હાઈવે પર ૧૨૦કીમી. ની ઝડપથી કાર ચલાવી રહેલો અક્ષય રોષ ની જ્વાળાને સ્ટીયરિંગ પર હાથ ભીસીને ઉતારી રહ્યો હતો.શીલા સાથે તેનો સંવાદ ઉગ્ર બનતો જતો હતો.કારમાં થઈ રહેલાં પ્રચંડ સંવાદો અને અગ્નિની પેઠે ચાલતી ગાડી નો લય એક સરીખો હતો.ષડયંત્ર કહોકે કુદરતનો પ્રકોપ. અક્ષય ની નજર થોડી હટી અને દુર્ઘટનાં ઘટી ગયી.કાર બે ગોળમટા ખાઈ ને પડી અને આખો વાહનવ્યવહાર એક જ ઝપાટાબંધ ઠપ્પ થઈ ગયો.
અક્ષયનો આક્રંદ એકાએક મૌનમાં પલટાઈ ગયો..શીલા ના હાલ જોવાં તેની આંખો તૈયાર નહોતી થઈ રહી એક જ ક્ષણમાં બેભાન થઈ ગયો.
આંખો ખુલતાં જ તે હોસ્પિટલની બેડ પર હાથ માં સિરિજ લાગેલી હતી અને બોટલમાનો પ્રવાહી તેના શરીરમાં પ્રસરી રહ્યો હતો.ઘણી જગ્યા એ ઘા લાગેલા હતા માથાં પર પાટો બંધાયેલો હતો.શરીરમાં અશક્તિ હતી.આખોમાં હજી પણ કમજોરી હતી.સામે એક સજ્જન ધુધળું ઉભું દેખાયું હતું અરે એ સજ્જન નહોતું એ તો મિહિર હતો..!!!તેને ઉભા થવાની કોશિશ કરી પરંતુ કમજોરી ને કારણે તે ફસડાઈ ગયો.
અક્ષય તરત બોલી ઉઠ્યો,'શીલા..!!!!'
મિહિર ની આંખો ભીની હતી તે બોલવા માટે અસમર્થ હતો,પણ હિંમત કરીને તે ભાઈના હાથને મજબૂતાઈ થી પકડીને બોલ્યો,'ભાભી.. ના બચી શક્યાં..'
અક્ષય નાં ચહેરા પર ના સમજાય તેવાં ભાવો ઉપસી આવ્યા હતા.પોતે તેને વારંવાર ગુસ્સો કરીને કેટકેટલું સંભળાવી દેતો હતો.અત્યારે તો પગ નીચેથી જમીન નીકળી ગઈ હોય એવું અનુભવી રહયો હતો.એને છેલ્લી મુલાકાત યાદ આવી ગઈ એક પછી એક સંવાદો કાન માં અથડાતાં હતા..
'તું ગર્ભવતી નાં બની શકી એનો ગુસ્સો મારા પર ના ઠાલવ..'
'શીલા..તું શું ચાહે છે એ જ ખબર નથી પડતી મૂડ ખરાબ ના કરીશ'
'હા તો ડિવોર્સ આપી દઈશ હવે મૂંગી મર..'
અને ત્યાં જ...
'ધ.....ડા.....મ......'
કાચના ટુકડાએ શીલાના ચેહરાને છિન્નભિન્ન કરી દીધો હતો.લોહીલુહાણ હાલત જોઈને તે કંપી ઉઠ્યો હતો.અક્ષયની આંખોમાં આંસુ આવી ગયાં.
અંતિમક્રિયા માટે બોડી ને ૩ દિવસે આજે ઘરે લાવામાં આવી હતી.લોકોની ભીડ ઉમટી હતી.નાશવંત હોઈ તેનું સત હોઈ તેમ જ આજે પડેલી લાશ પર લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા હતાં.અક્ષય નિશબ્દ બની ગયો હતો.શબ્દોના ઉકળાટ માં તે સમી ગયો હતો.અચાનક તેનામાં ગૂઢતા વ્યાપી ઉઠી હતી.
ત્યાં જ એક ચેહરો મોઢાને ઢાંકીને આ બધું જ મુંગે મોં એ જોઈ રહયો હતો.પોતાનાં જ શબને નિહાળતી રહી હતી.દુનિયા માટે મારી ચુકેલી શીલા આજે નવા જ પરિવેશ માં રૂબરૂ ઉભી હતી.એ ઘટના એ શીલા ને નવો જન્મ આપ્યો હતો પણ તેણે તેની જાણ તેના અતીતને થવા દીધી નહોતી.જયારે હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવી હતી ત્યારે તેણે ડૉક્ટર ને પોતાને મૃત જાહેર કરવા માટે કહ્યું હતું અને તેનાં ભેટરૂપે આજે તે મીરાં નામથી આ દુનિયામાં ફરી જીવંત થઈ હતી.
દૂર થી અક્ષય ને જાણે અણસાર આવી ગયો હોય તેમ તે તેની સામે એક પળ જોવા ગયો પણ મીરાં ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી..
