horror express - 41 - last part in Gujarati Horror Stories by Anand Patel books and stories PDF | હોરર એક્સપ્રેસ - 41 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

હોરર એક્સપ્રેસ - 41 - છેલ્લો ભાગ

"માણસ તો આ સપના જોવા જન્મે છે અને આ સપના પુરા કરતા કરતા મૃત્યુ પણ પામી જાય છે." અરે ભાઈ મને રાત્રે ભયંકર સપનું આવ્યું હતું.
તને તો ભયંકર જ સપના આવે છે ભાઈ.....
ના ના એવું નથી પણ સાચું કહું છું મને ભૂત નું જ સપનું આવ્યું હતું,મને રાત્રે સપનામાં ભુતાવળ આવી હતી અને તે ભૂતાવળ મને તેના ઘરે લઈ ગઈ અને મને કૂવામાં નાખી દીધો હતો.
બરોબર.
અરે ભાઈ મારા જીવ નું જોખમ હતું.
આવા સપના તો મને પણ આવે છે પણ કરું શું સપના છે. આવી જાય પણ મારી સાથે કંઈક અજુગતું બનતું હોય તેવું મને લાગી રહ્યું છે.
કંઈ ચિંતા કરવાની નહીં આપણી આપણા નિયમ મુજબ નોકરી કરવાની અને થાક્યા પાક્યા ઘરે જઈને સૂઈ જવાનું, જો તને આવા વધારે ખરાબ સપના આવતા હોય તો મારી પાસે એક ભુવો છે.
તેની પાસે જવું છે?
વિજય અંધશ્રદ્ધા માં વિશ્વાસ કરતો ન હતો એટલે તેણે ત્યાં જવાનું બંધ રાખ્યું.
જો તારે ભૂવા પાસે ના જવું હોય તો મારી પાસે એક બીજો ઉપાય છે.
બોલને ભાઈ કયો ઉપાય.
તારે દર મંગળવાર કરવા પડશે કંઈ વાંધો નહીં હું દર મંગળવાર કરીશ પણ આ ભૂત માંથી મને તું મુક્તિ અપાવીશ ભાઈ.
આ તો એક સાચી સત્ય ઘટના છે કે તું મંગળવાર કરીશ તો તારા ઉપર હનુમાનદાદા પ્રસન્ન થશે અને આ ખરાબ સપના માંથી તું મુક્તિ મળી જશે.
એવું છે એમને.
વિજય અને મનજી બંને એકબીજાની વાતો કહી રહ્યા હતા. પણ આગળ શું બનવાનું હતું તે કોઈને ખબર ન હતી એટલે જ બંને ટ્રેન મા બેસી ગયા હતા.
જે કેસરી નામના નું ભૂત સામે મળ્યું હતું તે વિજયને ખબર ન હતી કારણ કે તે તો એકદમ કેસરી નામના ભૂત થી અજાણ હતો.
" કેસરીને પરિચય આપતો હતો."
તે અંદરોઅંદર વિચારી રહ્યો હતો કે મારી સાથે કંઇક અજુગતું નથી બની રહ્યું એ સમયમાં મનજીત ટ્રેન ચલાવી રહ્યો હતો.
વિજય કેસરી સાથે સૂતો હતો કારણકે તેનો મૂછનો દોરો પણ હવે ફૂટી ગયો હતો અને કેસરી ને બાહોમાં લઈને સુઈ રહ્યો હતો. મનજીત બધું જાણતો હતો પણ કશું કહી શક્યો નહીં. મનજીતને તો ખબર હતી કે કેસરી પેલી ભૂત છે વિજય તો કેસરી સાથે પ્રેમ કરી બેઠયો અને ટ્રેન માજ કેસરી ના શરીર સુખ ની મોજ માણી રહ્યો હતો.
એટલી જ વારમાં ધડાક દઇ ને એક અવાજ આવે છે અને આ અવાજ આવતા જ વિજય અને કેસરી એકબીજાથી છૂટા પડી જાય છે.
વિજય બોલ્યો શું થયું મનજી?
મનજી જવાબ આપ્યો કઈ નહિ ભાઈ.
તું તારું કામ કર ને કશું થયું નથી, શાંતિથી આરામ કર. એટલી જ વારમાં બંને પાછા આરામ કરે છે બંને જણા પોતાની મસ્તીમાં આવી જાય છે.
મનજીત એ કહ્યું કેસરી તારું સ્ટેશન આવી ગયું કેસરી બોલી મારે તો તમારી સાથે આવું છે. વિજયે હુંકાર કર્યો લઈને આપણી સાથે....
મનજીતે જવાબ આપ્યો કોઈ વાંધો નહીં.
"તેને આપણી સાથે લઈ લો"
બંને જણા ટ્રેન રિટર્ન લઈને આવે છે ત્યારે કેસરી પણ તેમની સાથે હોય છે.
વિજયને કેસરી પ્રત્યે પ્રેમ થઈ જાય છે અને મનજીત વિજય ને સમજાવવા પ્રયત્ન કરે છે કે આ બધા લોચા માં આપણે પડવા જેવું નથી પણ વિજય માનતો નથી અને કેસરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે કેસરી પણ લગ્ન કરવાની હા પાડી દે છે. આ બધી વાત મનજીતને ખબર પડે છે ત્યારે તે વિજય ને સત્ય હકીકત જણાવી છે કે....
"આ તારી સાથે કેસરી છે તે કોઈ માણસ નથી તે તો ભૂત જ છે." પણ શરીર સુખ માં વિજય એટલું બધો ઘેલો બની ગયો હતો કે માણસ અને ભૂત નો ભેદ સમજી ના શક્યો અને તે કેસરી સાથે લગ્ન કરવા આતુર થઈ જાય છે થોડાક સમય બાદ આ ભૂતાવળ કેસરી સાથે લગ્ન કરી દે છે અને બન્ને જણા સુખ શાંતિથી જીવન વિતાવે છે વિજય ને હવે ભૂતાવળ ના સપના આવવાના બંધ થઈ ગયા અને આખો પરિવાર મોજ થી જીવી રહ્યો છે.
સમાપ્ત....
આ નવલકથા તમને પસંદ આવી હોય તો મારા વોટ્સ એપ નંબર - 9724456625 પર પ્રતિભાવ આપવા વિનંતી.
"બધા વાચક મિત્રો અને માતૃભારતી પરિવાર ને અંતકરણ પૂર્વક જય હનુમાન."