Rakhi - 17 in Gujarati Fiction Stories by Viral Rabadiya books and stories PDF | રાખી - ધી બોન્ડ ઓફ લવ - 17

Featured Books
Categories
Share

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 17

આગળ જોયુ એમ...
બીજા દિવસે મને ઓફિસે જ ના જવા દે. અદિતીને પણ કામ ના કરવા દે. મારા જોડે બેસો બસ એક જ વાત. એ દિવસે અદિતીને ફોઈના ઘરે જવાનુ હતુ એ વાત ધાનીને ખબર પડી ગઇ હતી એટલે...

અદિતીએ ધાનીને પણ સાથે લઈ જવાનુ નક્કી કર્યું ત્યાં બીજા બધા પણ હતા એટલે. બપોરે એ બંનેને ડ્રોપ કરી હું ઓફિસે કામમાં લાગી ગયો. રાતે ઘરે આવ્યો ત્યારે અદિતી અને ધાનીને જોઈ અવાક બની ગયો. ઈશાન પણ ઘરે જ હતો. અદિતીના હાથમાં અને ધાનીના ગળા પર નિશાન હતા.
હું :- અદિતી, આ શું થયુ?
અદિતી :- એ...
હું :- તમે બંને ફોઈના ઘરે જ હતા ને?
અદિતી :- સોરી રિખીલ.
હું :- અદિતી પહેલા આખી વાત કર પછી સોરી કરજે.
અદિતી :- હા અમે ત્યાં જ હતા.
હું :- તો આ??

ઈશાન :- ભાઈ શાંતિ રાખો. હું સમજાવુ તમને.
હું :- ઈશાન પ્લીઝ. યુ નો વોટ આઈ મીન.
અદિતી :- ત્યાં ચા પડી હતી.
હું :- આખી વાત કરવાની જહેમત લેશો તમે? 😡
ધાની :- એક મીનિટ ભાભી... હું કહુ.
હું :- મેં તને નહિ પૂછ્યું સો Keep Quite.
અદિતી :- ફોઈના કોઈ રિલેટિવથી ભૂલથી ચા પડી ગઇ હતી.
હું :- (ગુસ્સામાં) હું કંઈ ગાંડો તો નથી કે તારી વાત માની લઉ કે ભૂલથી આમ ચા પડે.
અદિતી :- એ જાણી જોઈને મારા પર ફેંકવા જતા હતા પણ ધાની વચ્ચે આવી ગઇ.
ઈશાન :- હવે બધાને ભાભી નડે છે. ત્યાં કાકી પણ હતા શાયદ એમનુ પ્લાનીંગ હોય શકે. આ વાત ધાનીને ખબર પડી એ ભાભીને કહેવા ગઈ ત્યાં સુધીમાં બંને પર.....

હું :- (અદિતીને) ના પાડી હતી ને તને કે નહિ જવુ તારે. પણ નહિ તારે રિલેશન બચાવવા છે ને જો તારી હાલત. અને આ ધાની. હવે મારે શું કરવાનું છે કહેશો કોઈ મને?
ઈશાન :- આ બંનેનો વાંક કેમ નીકાળે છે તુ? એની જગ્યા પર તુ હોત તો શું કરત એ તો વિચાર.
હું :- બંનેને કેટલુ દાઝ્યુ છે બતાવો હવે.
અદિતી :- મને કંઈ નહિ થયુ.
હું :- હા દેખાય છે હાથમાં. (અદિતીને) 😦 બહુ બળે છે ને? બીજે કશે તો નહિ થયુ ને?
અદિતી :- (રડતા રડતા) નહિ. ધાનીને... 😭😭.

ધાની :- ભાભી પ્લીઝ. તમે ના રડો ને.
હું :- ધાનુ...
ધાની :- નહિ મને પણ વધારે નહિ થયુ. પણ બંનેને થોડુ થોડું થયુ.
હું :- અદિતી, રડ નહિ. આમાં તારી શું ભૂલ. પણ હા આજની પનીશ તો તમને બંનેને મળશે જ.
અદિતી, ધાની :- શું?
હું :- આજથી બંનેમાંથી કોઈ પણ ઘરની બહાર ગયુ તો મારાથી ખરાબ કોઈ નહિ હોય. મારા સાથે જ બહાર આવશો નહિ તો નહિ જ. સાંભળો છો ને સ્ટ્રીક્ટ વોર્નિંગ છે.
અદિતી :- હમ.
ઈશાન :- (મને) મારે વાત કરવી છે તુ બહાર આવ.

