થયો સમજણો ત્યારથી.
છે આ નિવેડો બસ પ્યારથી.
કરી છે મુલાકાતો જ્યારથી.
તું શરૂઆત તો કર,
નથી આ દુનિયામા કોઈ ખુશી તું શરૂઆત તો કર,
જીવિલે થોડું પોતાના માટે તું શરૂઆત તો કર.
મનમાં ને મનમાં શુ મુંજાયા કરે છે,
પોતાની જાતેજ પોતે દુઃખી થયા કરે છે,
પોતાની રીતે એકાદ ડગલું તો ભર,
થઈ જશે હળવું તારું મન તું શરૂઆત તો કર.
વાતો પેલાની યાદ કરીને શુ કામ રડ્યા કરે છે,
પોતાના દિવસો આમજ પસાર કર્યા કરે છે.
નથી અહીં કોઈ એકબીજા પર નિર્ભર,
ઉભો થા પોતાની જાતેજ તું શરૂઆત તો કર.
ખોટું સ્મિત આપી અંદરથી બળ્યા કરે છે,
આમજ પોતાની સાથે જાતને પણ બાળ્યા કરે છે,
તું પોતાના વિશે કોઈક દિ વિચાર તો કર,
પારખી જઈશ તું પોતાને પણ તું શરૂઆત તો કર.
નાના અમથા દુઃખોને જાતેજ ખૂબ મોટા કર્યા કરે છે,
રાત દિવસ બસ તેની પાછળ મર્યા કરે છે,
કાઢી નાખ મનમાંથી જે પણ હોય એ ડર,
મજા આવશે તને જિંદગી જીવવાની તું શરૂઆત તો કર
પ્રતીક ડાંગોદરા
ચાલ એક નવી શરૂઆત કરી જોઈએ,
દિલ ખોલીને મોજ મસ્તી કરી જોઈએ,
ચાલ એક નવી શરૂઆત કરી જોઈએ.
જે થઈ ગયું તે થઈ ગયું હવે તેને ભૂલી જઈએ,
હવે ફરીથી એક નવી યાદ બનાવી જોઈએ,
એક નવી મિત્રતાનો આરંભ કરી જોઈએ,
ચાલ એક નવી શરૂઆત કરી જોઈએ.
કડવી આ યાદોને શુ કામ યાદ કરીએ,
અસ્તિત્વનો આ આનંદ લેતા ફરીએ,
પોતાની જાતને કોઈ દી પારખી જોઈએ,
ચાલ એક નવી શરૂઆત કરી જોઈએ.
પોતાની વાતમાં જ મોજ રહેતા શીખીએ,
ખોટો કોઈનો વિચાર મનમાંથી કાઢી દઈએ
પારકી પંચાયતને હવે નેવે મૂકી જોઈએ,
ચાલ એક નવી શરૂઆત કરી જોઈએ.
પ્રતીક ડાંગોદરા
હિંમત રાખ
તું પણ જીતવાનો દમ રાખી શકે એમ છે હિંમત રાખ,
તું પણ સૌની જેમ આગળ જઇ શકે છે હિંમત રાખ.
હારી ગયેલા માફક કેમ બેસી ગયો છે,
વારે વારે તેનો જ કેમ અપશોષ કર્યા કરે છે.
એક નવી શરૂઆત કરવાનું લક્ષ્ય રાખ,
થઈ જશે સઘળોય બેડો પાર બસ હિંમત રાખ.
બીજાની વાતમાં કેમ આટલો મશગુલ થઈ જાય છે,
પોતાની તુલના હમેશા બીજાની સાથે કર્યા કરે છે,
પોતાની જાત ઉપર થોડો તો ભરોસો રાખ,
ભરી શકે દરેક ડગલું તું પણ બસ હિંમત રાખ.
નાની અમથી આ વાતમાં તું એટલો બધો મુંજાય છે,
મનની સાથે એકલા એકલા શુ રમત રમ્યા કરે છે,
તારું આ સંચળ મન પોતાના કાબુમાં રાખ,
આવી શકે તું પણ દુનિયા સમક્ષ બસ હિંમત રાખ.
પ્રતીક ડાંગોદરા