષી ને લાગે છે કે તેને ખોટું કર્યું કદાચ રોહિતને જોશ થી ધક્કો મારવાની જરૂર નતી . સોનાક્ષી મનમાં પોતાની જાત ને કહે છે .("મારે રોહિત ને ધક્કો નતો મારવો જોઈતો , રોહિત તું પ્લીશ પાછો આવી જા ને હું સોરી કહું છું")

સોનાક્ષી તેના ફોન માંથી રોહિતને સોરી નો મેસેજ કરે છે અને થોડી વાર રાહ જોવે છે . થોડી વાર માં રોહિત તેને આવતો દેખાય છે.રોહિત ને આવતો જોઈને સોનાક્ષી ના ચહેરા પર સ્મિત આવી જાય છે તે દોડીને રોહિત ની નજીક જાય છે અને કાંઈ કહે તે પહેલાં જ રોહિત તેના હોઠો પર આંગળી મૂકી દે છે અને પછી હળવેકથી તેના માથા ને અડે છે અને પછી કહે છે
"પરફેક્ટ ! હવે તું એકદમ વધારે સુંદર લાગી રહી છે સોના "

સોનાક્ષી આશ્ચર્ય સાથે રોહિત સામું જોઈ રહે છે અને કહે છે " પરફેક્ટ એટલે અને તું મારાથી નારાજ થઈ ને ક્યાં ગયો હતો "

રોહિત એકધારું સોનાક્ષી ની સામે જોઈ રહે છે સોનાક્ષી તેની સામે તાળી પડે છે અને કહે છે " રોહિત તું ક્યાં વિચારો માં ખોવાયેલો છે કહીશ મને પ્લીશ"

રોહિત સોનાક્ષી ને કહે છે "હું તો આજે તારામાં જ ખોવાય ગયો. તું આટલી બધી એકસાથે બદલાય કેવી રીતે ગઈ "

સોનાક્ષી સવાલભરી નજરે રોહિત ને પુછે છે "હું તો એવી ને એવી જ છું ક્યાં બદલાય છું ખાલી સાડી જ તો પહેલી વાર પહેરી છે"

રોહિત સોનાક્ષી ને કહે છે " અરે આજે મેં તને સોના કહ્યું તો પણ તે ગુસ્સો ના કર્યો અને આજે તે મને પહેલી વખત મને મારા નામ થી બોલાવ્યો તે એટલે આ તું જ છે ને નહિતર તો સોના કહેવા પર તે અત્યાર સુધીમાં મારી કલાસ લઈ લીધી હોય ને"

સોનાક્ષી રોહિત ની વાત સાંભળી ને કહે છે "હમ્મ મેં જાણી જોઈ ને કાઈ ના કહ્યું તું હવેથી મને સોના કહી શકે છે આમ પણ હવે સાથે કામ કરવાનું છે તો હું દરવખતે એક જ વાત પર તારા પર ગુસ્સો કરું એ ના સારું લાગે ને મેનેજર સાહેબ એટલે અને હવે તમે કહો તમે બહાર કેમ ગયા તા?"

રોહિત સોનાક્ષી ને બહાર જવાનું કારણ આપતા તેને તેનો ચહેરો ફોનના કેમેરા માં બતાવે છે અને કહે છે "જો તું કેટલી સુંદર લાગી રહી છે"

"હા હું ઘરેથી મારો ફેસ અરીસા માં જોઈ ને જ નીકળી તી મૅનેજર સાહેબ" સોનાક્ષી એ કહ્યું..

રોહિત તેના કપાળ પર હળવેકથી હાથ ફેરવે છે અને તેને લગાવેલી નાનકડી બિંદી સોનાક્ષી ને બતાવે છે અને કહે છે "તું ચાંદલો તો લગાડવાનું જ ભૂલી ગઈ તી એટલે બહાર તારા માટે તે લેવા ગયો તો "

સોનાક્ષી રોહિત ને વાત સાંભળી ને તેનો હાથ તે નાનકડી બિંદી પર મુકે છે અને કહે છે "ઓહઃ!.....
થેક્સ હવે મને જવા દે અને એમ કહો કે મને અરજન્ટ મળવા કેમ બોલાવી મેનેજર સાહેબ"

સોનાક્ષી ની વાત સાંભળી ને થોડા ટેન્સન સાથે રોહિત કહે છે " હમ્મ તને ખબર છે કાલે રાત્રે દુબઈ થી ફોન આવ્યો હતો આ હોટેલ ના પેલા V.I.P ગેસ્ટ ચાર દિવસ માંજ આવે છે "

સોનાક્ષી રોહિત ને પૂછે છે "પણ એતો અઠવાડિયા પછી આવવાના હતા ને "

રોહિત સોનાક્ષી ને કહે છે "હા મને પહેલા તો એવું જ કહેવામાં આવેલું પણ કાલે જ ખબર પડી કે તેઓ વહેલા આવે છે અને એટલે જ હવે આપણી હોટેલ માં કામ કરતા બધા જ સ્ટાફ ના ડોક્યુમેન્ટ ચેક કરવાના છે અને એ પણ આજે જ "

સોનાક્ષી રોહિત ની વાત સાંભળીને તેના પર્સ માંથી એક ફાઇલ કાઢે છે અને રોહિતને આપે છે અને કહે છે " આલો મેનેજર સાહેબ મારા બધાજ ડોક્યુમેન્ટ સારી રીતે જોઈલો "

રોહિત તેના ડોક્યુમેન્ટ જોઈને થોડા આશ્ચર્ય સાથે પૂછે છે " તે તો કહ્યું હતું કે તારા ડોક્યુમેન્ટ ખોવાય ગયા છે ને તો પછી આ ક્યાંથી લાવી એ પણ બે મહિનામાં જ તું તો ક્યાંય બહાર પણ નથી ગઈ અને આ કયારે લાવી?"

