Pagrav - 15 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 15

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પગરવ - 15

પગરવ

પ્રકરણ – ૧૫

સૌનકભાઈ મહાપરાણે ભારે હૈયે ઘરે પાછાં ફર્યાં. પોલીસની એટલી ચેકિગ અને બંધી વચ્ચે એ ત્રણદિવસે નિરાશ હૈયે ડભોઈ પાછાં ફર્યાં.

બધાંને આશા હતી કે ત્યાં સુધી ગયાં પછી ચોક્કસ કંઈ ખબર તો પડશે જ...પણ એવું કંઈ જ ન થયું. જ્યારે સુહાનીને ખબર પડી કે સૌનકભાઈ અગ્રવાલને મળીને આવ્યાં છે એ સમજી ગઈ એ કંઈ જ સોલ્યુશન નહીં લાવી શકે‌...એક નંબરનો ખરાબ માણસ છે...!!

સુહાનીએ પૂછ્યું , " પપ્પા તમને એ મિસ્ટર અગ્રવાલ મલવા તૈયાર કેવી રીતે થયાં ?? એ તો એની ઈચ્છા વિરુદ્ધ એક પણ વ્યક્તિને એની કેબિનમાં જવાની પરમિશન આપતાં નથી. "

સૌનકભાઈ : " પહેલાં તો ના જ કહી. પણ પછી બહું રિક્વેસ્ટ કરી અને કોઈએ જઈને કહ્યું કે એ સુહાની મેડમનાં સસરા છે બહું દૂરથી આવ્યાં છે...ને પછી ખબર નહીં લગભગ બે કલાક બેઠાં પછી એમણે મને સામેથી ફોન કરાવીને અંદર બોલાવ્યો. અને એ બહું સારો માણસ લાગ્યો મને તો. આટલી નાની ઉંમરમાં આટલી મોટી કંપનીનો સીઈઓ...એટલે કંઈ તો કાબેલિયત હશે જ ને !! મારી સાથે બહું સારી રીતે વાત કરી. એણે કહ્યું કે કંઈ પણ ખબર પડશે કે સમર્થનાં સમાચાર મળશે કે તરત જ એ મને ફોન કરશે."

સુહાની : " પપ્પા સાચું કહું એ વ્યક્તિ એ કંપનીનાં માલિકનો ભાણિયો છે. પણ આવી રીતે દરેકને ખુશામત કરવાની એની આદત છે. એનાં મામાનાં કારણે એ આટલું ઝડપથી આ પોઝિશન પર પહોંચી શક્યો છે...એ માલિક છે એમને કોઈ સંતાન નથી..‌એ બીજી કંપની સંભાળતા હોવાથી મોટાં ભાગનો પૂણેનો બિઝનેસ એ જ સંભાળે છે...પણ મને હજું નથી સમજાતું કે એણે તમને સામેથી બોલાવીને આટલી સારી વાત કરી... એનાં પાછળ શું કારણ હશે ??"

સવિતાબેન : " બેટા તું કદાચ વધારે વિચારી રહી છે... કદાચ એમનો મૂડ સારો હશે બીજું તો શું..."

સુહાની કંઈ બોલી નહીં...એણે એની રીતે એનાં બીજાં સહકર્મચારીઓ સાથે વાત કરીને થોડી તપાસ કરવાની શરૂઆત કરાવી...!!

સુહાનીએ ફક્ત કહ્યું કે પપ્પા તમારાં પર કંપનીમાંથી સમર્થ વિશે કંઈ પણ ફોન આવે તો મને જણાવજો‌..

આ બાજું દુનિયાભરમાં ફેલાયેલાં આ રોગમાં લોકો એક પછી એક ભોગ બનવા લાગ્યાં. એ દરમિયાન એક બોમ્બે નોકરી કરતો છોકરો ઘરે આવ્યો‌. થોડાં દિવસો તો એકદમ સ્વસ્થ હતો ને અચાનક એક દિવસ એને શરીરમાં દાહ, ચક્કર , માથું આ બધું જ એકાએક થવાં લાગ્યું...એને ત્યાંનાં લોકલ ડૉક્ટરે તપાસ કરીને તરત જ વડોદરાની હોસ્પિટલમાં શિફ્ટ કર્યો‌. શહેરી વિસ્તારમાંથી હવે એ ગામડાઓમાં પણ પ્રવેશી ગયો એ સાંભળીને બધાં ગભરાઈ ગયાં. કોઈ કોઈની નજીક જતાં પણ ગભરાવા લાગ્યાં.

ને પછી તો ગુજરાતમાં પણ એક પછી એક કરતાં હજારમાં સંખ્યા પહોંચી ગઈ. ને આ જ દરમિયાન સૌનકભાઈને પણ આ લક્ષણો એકાએક શરું થયાં. એમની તપાસ કરાઈ તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એમને પણ વડોદરા લઈ જવામાં આવ્યા. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી હોય એ લોકોની થોડેઘણે અંશે સાજા થવાની શક્યતા રહે છે. ગવર્નમેન્ટે પોતાનું તંત્ર કામ લગાડી દીધી. બધાંને બને તેટલું પોતાનું ઘરમાં જ રહેવા માટે સલાહ આપી. પણ જેટલા અમેરિકન દેશોને, ને બીજાં યુરોપિયન દેશોમાં હતું એનાં પ્રમાણમાં ભારતમાં હજું ઓછું હતું...પણ દિવસે દિવસે વધવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે..

સુહાની હવે બહું ચિંતામાં આવી ગઈ. સમર્થનાં ન કોઈ સમાચાર કે ન કંપની દ્વારા કોઈ મદદ...કંપનીમાંથી એક દિવસ સમર્થનાં ફોન આવ્યો કે હવે સમર્થના કોઈ સમાચાર નથી.. હજું એકાદ બે મહિનામાં એનો કોઈ પણ પતો ન લાગે તો કંપનીની પોલીસી મુજબ એનાં પરિવારને ત્રીસ લાખ મળશે‌..

સવિતાબેન અને સૌનકભાઈ બંને નોકરિયાત છે. બંને પ્રામાણિક રીતે કામ કરનારાં એટલે બે નંબરનો એક પણ રૂપિયો નહીં છતાં બાપદાદાની પહેલેથી જ સારી મૂડી હોવાને કારણે ઘર કહેવાય કે લીલીછમ વાડી ધરાવે છે. પૈસાની કોઈ ખોટ નથી એમને મન સમર્થ ન આવે ને પૈસા મળે તો એની કોઈ જ કિંમત કે જરૂરિયાત નથી. એકનો એક દીકરો હોવાં છતાં સર્વગુણસંપન્ન રીતે સમર્થને ઘડ્યો છે. કોઈ પણ પરિસ્થિતિમાં એ એડજેસ્ટ કરી શકે એવું એનામાં સંસ્કારોનું સિંચન કર્યું છે.

સૌનકભાઈને પહેલેથી બ્લડ પ્રેશરની તફલીક છે..એમને સારામાં સારી સારવાર પણ અપાઈ રહી છે પણ જાણે એમની તબિયતમાં એવો ખાસ સુધારો નથી આવી રહ્યો... હજું સુધી અડીખમ બનીને એમની સાથે રહેલાં સવિતાબેનની હિંમત જાણે ખૂટવા માંડી. એક બાજુ પોતાનાં એકનાં એક દીકરાનાં કોઈ સમાચાર નથી ત્યાં જ એમનો આધાર એવાં એમનાં પતિ પણ આ જીવલેણ રોગનાં ભરડામાં સપડાઈ ગયાં છે... હોસ્પિટલમાં કોઈને જવાની પરમિશન પણ નથી. સાથે આવેલા બધાંને ઘરે મોકલવામાં આવ્યાં. પરાણે એક આઈસોલેશન વોર્ડમાં સવિતાબેન અને સુહાનીને રહેવાની પરમિશન મળી. સુહાની બહું હિંમતથી સવિતાબેન સાથે રહી છે...પોતે પણ મનથી બહું તૂટી ગઈ હોવાં છતાં સવિતાબેનની આગળ એણે સ્મિત અને હિંમતનું જાણે મોટું કવચ બનાવી દીધું છે.

થોડાં દિવસો એમ જ હોસ્પિટલમાં નીકળી ગયાં. જોતજોતામાં આખી એની જ એટોન - ડેથ હોસ્પિટલ બની ગઈ. દિવસનાં કેટલાંય કેસ આવી રહ્યાં છે એની સામે સારાં થઈને પાછાં જનાર બહું ઓછાં લોકો જોવાં મળી રહ્યાં છે. મેડિકલ ક્ષેત્રનાં તજજ્ઞોને પણ ફાંફા પડવાં લાગ્યાં કે આખરે ક્યાં પ્રોટોકોલ મુજબ એ લોકોની સારવાર કરવી જેથી દર્દીઓ સારાં થઈ જઈને ઘરે જઈ શકે...જાણે કેટલાંય બેડ ઓછાં પડવાં લાગ્યાં. છેલ્લે એવું થવાં લાગ્યું કે દર્દીઓનાં સગાંઓ પણ આનો ભોગ બનવા લાગતાં એમને પણ હોસ્પિટલમાં રહેવાની બિલકુલ મનાઈ ફરમાવી દીધી.

હવે કોઈ વિકલ્પ નહોતો. સુહાની અને સવિતાબેનનો પણ બધાંની સાથે ટેસ્ટ થયો પણ એમનો રિપોર્ટ નોર્મલ આવ્યો‌. સૌનકભાઈને મુકીને જવાની તો કોઈની હિંમત ન થઈ પણ સુહાનીનાં નાનીનું ઘર નજીક હોવાથી એ ત્યાં બંને ત્યાં ગયાં. પણ હજું તો રાત્રે પહોંચ્યાં ત્યાં જ સવારે ફોન આવ્યો કે સૌનકભાઈએ અંતિમ શ્વાસ લઈ લીધાં છે...!!