હું અને ઈશાન બહાર આવ્યા.
હું :- હમમ બોલ.
ઈશાન :- ભાભી વધુ પરેશાન છે તું એને પહેલા સંભાળજે. ધાની પણ ભાભીના લીધે જ પરેશાન છે.
અને હા તને કોલ કરેલા પણ તે રિસીવ ના કર્યા એટલે મને બોલાવેલો. હું ડાયરેક્ટ હોસ્પિટલ લઇ ગયેલો ડ્રેસિંગ કરાવા. ડોક્ટરે પણ વધારે નથી એવુ જ કીધુ છે. એટલે તુ ટેન્શન ના લે.
હું :- થેંક્સ યાર. સંભાળી લીધી બંનેને.
ઈશાન :- બસ બસ હવે ફોર્માલિટી ના કર. હું ઘરે જઉ હવે.
હું :- ઓકે.

અમે થોડીવાર બેઠા પછી ધાની ઉપર જતી રહી. મેં સાંજનુ જમવાનું ઓર્ડર કરી દીધુ અને ધાનીએ હમણા આવુ કહ્યું.
અદિતી :- એક વાત કહેવી છે તમને.
હું :- હા બોલ. તું ઠીક તો છે ને?
અદિતી :- હા પણ... હું
હું :- શું થયુ?
અદિતી :- આઈ એમ પ્રેગનેન્ટ.
હું :- અદિતી... આજના દિવસની બેસ્ટ ન્યુઝ. 😍😘😘
અદિતી :- આઈ થીંક આ ટાઈમ સારો નહિ. ધાનીને બહુ સફર કરવુ પડશે એક્ઝામ ટાઈમે.
હું :- હમમ.
ધાની :- ભાભી.... 😊😋 કોન્ગ્રેચ્યુલેશન. ફાઈનલી મારી વિશ પૂરી થઈ.

હું અને અદિતી એનાથી છુપાવતા હતા અને એ ખુશ થતી હતી.
ધાની :- મને કંઈ સફર નહિ કરવુ પડે. થેંક યુ થેંક યુ થેંક યુ....
ધાની બહુ ખુશ હતી પણ અમે કન્ફયુઝ હતા. બહુ વિચાર્યા પછી ધાનીની ખુશી વધારી દીધી.

બીજા દિવસે સવારે અદિતીનુ ફેમિલી ઘરે આવ્યા. એમણે ચા વાળી વાત ખબર પડી ત્યારે
અદિતીના મમ્મીએ જે થયુ એના માટે ધાનીને બ્લેમ કરી. ધાની ઉપરથી આવતી હતી પણ આ સાંભળીને ત્યાં જ ઉભી રહી ગઈ. અદિતીએ એના મમ્મીને સમજાવ્યા પણ એમને અદિતીની વધારે ચિંતા હતી એટલે સમજવા તૈયાર નહિ હતા.

એ ધાનીને ઉપર જોઈ ગયા અને ટોન્ટમાં બોલ્યા, તારી જ વાત ચાલે છે આવ નીચે હવે. આટલુ થયુ એ ઓછુ લાગે છે હજુ.
હું :- મમ્મી હવે તમે થોડુ વધારે બોલતા હોય એવુ લાગે છે. ધાનીને પણ વાગ્યુ જ છે એમાં એનો વાંક ક્યાં આવે?
અદિતી :- (ગુસ્સામાં તેના મમ્મીને) તમને એવુ જ લાગતુ હોય તો તમે ઘરે જઈ શકો છો.
પછી જેમતેમ કરી સમજાવ્યા અને ઘરે મોકલ્યા. આ બાજુ ધાની અંદરથી પરેશાન તો હતી પણ અમને કંઈ જ ના થયુ એમ બતાવતી હતી.

