Fri aek vaar aek sharat - 2 in Gujarati Fiction Stories by Ishani Raval books and stories PDF | ફરી એકવાર એક શરત - 2

Featured Books
Categories
Share

ફરી એકવાર એક શરત - 2

અંશ ઘરે બેઠા બેઠા હજી પણ એ જ વિચારો માં હોય છે. ત્યાં જ તેના ભાઈ અને ભાભી આરવ અને તાની આવે છે.

આરવ: કોના વિચારો માં ખોવાયેલ છે? તું ચિન્તા નહીં કર. માન્યું આ તારી પેહલી જ હોટેલ છે પણ જો જે ને થોડાં જ સમય માં તારી હોટેલો ની મોટી ચેન શરૂ થઈ જશે.. અને છતાં પણ કોઈ મુંજવણ હોય તો હું ને તારી ભાભી તો છીએ જ.

અંશ: ના એ ચિંતા નથી મને.. પણ...

તાની: ઓહ.. તો પેલી મિસ લેખિકા ના કોઈ વિચાર ચાલે છે કે એની કોઈ નવી સ્ટોરી?

આરવ: કોણ?? કોની વાત કરે છે તાની? અને મને કેમ નથી ખબર... તારો ભાઈ છું તો પણ મને કેમ નથી કહ્યું?

અંશ: શુ ભાભી તમે પણ.. કઈ જ નથી. એ તો એક લેખિકા છે જેની સ્ટોરી મને ગમે છે અને અમારી થોડી વાતો કોઈકવાર ચાલતી હોય છે.. પણ કઈ ખાસ નથી.

તાની: ખાસ શુ નથી.. એની દરેક સ્ટોરી માં પહેલી કમેન્ટ તારી હોય છે.

આરવ: વાત આટલે સુધી પોહચી ગઈ??

અંશ: અરે એ તો એની સ્ટોરી જ એવી હોય છે ને.. કે સરળ ભાષા માં ઘણું કહી દે છે. અને મોટા મોટા શબ્દો હમેશા જરૂરી નથી હોતા .. ઘણી વાર સાદી ભાષા માં કોઈ ભારે શબ્દો વગર પણ ઘણું સમજાવી શકાય છે...

આરવ: ભાઈ તું તો ભારે પ્રેમ માં છે..

તાની: એવું શું ખાસ સમજાવ્યું તારી લેખિકા એ?

અંશ: એ તો બુક વાંચો એટલે સમજાઈ જશે. જેમ કે "તમને સાચી લાગતી વાત દરેક માટે સાચી ના પણ હોય.દરેક માણસ ની અલગ સ્ટોરી હોય છે જે તમને જાણ નથી હોતી"

આરવ: વાહ વાહ..

તાની: ઓકે ઓકે સાચી વાત પણ અત્યારે કયા વિચારો માં હતો?

અંશ: એક છોકરી... સૌમ્યા નામ છે. આજે મિટિંગ માં મળ્યા હતા. હું એને 2 અઠવાડિયા પેહલા જ મળ્યો હતો. એ ગાડી માં હોય છે અને એ પાછળ જોયા વગર રિવર્સ લે છે.. મારા પર ગાડી ઓલમોસ્ટ ચડી જ જાય છે.. અને જ્યારે હું એની સાથે વાત કરવા આગળ આવું છું તો એ તરત ગાડી ચલાવી ને નીકળી જાય છે.. ના કોઈ સોરી કે કઈ જ નહીં... અને આજે જ્યારે અમે મળ્યા ત્યારે પણ એવો વ્યવહાર કર્યો જાણે પેહલી વાર મળ્યા હોઈએ.. જાણે એ મને જાણતી જ નથી... મેં પ્રયત્ન કર્યો કે એ જાતે એની ભૂલ સ્વીકારે પણ એ તો જાણે કઈ કર્યું જ ના હોય તેમ બોલતી હતી...

આરવ: તો હવે શું કરીશ? એની સાથે આગળ કામ કરીશ કે ?

અંશ: એનું કામ સરસ છે. એટલે એને નિકાળવી જોઈએ કે નહીં??

તાની: બની શકે કે કદાચ એને એમ હોય કે એ અજાણ બનશે તો બચી જશે નહીં તો એનું કામ છીનવાઈ જશે..

આરવ: તો દેખ કે આગળ કેટલું અજાણ બની રહી શકે છે.

અંશ ( હું આ જ વિચારો માં હોવ છું ને જમવાનો સમય થાય છે. અમારા ઘર માં સાંજે તો દરેકે જોડે જ જમવાનો નિયમ છે. પૂરો પરિવાર. સાચે વર્ષો થી આ જ આદત પણ છે. એટલે જ્યારે કોઈ કારણસર જોડે ના હોઈએ તો કંઈક અધૂરું લાગે.. )



માહી એ આજે તો નક્કી જ કરી લીધું છે કે એ જાણી ને જ રહેશે કે સૌમ્યા ના જીવન ના ભૂતકાળ ની એ વાતો જેથી સૌમ્યા આજે આ બની ગઈ છે.. કોઈ સાથે કોઈ મતલબ જ નહીં.. જાણે એકલતા નો દરિયો. ના કોઈ પર ભરોસો કરી શકે છે કે ના કોઈ ની નજીક આવે છે..

માહી: તારી ખુશી ની વાતો તો કીધી આજે કે તારી કારકિર્દી માં આજે ખૂબ જ સરસ નવો વળાંક આવ્યો છે. અને હું ખૂબ ખુશ છું તારા માટે.. પણ તારા દુઃખ ક્યારે કહીશ? આટલા સમય થી જોડે છીએ તને ભરોસો નથી મારા પર?? અરે તારા પ્રશ્નો ના જવાબ નહિ હોય કદાચ પણ સાંભળી તો શકું ને. કહેવાય છે કે કહી દેવાથી મન હળવું થાય છે.. તો તું પણ કહી દે ને શુ છે તારી સ્ટોરી?? કદાચ કઇ બદલાશે નહિ પણ મન હળવું થશે.. આ એકલી ક્યાં સુધી તોફાન તારા મન માં સાચવીશ.

સૌમ્યા: સાચું કહ્યું તે કે મન ની વાત કહેવા થી મન હળવું જરૂર થશે મારુ... અને પછી ધીરે ધીરે મને આશા બંધાશે કે કોઈ મારી વાત સાંભળવા છે... અને જ્યારે કોઈ નહિ હોય ત્યારે ફરી હું વિખરાઈશ.. અને દર્દ એ જ રહેશે.

માહી: હું ક્યાંય નહીં જાઉં. પાકું તારી બધી વાતો સાંભળીશ. આખરે મારે તો માત્ર સાંભળવાનું જ છે ને.. ક્યાં કોઈ જવાબ આપવાના છે..

સૌમ્યા: તારી હજી શરૂઆત છે એટલે તને નહિ સમજાય. પણ ક્યારેય કોઈ હંમેશા માટે નથી રહેતું... બદલાવ તો સુરષ્ટિ નો નિયમ છે.. તું પણ બદલાઈ જઈશ.

માહી: ક્યારેય નહીં બદલાવું. હંમેશા સમય હશે મારી પાસે. નહિ હોય તો નિકાલિશ.

સૌમ્યા: હસવું આવે છે મને તારી વાતો પર.. પણ જો તને ફરી થી સમજાવું છું કે આજે તને વાત કહીશ કેમ કે તે આટલું જીદ કરી ને પૂછે છે.. પછી તું તારી લાઈફ માં જ્યારે વ્યસ્ત થઈશ ત્યારે તું નહિ પૂછે.. હું આશા રાખીશ કે કદાચ મારા ચહેરા પર થી ઉદાસી દેખાઈ જશે કે કદાચ તને મારી વાતો માં એ નિરાશા દેખાશે.. પણ તું વ્યસ્ત હોઈશ એટલે તું જાણતાં પણ અજાણ બનીશ.. અને કંઈ નહીં પૂછે.. હવે હું એ માણસ છું જે પૂછ્યા વગર બોલી ના શકું એટલે તારી રાહ દેખીશ... અને અંતે શુ?? એ જ ને?

