Armaan na armaan - 13 in Gujarati Love Stories by Bhavesh Tejani books and stories PDF | અરમાન ના અરમાન - 13

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અરમાન ના અરમાન - 13

નેક્સ્ટ ક્લાસ હોડનો હતો અને એ આજે સબ્જેક્ટ રીલેટેડ ભણાવવાની જગ્યા એ દુનિયાદારીની વાતો કરવાના મૂડમાં હતા. પેહલા ઇન્ડિયા અને બીજા દેશો સાથેની તુલના કરી ત્યાર બાદ પોતાના વિષયને કેવી રીતે ભણવો એ વિષે વાત કરી અને ત્યાર બાદ પ્લેસમેન્ટ ઉપર આવી ટપકી પડ્યા. એણે કહ્યું કે એન્જીનીયરીંગના ચાર વર્ષ કેમ પુરા થઇ જશે એ ખબર પણ નહિ ખબર રહે. એટલા માટે અત્યારથી જ વાંચવાનું ચાલુ કરી દેજો નહીતર સારી જોબ માટે ભટકવું પડશે. એમણે એવું પણ કહ્યું કે અત્યારે એટલા બધા એન્જીનીયર બહાર ફરે છે કે રસ્તા ઉપર એક પથ્થર ઉઠાવીને મારશો તો એ પથ્થર એક કુતરાને વાગવાની જગ્યા એ એક એન્જીનીયર ને જ વાગશે. હોડે તો પૂરી બેઈજ્જતી કરીને રાખી દીધી હતી. ખેર આ બધી વાત માંથી મારા ધ્યાનમાં એક વાત આવી એ એ હતી કે અત્યાર સુધી મેં એક પણ સબ્જેક્ટની બુક ખોલીને જોઈ પણ નહોતી તો ટોપ કેવી રીતે કરીશ એટલે મેં નક્કી કર્યું કે હું હોસ્ટેલ જઇ ને વાંચીશ.
“હવે વાંચવું પડશે યાર” હજુ હોડનું ભાષણ ચાલુ જ હતું તેમની વચ્ચે અરુણે કહ્યું.
“ચાલ કાલે ચાર વાગ્યે જાગીને વાંચીશું.” મેં કહ્યું.
“કંટોલા વાંચીશું ત્યારે તો મારો સુવાનો ટાઇમ થાય છે.” અરુણે કહ્યું.
“સીધું કેને છાણ નથી.” મેં કહ્યું.
“પછી વાત કરીશું નહીતર હોડ પણ દીપિકામેમની જેમ બહાર કાઢી મુકશે.” અરુણ ચુપ થઇ ગયો અને ધ્યાન થી હોડનો લેકચર સાંભળવા માંડ્યો.
જે લોકો એ મારી અને ગૌતમની લડાઈ જોઈ હતી એ લોકો વિચારી રહ્યા હતા કે આજે રીસેસમાં હું કેન્ટીનમાં જઈશ પણ એવો મારો કોઈ જ ઈરાદો નહોતો અને આમ પણ મારે દીપિકામેમ પાસે જવાનું હતું. પેહલા દિવસે તો હું ડરી રહ્યો હતો પરતું મારી અંદરના મર્દે કહ્યું કે એ એક છોકરી થઈને આવી હરકત કરે છે તો હું શુ કામ ડરું છું.
“મે આઈ કમ ઇન મેમ” અંદર જવા માટે પરમિશન માંગતા કહ્યું.
“ઓહ અરમાન , કમ ઇન...કમ ઇન હું તારી જ રાહ જોતી હતી.” મેમ એ કહ્યું.
“બીસી નાગણીની જેમ રંગ બદલે છે.” મેં મનમાં કહ્યું. મેં અંદર જતા પેહલાની જેમ આજે પણ મેં ત્યાં કોઈ છે કે નહિ એ જોયું અને એ દિવસની જેમ આજે પણ ત્યાં કોઈ નહોતું. દીપિકામેમ ચેર ઉપર બેઠા બેઠા પોતાના નખની સાઈઝ બરાબર કરી રહ્યા હતા.
“મેમ તમે મને બોલાવ્યો હતો.” મેં કહ્યું.
“એ દિવસે કેવું લાગ્યું હતું?” મેમ એ પૂછ્યું.