ધાની :- મમ્મા હું દિયાના ઘરે જઉ.
અદિતી :- કેમ?
ધાની :- એના પેરેન્ટ્સ બહાર ગયા છે એ એકલી છે તો હું બે-ત્રણ દિવસ ત્યાં જઉ?
અદિતી :- હમમ?? બે-ત્રણ દિવસ? નહિ. તું દિયાને જ અહિંયા બોલાવી લે.
ધાની :- પ્લીઝ મમ્મા જવા દો ને. હું કોઈ મસ્તી નહિ કરુ ત્યાં અને મારુ પૂરું ધ્યાન રાખીશ. મમ્મા પ્લીઝ
અદિતી :- હું ના જ પાડુ છુ તો પણ તુ રિખીલને પૂછી લેજે એ જવા દે તો જજે.
ધાની :- તમને તો ખબર છે એ નહિ જ જવા દે મને. તમે કહેશો તો જ જવા દેશે.
અદિતી :- નહિ ધાનુ. તું રિખીલને જ વાત કરજે.

બપોરે જમવા ટાઈમે
ધાની :- ભાઈ¡ એક વાત કહુ?
હું :- હમમ બોલ.
ધાની :- દિયાના પેરેન્ટ્સ ત્રણ-ચાર દિવસ માટે બહાર ગયા છે.
હું :- તો દિયાને અહિંયા બોલાવી લે.
ધાની :- ભાઈ હું ત્યાં જાવ તો.
હું :- કોઈ જરુર નથી.
ધાની :- મમ્મા તમે સમજાવો ને ભાઈને.
અદિતી :- મેં તો પહેલા જ ના પાડી હતી ને કે નઈ જવુ તારે.
ધાની :- ભાઈ જવા દો ને મને. હું મારુ બહુ જ ધ્યાન રાખીશ, ટાઈમે જમી પણ લઈશ, બહારનુ નહિ ખાવ. પ્લીઝ જવા દો ને મને. ભાઈઈઈઇઈ.....
હું :- પણ એને જ અહિંયા બોલાવી લે ને. તારે ક્યાંય નહિ જવુ.
ધાની :- ખબર જ હતી મારે કરવુ હોય એમ કરવા જ ના દો ક્યારેય.
અદિતી :- તને ખબર છે ને કેમ ના પાડીએ છીએ તો કેમ આવુ કરે છે?
ધાની :- હા પણ નહિ જવુ મારે.

રિસાય ગઈ. ઈવનીંગમાં મારે જ દયા ખાઈ એને મૂકવા જવી પડી. ધાની વગર ઘર ઘર જેવું લાગતુ જ નહિ હતુ. ગયા પછી અમને કોલ જ ના કર્યો. બીજા દિવસે ઈવનીંગમાં મેં કોલ કર્યો.
હું :- હાય બિટ્ટુ. શું કરે છે? નાસ્તો કર્યો?
ધાની :- હા ભાઈ. કરી લીધો.
હું :- ધાનુ તારા વગર ઘરમાં ગમતુ નથી. હું તો હવે ઓફિસ પણ નહિ જતો અને ઘરમાં તુ નહિ. અદિતીને પણ નહિ ગમતુ.
ધાની :- મને પણ...

રાતે ધાની ઘરે આવી ગઇ.
ધાની :- ભાઈ, મમ્મા...
અદિતી :- ધાનુ. હાશશશ તું આવી ગઇ. 😘😘 એકલી આવી છે તુ?
ધાની :- દિયાને એના મામાના ઘરે જવાનુ થયુ તો એ મૂકી ગયા મને.
હું :- (હગ કરી) તું સારી છે ને? બીજી કોઈ વાત તો નથી ને.
ધાની :- નહિ ભાઈ¡ તમારા બંને વગર ગમતુ પણ નહિ હતુ.
અદિતી :- અમને પણ. હવે ઘરમાં રોનક લાગશે. તું જમીને આવી છે કે બાકી?
ધાની :- જમી લીધુ છે. અને હા મેં એક આખી બૂક કમ્પલીટ કરી દીધી.
હું :- તુ એટલે જ ગઈ હશે ને.
ધાની :- 🤪😜😄

