હા ચાલ ત્યારે તૈયાર થા હવે. અડધી કલાકની જ ટ્રેનને આવવાની વાર છે. હું જાઉં છું દુકાન તો ખોલું, ભલે શેઠજી હું હમણાં તૈયાર થઈ આવું.
રામુ થેલી લઇ દુકાને ગયો. શેઠની રજા લીધી, બાની પણ રજા લીધી.
બાએ કમને રામુને રજા દીધી ,એને બિલકુલ સારું નહોતું લાગતું. શેઠજીએ રામુને આવવા -જવા અને ખાવાપીવાના રૂપિયા અને એક નાનો મોબાઈલ જે દુકાનના કામકાજમાં વપરાતો હતો. એ રામુ ને આપ્યો
બાએ થોડોક પકવાન બનાવી આપ્યો. જે રસ્તે રામુ ખાઈ શકે .અને વધે તો ઇલા માટે લઈ જાય. રામુ નીકળ્યો ટ્રેનમાં બેઠો, ટ્રેનમાં બેસવાનું આ પ્રથમ અનુભવ પણ એ માણવા કરતાંય સાતેક વર્ષની ઇલાનો ચહેરો એની આંખોમાં રમી રહ્યો .એ નાનકડી આજ તો જુવાન થઈ ગઈ. મને જોઈને એ કેટલી હરખાશે .મને તો એ ભેટી જ પડશે! જાજુ બધું રડીએ લેશે! અને પછી પૂછશે કે મારા માટે શું લાવ્યો. પણ ,હું એમ સહેલાઈથી તો પકવાન નહીં જ આપું. એમાં મારો પણ ભાગ છે .એવું બધું મોઢું ત્રાસુ કરતો રામુ ટ્રેનમાં બેઠો બેઠો વિચારે છે.
વિચારોના વમળમાં રામુ એટલો બધો ખોવાણું કે સ્ટેશન સુધી છેક આવી એ જાગ્યો .સરનામું પૂછતા પૂછતા રામુદાદા દીદીના ઘરે ગયો.
ઈલા કોલેજ ગઈ એવા સમાચાર મળતા લાલ થેલી પહેલા ઇલાના બેડ પર રાખી. એ કોલેજે ગયો .ચારેક માળની એ કોલેજ ભવ્ય ઇમારત જેવી લાગી. કોલેજમાં શુટબુટમાં અસંખ્ય એના જેવડા છોકરાઓ અને ઈન્દ્રની અપ્સરા જેવી છોકરીઓ .
ગામડાના રામુને તો આ બધું એક આધુનિક રાસલીલા જેવું લાગ્યું. એની નજર તો એની ઇલાને શોધવામાં લાગી પડી. દૂર આસોપાલવના ઝાડ નીચે પાટલી પર સાત આઠ છોકરા અને બે ત્રણ છોકરીઓ ગપાટા મારતા બેઠા હતા .એની આંખો ચમકી કેમકે એમાં ઈલા પણ હતી. જીન્સનું પેન્ટ અને માથે ફેશનેબલ ટોપ .
આ બધું જોવું તો દૂરની વાત. પણ ,રામુ ને તો નામ પણ ન આવડે. દોટ મૂકી રામુ થિઠિયાથોરી કરતી ટોળીમાં ઘુસી ગયો. એ ઇલાને બાથ ભીડી રડવા લાગ્યો. રામુની આવી હરકતથી આજુબાજુના વિદ્યાર્થીઓ ઈલા ની મજાક કરવા લાગ્યા. ભિખારી જેવા લાગતા ગામડિયા ના છોકરાનું અને ઈલા નું શું સંબંધ હોઈ શકે એનું પોત પોતાની રીતે અનુમાન લગાવતા હતા. ઇલનું અપમાન થઇ રહ્યું જોઈ રામુ એક ડગલું ખસી ગયો.
ઈલા પોતાના ઉપર થઈ રહેલી મશ્કરી સહન ન કરી શકીશ. કોણ છે તું ?આમ કેમ ચોટી ચોટી ને વાતો કરે છે?ભિખારી સાલો દૂર મર. હું તને નથી ઓળખતી?
અરે યાર હશો છો શુ બધા? આને હું નથી ઓળખતી. એ આવું વર્તન કેમ કરે છે?
