Dudh ni kimmat in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | દૂધ ની કિંમત

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

દૂધ ની કિંમત

સ્કૂલમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. કીર્તિ કોલેજ માં પ્રોફેસર હતી તેને પણ રજા મળી હતી. પણ પતિ તો પોલીસમાં હતા એટલે તેમને છુટ્ટી મળી નહિ.

તે રાત્રે કીર્તિ પિયર જવા માટે તેના પતિ પાસેથી પરવાનગી માંગે છે. તેનો પતિ પહેલાં તો ના પાડે છે. પણ કીર્તિ એ કહ્યું મને ખબર છે તમે કેમ ના પાડી રહ્યા છો પણ ચિંતા કરો નહિ ભલે અમદાવાદ થી મારું પિયર ગાંધીધામ દૂર રહ્યું પણ હું અને આપણા દીકરા ને સમામત રીતે જઈશ.

મને આટલું લાંબું ટ્રાવેલિંગ ના ડર થી તને ના પાડી રહ્યો હતો પણ એક વર્ષે તારે ત્યાં જવાનો વારો આવશે એટલે હું તને ના નથી પાડતો પણ તારું અને આપણા દીકરા નું ધ્યાન રાખજે.

સવારે સામાન પેક કરી પોતાની સ્વિફ્ટ કાર લઇ કીર્તિ ગાંધીધામ તરફ નીકળી.
કાર ધીરે ધીરે ચલાવી રહી હતી. ધાંગધ્રા આવ્યું એટલે તેને યાદ આવ્યું કે તેમના બાળક માટે તે દૂધ લેવાનું તે ભૂલી ગઈ છે. ત્યા તો અચાનક ભૂખ ને લીધે બાળક રડવા લાગ્યું.

એક સારી લાગતી હોટલ આગળ કીર્તિ એ ગાડી ઉભી રાખી અને હોટેલ માં ગઈ.

ત્યાં કાઉન્ટર પર ઉભેલા મેનેજર ને પૂછ્યું ભાઈ એક કપ દૂધ મળશે મારા બાળક માટે જોઈએ છે.?

મેનેજર કહે હા બહેન મળશે પણ સો રૂપિયા એક કપ ના થશે.!

કીર્તિ એ કીધુ કઈ નહિ આપીદો, પર્સ માંથી સો રૂપિયા કાઢીને મેનેજર ને આપ્યા.

બાળક ને દૂધ પીવડાવી તેણે પોતાની કાર રોડ પર ચલાવવા લાગી. કાર માં કીર્તિ પોતાના બાળક ને રમાડતી રમાડતી કાર ધીરે ધીરે ચલાવી રહી હતી.

એક કલાક જેવું થયું હશે ત્યાં પાછું બાળક ભૂખ ને લીધે રડવા લાગ્યું. કીર્તિ એ જોયું તો દૂધ તો ખલાસ હતું. અને બીજું કઈ ખાવાનું પણ હતું નહિ.

કાર ઊભી રાખી બાળક ને શાંત કરવાની કોશિશ કરી પણ બાળક શાંત થવાનું નામ લેતું ન હતું. ને ગાંધીધામ હજુ ઘણું દૂર હતું. આજુ બાજુ નજર કરી રણ વિસ્તાર સિવાઈ કઈ નજર પડી રહ્યું ન હતું.

ફરી તે કારમાં બેસીને કાર ચાલવા લાગી. ચલાવતી વખતે તે તેના બાળક ને ગોદમાં રમાડી રહી હતી. તે બાળક થોડું શાંત પંડ્યું પણ ભૂખ ના કારણે તે હજુ ધીમું ધીમું રડી રહ્યું હતું.

ચાલતી કારે કીર્તિ રોડ ની આજુબાજુ નજર કરી હતી. આ વિરાન વિસ્તારમાં હોટલ મળવી મુશ્કેલ હતી પણ કોઈ દૂધ ની દુકાન મળી જાય તે આશામાં તે આજુબાજુ જોઈ રહી હતી.

કીર્તિ એ આમતેમ જોઈ રહી હતી ત્યાં તેની નજર એક તૂટી ફૂટી ઝુપડી માં ચાય ની દુકાન પર પડી, ત્યાં ગાડી ઉભી રાખી બાજુના ખેતર માં ઘણી ભેંસો બાંધેલી હતી. પણ પૂરતો ચારો ન મળવાને કારણે થોડી દુબળી પડી ગઈ હતી.

કીર્તિ ઝુપડી માં ગઈ ત્યાં એક વૃદ્ધ માણસ ચાય બનાવી રહયો હતો.
આ વૃદ્ધ પાસે કીર્તિ એ દૂધ માંગ્યું વૃદ્ધે તરત એક કપ દૂધ આપ્યું, કીર્તિ એ બાળક ને દૂધ પાઈ ને શાંત કર્યું પછી કીર્તિ વૃદ્ધ માણસ પાસે જઇ ને કહે કાકા કેટલા રૂપિયા આપું દૂધ ના.?

કીર્તિ ની વાત સાંભળી ને એ વૃદ્ધ માણસ બોલ્યો બેટી હું બાળક ના દૂધ ના પૈસા નથી લેતો. હું ચાય નો ધંધો કરું છું નહિ કે દૂધનો. દસ રૃપિયા ના દૂધ ની અમારી જેવા ગરીબ માણસો તોલ ન કરીએ પણ એ જોઈએ કે કોઈને ઠંડક પ્રસરે તે જોઈએ છીએ. હજુ રસ્તા માં અગર દૂધ ની જરૂર પડે તો બીજું દૂધ આપું લઈજા બેટી કામ આવશે.!

ગરીબ લોકો પૈસાથી નહિ પણ દિલથી અમીર હોય છે.

કીર્તિ ગાંધીધામ પહોંચી. થોડા દિવસ તે તેના પિયર રોકાઈ પણ તે ચાય વાળા માણસ ની દયા ભાવના તેની નજર સામે આવી રહી હતી. તેને દૂધ નો ફર્ક સમજાયો. એક હોટલવાળા અને તે ચાય વાળા માણસ ની તુલના ની ખબર પડી. હવે વિચાર આવ્યો કે આ દૂધ નું ઋણ મારે ઉતરવું જોઈએ.

તે જતી વખતે રસ્તા માં પશુ નો ચારો લઈ કાર ની ડેકી માં નાખ્યો ને તે ચાય વાળા માણસ પાસે કાર રાખી બધો ચારો ભેંસ આગળ મૂકી દિધો ને તે ચાલતી થઈ.

જીત ગજ્જર