along with eachother - 6 in Gujarati Love Stories by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી books and stories PDF | એક મેકના સથવારે - ભાગ ૬

Featured Books
Categories
Share

એક મેકના સથવારે - ભાગ ૬

આગળનાં ભાગમાં આપણે જોયું કે દિવસેને દિવસે બગડી રહી પ્રિયાની હાલતમાં કોઈ જ ફરક પડતો નથી અને બીજી બાજુ રોહનને સતત ડર લાગે છે કે તેના અને સતીષના દુષ્કૃત્યો હવે કંદર્પ જાણી ગયો છે અને ગમે ત્યારે પોલીસને જાણ કરી દેશે ત્યાંથી આગળ....

થોડીવાર સુધી કંદર્પ રોહનને ધમકાવિને પુરું સત્ય જાણવાં માટે બનતી કોશિશ કરી લે છે અને રોહન તેને જણાવે છેકે તે પોતે પણ જાણતો નથી કે અમોલનુ મૃત્યુ કેવી રીતે થયું અને તે વારંવાર સમ ખાઈને કહે છે કે પોતે અમોલના રહસ્યમય મૃત્યુ માટે જવાબદાર છે એવું કંદર્પ ને લાગતું હોય તો તે પોતે પણ અમોલના મૃત્યુનું રહસ્ય જાણવા માટે કંદર્પ ને બનતી મદદ કરશે.એટલે કંદર્પ તેને એક છેલ્લી તક આપીને પોતાના ઘરે જવા નીકળી જાય છે.પોતાની હાલતમાં થોડો સુધાર આવતાં રોહન પણ પોતાના ઘરે જવા માટે નીકળે છે એટલે પેલા ગુંડાઓ હવે પાછું તેને પેલા બોક્સ માટે વધુ હેરાન કરે તે પહેલા ત્યાંથી ભાગી જવુ વધુ યોગ્ય છે એમ વિચારીને તે જતો રહે છે.

આ બાજુ કંદર્પ આ બધી વાતો કૃતિને જણાવે છે અને હજુ પૂરું સત્ય ખબર ન પડે ત્યાં સુધી તેને કોઈને આ વાત ન જણાવવાનું કહે છે.હવે પ્રિયાની હાલતમાં કોઈ જ પ્રકારનો સુધાર ન આવતા તેને ઘરે લાવવામાં આવે છે અને હવે આગળ શું કરવું તે ચિંતામાં સહુ પરિવારજનો બેઠાં હોય છે ત્યાં અચાનક જ પ્રિયા જોરજોરથી રડવા લાગી અને ચીસો પાડવા લાગી.એટલે બધા દોડતા ત્યાં આવી પહોંચ્યા.બધાને જોઈને પ્રિયા કઈ જ બોલતી નથી પણ બસ નાના બાળકની જેમ રડવા લાગે છે.છેવટે તેને સુવડાવીને તેના પરિવારજનો બહાર આવે છે. એટલામાં કંદર્પ અને કૃતિ ત્યાં પ્રિયાને મળવા આવે છે અને તેને આ બધી વાતની જાણ થતાં તેઓ પણ વિચારે ચડી જાય છે કે આ બધું શું થઈ રહ્યું છે અને શું કારણથી?

થોડી વાર પ્રિયાના પરિવારજનો સાથે બેસીને કંદર્પ અને કૃતિ ત્યાંથી બહાર આવે છે અને હજુ તો તેઓ થોડી વાતચીત કરીને ત્યાંથી જતાં હતાં ત્યાં જ કૃતિની નજર પ્રિયાની રૂમ તરફ પડી.અચાનક ત્યાંથી કોઈ તેને અને કાંદર્પને જોઈ રહ્યું હોય એમ તેને લાગ્યું પણ કૃતીએ જાણે એ કઈ જોયું જ નથી એમ બતાવીને કંદર્પ ને પોતાના ઘરે મૂકી જવાનું કહ્યું એટલે કંદર્પ પણ કૃતિના આવા અચાનક બદલાયેલ વર્તનને સમજી શકતો ન હતો.એટલે જેવા તે બંન્ને પ્રિયાના ઘરથી સહેજ આગળ ગયા ત્યારે કૃતિએ તેને આ વાત કરી.એટલે તે બંને ચુપચાપ પ્રિયાનો રૂમ જે રોડ સાઇડ પરથી દેખાતો હતો ત્યાં એક ખૂણામાં સંતાઈને પ્રિયાના રૂમમાં થતી હિલચાલ પર નજર રાખવા લાગ્યા અને તેમના આશ્ચર્ય વચ્ચે કોઈ વ્યક્તિ ઘરની પાછળના દરવાજેથી સીધો જ પ્રિયાની બાલ્કની તરફ પ્રવેશ્યો.અને થોડી જ ક્ષણોમાં પ્રિયા ખુદ એની બાલ્કનીમાં આવીને ઊભી રહી તેની સાથે વાતચીત કરવા લાગી.આ જોઈને કંદર્પ અને કૃતિ જાણે આભા બની ગયા.પેલી વ્યક્તિ પ્રિયા સાથે થોડી વાતચીત કરીને ત્યાંથી ભાગી જવા માટે ફરી બાલ્કનીમાંથી નીચે ઉતરી અને પાછળના દરવાજેથી બહાર આવી ગઈ.તેને કોઈ ઓળખી ન શકે તે માટે તેણે કાળા કપડાં પહેરેલાં હતાં અને મોઢા પર પણ કાળો રૂમાલ બાંધ્યો હતો.એટલે આ વ્યક્તિ અને પ્રિયા બંને પાસેથી બધી હકીકત જમવા માટે કંદર્પ એ કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ પાછળ દોડ્યો અને કૃતિ વધુ વિચાર કર્યા વિના પાછી પ્રિયા પાસે દોડી ગઈ.હવે પ્રિયા વિશે તેના પરિવારજનોને આ બધી વાત કરવી કે નહીં એ વિચારે કૃતિ ઝડપથી બીજું કાઈ બોલ્યા વિના પોતે પોતાની ડાયરી પ્રિયા પાસે ભુલી ગઈ છે એમ કહીને સીધી જ પ્રિયાના રૂમમાં જતી રહી.પ્રિયા એટલી જ વારમાં પોતાના બેડ પર આરામથી સુઈ ગઈ હતી આ જોઈને કૃતિને વધુ શક થયો કે ખરેખર પ્રિયા બીમાર છે કે તે માત્ર અસલી હકીકત છુપાવવા માટે નાટક કરી રહી છે તે જાણવું જ જોઈએ એ વિચારે તેણે પ્રિયા પાસે રોકાઈ જવાનું નક્કી કર્યું.



શું કારણ હશે પ્રિયા અને પેલી વ્યક્તિ ના આવા નાટકનું? શું પ્રિયા પોતે અમોલ ના મૃત્યુનું રહસ્ય જાણવા માટે આ નાટક કરી રહી હશે કે તે પોતે કોઈ મુસીબતમાં ફસાઈ ગઈ હશે? શું કંદર્પ ને કૃતિ આ બધા રહસ્યોનો ભેદ પામી શકશે?? જાણવા માટે વાંચતા રહેશો આગળનો ભાગ...