ઈલા એ વિચાર્યું કે ઘરે જઈ ભાઈ ની માફી માંગી લઈશ. પણ અત્યારે તો બેઇજ્જતી થી બચી જવાશે. ઇલાને આમ ઓળખતી નથી એવું સાંભળી બધાએ રામુ ને માર મારવાનું શરૂ કર્યું .રામુની છાતીના તો જાણે પાટિયાં જ બન્ધ થઈ ગયા.એના તો પગ નીચેથી જમીન સરકી ગઇ. બિચારો એની નાની સાતેક વર્ષની બહેને યાદ કરી રહ્યો.બધા એકસાથે રામ ઉપર ત્રાટકી પડ્યા. બધા રામુને ધસડીને ગેટની બહાર મૂકી આવ્યા. ઇલાથી આ બધું જોવાયું નહીં. પણ ભાઈ છે, મારો એમ કહે તો તો કોલેજમાં એની પ્રતિષ્ઠાને આંચકો લાગે. એટલે એણે આટલું સહન કરી લેવાનું વિચાર્યું.
લોહીલુહાણ હાલતમાં રામુ કોલેજના દરવાજાની આગળ ઊભો થઈ બધું જોઈ રહ્યો. ગેટ ની અંદર થી કોલેજના છોકરા-છોકરીઓએ રામુની તિરસ્કાર ભરેલી નજરે જોવાનું ચાલુ કર્યું. આ બધાની વચ્ચે ઇલા ક્યાંય દેખાતી નથી. ફરી એકવાર રામુ ઇલાના ના નામ નો સાદ પાડતો ગેટ સુધી દોડી ગયો .પણ બહાર બેઠેલા સિક્યુરિટી એ એને કોલેજમાં પ્રવેશ ન આપ્યો. વિદ્યાર્થીઓના મારથી જરાય દુઃખી ન હતો પણ એના કાળજા નો કટકો આજ છૂટી ગયો એનું એને ખૂબ દુઃખ હતું.બિચારાને એટલો માર્યો કે ઉભો થવા ગયો ત્યાંજ ઢળી પડ્યો. એને એની નાનકડી સાત વર્ષની બહેન ઈલા યાદ આવી ગઈ. ઇલા ટોળાની વચ્ચે અપમાનિત થયેલા લોહીલુહાણ ભાઈ સામે ચોરી છુપીથી જોઈ રહી. રામુ ની વેદના આજ એ વંઠેલી છોકરી સુધી પહોંચી જ નહીં. માંડ માંડ કરી ઉભો થયો અને ચાલવા લાગ્યો. એ રોડ ઉપર વચોવચ હાલતો એને ખુદનું ભાન ન રહ્યું.
આજુબાજુના ઘણા લોકોએ રામુને રોડ પરથી ખસી જવા રાડો પાડી. પણ નિરસ જિંદગીનો બોજ ઉપાડતા ઉપાડતા રામુ જાણે બહેરોજ થઈ ગયો.પાછળથી પુરજપાટે આવતો ટ્રક ઉભો રહે ન રહે ત્યાં તો રામુ વિશેક ફૂટ દૂર ફંગોળાઈ ગયો.
આંખ ની નદીઓ બંધ થઈ ન હતી ત્યાં જ લોહીની નદીઓ વહી ગઈ. ખિસ્સાના ફોન દ્વારા રામુને હોસ્પિટલ પહોંચાડી શેઠ અને શેઠાણીને તેડાવવામાં આવ્યા .
ઈલા:"દાદી રામુભાઈ ક્યાં છે ?"
દાદી:"કેમ તને મળ્યો નથી એ."
ઈલા:"હા મળ્યો પણ, પાછો જતો રહ્યો કે શું? "
દાદી :"હજુ તો નથી આવ્યો, થેલીમાં જોઇલે શું લાવ્યો તારા માટે તારો લાડલો ભાઈ."
ઇલાએ થેલી લઈ ઓરડામાં જતી રહી. જમીન પર થેલી એણે ઠાલવી, થેલીમાંથી જુનવાણી તૂટેલા-ફૂટેલા રમકડા નીકળ્યા જે ઉકરડામાંથી બંનેએ ભેળા કરેલા અને એક આઇસક્રીમનું કાગળિયું જે પોતે છેક સાત વર્ષની હતી ત્યારે ખાધું .ઇલા આ બધું જોઈ ડઘાઈ ગઈ એને ઝુંપડાના દિવસો યાદ આવી ગયા. એનું બારવર્ષનો ભૂખ્યો ભાઈ યાદ આવ્યો .એનો બાપ જેવો મોટો ભાઈ આજે એને મળવા આવેલો .પોતે ભાઈને ગળે ન લગાડી શકી!
