ઓફિસેથી ઘરે જતા સ્નેહાના વિચારો બસ એમ જ વહી રહયા હતા. આજે રીક્ષાની જગ્યાએ તે બસમાં બેઠી હતી. કેમકે તેને શુંભમ સાથે વાતો કરવી હતી. તેમને મેસેજ કર્યો. પણ શુંભમનો કોઈ રીપ્લાઈ ના હતો. મેસેજની સામે બ્લૂ ટિક મળી ગઈ હતી.
કોઈપણ આટલું બીજી કેવી રીતે રહી શકતું હશે..!! એક મેસેજ કરતા કેટલો સમય લાગે.?? હું તેના વિશે આટલું કેમ વિચારું છું..??તેની લાઈફ તેના નિયમો...?તેને મારી સાથે વાતો નહીં કરવી હોય...!!આમેય હું તેને કયાં પસંદ છું..!!કંઈક તેની લાઈફમાં કોઈ બીજું.....!" વિચારોની ગતી પવન વેગે દોડી રહી હતી. સ્નેહાએ કાનમાં ઈયરફોન લગાવ્યા ને બારીની બહાર નજર કરી મસ્ત રોમાન્ટિક સોન્ગ શરૂ કર્યો. પણ શુંભમના વિચારો તે રોમાન્ટિક સોન્ગની મજા બગાડી રહયા હતા. પર્સમાંથી બુક કાઠી વાંચવાની કોશિશ કરી પણ મન ત્યાં પણ ના લાગ્યું. ફરી એકવાર વિચાર આવ્યો મેસેજ કરું. એ વિચાર સાથે જ તેમને બીજો એક મેસેજ કરી દીધો.
"હેલો, ઘરે પહોંચી ગયાં." ખબર નહીં કેમ પણ દર વખતે તેને મેસેજ નથી કરવો છતાં પણ તેનાથી થઈ જાય છે. અત્યારે પણ તેને કર્યો.
સ્નેહના મેસેજે ફરી શુંભમનું ધ્યાન ખેંચયું. તેને મોબાઈલ હાથમાં લીધો ને થોડીવાર એમ જ મેસેજ જોયા પછી તેમને સામે રીપ્લાઈ કર્યો.
"ના. હજું તો સમય લાગશે."
"કંઈ કામ ના હોય તો કોલ કરું...??" સ્નેહાએ બીજો મેસેજ મોકલ્યો.
"હા કર." શુંભમની હા મળતા તેમને કોલ કર્યો.
પહેલી જ રિંગે શુંભમે ફોન ઉપાડયો. તે સીટ પરથી ઊભો થઈ ડબ્બાની બહાર ગયો. ખુલ્લા રસ્તા પર ચાલતી ટ્રેનનો અવાજ તેમની વાતોમાં ખલેલ ના બને એટલે તેમને કાનમાં હેડફોન લગાવી દીધા. ઘબકારા બંનેના તેજ બની રહયા હતા. શુંભમને શાયદ કોઈ ફરક નહીં પડતો હોય પણ સ્નેહાને ફરક જરૂર પડી રહયો હતો. કેમકે, આજ પહેલાં તેમને કયારે આવી રીતે છોકરા સાથે વાતો નહોતી કરી.
"હા. બોલ."શુંભમનનો અવાજ કાનમાં પડતા જ વિચારો પળમાં ખોવાઈ ગયા હતા. કંઈક અજીબ ફીલિંગ તેને અને તેના દિલને સુકુન આપી રહી હતી. વાતો આગળ શરૂ થઈ ગઈ હતી. અહીં વાતો કરવા વિચારવું નહોતું પડતું. દિલ એમ જ વગર વિચારે વાતો કરે જતું હતું.
"કયારે પહોંચવાના ઘરે...??" સ્નેહાએ પુછ્યું.
"કેમ...!! કંઈ કામ હતું તારે." શુંભમે કહયું.