શીલા યમરાજા ને માત દઈ ને આવી હતી.પોતાનાં ખોવાયેલા અસ્તિત્વ ને તે એક નવો સારથિ ચુની ને મહાભારતરૂપી મેદાન માં પોતાના બાકી રહેલા ભાગને ભજવવા માટે સજ્જ હતી.
૬ મહિના થઈ ગયા તે ઘટનાં ને એક સાંજે અક્ષય ઑફિસથી ઘરે આવી રહ્યો હતો ત્યાં વચ્ચે જ તેનાં ઘરથી થોડે દુર આવેલા બાગમાં ફરવા જવાની એષણા જાગી ઉઠતાં તે તે તરફ પગ મંડવા લાગયો.શીલાને બાગમાં બેસવાનું ખૂબ ગમતું હતું તે રોજ સાંજે સૂર્યાસ્ત ને નિહાળવા અહીંયા આવતી હતી.અક્ષય કોઈક વાર વહેલો આવી જાય ત્યારે બંને સાથે તે પળ ને માણતા હતા.
આજે અક્ષય હતો પણ શીલા...તેનાં પગ એકાએક પાછા પડવા લાગ્યા તે થોભી ગયો.આંખો માંથી આંસુ આવવાના જ હતા ત્યાંજ..
'અરે..ઉંધા ચાલશો તો પડી જશો,જીવનમાં હંમેશા આગળ ચાલવું જોઈએ..'
'એક ડગલું પાછું લેશો કે તમે પડ્યા સમજો'
સભાનતા લાવવાં ઉપરાઉપરી આ વાકયો એ અક્ષય ને સ્વસ્થ કરી દીધો.
અક્ષય એ તરત જ પોતાને સંભાળતા કહ્યું,'થેકયું...આપ...કોણ...???'
'મીરાં..',બોલીને તે તરત ડગ માંડવા લાગી.
'અરે..ઉભા રહો..બહુ ઉતાવળ માં લાગો છો..',અક્ષય તેની પાછળ ડગ માંડતા બોલ્યો.
'હા..ઉભી રહીશ તો રોકી નહીં શકું...',અને તીવ્રતાથી તે બાગની બહાર અલોપ થઈ ગઈ.
અક્ષયને એ શબ્દો કાનમાં ઘંટની જેમ વાગતાં રહ્યાં. જયારે મીરાં બદલાયેલા તેનાં ચેહરા સાથે અક્ષયની સામે રૂબરૂ થતાં જ હચમચી ઉઠી હતી..
પોતાને જ સવાલો ના ઘા કરતી તે એક પછી એક પ્રશ્નોને આખા રૂમમાં ગજાવી રહી હતી.
'કેમ હું આટલી વ્યાકુળ થઈ ગઈ એ તો મને ઓળખતો જ નથી..'
'એ મને ઓળખી લેશે તો મને કેટલાય સવાલો કરી ઉઠશે..'
'કેમ મને ગુસ્સો નથી આવતો??કેમ હું બદલો નથી લઈ શકતી?'
'કેમ મને...'શાંત થઈ જા અંદર થી અચાનક અવાજ આવ્યો અને મીરાં ત્યાં જ બે પગ છાતી સરસા ચાંપી ને બેસી ગયી.
નિર્ણય તારો હતો શીલા. તે અતીતમાં ડોકયુ નહીં કરીને જીવનને સાર્થક બનાવવા નીકળવાનું છે.અક્ષય તને ચાહે છે પણ શરતો ને આધીન..શીલા મૃત હતી પણ મીરાં જીવન થી ભરપુર છે.
જયારે કોઈ નળ નીચે લોટા ને ભરવા મુકો ત્યારે જો પ્રવાહ તીવ્ર હશે તો તે લોટો કોઈ વાર આખો ભરાશે જ નઈ તેમજ એ પણ એટલું જ જરૂરી છે કે લોટો ઊંધો ના મુક્યો હોવો જોઈએ. શીલા પ્રવાહને ઊંઘી રીતના જોઈ રહી હતી જયારે મીરાં પ્રવાહમાં ખૂબ જ ઝડપથી વહી રહી હતી.આ સમન્વય માં ધીરજની ઉણપ સારતી હતી .
અને ત્યાં જ સંવાદો ના પૂર એ મીરાં માં ગજબ ની શક્તિ ભરી દીધી હતી. તે એકાએક પોતાનાં મૃત અસ્તિત્વને પામી ચુકી હતી. વ્યગ્ર થયેલું મન શીતળતા પાથરતું તેને પંપાળી રહ્યું હતું.નવી ઉર્જા સાથે તે મેહકી ગઇ હતી.પીડા માંથી બહાર આવીને તે એક શાંત સાધુસમી બની ગયી હતી આંસુ ના મહાસાગર ઠલવાઇ ચૂક્યાં હતાં. હવે માંહ્યલો જીવંત બન્યો હતો. ઝગમગી ઉઠેલાં શરીરમાં નવીન ચેતનાં હતી.ગહનતા માં સમી ગયેલી શીલા આજે અંદર થી ભરાઈ ગઇ હતી અને બહારથી એકદમ ખાલીખમ થઈ ઉઠી હતી.હવે તે પુર્ણ રૂપે સજ્જ હતી.તે સાંજમાં અનોખી શક્તિ હતી તે બસ સૂરજ ને નિહાળતી રહી...
