Premam - 14 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | પ્રેમામ - 14

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમામ - 14

હર્ષના મિત્રો એ દૂર પહાડીઓ માં વસેલ એક સુંદર ગામ તરફ આગળ વધે છે. બસ એ ઊંચું પહાડ ચઢી રહી હતી. પહેલી વાર આવા સફરમાં નીકળેલ હર્ષના કેટલાંક મિત્રોને વોમીટ થાય છે.

"બે તમેય સાવ ડોફા છો. જીવનમાં બાપના પૈસે માત્ર અમદાવાદ ફર્યા. એમાંય અમદાવાદથી આગળ જો ક્યાંય ગયા હોય તો દિવ. સાલાઓ સોશિયલ મીડિયા પર તોહ વર્તન એવું કરે કે, જાણે દુનિયા ફરી આવ્યા હોય." આલોક એ કહ્યું.



"અબે જાને તું. તું જીવનમાં દેહરાદુન સિવાય ક્યાંય ગયો નથી. અને આવી મોટી સાણી. હટ તારી પાસે બેસીસું તોહ, લેક્ચર ચાલું કરવાની તું." વિવેક એ કહ્યું.


આમ દુઃખની આ ઘડી વચ્ચે માહોલમાં થોડી હળવાશ અનુભવાઈ હતી. એક પછી એક હર્ષ અને લીલીના જવાથી આ મિત્રોની ટોળકી આઘાતમાં હતી. આખો દિવસ ફોનમાં ગેમ્સ રમ્યા કરતો તરુણ આજે વિચારોમાં ખોવાયેલો હતો. શાયર ઉર્ફે સિદ્ધાર્થ આજે ગુલઝાર સાહેબની શાયરીઓમાં ખોવાયેલો હતો. અને આમજ બધા મિત્રો કોઈન કોઈ રીતે આ દુઃખને અનુભવી રહ્યા હતા. એટલામાં જ બસ એક ગામ પાસે આવી ઉભી રહે છે. આલોક નીચે ઉતરવા માટે આગળ વધ્યો. અને એની પાછળ- પાછળ તેના અન્ય મિત્રો પણ ઉતર્યા. સામે કેટલાંક પગથિયાં હતાં. એ પગથિયાંની સંખ્યા લઘભગ બસોની હતી. પગથિયાં ચઢતા એક ચાયની ટપરી નજરે ચઢી. ત્યાં ચા પીધી. અને ત્યારબાદ મિત્રોની ટોળકી ત્યાં દુર દેખાઈ રહેલાં એક મંદિર તરફ આગળ વધી. મંદિરે ભગવાનના દર્શન કર્યા. અને વિધિ જલ્દી મળી જાય એવી આશા સાથે તેઓ ત્યાં જ રોકાયા.


"ભાઈઓ. મારા ખ્યાલથી વિધિ અહીં હશે તો મંદિરે જરૂર આવશે. મેં હર્ષ પાસેથી સાંભળ્યું હતું કે, વિધિ દરરોજ મંદિરે જતી. આઈ થીંક અહીં જ રાત રોકા વવી આપણાં માટે ફાયદાકારક રહેશે.

**********


"બાલકો! ઇતની રાત ગએ યહાં? માલુમ નહિં? યહાં જંગલી જાનવર ઘુમતે રહેતે હૈ?" ત્યાંથી પસાર થઈ રહેલાં એક બાબાજી એ કહ્યું.



"બાબાજી! હમ પુરી રાત યહી ઠહેરના ચાહતે હૈ. કલ સવેરે મંદિર મેં કુછ કામ હૈ." વિવેક એ કહ્યું.



"બચા! આપકી બાતો સે લગતા હૈ કી આપને ભોજન તક નહિં કિયા હોગા. ઔર રહી બાત રાત ઠહેરને કી. તોહ યહાં રહેના જીવન કે લીએ જોખમી હો શકતા હૈ. આઓ મેરે સાથ મૈં કુછ પ્રબંધ કર દેતા હું."




આમ, એ બાબાના પ્રબંધથી તેઓને ઊંઘ માટે આશયસ્થાન. અને સાથે સાથે ભોજન પણ પ્રાપ્ત થયો. જમ્યા બાદ બાબાજી સાથે તેઓ બે ઘડી વાતો કરવા બેઠા.



"બાબાજી આપકા ધન્યવાદ. યહ બહુતહી આનંદદાયી સ્થાન હૈ. ઔર ભોજનભી ઉત્તમ થા." સિડએ કહ્યું.



"અરે, બચ્ચા યહ તોહ ભગવાન કા સ્થાન હૈ. હમારા યહાં કુછ નહિં હૈ. આભાર માનના હો તોહ ઉસ ખુદા કા માનો. હમ તોહ માત્ર ઉનકે તુચ્છ ભક્ત હૈ."




"બાબાજી! પ્રેમ કે બારે મેં થોડા કુછ બતાઈએ ના. ક્યાં પ્રેમ પીડાદાઈ હોતા હૈ?" વિવેક એ પ્રશ્ન કર્યો.