"હમમ, તમારા મમ્મી સાથે વાત કરવી હતી ને કહેવું હતું કે તમારો છોકરો ખોટું બોલી એકલો ફરે છે. "
"તેની જરૂર નથી. મમ્મી ઓલરેડી બધું જ જાણે છે. "
"સોરી, ખરાબ લાગ્યું...??"
"ના. "
"હમમ. શું કરો છો અત્યારે...??"
"બહાર બાલકનીમા ઠંડો પવનની મજા લવ છું. ચલ તારે આવવું છે....?? "
"હું પણ અહીં ઠંડા પવનની મજા જ લવ છું."
"એવું.....!! "
"હાશ તો.....!!" વાતોનો સિલસિલો એમ જ કયાં સુધી ચાલ્યાં કર્યો. બે અંજાન જાણે વર્ષોથી એકબીજાને ઓળખે છે એમ બંને વચ્ચે વાતો ચાલી રહી હતી.
"એક સવાલ પુછું...??" સ્નેહાએ કહયું.
"હમમમ...?" શુંભમે કહયું
"જો કોઈ છોકરી વાતની પહેલાં શરૂઆત કરે તો તમારી નજરમાં તે છોકરીની શું વેલ્યું હોય....??"
"તને શું લાગે...??' શુંભમે સામે જ સવાલ કરી દીધો.
હવે મને તમારા વિચારો કેવી રીતે ખબર પડે. તમે કહો તો હું કહું...!!" સ્નેહાએ હસ્તા ચહેરે કહયું.
"મારા મત પ્રમાણે બંને સમાન જ છે. જો છોકરો શરૂઆત કરી શકતો હોય તો છોકરી કેમ નહીં..!! પછી બીજાના વિચારોની ખબર નહીં."
"મતલબ વિચારો સારા છે તમારા."
"તને કેવી રીતે ખબર પડી..?"
"તમારી વાતો પરથી. આમેય હું કોઈને પહેલીવારમાં ઓળખી જાવ કે સામે વાળું કેવું છે. "
"હું તને કેવો લાગ્યો.....?? " અહીં એવું બંનેમાંથી એક પણને નહોતું લાગી રહયું કે તે કોઈ અંજાન સાથે વાત કરે છે.
"જેવા છો તેવા." આમ જ બંનેની વાતો અડધો કલાક સુધી ચાલી. સ્નેહાનું ઘર આવતા તેમને ફોન મુકયો. એક અજીબ ખુશી તેના ચહેરા પથરાઈ ગઈ હતી. આજ પહેલાં કયારે તે આટલી ખુશ નહોતી લાગી રહી. શુંભમની વાતો તેમના દિલને સ્પર્શી રહી હતી. આ એક અજીબ આકર્ષણ હતું જે બંનેને એકબીજામા જોડાવાની તૈયારી કરી રહયું હતું.
શુંભમ હજું બહાર એમ જ ઊભો હતો. તેમના વિચારો ફરી ફરીને સ્નેહાની વાતો સાથે જોડાઈ રહયા હતા. કોઈ અંજાન છોકરી સાથે હું આટલી બધી વાતો કેમ કરી ગયો. જેની સાથે ના મારી મુલાકાત થઈ હતી ના અમે બંને ત્યારે કોઈ વાતો કરી હતી. કંઈક અજીબ વાત તો છે જે મને તેની તરફ લઇ જ્ઇ રહી છે.
ઠંડા પવનની લહેરો તેના વિચારોને ફંગોળી રહી હતી. ત્યાં જ રોહન અને બાકી બીજા ફેન્ડ બહાર આવી ગયા.
" આટલી બધી વાતો. અમને તો એમ જ હતું કે તું દર્શના સિવાય કોઈ બીજા સાથે વાતો કરવાનું પણ નહીં વિચારતો હોય." રોહનને આવતા જ કહયું.
"એવું કંઈ નથી. દર્શના કયાં છે......??" શુંભમે વાતને બદલતા કહયું. ને તે ત્યાંથી તેમની સીટ પર આવી બેસી ગયો.
