શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૮: "સ્ત્રી.. વો સબ જાનતી હે."
સાહેબ, કાલે તો મારૂ હાર્ટ ફેલ થતા થતા રહી ગયું,
અમારા રાતના બાઉન્સર અમિત ભાઇએ ચિંતાતુર મોઢે મારી સામે પોતાની વ્યથા વ્યક્ત કરી.
પિડિયાના વોડૅમા સગા સંબંધીઓને સંભાળવા ઘણુ અઘરુ કામ છે, જેના માટે બાઉન્સરની મદદ લેવીજ પડે તેમ છે.
દરેકને પોતાનુ બાળક વ્હાલુ હોય છે, પણ જો એ વ્હાલ તેની ટ્રીટમેન્ટમા વચ્ચે આવે એ વ્યાજબી નથી.
ઘણા સંઘર્ષો સર્જાય છે, જ્યારે એ વ્હાલ રોકવાનો પ્રયાસ થાય ત્યારે.
શું થયુ અમિત ભાઇ? મે પૂછ્યુ.
સાહેબ આપણી પેલી જૂની બિલ્ડિંગની લિફ્ટ જોડે ખુરશી નાખીને હું બેઠો હતો અને એટલામા એક ગાંડો માણસ આવ્યો, મને કે,
"મારુ પ્લેન નીચે ભોયરામાં પડ્યુ છે, જલ્દી મને ચાવી આપ, પ્લેન ઉડાવવા જવાનુ છે."
માંડ માંડ એને સમજાવીને સાયકાયટ્રીક વોડૅમાં મૂકી આવ્યો."
માંડ આ વિમાનવાળા ને કાઢ્યો તો એવામાં પરોઢિયાના ૪ વાગ્યાની આસપાસ,
એ જૂની બિલ્ડિંગ વાળી લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર રોકાઇ,
એક માણસ એ લિફ્ટની અંદરથી નીક્ડયો, અને મારા ખભા પર પાછળથી હાથ મૂક્યો અને બોલ્યો,
"માચીસ પડી હોય તો આપો ને, સિગારેટ પીવી છે."
મે પાછળ ફરીને જોયુતો આખો દાજી ગયેલો માણસ, આંખો પણ ના દેખાઇ શકે એટલુ ખરાબ રીતે તે દાજેલો અને હાથમાં સિગાર પકડીને આરામથી ઉભો હતો.
પછી તમે શું કર્યુ અમિત ભાઇ?
મે આતુરતાથી પૂછ્યું.
સાહેબ, માંડ માંડ નકારમા મે માથુ હલાવ્યુ અને ઇશારાથી એ માણસને આગળ જવાનુ કીધુ,
૧૦ મિનિટ સુધી માથુ ઉપર કરવાની હિંમત જ ના થઇ મને, આજથી બંધ સાહેબ, એ લિફ્ટ જોડે બેસવાનુ જ કેન્સલ..!!
મે હસતા હસતા કીધુ, અમિતભાઇ કદાચ સપનુ જોયુ હશે.
બીજા દિવસે સવારનો ૫:૪૫ નો સમય,
પોસ્ટ ઇમરજન્સીમાં પેશન્ટ વધારે જ હોય એટલે રાઉન્ડ વહેલોજ ચાલુ કરવો પડે.
બધા બચ્ચાઓ અને તેમના પેરેન્ટસ ધાબળા ઓઢીને શાંતિથી સૂતા હતા, નિરવ શાંતિ વોડૅમા ચારેબાજુ પથરાયેલી હતી.
હુ એક પછી એક પેશન્ટના પેરેન્ટસને ઉઠાળીને રાઉન્ડ લઇ રહ્યો હતો. જેવો હુ ૪ નંબરના કોટ પર પહોચ્યો તેવુ મને યાદ આવ્યુ કે મારે મારા ફ્રેન્ડ હેતને રાઉન્ડ લેવા માટે ઉઠાડવાનો છે.
હેત મોટે ભાગે સિસ્ટર ઇન્ચાજૅના રૂમની લગોલગ રહેલા એક નાના રૂમમાં સૂતો.
હું ઇન્ચાજૅના રૂમ તરફ આગળ વધવા લાગ્યો,
મે જોયુ તો દરવાજો સહેજ ખુલ્લો હતો, હું અંદર પ્રવેશ્યો, પણ ત્યા હેત નતો સૂઇ રહ્યો.
અચાનક મને ઝાંઝર ખખળવાનો અવાજ આવ્યો,
મારૂ ધ્યાન રૂમમા જમણી તરફ ગયુ, સિસ્ટર ઇન્ચાજૅના રૂમ ના દરવાજા પર તાળુ લટકતુ હતુ, તેની બાજુમા એક ફ્રિજ હતુ અને ફ્રિજને લગોલગ એક લાલ કલરની સાડી પહેરેલી, મોટો ઘૂંઘટ તાણીને મારી તરફ તેની પીઠ ફેરવીને કોઇક સ્ત્રી ઉભી હતી...!
ચહેરો સરખો દેખાતો ન હતો,
મને થયુ કામ કરવાવાળા કોઇક માસી હશે અને મારા આમ અચાનક આવવાથી ડરી ગયા હશે,
હું સોરી બોલીને તરત બહાર નીકળી ગયો, પણ મારૂ ધ્યાન રાઉન્ડ લેતી વખતે એ રૂમના દરવાજા પર જ હતુ કે હમણા માસી નીકળે તો પસૅનલી તેમને સોરી કહી દઉ, ૨ જ મિનિટમા વોડૅના સિસ્ટર અંદર ચેન્જ કરવા ગયા, જેવા તેવો ચેન્જ કરીને આવ્યા મે તેમને પૂછ્યુ,
અંદર કોઇ માસી હતા??
એમણે કીધુ, ના હેરત ભાઇ, અંદર તો કોઇ જ નહતુ.
હું વધારે વિચારમા પડ્યો.
બપોરે વોડૅનુ કામ પૂરૂ થતા મે ઇન્ચાજૅ સિસ્ટરને પૂછ્યુ,
"આપણે રાત્રે કોઇ ફિમેલ સરવન્ટ હતા કાલે?"
સિસ્ટરે કિધુ, "કાલે તો કોઇ ફિમેલ સ્ટાફ નહતુ,
કેમ શું થયુ હેરત ભાઇ?"
મે ઇન્ચાજૅને આખી વાત જણાવી,
મારી વાત સાંભળીને તેવો ડરી ગયા અને બોલ્યા,
"તમે કોને જોઇ લીધુ ત્યાં, તમારા જેવો અનુભવ ઘણા લોકોને થયો છે, એ રૂમજ ખરાબ છે,,"
અરે પણ સિસ્ટર કદાચ કોઇ સગુ કપડા બદલવા ગયુ હોઇ શકે ને ત્યાં?
મે સિસ્ટરની વાતને વચ્ચેથી કાપતા કહ્યું,
"એમ કોઇ સગુ અંદર ના જાય અને જો કોઇ ગયું જ તુ અંદર તો એ ત્યાથી બહાર કેમના આવ્યુ??"
સિસ્ટર આટલુ બોલીને નીકળી ગયા.
આ ઘટના, એ સ્ત્રી મારો ભ્રમ તો નતા જ, ફક્ત એ વાતમા હુ શ્યોર છુ,
બાકી સિસ્ટરના એ સવાલનો જવાબ ત્યારે પણ મારી પાસે નહતો, અને આજે પણ નથી જ.
પણ પ્રયાસ ચાલુ છે, એ સ્ત્રી ને શોધવાનો..!!
ડૉ. હેરત ઉદાવત.