‘એકદમ બેકાર, સહેજે મજા નહોતી આવી.” મેં જાણી જોઇને કહ્યું હું જોવા માંગતો હતો કે એની રીયેક્શન શું હશે. મેં જેવું વિચાર્યું હતું એમ જ દીપિકામેમ નું રીયેક્શન બદથી બત્તર થતું જતું હતું. આજ સુધી મેં સાંભળ્યું હતું કે છોકરીઓની એની બુરાઈ પસંદ નથી હોતી આજે જોઈ પણ લીધું. દીપિકામેમ નો ગુસ્સો એટલી હદ સુધી વધી ગયો હતો કે લગભગ ચીખતા એસાઈન્મેન્ટ કેમ નથી પૂરું કર્યું એ પૂછવા લાગ્યા અને એની પનીશમેન્ટમાં બધા અસાઇનમેન્ટ ડબલ કરી નાખ્યા.
“એક અઠવાડિયામાં 2 અસાઇનમેન્ટ, મહિનામાં 8 અને એ હિસાબથી છ મહિનામાં 48 થયા અને આના ડબલ 96 થયા હજુ 4 આપીદે સદી પૂરી થઇ જાય બીસી” મેં એની સામે જોતા એના પુરા ખાનદાનને ગાળો આપી દીધી.
“મેમ હું તો મજાક કરું છું, એક્ચ્યુલી મને બહુ મજા આવી હતી, એ દિવસ જેવી બેટર ફીલિંગ ક્યારેય નથી આવી તમે મને ગમે ત્યારે ગમે તે સમયે અને ગમે તે જગ્યાએ બોલાવશો હું હાજર થઇ જઈશ.” થોડીવાર પેહલા મેં દીપિકા મેમ ને રંગ બદલવા વળી નાગણી કહ્યું હતું પણ હવે હું જ રંગ બદલી રહ્યો હતો.
‘હું પણ મજાક કરતી હતી.” નાગણીની જેમ ફરીવાર રંગ બદલ્યો અને પોતાના નખ ઉપર ફૂંક મારતા પોતાનું નેઈલ કટર બેગમાં મુંકી અને લિપસ્ટિક બહાર કાઢી.
“ઉભો કેમ છો બેસી જા” લિપસ્ટિક લગાવતા કહ્યું. લિપસ્ટિક પોતાના હોઠ પર લગાવતી વખતે વચ્ચે વચ્ચે એ મારી તરફ જોતા અને પાછા પોતાના કામ માં લાગી જતા. મને ખબર નહોતી કે હું બહુ શરીફ છું કે શરીફ બનવાનું નાટક કરું છું. પરંતુ જે પણ કઈ હતું બહુ અજીબ હતું. મારી જગ્યાએ જો બીજું કોઈ હતો તો અહી ચેર પર શાંતિથી બેઠુંના હોત અરુણને જ લઇ લ્યો, જો એ મારી જગ્યાએ બેઠો હોત તો હું પુરા વિશ્વાસ સાથે કહી શકું કે એ ક્યારનો દીપિકા મેમ ઉપર ઝપટી પડ્યો હોત. પરંતુ મેં કશું જ ના કર્યું હું શાંતિથી દીપિકામેમ સામે ચુપચાપ બેસી રહ્યો.
“તું અસાઇનમેન્ટ કેમ પુરા નથી કરતો, શું તું હોસ્ટેલમાં વાંચતો લખતો નથી” દીપિકામેમ એ કહ્યું.
“નો મેમ એવી કઈ વાત નથી” મારી નજર હજુ એના લિપસ્ટિક લગાવેલા હોઠો ઉપર હતી કે જે લિપસ્ટિક લાગવાથી ગુલાબી થઇ ગયા હતા.
“એક્ચ્યુઅલી આજકાલ ટાઇમની થોડી તકલીફ છે.” મેં કહ્યું.
“લડાઈ ઝગડા માટે ટાઇમ મળી રહે છે પરતું ભણવા માટે નથી, આવું કેમ ?” હું થોડો અસહજ થઇ ગયો.
“તમને કેવી રીતે ખબર” મેં કહ્યું.