દર્શના તેની સામે જોઈ રહી હતી. જાણે કંઈ તે પુછી રહી હતી પણ હવે તેમને કોઈ વાત જણાવી શુંભમને યોગ્ય નહોતું લાગી રહયું. તેને દર્શના સામે નજર કરી. ફરી પ્રેમ આંખોમાં છલકાઈ ઉઠયો. પણ હવે તે પ્રેમનો કોઈ મતલબ નહોતો રહયો જયારે દર્શના ખુદ તેનાથી દુર થઈ કોઈ બીજા સાથે જોડાઈ ગઈ હતી. શાયદ પ્રેમ આજે પણ હતો તેના દિલમાં. પણ, તે કોઈ બીજા માટે દેખાય રહયો હતો.
કયાં સુધી બંને એકબીજાને જોઈ રહયા. બોલવા માટે શાયદ અહીં હવે શબ્દો જ નહોતા વધ્યા. જે હતું તે એક વર્ષ પહેલાં પુરું થઈ ગયું હતું ને અત્યારે જે છે તે ખાલી પ્રેમની લાગણી છે જે હંમેશા એકબીજા માટે વહી જતી હતી.
"જયારથી આપણે બેંગલોરથી નિકળ્યા છીએ બસ આવી જ રીતે શાંત બેઠા છીએ. ના કોઈ સેલ્ફી લીધી, ના કોઈ મસ્તી કરી. ખરેખર આવા ફેન્ડથી હું હવે બોરિંગ થઈ રહયો છું." રોંનકે બધાના મુડને ફરી મસ્તીમાં લાવવા કહયું.
"તો કોઈ સારી ગર્લ ફેન્ડ બનાવી લેને, આમ એકલા બોરિંગ થવું તેના કરતા." ઈશા તેમની વાતોની મજા લેતી બોલી.
"તારે બનવું છે...??બીજી કોઈ તેયાર નથી મારી સાથે વાત કરવા." રોંનકે ઈશા સામે હાથ મેળવતા કહયું.
"ના. મારી સંગાઈ થઈ ગઈ છે ને નેક્સ્ટ મંથ મેરેજ પણ થવાના છે." ઇશાએ રોંનાક ના હાથને દુર કરતા કહયું.
"હા તો એમા શું થઈ ગયું...??હજું એક મહિનો બાકી છે.... ત્યાં સુધી બિચારા રોનંકને કોઈનો સાથ મળશે. આમેય લોકો એવું કરે જ છે ને પ્રેમ કોઈ બીજા સાથે ને ફરવાનું કોઈ બીજા સાથે." શુંભમે વાતને ધુમાવી દર્શના ને સંભળાવી દીધું પણ તેને તે વાતથી કોઈ ફેર પડે તેમ ના હતો.
દોસ્તો વચ્ચે એમ જ મજાક મસ્તી શરૂ થઈ ગઈ હતી. તે બધામા એકદમ જ ચુપ બેઠેલી દર્શના ફોનમાં ગેમ રમી રહી હતી. ખબર નહીં તેના દિમાગમાં શું ચાલી રહયું હતું..?? પણ, તે આ લોકોથી દુર રહેવા માંગતી હતી ખાસ કરીને શુંભમથી. શુંભમ જેટલો તેમની નજીક જવાની, તેની સાથે વાતો કરવાની કોશિશ કરતો તેટલી જ તે તેનાથી દુર થવાની કોશિશ કરતી. શુંભમને આ વાત થોડી નહીં પણ વધારે હઠ કરી જતી. પણ પ્રેમ આગળ બધું જ જાણે ખોખલું લાગે છે.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥
વાતોનો સિલસિલો શુંભમ અને સ્નેહા વચ્ચે શરૂ થઈ ગયો છે ત્યારે શું આ વાતો પ્રેમની લાગણી જન્માવી શકશે....?? શું શુંભમ દર્શનાને છોડી શકશે...??શું સ્નેહા શુંભમની હકિકત જાણી શકશે...?? શું થશે જયારે બે અંજાણ દિલ એકબીજાને મળશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ."