બસ નીકળતાં જ જૈમિક નેત્રિને ફોન કરે છે અને કહે છે શું જાઉં જરૂરી છે..........? નેત્રિ કહે હા છે કેમકે મને ઘરની અને ખાસ કરીને પપ્પાની ખૂબ યાદ આવે છે પણ કેમ આમ પૂછો છો તમે......? જૈમિક જવાબ આપે છે કે મને નઈ ગમે તારા વિના અહીંયા માટે. તો એને કહ્યું ગમતું તો મને પણ નથી તમને મૂકીને જવાનું પણ શું કરી શકાય બીજું.....?
જૈમિક કહે હા તારું જવું પણ જરૂરી છે ઠીક છે જઈ આવ આપણે ફોન પર વાત કરીશું. નેત્રિ કહે હા કરીશું જ ને પણ એટલી નઈ જેટલી અહીંયા કરીએ છીએ. જૈમિક કહે હા હું સમજી શકું છું અને હા મારે તને એક વાત કરવી છે તું આવે પછી કરીશ. તો એ કહે પછી શું કામ અત્યારે જ કહી દોને. જૈમિક કહે ના મળીને જ કહીશ તો નેત્રિ જીદ કરે છે કે ના અત્યારે જ કહો પ્લીઝ.......!
જૈમિક એનું માનીને એને કહે છે જો નેત્રિ હું જાણું છું કે આપણે બંને સારા મિત્ર છીએ પણ ખબર નઈ મને અમણાથી તારા પ્રત્યે કાંઇક અલગ જ લાગણી થાય છે જે હું તને કહી નથી શકતો કેમકે હું તને ખોવા નથી માંગતો. મને ડર છે કે મારાથી કઈ એવું કહેવાય જાય જે તને બરાબર ના લાગે તો પણ તને કહ્યાં વિના રહેવાય એમ પણ નથી. હું તારી માટે અને તું મારી માટે બિલકુલ અજાણ હતાં છતાં આપણે બંને ક્યારે આટલા નજીક આવી ગયા કાંઈ ખબર જ ના પડી.
નેત્રિ કહે જૈમિક ગોળગોળ વાત ના કરો યાર જે કહેવું હોય એ સાફ સાફ કહી દોને પ્લીઝ. (નેત્રિ જાણે જ છે કે એ શું કહેવા માંગે છે પણ જાણ હોવા છતાં અજાણ બનવાની મજા પણ કાંઈક અલગ જ છે)જૈમિક કહે જો મને તારી માટે ફક્ત મિત્રની જ નઈ એથી વિશેષ લાગણી છે. નેત્રિ પાછી કહે અરે પાછું ગોળગોળ શું મિત્ર, લાગણી સીધે સીધું કહો જે કહેવું હોય એ. (નેત્રિ મનમાં ને મનમાં હસે છે)
જૈમિક કહે યાર તને કેમ મારી વાત નથી સમજાતી.........? નેત્રિ કહે તમને સમજાવતાં નથી આવડતી એટલે......! તમે બરાબર સમજાવો તો હું સમજી જાઉં જલ્દીથી. જૈમિક કહે નેત્રિ મારી તારા માટેની મિત્રતા પ્રેમમાં પરિણમી ગઈ છે યાર હું તને પ્રેમ કરવાં લાગ્યો છું. જાગતાં, સૂતાં, હરતા-ફરતા કાંઈપણ કરતાં બસ તારાજ વિચાર આવ્યાં કરે છે. જ્યાં જાઉં ત્યાં બસ તુજ તું દેખાય છે યાર.......!
મેં ક્યારેય તારા વિશે એવો વિચાર નહોતો રાખ્યો પણ ખબર નઈ ક્યારે આ મિત્રતા જોતજોતામાં પ્રેમમાં પરિણમી ગઈ મને ખબર જ ના પડી........! હું બસ એટલું જ ઇચ્છું છું મારા જીવનમાં કે બસ હવે કોઈ હોય તો બસ તું જ બાકી મારા જીવનનો કોઈજ મોલ નથી. હા હું જાણું છું કે તું મને મિત્ર જ માનતી હશે પણ મારા મનમાં જે હતું એ કહી દીધું. આ વાત સાંભળ્યા પછી તારો જે કાંઈ જવાબ હોય એ મને મંજૂર છે પણ બસ હું એટલી આશા રાખું છું કે તારો જવાબ મારી સાથે આગળ વધવાનો ના હોય તો એ મને મંજૂર હશે પણ મિત્રતા આપણી એવી જ રહેવી જોઈએ જેવી છે.
આટલું સાંભળીને નેત્રિ મનમાં હસતાં હસતાં કહે આટલું બધું તમે મનમાં ક્યારથી છુપાઈને ફરો છો.....? હું માનું છું કે આપણે ખૂબજ નજીક આવી ગયા છીએ તો આવું મહેસૂસ થવું સ્વાભાવિક છે પણ હું તમને મારો આ વાતનો જવાબ ઘરેથી આવું એટલે આપીશ તો ચાલશે ને......? અને હા મારો જવાબ જે કાંઈપણ પણ હશે એ જવાબનો આપણી મિત્રતા પર કોઈ ફરક નઈ પડે તમે નિશ્ચિત રહો. જૈમિક કહે ભલે તારું મન કહે ત્યારે જવાબ આપ અને એ પણ તારા મનનો જ જવાબ હા ને......!
નેત્રિ કહે હા મારા મનનો જ જવાબ આપીશ. ને હવે તમે જાઓ ચલો ક્યાં સુધી બસ સ્ટોપ ઉભા રહેશો કે કોઇને જોવા ઉભા છો હજુ ત્યાં......? જૈમિક કહે હા જોવા તો ઉભો છું જો બસ પાછી આવે તો જોવા મળે ને.......! નેત્રિ કહે હા સમજી ગઈ હા તમારી વાત ચાલો જાઓ હવે. પછી જૈમિક અને એનો મિત્ર હોસ્ટેલ તરફ નીકળી જાય છે..........!