“કોલેજના સ્ટુડન્ટ શું કરે છે અને શું નથી કરતા એ પુરા સ્ટાફને ખબર હોઈ છે પરંતુ અમે કઈ નથી કેહતા.” લિપસ્ટિક લગાવ્યા પછી દીપિકામેમ એ પોતાના બંને હોઠોને જોડ્યા.
“મતલબ કે બધાને ખબર છે કે મેં એ સાલા વરુણને.”
“યસ, એન્ડ બિહેવ લાઇક અ સ્ટુડન્ટ ડોન્ટ યુસ વર્ડ લાઇક સાલે હિયર.” થોડું કડક થઈને કહ્યું.
“સો વ્હોટ ઇસ યોર નેક્સ્ટ પ્લાન?” મેમ એ પૂછ્યું.
“કઈ વાત નો” મને થયું કે એ દિવસની જેમ આજે પણ સેક્સની વાત કરશે.
“વરુણ અને તેના દોસ્તો તને એમ તો નહિ છોડી દે..” દીપિકામેમએ કહ્યું.
“ફરીથી મરીશ એ સાલાઓને “ મેં જોશમાં આવતા કહ્યું.
“મેં કહ્યુંને ડોન્ટ યુસ વર્ડ લાઇક સાલા..” દીપિકામેમએ થોડા કડક સ્વરે કહ્યું.
“સોરી મેમ.” મારો બધો જુસ્સો ઉતારી ગયો હતો.
“વિભાની સાથે તે મિસબિહેવ કર્યું” દીપિકા મેમ એ કહ્યું.
“આને તો બધી જ ખબર છે” મનમાં વિચારીને હું ચુપ જ રહ્યો.
“શી ઇસ માય ફ્રેન્ડ, એણે મને બધું કહ્યું.” દીપિકામેમ એ ફોડ પડતા કહ્યું.
“બધું જ કહી દીધુ?” મેં કહ્યું.
“હા..” પોતાનો મેકઅપ બંધ કરીને મને પેહલી વાર સરખો જોયો. એના પરફ્યુમની ખુશ્બુ જબરદસ્ત આવતી હતી મેં ના ચાહવા છતાં દીપિકામેમ તરફ ચેહરો ઉચો કર્યો.
“આજે રાત્રે શું કરે છો?” દીપિકામેમ એ માદક સ્વરે પૂછ્યું.
“જી કહી જ નહિ” હું બોલવા જ જતો હતો ત્યાં દીપિકામેમ પોતાની ચેર ઉપરથી ઉભા થઈને મારી ચેર પાસે આવી અને પોતાનો ચેહરો મારા તરફ કરી અને મારા ઉપર બેસી ગયા.
દીપિકામેમ એ પેલા મારા હોઠને પોતાના હોઠ થી ચૂમ્યા પછી ધીરે ધીરે દબાવ વધારવા લાગ્યા. પછી મારા હોઠોને સુચવા લાગ્યા.ધીરે ધીરે મેં પણ પોતાના હોઠને હલાવવાનું ચાલુ કરી દીધું. અમે બંને ઝડપથી એક બીજાના હોઠ ચૂસવા લાગ્યા. દીપિકામેમ હજુ મારું ઉપર બેઠું હતી. એ સમયે લેબમાં એક ચેર ઉપર એક ટીચર અને સ્ટુડન્ટ રોમાન્સ કરી રહ્યા હતા.
“આહહહ...”જયારે દીપિકામેમ એ મને છોડ્યો તો હું હાંફી રહ્યો હતો.
“નોટ બેડ..” મારા ઉપરથી ઉઠતા એ બોલી.
‘ટાઇમ શું થયો ?” મેં મારા હોઠ ઉપર હાથ ફેરવતા મેં દીપિકામેમ ને કહ્યું.
“દસ મિનિટ બચ્યા છે, હવે તું ઉપર જા, પેહલા તારા હોઠ ઉપર જે ગુલાબી છાપ પડી છે એ સાફ કરી લેજે.” દીપિકામેમ એ કહ્યું.