દિવસો વીતતાં ગયાં અને એક સમી સાંજે અક્ષય સીધો જ મીરાંની પાસે જઈ ને બેસી ગયો.મીરાં અંદર થી શાંત હતી અને બહાર એકદમ સ્વસ્થ હોવાંથી તે ફક્ત એક નજર તેને જોઈ રહી.
'હું તમને રોજ અહીંયા જોવ છું.. પણ મને સમજાતું નથી તમે આસપાસ કશું જ જોવા નજર પણ ફેરવતાં નથી બસ સૂરજ ને માણતા કંઇક પામી રહ્યા હો એમ રોજ આંખ બંધ કરીને સ્મિત આપો છો'અક્ષય ખૂબ જ આતુરતા અને પ્રશ્નાર્થ થી પૂછી બેઠો.
'જી',મીરાં આટલું જ બોલી.
'આ જવાબ નથી',અક્ષય સહેજ વધારે આતુર થતા બોલ્યો.
'જવાબ આપવો જરૂરી લાગતો નથી',મીરાં એક નજર અક્ષયની આંખમાં મેળવતાં બોલી
'માફ કરજો પણ તમે કંઈક પોતાનાં લાગો છો મને..હું કેમ તમને એટલો આગ્રહ કરું છું એ મારા સમજની પણ બહાર છે..',નીચું મોં કરીને અક્ષય ત્યાં બેસી રહ્યો.
'જાણીને શોક માં ગરકાંવ થવું હોય તો હું જવાબ આપવા તૈયાર છું પણ શરત એટલી કે જાણ્યા પછી કોઈ સવાલ નહીં.',મીરાં ના આંખમાં ચમક હતી અને તેના શબ્દોમાં નીડરતા.
'હું તૈયાર છું',અક્ષય એ તરત કહ્યું.
અને એક સખત સન્નાટો બે વ્યક્તિના બાંકડા વચ્ચે શ્વાસ લેતાં થંભી ઉઠ્યો.
સડસડાટ શબ્દોની હારમાળા સજી ને પથરાઈ ઉઠી એ અવાજ આજે તાંડવ કરતું બોલી રહ્યું હતું,
'મીરાં બનવું આસાન નહોતું. પણ શીલા બનીને તારા જ કલંક ની જમાવટ વચ્ચે જીવવું મંજુર નહોતું.તારું કડવું સત્ય હું પિછાણી ગઈ હતી.તારી જ ખામી હતી અક્ષય તું તૈયાર નહોતો કોઈ વાર ગર્ભમાં રહેલાં તે જીવ ને તે જ માર્યો હતો.રોજ તું દૂધમાં દવા મિલાવીને મને પીવડાવતો હતો.મેં ટેસ્ટ કરાવ્યાં ત્યારે મને એ સત્ય ની જાણ થઈ પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હતું.તે ચોરી છુપીને જાણી લીધું હતું કે છોકરી છે પણ તું નહોતો ઇછછતો કે આપણી છોકરી આ દુનિયામાં.. અને તે બધો જ દોષ મારી પર ઠાલવી દીધો હતો.તારા કડવાં આક્ષેપો અને શિશુના ગુમાવ્યાં ના આઘાત ને જીરવવાની મારા માં તાકાત નહોતી જો શીલા જ બની રહેતી તો તું વારંવાર મારા વાત્સલ્યની કસોટી કરતો તારાં આવા પક્ષપાત ભરેલાં પ્રેમરૂપી બંધન થી છૂટવા જ આજે મીરાં બની ને રોજ એ મીરાં ને જીવું છું જેને તે શીલાના વાત્સલ્ય થી છીનવી દીધી છે..મને શોધવાની બિલકુલ કોશિશ ના કરતો. 'અને મીરાં પોતાની વિજયીયાત્રા ને સંપન કરતાં ઉઠીને ચાલી રહી હતી.
અને અક્ષય જેવું એનું મોં ખોલવા ગયો કે તરત યાદ આવ્યું,
'જાણ્યા પછી કોઈ સવાલ નહીં'
અક્ષય નું નગ્ન સત્ય બહાર આવી ચૂક્યું હતું અને તે પોતાના જ પાપથી પીડાતો સિકઝોફેનિયા નો શિકાર બની ગયો હતો.હોસ્પિટલના બેડ પર બસ બે નામ ના રટણ કરતો એ,
'શીલા મને માફ કરી દે..,
મીરાં મને માફ કરી દે.. '
અને દૂર થી મીરાં ઉર્ફ શીલા આ દ્રશ્યને મૌન થઈ ને નિહાળતી રહેતી.