સોનાક્ષી રોહિત ને કહે છે " રિલેક્સ રોહિત મને ખબર હતી કે સિક્યોરિટી માટે તે લોકો મારા ડોક્યુમેન્ટ માગશે જ એટલે મેં પહેલાં થી જ મારી કોલેજમાં અરજી કરી હતી અને ત્યાંના પ્રિન્સીપાલે કાલે રાત્રે જ કુરિયર થી મને મારા બધા જ સર્ટીફીકેટ મોકલ્યા અને હું તને આજે આમ પણ બધું આપવાની જ હતી અને તે કહી દીધું",


રોહિત સોનાક્ષી ની વાત સાંભળીને કહે છે " તે બહુ સારું કર્યું આની ખાસ જરૂર હતી નહીતો તારે આ જોબ છોડવી પડત "

" એમ આટલી જલ્દી થોડી તમારો પીછો છોડવાની છું હું"સોનાક્ષી એ કહ્યું

"તું કે ને વધારે સારું લાગે છે અને હવે તો તું મને તું કહી જ શકે છે ને " રોહિતે કહ્યું

"સારું હવેથી તું કહેવાનો પ્રયત્ન કરીશ"સોનાક્ષી એ હળવા સ્મિત સાથે કહ્યું...

રોહિત અને સોનાક્ષી બંને ત્યાં બેસવા જ જતાં હોય છે ત્યાં રોહિત ને ફોન આવે છે અને ફોનમાં તેની જ હોટેલ ના વેઈટર સતીશ નો હોય છે સતીશ ફોન માં રોહિત ને કહે છે કે તેમની પાસે વાઈન નો જથ્થો હતો તે ખત્મ થઈ ગયો છે અને જે નવો જથ્થા નો ઓર્ડર આપ્યો તો તેને આવવા માટે કમસેકમ સાત દિવસ નો સમય લાગશે અને જો તમે વાઈન ફેકટરી ના મલિક ને રૂબરૂ મળી ને સમજાવશો કે ઓર્ડર વહેલો જોવે છે તો કદાચ તે માલ પહોંચાડી દે અને હાલ તેઓ અમદાવાદમાં જ એક પાર્ટી માં છે તો તમે જ ત્યાં જઈ ને તેમને મળી લો તો સારું હું તમને અડ્રેએસ મેસેજ કરું છું.

રોહિત ફોનમાં જ સતીશ ને પાર્ટી માં જવાની હા પાડે છે. તે સોનાક્ષી ને પણ પાર્ટી માં સાથે લઈ જવાનું વિચારે છે એટલે તે સોનાક્ષી ને પુછે છે....
" સોના તું પણ આવને મારી સાથે પાર્ટી માં"

સોનાક્ષી થોડી આનકાની સાથે રોહિત સાથે જવા તૈયાર થાય છે. બને પાર્ટી માં જાય છે. અને ત્યાં પાર્ટી માં વાઈન ફેકટરી ના માલિક મિસ્ટર સુશાંત સિંહ ને મળે છે અને તેમને અરજન્ટ માલ ની જરૂર છે તેવું સમજાવે છે.અને તે બે દિવસ માં માલ આપવા તૈયાર પણ થઈ જાય છે.

સુશાંત સિંહ રોહિત ને પાર્ટી પતે પછી જ જવાનું કહે છે...અને રોહિત હા પાડે છે પણ ત્યાં વેઈટર પાસે સોફ્ટ ડ્રીંક ની જગ્યાએ રોહિત ડ્રીંક કરી લે છે..

રોહિત ક્યારેય કોઈ વ્યસન કરતો નથી અને આજે ફર્સ્ટ ટાઈમ ડ્રીંક કરે છે તેથી તે તેનો કન્ટ્રોલ ગુમાવી બેસે છે સોનાક્ષી તેને સંભાળે છે પણ રોહિત ને ખબર જ નથી કે તે કઈ દુનિયામાં છે..


તે રોડની વચ્ચોવચ પીધેલી હાલતમાં નાચે છે અને ખૂબ જ ખુશ છે..............

સોનાક્ષી રોહિતને કહે છે "રોહિત સંભાળીને શુ થઈ ગયું છે તને ?"

રોહિત પીધેલી હાલત માં " આજે હું ખૂબ જ ખુશ છું સોના કેમ કે તું મારી સાથે જ છે અને તું હમેંશા મારી સાથે જ રહીશ ને મને મારા મમ્મી અને પપ્પા ની જેમ છોડીને નહિ જાય ને....

સોનાક્ષી રોહિત ને કહે છે "તારા મમ્મી પપ્પા તો તારી સાથે છે ને "

"ના હું નાનો હતો ત્યારે જ એ મને છોડીને ચાલ્યા ગયા" રોહિતે કહ્યું




શુ હશે રોહિત નો ભૂતકાળ

જાણવા માટે વાંચતા રહો

બદલાથી પ્રેમ સુધી........


👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