"બચ્ચા પ્રેમ તો એક પવિત્ર બંધન હૈ. ઉસમેં પીડા કૈસી?ઔર જહાં પીડા હોવે હૈ વહાં પ્રેમ નહિં હોતા. પ્રેમ યાની એક પવિત્ર બંધન. ચાહે વહ ખુદા સે હો યાં કિસી વ્યક્તિ સે. પ્રેમ કે સાથ પવિત્રતા શબ્દ હંમેશા જુડા હુઆ રહેતાં હૈ. અબ હમને તો માત્ર ઈશ્વર સે કિયા હૈ. ઔર બદલે મૈં હમેં ભી બહુત સારા પ્રેમ મિલા હૈ. બસ ઈશ્વર સે જુડે રહેને મૈં જો આનંદ હૈ વહ અન્ય વસ્તુઓ મેં કહાં?"





"બાબાજી. હમારા એક દોસ્ત પ્રેમ કે કારણ હી આજ ઈસ દુનિયામેં નહિં રહાં. મતલબ પ્રેમમે વેદના ભી તો હૈ."




"વહ તો જૈસી જીસકી સોચ બચ્ચા. પ્રેમમેં વેદના કભી નહિં હોતી. પ્રેમ કા અર્થ હી પવિત્રતા હૈ. ઔર જીસ પ્રેમમે પીડા હોતી હૈ વહ પ્રેમ હી નહિં હોતા. હમ તો બસ યહી પ્રેમ કે બારે મેં જાનતે હૈ."




"બાબા! હમ બહુત ગુમ સે ગએ હૈ અપને દોસ્તકી મૌત કે બાદ. ઔર વહ જીસસે પ્રેમ કરતાં થા વહ લડકી ભી યહી આ બસી હૈ. હમ ઈસી લીએ યહી ઠહરે હૈ. હમેં લગતા હૈ કી વહ સુભહ મંદિર જરુર આયેગી." આલોક એ કહ્યું.



"ઈશ્વર પર ભરોસો રખો. વહ જરુર ભલા કરેગા તુમ્હારા."




"બાબા ગુજરાત સે યહાં તક ઈશ્વર કે સહારે હી આએ હૈ."




"આપ લોગ ગુજરાત સે આએ હૈ યહાં? ઔર ઉસ બાલિકા કા નામ બતાના જરા જીસે આપ ઢૂંઢ રહે હૈ."




"બાબાજી ઉસકા નામ વિધિ હૈ."




"વિધિ! અરે યહ તો વહી બાલિકા હૈ જો હાલ હી મેં મેરે પાસ આકર બેઠી થી. મૈં ઉસ સમય મંદિર મૈં થા. વહ આઈ ઔર આંસુ બહાને લગી ઈશ્વર કે સામને. મૈને ઉસસે પુછાં ક્યાં હુઆ બેટા? તોહ, વહ મેરે પાસ બૈઠી ઔર ઉસકે પ્રેમી કે બારે મૈં બતાને લગી. ઉસકી બાતેં સુન કર લગ રહા થા કી વહ જલ્દ હી મૃત્યુ કા માર્ગ પકડને વાલી હૈ. મૈને ઉસે સમજાયાં. ઔર ઉસકે પશ્ચાત વહ રોજ મંદિર આને લગી. મેરે પાસ બેઠતી ઔર ઈશ્વર કે બારે મેં કુછ બતાઈએ! જીદ કરને લગતી. મૈં ઉસે કહાની સુનાતા. બસ ઉશ્કે બાદ, સાત દીનો સે વહ દિખી નહિં. ઔર મેં ભી સોચને લગા કી ઉસકે જીવનમે સબ ઠીક હો ગયાં હોગા. ઉસને મુજે સબ બતાયાં થા. વહ કહાઁ સે આઈ હૈ. ઉસકે જીવન મૈં ક્યાં ચલ રહા હૈ. ઔર ઉસકી વેદના."



આ સાંભળી એ મિત્રોની ટોળકીને થોડી રાહત થઈ.




"બાબાજી આપ જાનતે હૈ વહ કહાં રહતી હૈ?" તરુણ એ પ્રશ્ન કર્યો.


"નહિં બેટા! મૈં ઈસ બારે મેં કુછ નહિં જાનતાં. પર હા! ઇતના જરૂર કહ શકતા હું કી, વહ ઉત્તર કી તરફ સે આયા કરતી થી. વહાં જો બાજાર હૈ વહાં સે. મુજે લગતાં હૈ ઉસકા આસરા વહી કહીં હોગા."



વિધિ! આ નામની વ્યક્તિ ત્યાં પહોંચી હતી. પ્રેમની વેદનામાં હતી. લઘભગ જીવનથી થાકી ગઈ હતી. એક અઠવાડિયાથી મંદિરે જવાનું બંધ કર્યું હતું. આ ઘટના પરથી શું કહી શકાય? વિધિ હજું જીવે છે? કે પછી પ્રેમની વેદનામાં હારી ગઈ હશે?

ક્રમશઃ