ઇલાને રમકડા વાળી વાત યાદ આવી .ઈલા તું મને નહીં ભુલીસ ને મારી બહેન. એવા શબ્દો કાને વીંટળાઈ વળ્યા એ ગંધાતી ઝુપડી ,કકરાટ કરતા ઉકરડા ,માબાપના સપનાઓ ,માલમિલકત બધું યાદ આવી ગયું.
દાદાજીની ફોનની ઘંટડી વાગી એટલે ઇલા સ્વસ્થ થઈ .દાદા મંદિરે ગયેલા અને એનો ફોન ઘરે રહી ગયેલો .ઇલા એ ફોન ઉપાડ્યો." બાપુજી તમે સરનામું મોકલું એ હોસ્પિટલે ઝડપથી જાઓ .""ત્યાં રામુ ને એડમીટ કરવામાં આવ્યો છે .અમારે પહોંચતા વાર લાગી જશે છોકરાઓને ખબર ન પડવા દેતા!
દુર્ભાગ્યે શેઠજીએ પોતાના બાબા સમજી ને સમાચાર ઇલાનેજ આપી દીધા. ઇલા એના એ જ વેશમાં ટેક્સી કરાવી હોસ્પિટલે ગઈ. સિસ્ટરોને પૂછતાં પૂછતાં ઇલા રામુ વાળા રૂમમાં ગઈ.
રૂમમાં ડૉક્ટર કે નર્સ કોઈ હતું નહીં એટલે એ દોડી રામુના બેડ પર બેસી ગઈ .ઓઢેલ સફેદ કપડું હટાવી જોયું તો રામુ નહીં, પણ રામ નું મડદું સુતેલું હતું.
ઇલાને અરેરાટી છૂટી ગઈ .એના શરીરના તમામ અંગ ધ્રુજી ઉઠ્યા.એનું મોં તો જાણે સિવાય જ ગયું આંખમાંથીયે એક પણ આંશુ બહાર આવવાની હિંમત કરતા નથી.નિરાધાર થઈ જવાનો ખ્યાલ આવે સમયે એને આવ્યો જ નહીં.વિચાર શક્તિ ક્ષીણ બની ગઈ એની.એ રામુના બેડની પાસેજ ઢોળાઈ ગઈ.આંખો સતત રામુને જ શોધી રહી ,પણ મળેલી તક તો એ ક્યારની ગુમાવી બેઠી.
તમે આવી રીતે પૂછ્યા વિના અંદર ના આવી શકો મૅમ. અને આવી ગયા તો કહો એ તમારો શુ સગો થાય. તમારો એની જોડે શું સંબંધ છે.
ઇલા:" ભાઈ ,"અવાજ પણ માંડ કરીને નીકળ્યો.
ડોક્ટર:" i am sorry, તમારા ભાઈ ને માર મારવાને કારણે ઘણા હાડકા તૂટી ગયા .અને ટ્રક સાથે અથડાવાથી મગજનું હેમરેજ થયેલું છે. એટલે અમે એને બચાવી ન શક્યા .અથવા તો એ બચવા માંગતા ન હતા. એવું કહી શકાય !
વાહ વાહ !કરી બતાવ્યું આજ ઈલા તેતો! વચન પાળ્યું નહીં તને ભાઈ ની પાછળ રોવાનો પણ અધિકાર નથી.છેક ગામડેથી મળવા આવેલો ભાઈ ને તું મળી પણ નહીં......(ઈલા મનમાજ આવું તેવું બલબળી રહી છે.રૂમની અંદર એક દુઃખદ સન્નાટો છવાઈ ગયો......)
આજ રામુના મનહુસ હોવાનો જાણે અંત જ આવી ગયો ન હોય!
પ્રિય વાંચકમિત્રો,આપના સાથ સહકારથી આજે નવલકથાને હું પૂર્ણ વિરામ આપું છું..તમારો ઘણો સહકાર મળ્યો છે.
ધન્યવાદ......😇😇
🌹krishna solanki🌹