આજે ફરી હું એ યાદોને સકરવાનો મોકો મળી ગયો હું આજે ફરી તે વાદીઓમાં ખોવાયો હતો આજે ફરી તે રસ્તો તે શહેર તે ગામડાનું વાતાવરણ મને મળ્યું આજના ભાગમાં તો કઈ ખાસ નથી પણ આજે તે દિવસે હું ફરી તે ગામડે ગયો . ત્યાનું વાતાવરણ આજે કૈક યાદ અપાવી રહ્યું હતું. આજે સાંજે પાંચ વાગ્યે જવા માટે નીકળ્યો. વરસાદના લીધે થોડી વતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી આજે હું જંગલમાંથી જઇ શકું તેમ ના હતો પણ આજે મેંદરડા થઈને જવાનું હતું હું વિસાવદરથી નીકળી ગયો હતો સાંજે 6 વાગ્યે વિસાવદર પોચી ગયો . આજે એકલો જ બાઇક ચલાવીને જતો હતો .ધીમે ધીમે વાતાવરણમાં સુર્ય ની ગરમી ઓછી થતી હતી અને વરસાદ ના લીધે વાદળછાયું વાતાવરણ હતું તો સૂર્ય પણ સંતાકૂકડી રમતો હતો. હું પણ આજે તે જોતો જોતો બાઇક ચલાવી રહ્યો હતો આજે હું મારી મિત્ર સાથે પણ વાત કરતો હતો એક હાથે બાઇક ચલાવી રહ્યો હતો ને એક હાથે હાથમાં ફોન પકડીને વાત કરી રહ્યો હતો આજે હું બહુ જાજા સમય પછી હું ફરી માંરા મામા ને ત્યાં જતો હતો . આજે ફરી મને તેની યાદ અપાવી રહ્યો હતો હું જેને ભૂલી ગયો હતો તે ફરીવાર તે રસ્તા પર ચાલતા ચાલતા બધું રિવાઇન્ડ થતું હતું .ના તો હું રડી શકતો હતો ના હું કોઈ ને કહી શકું .મનમાં ને મનમાં મુંજાતો રહ્યો હતો આજે ફરીવાર કલમ ઉપડી ને બધું લખવા લાગી.તેની સાથેની પ્રથમ ફોન માં વાત પછી મિત્રની જેમ વાત કરતા તો મારા ઘરે આવેલી તો મેં તેને જગાડી તે યાદ બધું જ યાદ અપાવી રહ્યું હતું. મેં તેને થપકી મારીને જગાડેલી.હું તો ત્યારે એપરેનટીસ એ જતો રહ્યો હું પાછો આવ્યો ત્યારે તે નીકળવાની તૈયારી કરતી હતી હું જ તેને મારી બાઇકમાં મુકવા ગયેલો. પ્રથમવાર કોઈ સાથે પ્રેમ થતો હતો તે છોકરી મારી બાઇકમાં બેઠી હતી.તેની સાથે આગળ દિવસ ની રાત્રે મારા ઘરેથી બજારમાં ફરવા લઇ ગયેલો ત્યારે મારી બહેન પણ સાથે હતી ત્યારે બંને ને પાણીપુરી ખવડાવી પિઝા અને લાસ્ટમાં આઈસ્ક્રીમ ખાઈને અમે ઘરે આવ્યા.ઘરે આમતેમ બધી વાત કરી અને સુવાની તૈયારી કરી બધા સુઈ ગયા પણ મને ઊંઘ નહોતી આવતી કાજલ પછી જો કોઈ મારી લાઈફમાં આવી હોય તો તે મિસ્ટી હતી. એક દિવસ હું પણ તેને ખોઈ જ બેઠો . હા અમારા બંને વચ્ચે રિલેશન અગળ વધી પણ ગયા હતા અમારી બંને વચ્ચે લગ્નની પણ વાત થઇ ગઇ હતી પણ કોણ જાણે કેમ સુ થયું કે અમારા બંનેના લગ્ન ના થયા. હા હજી પણ મને તેને ખોઈ તેનો અફસોસ છે પણ ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે.આજે તે યાદ કરીને ફરી રડવું આવી ગયું પણ કહે છે ને કે પુરુસો રડે તે સારા ના લાગે તેવી જ રીતે ફરી એકવાર આંખોમાં જ આંસુ સુકાઈ ગયા અને તેની યાદ પણ આંખો સામે તરવરતી રહી .કોઈ પ્રેમ કરીને આટલી નફરત કેવી રીતે કરી શકતું હશે. શુ તેને મરાથી પ્રેમ હતો જ નહીં કે ફક્ત મારી સાથે તે છ વર્ષ સુધી ટાઈમપાસ જ કર્યો હજી ઘણીવાર તે વિચારીને આંખો ભરાઈ આવે છે પણ કોને કહી શકું કોની પાસે દુઃખ વહેંચી શકું.તેને તો બધા મારા મિત્રથી પણ દૂર કર્યો.એકપણ મિત્ર સાથે હવે સારા સબન્ધ નહીં રહેવા દીધા તેને હું જ એટલો તેના પ્રેમમાં પાગલ હતો કે મારું સારું ઇચ્છવાવાળા મિત્રને પણ ગુમાવી બેઠો.