રાતે અમે સૂઈ ગયા પછી ધાની કિચનમાં ગઈ. એ કંઈક બનાવતી હતી ત્યારે અદિતી પાણીની બોટલ ભરવા નીચે ગઈ.
અદિતી :- (ધાનીની પાછળથી) શું કરે છે તુ?
ધાની :- (ગભરાતા ગભરાતા) કંઈ નહિ કંઈ નહિ.
અદિતી :- તો આ બધુ શું છે?
ધાની :- ભૂખ લાગી હતી એટલે.
અદિતી :- શું બનાવે છે તું?
ધાની :- લસ્સી. 🤭
અદિતી :- ઓહહ. ખાલી લસ્સીમાં ધરાય જઈશ?
ધાની :- બીજુ કંઈક શોધીશ ને.
અદિતી :- લાવ હું ફટાફટ બનાવી આપુ. પછી સૂઈ જજે હને.
ધાની :- યસ મમ્મા.

ધાનીએ મસ્ત લસ્સી જામવા દીધી ત્યાં સુધી ટીવી જોતા જોતા પૂરી ખાધી પછી લસ્સી પીધી અને ત્યાં જ સૂઈ ગઈ. સવારે હું ધાનીને જગાડતો હતો ત્યાં અદિતીએ ના પાડી.
અદિતી :- નહિ જગાડતા એને.
હું :- કેમ?
અદિતી :- રાતે ભૂખ લાગી હતી તો લસ્સી અને પૂરી નો નાસ્તો કર્યો, ટીવી ચાલુ હતી.
હું :- વાહહહ... રાતે પાર્ટી મસ્ત હતી એમ ને.
અદિતી :- હા.

ધાની ગળે ખંજવાળતી હતી એ હું જોઈ ગયો.
હું :- અદિતી આને મચ્છર કરડ્યુ લાગે છે.
અદિતી :- ખંજવાળે નહિ એ જોજો નહિ તો થોડુ ઘણુ મટ્યુ છે એ પણ ફરી થશે.
હું :- હમમ. (ધીમેથી ટ્યુબ લગાવી આપી) ઓયય લસ્સી રાતે કંઈ પીવાથી હશે.
ધાની :- પછી જવાબ આપીશ.
હું :- આટલી બધી જગ્યા પડી છે ત્યાં માથુ રાખ ને. મારા ખોળામાં રાખવુ જરુરી છે કંઇ.
ધાની :- હા. હું નાની છુ એટલુ તો કરુ જ ને.
હું :- પછી બેબી આવશે ત્યારે?
ધાની :- એ મારા પાસે રહેશે અને હું તમારા પાસે. 😉
અદિતી :- બેબીને ટાઈમ છે હજુ. (મને) તમે પાસે વાળા બેબીને લઈ અહિંયા આવો ચલો.
હું :- ચલો બેબી. 😄
ધાની :- ભાઈ, આજે તો મરાય જવાના.
હું :- હું છુ ને. ચલ ચલ.

એ પૂજા કરવા બોલાવે એટલે પુરુ. બહુ ટાઈમ લાગે. 😄 હું અને ધાની ધીમે ધીમે વાતો કરતા હતા.
ધાની:- ભાઈ જોવોને. હવે તો સારું થઈ ગયુ છે ને.
હું :- હા હવે એટલુ બધુ નથી.
ધાની :- તો હું કાલથી સ્કૂલે જઈશ. તમે રોજ લેવા મૂકવા આવશો ને.
હું :- નેક્સ્ટ વીકથી જવાનુ છે.
ધાની :- કાલથી જ. નહિ તો હું રડીશ.
હું :- રડ તો હું પણ જોવ ને.
અદિતી :- શશશશશ. ચૂપ રહો બંને.
ધાની :- તો હું જમવાનું બંધ કરી દઈશ.
હું :- 😂😂 જમવાનું તો મારા જ હાથે હોય છે ને.
ધાની :- 😐 (બહાર જતા જતા) તો હું મારા રુમમાંથી કૂદી જઈશ.
હું :- (એના પાછળ દોડતા દોડતા) વાંદરી... બ્લેકમેલ કરે છે મને એમ ને. હાથમાં આવ પછી જોવ હું પણ.
ધાની :- તમારી ઉંમર થઈ ગઈ છે હવે દોડી ના શકો વધુ.
હું :- બહુ મારીશ હું તને.
ધાની :- બસ બસ હવે થાકી ગઇ. હું કહુ ત્યારે અત્યારે નહિ.