મેં પેહલા બાથરૂમમાં જઈને પોતાના હોઠને સાફ કર્યા અને ત્યાર પછી ખુદને તૈયાર કર્યો. એની લિપસ્ટિક અને એના બદનની ખુશ્બુ હજુ હું મેહસૂસ કરતો હતો. હું બાથરૂમમાં હજુ મેહસૂસ કરી રહ્યો હતો કે તેના હોઠ મારા હોઠ પર ચિપકેલા છે. એ સમયે મને ખુબ સારું લાગી રહ્યું હતું. પરંતુ મને એ ખબર નહોતી કે મારા ચાર વર્ષની બરબાદીનું આ પેહલું ચરણ છે.
“હેયય..સ્ટુપીડ...” હું દાદર ચડતા કોઈ છોકરી સાથે ટકરાયો. ભૂલ મારી જ હતી હું દીપિકામેમ ના ખ્યાલમાં ખોવાયને દાદર ચડતો હતો. હું જે છોકરી સાથે ટકરાયો હતો એ મારા માટે એક નોર્મલ છોકરી હતી પરંતુ તેની સાથે જે છોકરી ઉભી હતી એ મારા માટે એક નોર્મલ છોકરી નહોતી.
“જાણી જોઇને ટકરા છો.” એશ મને જોઇને બોલી.
‘સોરી” મેં ધ્યાન ન આપતા કહ્યું.
‘અત્યારે હું તને એવી જ રીતે ધક્કો મારી ને પાડી દઉં કે જેમ તે મારી ફ્રેંડ ને પાડી દીધી અને પછી હું તને સોરી કહું તો કેવું લાગે.” એશએ કહ્યું.
‘બહુ જ સારું લાગશે, પ્લીઝ ટ્રાય ઇટ્સ” મેં હસતા હસતા કહ્યું.
“વધારે હસવાની જરૂર નથી.” એણે છોકરીઓવાળી હરકત કરતા પોતાના હોઠનો શેપ ચેન્જ કર્યો. પરતું જેવી જ એને આજે સવાર વળી ઘટના યાદ આવી અને મને ઓળખી લીધો કે એના બોયફ્રેન્ડ સાથે લડવા વાળો હું જ હતો તો તેના તેવર બદલાઈ ગયા અને પોતાની સહેલીનો હાથ પકડીને ત્યાંથી ફટાફટ નીકળી ગઈ.
“આ છોકરી મારું દિલ બહાર કાઢીને જ માનશે.” એના જતા જોઈ રહ્યો. જેવી એ દેખાતી બંધ થઇ ગઈ કે હું દાદર ચડીને પોતાના ક્લાસ તરફ આગળ વધી ગયો.
કોઈ શબ્દો કશું બોલ્યા વિના જ બધું કહી ગયા, કોઈ લોકો ખાસ તો હતા પરતું સમયના એક મોડ પર બધા સાથ છોડી ગયા. આ સંબંધ તો બહુ જુનો લાગ્યો હતો બધાથી પરંતુ અફસોસ કે બધા આ સંબંધને એક પળમાં કાચા ધાગાની જેમ તોડીને ચાલ્યા ગયા.
દારૂની બોટલ ખાલી કર્યા બાદ કામ કરવાની બહુ મજા આવે છે. આ સમયે વરુણ બટાકા સમારી રહ્યો હતો. અને અરુણને મેં થોડો સમાન લાવવા માટે દુકાન મોકલ્યો હતો.
“એ દિવસે દીપિકામેમ એ બીજું કશું ના કર્યું?” બટાકા કાપતા વરુણે પૂછ્યું.
“તારી બકવાસ લવ સ્ટોરી સિવાય બધું મસ્ત ચાલે છે, તું સાચું કેહ્જે એ દિવસે સાચે તે દીપિકા સાથે કશું નહોતું કર્યું.” ફરું વરુણે મો ફાડું.
“તું આ શુ કામ પૂછી રહ્યો છો.” મેં વરુણને સામે સવાલ કર્યો.
“ કેમ કે કોઈ પણ નોર્મલ છોકરો આવો મોકો હાથમાં આવ્યા પછી જવા નથી દેતો.” વરુણે કહ્યું.
“દીપિકામેમ અમારા બંનેમાં વધારે ચાલક હતી એટલે જ તો તેણે મને ફસાવ્યો હતો.” મેં જવાબ આપતા કહ્યું.
