Kashmkash - 2 in Gujarati Fiction Stories by Hima Patel books and stories PDF | કશ્મકશ - 2

Featured Books
Categories
Share

કશ્મકશ - 2

ગાડીનાં હોર્નનો અવાજ આવતાં જ આનંદી ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછી આવી ગઈ. તે આતુરતાથી શૌર્યની રાહ જોઇને ઉભી હતી. ફાઈનલી એ સમય આવી જ ગયો જેની તે પાંચ વર્ષથી રાહ જોતી હતી. કેમકે તેણે આ પાંચ વર્ષમાં એકપણ વાર શૌર્ય સાથે વાત કરી નહોતી.ફક્ત ફેસબુક કે અન્ય સોશીયલ મીડિયા પર શૌર્યના ફોટોઝ જોઈ લેતી અને તેને યાદ કરી લેતી.

શૌર્ય અંદર આવ્યો. તે આનંદી સામેે જોયા વગર જ ત્યાંથી પસાર થઈ ગયો. આનંદીનો ઉત્સાહ પળવાારમાં જ ઓગાળી ગયો. તેેેેેને આ વાતનું ઘણું ખોટું લાગ્યું હતું પણ તે બધુું જ ભુલાવીને અંંદર ગઈ. શૌર્ય સાાથે તેની જ ઉંમરની છોકરી આવી હતી.તેનાં દેખાવ ઉપરથી તો તે અમેરિકન લાગતી હતી. આનંદીએ તે વાત પર ધ્યાન ન આપ્યું. તે રસોડામાંથી તેણે બનાવેલી કેક લઈ આવી.

આનંદીએ કહ્યું," હાય શૌર્ય... તારી ફેવરીટ રેડ વેલ્વેટ કેક... મેં બનાવી છે."

શૌર્યે આનંદી સામે આશ્ચર્યથી જોયું અને પૂછ્યું," થેન્ક યુ પણ હું તમને ઓળખયો નહીં.. તમે કોણ?"

તમે કોણ? શૌર્યના આ શબ્દો સાંભળીને આનંદી ઉપરાંત બીજાં બધાને આશ્ચર્ય સાથે દુઃખ પણ થયું. કારણકે આ બંનેની મિત્રતા ભૂલી શકાય એમ નહોતી પણ આમાં તો શૌર્ય જ આનંદીને ભૂલી ગયો હતો. આનંદીને વિચારમાં ડૂબેલી જોઈને શૌર્યે એ જ સવાલ ફરીથી પૂછ્યો ત્યારે આનંદીએ સ્વસ્થ થતાં કહ્યું," હું આનંદી.. આપણે 12th સુધી સાથે જ ભણ્યા છીએ." તેણે આગળ ઘણું બધું કહેવું હતું પણ શબ્દો મળતાં નહોતાં.

તેની વાત સાંભળી શૌર્યે કહ્યું," ઓહ હા!! ટોપર આનંદી રાઈટ?"

એની આ વાત સાંભળીને આનંદીનાં ચહેરા પર ફરીથી ખુશી જોવાં મળી. તેણે કહ્યું," હા.. ચલો સારું છે..યાદ તો આવ્યું.. મને એમ કે તું ભુલી ગયો."

શૌર્ય તેની પાસે ગયો અને કહ્યું," ના ના! તને કઈ રીતે ભુલી શકું. આ તો તને ઘણાં વર્ષો પછી જોઈને એટલે ઓળખી ન શક્યો. બાય ધ વે! તું આને મળ.. આ હેલી...મારી કલાસમેટ અને ગર્લફ્રેન્ડ પણ.. " ગર્લફ્રેન્ડ શબ્દ ધીમેથી બોલ્યો. ફરીથી આનંદી દુઃખી થઈ ગઈ. પણ પછી કહ્યુ," હાય હેલી.. હાઉ આર યુ?"

હેલીએ તેની પાસે આવીને કહ્યું," હું એકદમ મજામાં.. તમે કેમ છો? મને શૌર્યે તમારાં વિશે જણાવ્યું હતું. "

આનંદીએ બનાવટી હાસ્ય સાથે કહ્યું," હું પણ એકદમ મજામાં.."

પછી તેણે અસ્મિતા તરફ જોઈને કહ્યું," હું ઘરે જાઉં છું, મારે થોડું કામ છે એટલે.."

અસ્મિતાએ પૂછ્યું," પણ આમ અચાનક! "

આનંદી," હા.. હમણાં જ યાદ આવ્યું.. હું પછી આવીશ.. બાય.."

શૌર્યે કહ્યું," ઓકે આનંદી બાય.. પણ પાછી જરૂર આવજે..મારે એક જરૂરી એનાઉન્સમેન્ટ કરવું છે.જેમાં તારી મદદની જરૂર પડશે."

આનંદીએ તેની સામે જોયાં વગર જ કહ્યું," હા આવીશ.. બાય."

આનંદી જલ્દીથી પોતાના ઘરે પહોંચી. તે કોઈને પણ મળ્યાં વગર પોતાના રૂમમાં જતી રહી. તેનો ખાસ મિત્ર આરૂષ પણ ન દેખાયો. આનંદીને આવી રીતે ઉતાવળથી પોતાના રૂમમાં જતી જોઈને તે આશ્ચર્ય પામ્યો.

તે પણ આનંદીની પાછળ ગયો. પણ આનંદીએ રૂમનો દરવાજો લોક કરી દીધો. તે બેડ પર બેઠી બેઠી રડવા લાગી. આરૂષને આનંદીનો રડવાનો અવાજ આવતાં તેણે દરવાજો ખખડાવીને કહ્યું," આનંદી પ્લીઝ! દરવાજો ખોલ.. શું થયું તને?"
પણ આનંદીએ દરવાજો ખોલ્યો નહીં. એટલે આરૂષ જલ્દીથી બાજુનાં રૂમની બાલ્કનીથી આનંદીનાં રૂમની બાલ્કનીમાં પહોંચ્યો.તે આનંદી પાસે ગયો. તેણે પ્રેમથી પુછ્યુ," કેમ રડે છે? શૌર્યે કઈ કહ્યું?"

આનંદી બે મિનિટતો આરૂષને જોવા લાગી પછી તેને હગ કરીને રડવા લાગી. આરૂષે તેને રડવા દીધી.. કેમકે આરૂષ જાણતો હતો કે આનંદી શાંત થશે ત્યારે જ બધું કહેશે.

ક્રમશઃ

શૌર્ય શું એનાઉન્સમેન્ટ કરવાનો હશે? તેમાં આનંદી મદદ કરી શક્શે? આરૂષ આનંદીની વાત સાંભળીને શું કરશે? આ બધાં સવાલોના જવાબ આવતા ભાગ માં...