બીજા દિવસથી ધાની સ્કૂલ-ટ્યુશન જવા લાગી. હું ઘરે રહેવા લાગ્યો. ધાનીને લેવા મૂકવા મારે જવાનુ હતુ. અદિતીને એટલી શાંતી આપતા. આન્ટી કામ કરવા આવતા. બધુ પરફેક્ટ ચાલતુ હતુ. ધાની બહુ હાર્ડ મહેનત કરતી હતી બે-ત્રણ મહિનાની મહેનત બતાવવાની હતી.
એ રાતે જાગે ત્યારે હું પણ એના જોડે જાગતો. એની એક ખરાબ આદત હતી. લેટ સુધી જાગે પછી લખતા વાંચતા જ સૂઈ જાય.

એક્ઝામ નજીક આવતી જતી હતી અને અદિતીને પણ રેસ્ટ આવ્યો હતો. એક દિવસ હું ઓફિસે ગયો હતો. પાછળથી ધાની આવી મને નહિ ખબર હતી પણ એ મારી વેઇટ કરી ઘરે જતી રહી. બીજા દિવસે ફરી આવી. મને સેક્રેટરીએ ઈન્ફોર્મ કર્યું કે તમારી બહેન વેઇટ કરે છે તમારી. કાલે પણ આવી હતી.
હું મારી કેબીનમાં આવ્યો ત્યારે ધાની ટેન્શનમાં ચાલતી હતી.
હું :- શું થયુ ફરી?
ધાની :- (દરવાજો બંધ કરતા કરતા) ભાઈ.
હું :- ધાનુ, શું થયુ છે?
ધાની :- પ્રોમીસ કરો તમે આ વાત કોઈને નહિ કરો ભાભીને પણ નહિ.
હું :- વાત શું છે એ તો બોલ.
ધાની :- નહિ પહેલા પ્રોમીસ કરો.
હું :- ઓકે. કોઈને નહિ કહુ બસ. હવે તો બોલ.
ધાની :- મને ફરી નાકમાંથી બ્લડ નીકળ્યુ.
હું :- ગરમીના લીધે થયુ હશે. એમાં ટેન્શન કેમ લે છે.
ધાની :- ભાઈ¡ 😟 ક્લોટિન તો નહિ થયુ હોય ને?.
હું :- પાગલ... ના હોય.
ધાની :- આ મહિનામાં ત્રીજી વાર બ્લડ નીકળ્યુ છે.
હું :- વોટ? 😳
ધાની :- મને પણ એમ હતુ કે શાયદ ગરમીના લીધે થયુ હશે પણ હવે બીક લાગે છે.
હું :- કાલે ચેકઅપ કરાવી લઈએ કે સન્ડે જવુ છે?
ધાની :- સન્ડે. પણ ભાભીને નહિ કહેતા. નહિ તો એ ટેન્શનમાં આવી જશે.
હું :- હમમ.

સન્ડે અમે રિપોર્ટ કરાવ્યા અને મન્ડે મળી ગયા. જેનો ડર હતો એ જ આવ્યુ ક્લોટિન. ધાનીની જવાબદારી મારી હતી એટલે અદિતીને ખબર પડવાના કોઈ ચાન્સ નહિ હતા. અદિતીનુ બેબી શોવર બહુ ધામધૂમથી કર્યુ અને કેર કરવા માટે અદિતીના ભાભી આવ્યા હતા. ધાનીની એક્ઝામ નજીક જ હતી.

ધાની સાથે મારુ રુટિન પણ બદલાઈ ગયુ. રાતે એના જોડે જાગતો અને દિવસે સૂઈ રહેતો. ધાનીને વાંચવા કરતા લખવામાં વધુ ઈન્ટરેસ્ટ હતો એટલે આખો દિવસ એના હાથમાં પેન જ જોવા મળે એટલે મારે ખવડાવવા એની પાછળ પાછળ ફરવુ પડતુ.
ધાની :- ભાઈ, ચલોને આપણે હોટલમાં જમવા જઈએ.
હું :- અને અદિતી?
ધાની :- જોડે જ.
હું :- બિટ્ટુ, એને બહાર જવાની મનાઈ છે ને.
ધાની :- અમમમમ. થાકી ગઈ એકનુ એક જ ખાઈને.
હું :- તારા માટે લઈ આવીશ હું બસ.
ધાની :- ભાભી શું કરે છે?
હું :- બેઠી હશે નીચે મને અહિંયા તારા પાસે મોકલીને.
ધાની :- તમે ભાભી જોડે રહેતા હોય તો. ક્યારેક એમને પણ ટાઈમ આપો.
હું :- આખો દિવસ હું એના જોડે જ હોવ છુ. સાંજે તુ આવે ત્યારે તારા જોડે. તને શું લાગે આટલી આસાનીથી તારો પીછો છોડી દઈશ.
ધાની :- મમ્મા પાપા હોત તો એ પણ કેટલા ખુશ હોત નહિ. મમ્મી કહેતા મારા છોકરાનું છોકરુ આવશે. 😄😄 એ ભાભીનુ ધ્યાન રાખત અને પાપા તમારુ.
હું :- મારુ કેમ?
ધાની :- મારા જોડે બહુ ઝગડો ના કરો એનુ.
હું :- હા એ છે. એ હોત તો આપણી લાઈફ અલગ જ હોત ફુલ ઓન મસ્તી વાળી. અને તુ મારા હાથે માર પણ બહુ જ ખાત.
ધાની :- ઓહોહોહો, સાવ એવુ કરત?
હું :- હા વળી. પણ મને ખબર છે મારા પાસે અદિતી છે પણ તારા પાસે હું એક જ. મારા સિવાય તારુ કોઈ નથી એટલે તારા માટે હું બધુ કરુ છુ.
ધાની :- 😊 બહુ ખબર નહિ રાખવાની મારી. અમુક વાત સિક્રેટ પણ રહેવા દેવાય.
હું :- ટ્રાય કરુ તો પણ ના થાય મારાથી.

ધાની :- (નીચે જતા જતા) મમ્મા, ભાઈને ક્યો ને કંઈક.
અદિતી :- શું થયુ?
ધાની :- હેરાન કરે છે.
હું :- ઓ હલ્લો મેં તો કંઇ કર્યું કે કહ્યું જ નહિ.
ધાની :- જોયુ જોયુ ભાભી, કેટલુ ખોટુ બોલે છે.
અદિતી :- હા જોવ છુ એ તો. રિખીલ તમે બહુ ચીટ કરો છો.
હું :- (ધાનીને પકડવા જતા) તમે બંને મને કેમ બ્લેમ કરો છો હેં?
ધાની :- પાપા છો એટલે.
હું :- (વાગવાની એક્ટિંગ કરતા કરતા) હાશશશશ.
ધાની :- સોરી ભાઈ. ક્યાં વાગ્યુ બતાવો. બહુ વાગ્યુ?
અદિતી :- રિખીલ નાટક ના કરો ને. ડરાવો છો તમે એને.
ધાની :- ભાઈજાન...
હું :- તો જ તુ હાથમાં આવે એમ છે.

થાકીને બેઠા ત્યારે ધાની અદિતીને હગ કરી
ધાની :- મમ્મા, હું કાલે સ્કૂલે નહિ જાઉં
અદિતી :- કેમ?
ધાની :- કાલે નહિ જવુ બસ.
હું :- કંઈ થયુ છે? આટલી બધી રજા તો છે તારી તો અચાનક કેમ?
ધાની :- કંઈ નહિ થયુ.
અદિતી :- તો કેમ નહિ જવુ?
ધાની :- કાલથી રીડિંગ વેકેશન. 😜😜
હું :- ધાનુ, ડરાવી દીધો તે મને.
અદિતી :- એમાં ડરવાનુ ક્યાં આવે? (ધાનીને) તેલ લઈ આવ જા માલીશ કરી આપુ. આજનો દિવસ વહેલી સૂઈ જજે.
હું :- મને નહિ કરી આપે?
અદિતી :- બંને આવો ચલો.

અમે બંને માલીશ કરાવતા હતા જોડે જોડે મસ્તી પણ કરતા હતા. અચાનક ધાની પાણી પીને આવુ મમ્મા કહી જતી રહી. આવીને ફરી માલીશ ચાલુ કરાવી. મેં એને ઈશારામાં પૂછ્યું તો એણે બ્લડ બતાવી ઓકે કહી વાત રફાદફા કરી દીધી.
બીજા દિવસથી એકઝામની તૈયારી ફુલ જોરશોરમાં ચાલુ થઈ ગઈ. મહિના વીકમાં, વીક દિવસમાં બદલાવા લાગ્યા. એક્ઝામ પૂરી થઈ અને થોડા જ દિવસમાં અદિતીને ડિલીવરી થઈ અને એક સુંદર બેબી બોયએ આ દુનિયામાં પગ મૂક્યો.

હોસ્પિટલથી તરત અદિતીને એના ઘરે લઈ ગયા. હું અને ધાની રોજ અદિતીના ઘરે મળી આવતા. થોડો સમય તો નીકળી ગયો પછી ધાની ક્યારેક આવતી પણ હું રોજ જતો. એક દિવસ હું ધાનીને કહીને ગયો હતો કે સાંજે આવીશ અને અદિતીને કોલ કરી લેજે.
બે - ચાર દિવસ પછી...
અદિતીએ મને કહ્યું કે ધાની જોડે વાત કરાવોને મારી વાત જ નહિ થઈ હમણાંથી.
હું :- કેમ? કોલ નહિ કર્યા તને?
અદિતી :- નહિ.
હું :- મેં કીધેલુ એને કોલ કરવાનુ ખબર નહિ કેમ?
અદિતી :- વાત તો કરાવો મારી. શું કરે છે એ.
હું :- અત્યારે તો બહાર છુ ઘરે જઈને વાત કરાવુ.
અદિતી :- ઓકે. પણ મેં ઘરે કોલ કર્યો હતો ધાની નહિ હતી ઘરે. સાચુ સાચુ બોલો કંઈ થયુ તો નથી ને?
હું :- ના હવે કંઈ નહિ થયુ. બહાર ગઈ હશે શાયદ.
અદિતી :- ઓકે.

હું સાંજે ઘરે આવ્યો ત્યારે આન્ટીએ કહ્યું ધાની ઘરે નથી. મેં એને બહાર જતા જોઈ હતી પછી જોઇ જ નહિ. મેં ડોક્ટરને કોલ કરી પૂછ્યું પણ ધાની ત્યાં પણ નહિ ગઈ હતી. આન્ટી એમના ઘરે જતા રહ્યા પછી હું કિચનમાં જતો હતો ત્યારે મને મંદિરના રુમમાં લાઈટ ચાલુ દેખાય. હું બંધ કરવા ગયો ત્યાં મેં ધાનીને જોઈ.
હું :- ધાની... (મને હતુ કે એ બેહોશ થઈ ગઈ)
ધાની :- હમમ. તમે ક્યારે આવ્યા?
હું :- હું હમણાં આવ્યો પણ તુ અહિંયા કેમ સુતી છે. તું રડી છે ને...
ધાની :- ના ભાઈ. કંટાળો આવતો હતો એટલે અહિંયા બેઠી અને ક્યારે ઉંઘ આવી ગઇ ખબર જ ના પડી.
હું :- ભાઈ છુ તારો. સાચુ બોલ શું થયુ છે? અને હા અદિતીનો કોલ હતો કે તારા જોડે વાત નહિ થઈ. તે કોલ નહીં કરેલા?
ધાની :- કોલ કરેલા પણ વાત નહિ થઈ.
હું :- કેમ?
ધાની :- એ બિઝી હતા એવુ એમના મમ્મીએ કહેલું.
ભાઈ, આપણે ભાભીને ઘરે લઈ આવીએ તો...
હું :- ના બિટ્ટુ. અહિંયા આવશે તો બહુ લોડ પડશે અને ત્યાં એ રેસ્ટ કરી શકશે. અને મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ એના ઘરે ગઈ છે સો એને બોલાવવી સારુ ના લાગે ને.
ધાની :- હમમ. કાલે આપણે ત્યાં મળી આવીશુ અને પછી હું મામાના ઘરે રહેવા જતી રહીશ થોડા દિવસ.
હું :- ના હો. મને એકલુ ઘરે ના ગમે તું ક્યાંય નહિ જાય.
ધાની :- ઓકે તો સવારે તમે ઓફિસ જાવ ત્યારે મૂકતા જજો અને રિટર્નમાં પીક કરતા આવજો.
હું :- હમ એ ચાલે.
હવે મને કે રડી કેમ છે તુ? શું થયુ?
ધાની :- બધા મારા જોડે જ કેમ એવુ કરે? મેં શું બગાડ્યુ છે એમનુ?
હું :- અમે તને વધારે લવ કરીએ એટલે બીજા જલે છે તારાથી.
ધાની :- તો ના કરો ને. હું થાકી ગઇ છુ પ્રુવ કરીને કે હું કોઈનું કંઈ નહિ બગાડતી.
હું :- બસ હવે બહાર ચલ. આપણે કોઈનું કંઈ નહિ વિચારવું. જેને જે કરવુ હોય એ કરે મારા માટે તું જ પહેલા રહીશ.