“એ બધું તો બરાબર પરતું એ જો પેહલા કે દારૂ વધ્યો છે કે પછી લાવવો પડશે.” વરુણે પૂછ્યું.
“હજુ એક બોટલ છે.” એને જવાબ આપતા કહ્યું.
“લે એક પેગ બનાવ અને પછી ફરીથી તારી સડેલી લાઇફમાં ફરી એક ચક્કર મારતા આવીએ.” વરુણે હસતા કહ્યું.
ત્યાં સુધીમાં અરુણ પણ આવી ગયો હતો અને આવતા સાથે જ કહ્યુકે ટોપા તારી હજુ ચોરી છુપે દારૂ પીવાની આદત નથી ગઈ. મેં કહ્યું ભાઈ પેહલા જો ત્રણ ગ્લાસ રાખ્યા છે. અરુણ સોરી કેહતા અમારી પાસે આવીને બેસી ગયો.
“બહુત ખ્વાહીશ થી, ઉસકે સાથ જિંદગી કા હર પલ ,હર વક્ત બિતાને કી..
લેકિન અફસોસ કી કભી નાંતો વો પલ આયા ઔર ના હી કભી વો વક્ત...”
“આ દીપિકામેમ માટે હતું કે એશ ડાર્લિંગ માટે હતું?” અરુણે મને પૂછ્યું. અમે બંને બુક ખોલીને પોતાની રૂમમાં બેઠા હતા. અરુણ પોતાની બુક ખોલીને શું કરી રહ્યો હતો એ તો મને નથી ખબર પરતું હું તો મારામાં ખોવાયેલો હતો. ક્યારેક મને દીપિકામેમ દેખાતા તો ક્યારેક તેમની સાથે લેબમાં વિતાવેલો આજ નો દિવસ દેખાતો, તો ક્યારેક એશ દેખાતી, યેની ભૂરી ભૂરી આંખો દેખાતી તો તેના ગોરા ગોરા ગાલ ક્યારેક દેખાતા પરંતુ મજા ત્યારે ખરાબ થઇ જતી કે જયારે એશની સાથે હરામી ગૌતમ દેખાતો.
“બસ એમજ , આજે મન થયું કે કોઈ શાયરી બાયરી લખું તો લખી નાખ્યું. બોલ કેવી હતી.” હું બોલ્યો.
“એકદમ બકવાસ, બોરિંગ અને પકાઉ..” અેણે કહ્યું.
“આઈ વિલ ફક યુ જો હવે કઈ બોલ્યો છો તો” મેં ગુસ્સે થતા કહ્યું.
આજથી થોડા વર્ષો પેહલાનું તો ના કહી શકું પરંતુ તે સમયે કોલેજ લાઇફમાં ફેસબુક થી જોડાયેલા ના હોવું ઈમ્પોસિબલ જ હતું. આ એક વાઇરસની જેમ ફેલાયેલું હતું. જે છોકરાઓની ગર્લફ્રેન્ડ હતી એ લોકો આખો દિવસ મોબાઈલમાં બીઝી રેહતા હતા અને જે લોકોને ગર્લફ્રેન્ડ નહોતી એ લોકો અકસર મોડી રાત સુધી ફેસબુકમાં પોતાના માટે ગર્લફ્રેન્ડ ગોતવામાં માંડ્યા રેહતા. અરુણને પણ કોઈ ગર્લફ્રેન્ડ નહોતી એટલે હંમેશા તેના મોબાઈલમાં ફેસબુક ઓપન જ રેહતું.
“દીપિકામેમ નું આઈડી મળી ગયું.” અરુણે પોતાના બેડ પરથી ઉછળીને મારી પાસે આવ્યો.
“હવે હું એને ફ્રેન્ડરીક્વેસ્ટ મોકલીશ અને પછી અમે બંને મોડીરાત સુધી ચેટીંગ ચેટીંગ રમીશું.” અરુણે ફરી કહ્યું.
“ક્યાંક તને બ્લોક કરી દીધો તો, હું તો બસ અંદાજો લાગવું છું.” મેં કહ્યું.
અરુણના 140 એમએમ પહોળા,167 એમએમ લાંબા, 93 એમએમ ઊંચા અને 150 પાઉન્ડ ના બ્રેનમાં એ સમયે એક શિકારી ચાલ ઉભરી આવી. એણે ત્યારે મારું ફેસબુક આઈડી માંગ્યું. જયારે મેં એને કહ્યું કે હું ફેસબુકમાં નથી તો એને પોતાના દાંત બતાવતા બતાવતા ફરી પોતાના મોબાઈલમાં બીઝી થઇ ગયો. થોડી વારમાં એણે ખુદે મારી આઈડી બનાવી દીધી અને મને આઈડી અને પાસવર્ડ દેતા કહ્યું.
“આ રહી તારી ફેસબુક આઈડી અને આજ પછી તને કોઈ પૂછે તો આજ આઈડી બધાને આપજે.”
“તું કરવા શું માંગે છો?” મેં ચોક્કતા પૂછ્યું.
“ દીપિકામેમ ને હું રીક્વેસ્ટ મોકલીશ અને રાતભર હુ તેની સાથે ચેટ કરીશ.” અરુણે હસતા કહ્યું.
“તું ટેન્શનના ના લે મારા માટે આ પેહલી વાર નથી કે હું કોઈ બીજાના આઈડી ઉપરથી ચેટ કરતો હોય.” અરુણે સમજાવતા કહ્યું. શું કરતો મારે એની વાત માનવી પડી કેમ કે એ દોસ્ત જો હતો મારો. ખબર નઈ મને એની સાથે એક આત્મીય સંબંધ થવી રહ્યો હતો. મને એનો બકવાસ પણ ગમવા લાગ્યો હતો. અને બીજી એક ખાસ વાત એ હતી કે એ મને એક કાબેલ એન્જીનીયર બનાવી રહ્યો હતો. એ રોજ રાત્રે ખુદ તો સિગરેટ પીતો અને સાથે મને પણ પીવડાવતો અને પૈસા ક્યારેય મારી પાસે માંગતો નહિ. અને હવે તેનો પ્લાન મને દારૂ પણ પીવડાવવાનો હતો. એ ઘણીવાર મને કેહતો કે તું ટેસ્ટ કરીલે નહીતર ફેરવેલમાં સિનિયર્સ જયારે ફૂલ પીવડાવશે ત્યારે તું શું કરીશ. ત્યારે હું હંમેશા માત્ર એટલું જ કેહતો કે હું તને આપી દઈશ તું પી લેજે. પછી શું હતું અમે બંને એક બીજાના ખંભે હાથ નાખી અને છોકરીઓની વાતો કરતા.
“દીપિકામેમ એ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી.” સવાર સવારમાં મને ઉઠાડતા કહ્યું. મારો પ્લાન તો સવારે 4 વાગ્યે ઉઠીને વાંચવાનો પ્લાન હતો પરતું જો એકવાર આંખ લાગી કે સીધી 8 વાગ્યે ખુલ્લી.
“એક લાત મારીશ પસવાડે ટોપા મને સુવા દે.” મેં ગુસ્સામાં કહ્યું. અરુણ ચુપ થઇ ગયો અને એક મેસેજ દીપિકામેમ ને ટપકાવી દીધો. ત્યારે જ એક ગંજી પેહરેલો આંખો ચોળતો ચોળતો એક છોકરો ત્યાં આવ્યો. અને તેણે કહ્યું કે મને સીડાર બોલાવે છે.
“ક્યાં છે એમટીએલ ભાઈ?” મેં પૂછ્યું.
“બહાર હોસ્ટેલ વોર્ડન સાથે ચા પીવે છે.” એ છોકરાએ જવાબ આપ્યો.
“ચાલ હું આવું છું.” ચાંદર સરખી મૂકી અને હું હોસ્ટેલ વોર્ડનના રૂમમાં પહોચી ગયો.
“તમે મને બોલાવ્યો એમટીએલ ભાઈ?” મેં પૂછ્યું.
“બેસ..” મને બેસવાનો ઈશારો કરતા કહ્યું.
“અને આ એમટીએલ શું છે આવતા સાથે જ મારું નામ પાડી દીધું.” સીડારે કહ્યું.
“મલ્ટીટેલેન્ટેડ લડકા” મેં જવાબ આપતા કહ્યું. ત્યાં સુધીમાં સીડારના ઈશારે એક કપ ચા મારા માટે આવી ગઈ હતી અને હું ચાની ચુસ્કીઓ લેવા લાગ્યો.
“કાલે ગૌતમ સાથે તારો ઝગડો થયો હતો?” સીડારે મને પૂછ્યું. હું ચા પીતા પીતા આટકી ગયો અને સીડાર તરફ જોઇને કહ્યું કે,
“હા થોડી કહાસુની થઇ ગઈ હતી એ પણ ના થાત જો એણે મારા એક દોસ્ત ઉપર હાથના ઉઠાવ્યો હોત.
“તું પોતાના ઉપર થોડો કાબુ રાખ અત્યારથી આવા લફડામાં ના પડ, અને એ ઓળખાણ વાળો છોકરો છે.” સીડારે સમજાવતા કહ્યું.
“અરે ભાઈ એ વધુમાં વઘુ કેટલા છોકરાઓને લઈને આવશે તેનાથી વધારે તો આપડી બંને હોસ્ટેલમાં છે અને આમ પણ આનાથી વધારે છોકરાઓ લઈને આવી પણ નહિ શકે કેમ કે અહીંથી થોડે દુર જ એસપી નો બંગલો છે.” મેં કહ્યું.
‘તો પણ તું થોડો માપમાં રહે.” સીડારે ગંભીર થતા કહ્યું. મને કંટ્રોલમાં રેહવાનું કહીને સીડાર ત્યાંથી જવા લાગ્યો અને હું ત્યાં વોર્ડનની બાજુમાં બેસીને ચા પીવા લાગ્યો.
“એબીવીપીનું ઈલેક્શન લડીશ.” ત્યાંથી જતા જતા સીડારે પલટીને મને પૂછ્યું અને મેં હસતા હસતા ના માં માથું ધુણાવ્યું.
“કેમ?” સીડારે સવાલ કર્યો.
“ભણવા ઉપર આની અસર થાય છે મેં એવું સાંભળ્યું છે.” મેં જવાબ આપ્યો.
“ઓકે..” કહીને સીડાર ત્યાંથી જતો રહ્યો. ત્યાંથી રૂમમાં આવ્યા બાદ મારે પેહલું કામ એ કરવાનું હતું કે મારા કપડાની ઈસ્ત્રી.
“મારું પણ એક શર્ટ કરીદે ને.” એક શર્ટ મારી તરફ ફેકતા અરુણે કહ્યું.
“ટાઇમ નથી મારી પાછે’ મેં કહ્યું.
“અરે ખુબ ટાઇમ છે હજુ એક કલાક બાકી છે” અરુણે કહ્યું.
“ ટોપા એ તારા માટે નથી.’ મેં ઈસ્ત્રી કરવાની બંધ કરીને સીધા ઉભા રેહતા કહ્યું.
“કરી દેને...” અરુણે ફરીકહ્યું.
“નાં.” મેં ફરી ના પડતા કહ્યું.
“અબ્બે કરી દેને..” અરુણ ફરી એજ વાત પર અટકો.
"નાં કહ્યું એટલે ના.." મેં પણ ફરી ના કહી.
"રાત્રે સિગરેટ પીવડાવીશ.” અરુણે લાલસ આપતા કહ્યું.
“એક વાર ના પડી એટલે ના જ.” પણ હું મારા નિર્ણય ઉપર અડગ હતો.
“એ પણ મફતમાં..” અરુણે કહ્યું.
“લાવ તારો શર્ટ આપ.” આખરે હું લાલસમાં આવી જ ગયો.
કોલેજમાં મારો રોલ ધમાકેદાર બની ગયો હતો. જયારે હું કોલેજના કેમ્પસમાં દાખલ થતો તો ત્યાં ઉભા અને ત્યાંથી આસપાસ થી પસાર થતા બધા નહિ તો અડધા લોકો તો મારી સામે જોતા જ. આમ પણ તમે એક સાત વર્ષ થી નાપાસ થવાવાળા ગુંડાને મારો તો પબ્લિકનો આવો રિસ્પોન્સ તો મળવાનો જ ને.
“નોમીનેશન ફોર્મ તે ભરી લીધું?” હજુ કોલેજમાં એક પગ રાખ્યો ત્યાં અરુણ બોલ્યો.

ક્રમશઃ