melu pachhedu - 11 in Gujarati Moral Stories by Shital books and stories PDF | મેલું પછેડું - ભાગ ૧૧

The Author
Featured Books
Categories
Share

મેલું પછેડું - ભાગ ૧૧

‘ડેડ તમને ખબર સે આયા શિવરાત નો મેળો બવ મસ્ત થાય હોં’. અજયભાઈ આ મિશ્ર ભાષા થી હસી પડ્યા.
‘અને દિવાળી પસી દેવદિવાળી પર લીલી પરકમ્મા પણ થાય , બવ દૂર દૂર થી લોકો પરકમ્મા કરવા આવે . આ મારો ગિરનાર તો ભોળા નું સથાનક સે , અયા તો પેલા જિનો (જૈન) ના ભગવાન પણ વસે સે . બવ ઊંચો સે મારો ગિરનાર એટલું જ એનું દિલ મોટું સે . લોકો ની ભીડ એના દશૅને આવતી જ રે સે .આ તો સાન (શાન) સે આખ્ખા ગુજરાત ની’ હેલી ના ચહેરા પર ગિરનારી ગવૅ છવાયો.
જૂનાગઢ થી ગીર ના બે-અઢી કલાક હેલી ને બહુ અકળાવનારા લાગતા હતા , ઘડી-ઘડી તે આમતેમ જોયા કરતી હતી.
કાલવા રોડ થી જૂનાગઢ-મેંદરડા રોડ પર ગાડી આગળ વધી ને જેવી ગાડી વિપુલ કિરાણા થી ડાબી બાજુ વળી તેના ચહેરા પર ખુશી છવાઇ ગઇ. તે પછી ગાડી જેમ જેમ ડાબે જમણે વળાંકો પર ટનૅ લેતી ગઈ તેમ તેમ તેના દિલ ની ધડકન તેજ થવા લાગી.
અચાનક તે બોલી, ‘ડેડ હાલ આપણે કોઈ રિસોટૅ કે હોટલ માં રહીએ, પછી ફરતા-ફરતા ગામ માં જઇશું’.
ગીર માં પ્રવેશતા જ હેલી બધા રસ્તા તરફ જોતી હતી ક્યાથી ક્યો રસ્તો જાય છે ,અચાનક કોઈ જગ્યા એ તેને ગાડી રોકવાનું કહ્યું. ગાડી ઉભી રહેતા હેલી ગાડી માંથી ઉતરી કાચા રસ્તે આગળ જવા લાગી ,ત્યારે ડ્રાઈવરે કહ્યું કે, ‘મેમ આ રીતે કાચા રસ્તે જવું જોખમી કહેવાય ગંમે ત્યાં થી જનાવર આવી જાય’.
‘જનાવર’ શબ્દ થી હેલી ઉભી રહી ગઇ.અજયભાઈ કંઈ બોલે તે પહેલા જ હેલી ‘હાસુ કે સે ઇ ભાઇ આ જગા એ જ પેલા નરાધમો એ……….’ ગુસ્સા માં બોલી.
અજયભાઈ અને રાખીબહેન દોડી ને તરત જ દિકરી ને સંભાળી , તેઓ સમજી ગયા કે નજીક ના જ કોઈ વિસ્તારમાં કાળી નું ગામ હશે.અજયભાઈ એ ડ્રાઇવર ને ત્યાં થી નજીક માં જ કોઈ હોટલ કે રિસોર્ટ શોધવાનું કહ્યું.ડ્રાઇવર તેમને રિસોર્ટ પર ડ્રોપ કરી ગયો.
હવે પછી ની સફર કેવી હશે? હેલી ને કેવી રીતે તેના ગામ લઈ જઈશું ? અજયભાઈ તે વિચારવા લાગ્યા.
રિસોર્ટ નું વાતાવરણ ખુશનુમા હતું , કુદરતી સૌંદર્ય થી ભરપૂર ગીર ની વચ્ચે આવેલા રિસોર્ટ માં સરસ ગાડૅન માં ઉંચા ઉંચા ઝાડો ,લીલી છમ લેન માં બેસવા માટે વુડન કાવિૅંગ ચેર ગોઠવી હતી તો બીજી બાજુ સ્વીમીંગ પુલ અને તેની આસપાસ પણ સરસ ચેર ગોઠવી હતી રિસોર્ટ નું બહાર નું વાતાવરણ જેટલું સરસ હતું એટલી જ સુંદર રિસોર્ટ ની અંદર ની વ્યવસ્થા પણ હતી. એક એક રૂમ પૂરી રીતે કાઠીયાવાડી ટચ માં ગોઠવેલ હતો , દિવાલો પર જંગલ નાં તેમજ સિંહ ના ફોટા પણ આકષૅક હતા . રૂમ ની વ્યવસ્થા જોઈ ત્રણેય ખુશ થઈ ગયા.
અજયભાઈ એ એક જ રૂમ બુક કરાવ્યો હતો ,તે હેલી ને એક ક્ષણ પણ એકલી મૂકવા ઈચ્છતા ન હતા.રૂમ માં જઈ ફ્રેશ થઈ આગળ શું કરવું તે વિચારવા લાગ્યા.
હેલી બોલી , ‘મારે ગામમાં જવું હોય તો કઈ રીતે તે વિચારવું પડે, કેમકે એક વાર માં હું મારા કોઈ કામ પૂરા ન કરી શકું’.અજયભાઈ બોલ્યા , ‘તું રિસચૅ માટે આવી છે “Struggle of people residing In gir”તો કેવું?’
હેલી ને આ વાત એકદમ યોગ્ય લાગી . ‘ હા આ રીતે હું બિન્દાસ ગામ માં જઈ શકીશ અને મારા બાપુ ને મળી શકીશ ને પેલા નાથા ને પણ ….
(ક્રમશઃ)