માહી: દરેક માણસો સરખા નથી હોતા.

સૌમ્યા: સાચી વાત છે. પણ દરેક સબન્ધ સરખા જ હોય છે. છેલ્લે તમને દુઃખ જ આપે છે. તમે દુઃખી થાવ અથવા તમે બીજા ને દુઃખી કરો. વાત તો છેલ્લે એ જ છે ને કે કોઈ તો દુઃખી થશે જ. ..એટલે આ વાત અહીંયા જ પુરી કરીએ...

અને ફરી માહી ને કઈ જ જાણવા ન મળ્યું.. સૌમ્યા ના દિમાગ માં ફરી એ શબ્દો યાદ આવે છે. "કર તારા મન પ્રમાણે વર્તન સાચી વાત છે તું દુઃખી છે એટલે તને હક છે કે તું બીજા ને પણ દુઃખી જ કરે.." અને એ ત્યાં જ થંભી જાય છે.

થોડા દિવસ પછી

2 થી 3 દિવસ માં સૌમ્યા અને અંશ કામ ને લઈ ને મળે છે.
સારી રીતે સજ્જ હોટલમાં, તમે ઘર જ અનુભવો છો, જે ફક્ત તે જ સાબિત કરે છે કે હોટેલના આંતરિક ભાગની રચના ખરેખર કેટલી મુશ્કેલ છે

સૌમ્યા: લોબી એ તમારા હોટેલ સાથેનો ગ્રાહકનો પ્રથમ સંપર્ક છે અને તમારે તેને જેટલું અદભૂત અને આંખ આકર્ષક બનાવવું છે એ બનાવી શકાય છે.

સજાવટ માટે લોબી એક પડકારજનક જગ્યા છે કારણ કે તે તમામ પ્રકારના અતિથિઓને સમાવવા માટે માનવામાં આવે છે, અને તેને બેસવા, આરામ કરવા અથવા કામ કરવા માટે ખાનગી અને સાર્વજનિક બંને ક્ષેત્રની ઓફર કરવી પડે છે.

તમે તમારા બધા સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરી શકો છો, જેમ કે ધોધ, છોડ, મૂળ પટ્ટીઓ અથવા તમે જે વિચારો છો તે તમારા મહેમાનોને લોબીમાં વધુ સમય વિતાવવા પ્રેરણા આપી શકે છે. આધુનિક હોટેલની લોબીમાં, અતિથિઓ ગુણવત્તા, આરામ અને અભિજાત્યપણુંની અપેક્ષા રાખશે.

અંશ અને સૌમ્યા વાતો માં હોય છે. ત્યાં જ અંશ ની ભાભી દરવાજો ખોલી ને અંદર આવે છે. બંને નું ધ્યાન તાની તરફ જાય છે...

તાની: સોરી પણ આમ આવી રીતે ડિસ્ટર્બ કરવા માટે પણ અંશ તારો ફોન કેમ બન્ધ છે?

અંશ ફોન ચેક કરી ને કહે છે 'સોરી હું ચાર્જ કરવાનો ભૂલી ગયો હતો એટલે બેટરી ડાઉન છે'

તાની: ઓકે આ જેકેટ તારા ભાઈ ને આપી દેજે... પણ કહેતો નહિ કે મેં આપ્યું છે. તને તો ખબર છે આરવ અને એની શરત..

અંશ: ઓકે

તાની સૌમ્યા તરફ ફરી ને પોતાનું નામ અને ઓળખાણ આપે છે.. સૌમ્યા પણ પોતાની ઓળખાણ આપે છે. તાની ઉતાવળ માં આવી હોય છે અને એની ગાડી એના કાકી ને મમ્મીજી લઈ ગયા હોય છે એટલે અંશ પોતાની ગાડી તાની ને આપે છે ઘરે જવા માટે.. તાની સૌમ્યા ને ઘર માં થવાની પૂજા નું આમંત્રણ આપી ને ત્યાં થી નીકળે છે.