બીજા દિવસથી ધાની મામાના ઘરે જતી રહેતી. ત્યાં મામી જોડે રસોઇ શીખતી હતી પણ મને ખબર નહિ હતી. એના બર્થ ડે ની રાતે હું એના રુમમાં ગયો મને હતુ કે જાગતી હશે પણ એ સૂઈ ગઈ હતી. હું એના માટે નાની કેક લઈને આવેલો. એના હાથમાં થોડુ બળેલુ દેખાયું અને રોજના જેમ કોઈને બતાવે તો નહિ એટલે હું એના પર ટ્યુબ લગાવતો હતો ત્યાં બોલી, સોરી મામી... એ સાઈડમાંથી કડાઈ અડી ગયેલી.
હું :- ઓહહ, તો તું ત્યાં રસોઇ કરે છે એમ ને.
ધાની :- (ફટાફટ જાગી બેસી ગઇ) એ...
હું :- હા એ જ...
ધાની :- તમે?
હું :- હા હું. તુ મામાના ઘરે નહિ આપણા ઘરે છે. હું સરપ્રાઇઝ આપવા આવ્યો પણ અહિંયા તો મને જ મળી ગઇ.
ધાની :- કઈ સરપ્રાઇઝ? શાની સરપ્રાઇઝ?
હું :- હવે જ કેમ ભૂલી જાય છે તું? હેપ્પી બર્થ ડે બેટા. 😘😊
ધાની :- (જોરથી હગ કરતા કરતા) થેંક યુ ભાઈજાન. 😄 થેંક યુ સો મચ. ગમે તે થઈ જાય પણ પહેલી વિશ તો તમારી જ આવે.
હું :- હા પહેલી જ આવતી રહેશે. 😉
ધાની :- તો લાવો મારી ગિફ્ટ. 😋
હું :- (કેક બતાવતા) આ છે મારી ગિફ્ટ.
ધાની :- વાઉઉ. થેંક યુ થેંક યુ. (બહુ ખુશ થતા થતા) ભાભી નીચે છે ને. મને ખબર છે ભાભી આવ્યા જ હશે એ ગિફ્ટ પણ ખોલી દો હવે.
હું :- સોરી બેટા. એ નહિ આવવાની અને મારી વાત પણ નહિ થઈ આજની.
ધાની :- મસ્તી ના કરો ને. ભાભી મને ખબર છે તમે બહાર જ છો આવી જાઓ અંદર.
હું :- સાચુ ધાની નથી આવી એ. આખી કેક આપણે જ ખાવાની છે એ ગિફ્ટ છે મારુ.
ધાની :- 🙂 ઓહહ ઓકે ઓકે.

અમે બંનેએ ઘણી બધી કેક ખાધી પછી નાનપણની, મમ્મા પાપાની વાતો કરી સૂઈ ગયા. સવારે મંદિરે ગયા પછી શોપીંગ કરી બપોરે જમી ઘરે આવ્યા. ધાની નારાજ હતી અદિતીથી. બપોરે બે વાગ્યે અદિતી ઘરે આવી ઘણી બધી ગિફ્ટ્સ લઈને. અમે ફુલ ફેમિલી મળી ડે સેલિબ્રેટ કર્યો.

ધાનીનુ કોલેજમાં એડમીશન થયુ અને કોલેજ લાઈફ ચાલુ થઈ ગઈ. મારો છોકરો મીત મોટો થતો જતો. ધાની અને મીતની કેમેસ્ટ્રી સારી જામી હતી.

After 3 years...