સવિતાબેનને તો માથે આભ તૂટી પડ્યું... એમનાં લગ્ન તો અરેન્જ મેરેજ જ હતાં પણ એમની વચ્ચે પ્રેમ એટલે પ્રેમલગ્ન કરતાં પણ વધારે...સવિતાબેને લગ્ન પછી જ સૌનકભાઈની સાથે જ જોબ કરી શકે એ હેતુથી ગવર્નમેન્ટની એક્ઝામ પાસ કરી...અને લગ્નનાં બે વર્ષમાં સવિતાબેનને પણ જોબ લાગી ગઈ. એ જમાનામાં બંનેની આવી સરકારી નોકરી હોય એવાં લોકો બહું નસીબદાર કહેવાતાં. એ દિવસોથી આજ સુધી કોઈ દિવસ બે ય જણાં છૂટાં પડ્યાં નહોતાં. જ્યાં હોય બેય જણાં સાથે જ હોય. સંતાનમાં પણ સમર્થ એક જ હોવાથી બે ય જણાંએ સાથે મળીને એનો સુંદર રીતે ઉછેર કર્યો હતો. પણ એનાં એકાકીપણાને કદી સ્વચ્છંદતામાં પરિવર્તન નહોતું થવાં દીધું...

એમને સૌનકભાઈ વિના જીવવાનું એ પણ જાણે સ્વપ્નવત લાગતું એ કહેતાં અમે તો સાથે જ જીવીશું અને સાથે જ મરીશું...ને વળી બેય આધુનિક અને શોખીન પણ ખરાં...આમ કહેવાય કે ભગવાને એક પરફેક્ટ કપલ બનાવ્યું હતું...એ લોકોએ સાથે આખું ભારત તો ફરી જ લીધું છે સાથે વિદેશમાં પણ બે વાર જઈ આવ્યાં છે. આ વખતે સમર્થ અને સુહાનીનાં લગ્ન બાદ એમને તો હનીમૂન પર થાઈલેન્ડ મોકલવાનું એમણે નક્કી કરાવી જ દીધું હતું સાથે એ લોકો જઈને આવે પછી એમને એમની નવી જિંદગીમાં એકબીજા સાથે પતિ-પત્નીનાં સંબંધોમાં એક સુંદર સમય અને અવકાશ મળી રહે માટે એમણે પણ સિંગાપુર જવાનું બુકિંગ કરાવી દીધું હતું...એ પોતે સાસુ સસરા બનીને પણ તેમનાં સંતાનને જરાં પણ એ લોકો ભારરૂપ ન બને અને જરાં પણ એમનાં મનમાં એવું કંઈ પણ એમનાં પ્રત્યે એવો ભાવ ન આવે એવું વિચારનાર લાખોમાં એક મળે એવું વિચારનાર સાસુ સસરા છે.

સવિતાબેન તો જાણે સૌનકભાઈ હવે આ દુનિયામાં નથી એ વાત પણ સ્વીકારવા તૈયાર નથી. એ કરમની કઠિનાઈ કે છેલ્લે સમયે એમનું મુખ પણ ન દેખી શક્યાં બેય એકબીજાંને સરખું મળી શક્યાં...!! એમનાં પાર્થિવ દેહને ત્યાંથી હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા અંતિમવિધિ કરીને એમનો દેહ ત્યાં જ દફનાવી દેવામાં આવ્યો. ને આ સારસ બેલડી જાણે હંમેશાં માટે જુદી થઈ ગઈ...!!

સવિતાબેનને મહાપરાણે ડભોઈ લવાયા. સુહાનીની સ્થિતિ પણ બહું ખરાબ છે‌. સુહાનીએ આવી સ્થિતિમાં પણ બહું હિંમત રાખીને હજું પણ સમર્થ માટે સમાચાર મેળવવા અથાક પ્રયત્નો કરી રહી છે. એની ઈચ્છા તો ડાયરેક્ટ પોતે જ જઈને કંપનીમાં વાત કરે એવી છે અત્યારની પરિસ્થિતિ જોતાં એનું ત્યાં જવું પણ શક્ય નથી. એની પાસે થોડો સમય રાહ જોવા સિવાય કોઈ ઉપાય નથી.

સવિતાબેને તો જાણે એક પથ્થરની મૂર્તિ જ બની ગયાં છે એમણે ન કોઈ વિધિ કરી સૌનકભાઈની પાછળ કે કંઈ જ નહીં...બસ પૂતળાની માફક બેસી રહે છે. એટલામાં જ પાંચમાં દિવસે સવિતાબેન અચાનક ચક્કર ખાઈને પડી ગયાં... !!

શું થયું હશે સવિતાબેનને ?? સુહાની ફરી પુના જશે ખરી ?? અગ્રવાલનું મિશન એ પકડી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૧૬

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....