થોડા ટાઈમ પછી અંશ અને સૌમ્યા પણ કામ પૂરું કરી ને નીકળે છે.. પાર્કિંગ માં પોહચી ને અંશ ને યાદ આવે છે કે ગાડી તો ભાભી પાસે છે.

અંશ: સૌમ્યા તારો ફોન મળશે? મારો ફોન બન્ધ છે અને મારે કેબ બુક કરવી હતી તો? ઇફ યુ ડોન્ટ માઈન્ડ...

સૌમ્યા: હા સર. પણ મારી પાસે ગાડી છે તો હું મૂકી જાઉં.

અંશ: સર નહિ.. અંશ જ બોલ. આ મારો પહેલો જ પ્રોજેકટ છે અને સર થોડું અજુકતું જ લાગે છે..

સૌમ્યા: ઓકે.. પણ ચલો હું મૂકી જાઉં તમને.

અંશ: તારી ગાડી માં?? ( અંશ ને એનો જૂનો અનુભવ યાદ આવે છે જ્યારે સૌમ્યા એ એના પર ઓલમોસ્ટ ગાડી ચલાવી દીધી હોય છે અને સોરી કીધા વગર ભાગી જાય છે..)

સૌમ્યા: હા આ રહી. ( સૌમ્યા અંશ ને દેખી ને વિચારતી હોય છે કે કેમ અંશ એને આમ દેખે છે?? )

અંશ: તું ચલાવીશ?

સૌમ્યા: હા.. મારી ગાડી છે તો હું જ ચલાવીશ ને? કેમ શુ થયું?

અંશ: ના ચાલશે... મને મારો જીવ વધારે પ્રિય છે..

સૌમ્યા: શુ? મારી પાસે લાયસન્સ છે.

અંશ: બધા પાસે હોય છે.

સૌમ્યા: હું ઘણા ટાઈમ થી ચલાવું છું.

અંશ: અરે રે આસપાસ ના બિચારા..

સૌમ્યા: બેસો એક વાર તો ખબર પડે કે હું કેવું ચલાવુ છું..

અંશ: ના એવા ખતરા મારે હમણાં નથી લેવા... હું ગાડી ચલાવીશ તો જ બેસીસ..

સૌમ્યા: શુ? કેટલી નાની સોચ છે આ મોટા માણસ ની.. છોકરી ગાડી ચલાવે એટલે ખરાબ જ હોય એમ ને??

અંશ: દેખ આમાં કોઈ છોકરા કે છોકરી ની વાત નથી. મારી મમ્મી નવી નવી ગાડી શીખી રહી છે છતાં હું એની બાજુ માં બેસતો જ હોવ છું. અને મારી ભાભી મારા ભાઈ થી બ
વધારે સારી ગાડી ચલાવે છે... પણ તું??

સૌમ્યા: હું શું?

અંશ: દેખ સૌમ્યા તારું કામ સારું છે. અને તું માણસ પણ સારી હોઈશ પણ હવે નાટક બંધ કરી શકે છે.. તે એ દિવસે મારી પર ગાડી ચલાવી જ દીધી હતી... અને તું ત્યાં થી નીકળી ગઈ.. આપણે બીજી વાર મળ્યા ત્યારે મેં હિંટ પણ આપી હતી કે તું સોરી બોલી શકે છે.. પણ તે ના બોલ્યું.. કદાચ તને ડર હશે તારા કામ નો... પણ ડોન્ટ વરી. આનાથી આ પ્રોજેકટ તારા થી નહીં છીંનવું કેમકે તારું કામ સારું છે.. પણ આ જૂઠું બોલવુ સારું નથી..

અંશ આમ બોલી ને ત્યાં થી નીકળી જાય છે. અને સૌમ્યા વિચારે છે કે આ શુ બોલી ગયો? મેં ક્યારે આમ કર્યું? અને મન માં ગુસ્સા થી બોલે છે ' કેટલો અજીબ છે અને કેટલો જૂઠો છે. અકડું અને જૂઠો માણસ છે. અને લોકો માં કેટલી સારી ઇમેજ સાચવી રાખી છે. '