soundrya - 4 in Gujarati Fiction Stories by Kaushik Dave books and stories PDF | સૌંદર્યા - એકરહસ્ય (ભાગ-૪)

Featured Books
Categories
Share

સૌંદર્યા - એકરહસ્ય (ભાગ-૪)

" સૌંદર્યા "- એક રહસ્ય ( ભાગ -૪ ) આ એક કાલ્પનિક વાર્તા છે.... આ વાર્તા કોલેજ કાળ નાં ચાર મિત્રો થી શરૂ થાય છે.. વેકેશન માં આ મિત્રો જબલપુર અને ટાઇગર અભ્યારણ ટુર પર જાય છે..અને પછી..કહાની માં મોટો વળાંક આવે છે.... મિત્રો આ ધારાવાહિક આપને પસંદ પડશે.. ..... કાન્હા માં વિજયે કરેલા ખરાબ વર્તન ના કારણે પાયલ નો મુડ બગડે છે અને વહેલા જબલપુર આવે છે... .. હવે આગળ... બધા મિત્રો પોત પોતાના રૂમમાં ફ્રેશ થવા જાય છે.. થોડી વારમાં પાયલ પર એના પપ્પા નો ફોન આવે છે..,. " પાયલ તારી ટુર કેવી જાય છે? અને...હા વિજય સિવાય ના બે મિત્રો છે એના થી થોડું અંતર રાખજે.". "પણ પપ્પા એ એવા નથી..મારા ખાસ મિત્રો છે.". "પણ જો એ આપણી કેટેગરી ના નથી..હા.. તને એટલા માટે ફોન કર્યો કે..આજે સાંજે મારે એક બીઝનેશ મીટીંગ છે.. એમાં વિજય ના પપ્પા આવવાના છે..જો તારો અભ્યાસ તો પુરો થયો... હવે સારો છોકરો જોઈ ને તને પરણાવી દેવી છે.જો વિજય સારા ખાનદાન નો છે..આજે એના પપ્પા સાથે તારા અને વિજય માટે..હ..હ..ના નહીં.. તું બોલતી નહીં..આજ સુધી તારી જીદ ચાલી..વિજય આપણી કેટેગરી નો છે.".... "પણ.. પપ્પા.. એટલું પાયલ બોલે છે ત્યાં ફોનની લાઈન કપાઈ જાય છે..આ સાંભળી ને પાયલ પાછી ગુસ્સે થાય છે.. બપોરે બાર વાગ્યે બધા મિત્રો જમવા બેસે છે.પણ પાયલ નો મુડ જમવાનો રહ્યો નહોતો.. એટલે આ જાણી ને સૌરભે થોડી હળવી હસી મજાક શરૂ કરી. પછી બધા મિત્રો ને કહ્યું," જુઓ હું વાર્તા કહું." ‌વિજય અને મુકુંદ વાર્તા સાંભળવા તૈયાર થયા. સૌરભ હસતા હસતા બોલ્યો," જો સાંભળ..આ વાર્તા..એક સમયની વાત છે.ત્રણ મિત્રો હતા.સિકંદર, જુલિયા અને રોબર્ટ.જુલિયા રોબર્ટ ને પ્રેમ કરતી હોય છે.સિકંદર જુલિયા ને..એક દિવસ માં -બાપ ની ઈચ્છા થી જુલિયા ની સગાઇ સિકંદર સાથે થવાની હોય છે..એના એક દિવસ પહેલા તેઓ મહીસાગર નદી એ પિકનિક કરવા જાય છે.રોબર્ટ આ સગાઈ ની વાત જાણી ગયો હોય છે...આ પિકનિક દરમિયાન રોબર્ટ હમણાં આવું છું એમ કહી ને કાયમ માટે જુલિયા અને સિકંદર ના જીવન માં થી દૂર થાય છે.." આ સાંભળી ને પાયલ બોલી," અરે ગાંડા..તને તો વાર્તા કહેતા પણ નથી આવડતી..જો વાર્તા આવી હોય." પાયલ ને મુડ માં જોઇ ને મિત્રો ખુશ થયા.. પાયલે વાર્તા કહેવા માંડી," જુઓ આ ત્રણ મિત્રો મહીસાગર પિકનિક કરવા ગયા.સિકંદર નદી માં નહાવા ગયો..એ વખતે એને કોઈ ખેંચી જતું હોય એવું લાગ્યું.. જોયું તો કોઈ જલપરી હતી. એ જલપરી એના સ્થાન જલ મહેલ માં સિકંદર ને લઈ ગઈ..બોલી..હે યુવાન.. હું તને પરણવા માગું છું. સિકંદર બોલ્યો..પણ આ મહેલ માં તમે એકલા! બીજી કોઈ જલપરી નથી? જલપરી બોલી..છે બીજી બે મારી સખી જલપરી છે." સિકંદર બોલ્યો તમને ત્રણેય ને જોઈ ને એક ને પસંદ કરું.". આવું સાંભળી ને બાકીના ત્રણેય મિત્રો ખડખડાટ હસી પડ્યા. સૌરભ બોલ્યો.. તને તો સરસ વાર્તા આવડે છે.હવે તારી પાસે રોજ વાર્તા સાંભળીશું. ચાલો આપણે જમી લઈએ.થોડો આરામ કરી જબલપુર ના જોવાલાયક સ્થળો જોવા જઈશું.". બધા મિત્રો જમી ને આરામ કરવા લાગ્યા....... બપોરે ત્રણ વાગ્યે તેઓ જબલપુર ફરવા નિકળ્યા. રસ્તા માં સૌરભ બોલ્યો.," જબલપુર નર્મદા નદી પાસે આવેલ છે..પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત જબલપુર પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે.પુરાણો માં લખ્યું છે કે,વૈદિક કાળમાં ભગવાન શંકરે અહીં રાક્ષસોનો સંહાર કરીને મનુષ્યજીવનનો આરંભ કર્યો હતો. અહીંનાં સ્થળોની વાત કરીએ તો મદન મહેલ અહીંનું સૌથી લોકપ્રિય સ્થળ છે.
જેની ટોચ પરથી આખા જબલપુર શહેરનો નજારો જોવા મળે છે. રાણી દુર્ગાવતી સંગ્રહાલય અહીં આવેલું છે. જે એક હેરિટેજ સાઇટ પણ છે. અહીં પ્રાચીન મંદિરો અને સ્મારકો આવેલાં છે ફોટોગ્રાફી માટે હનુમાન તાલ તળાવ બેસ્ટ છે. અહીં અનેક સ્થળે બોટિંગની ફૅસિલિટી છે. અહીંથી નર્મદા નદીનો ઘાટ પણ નજીક છે જ્યાં જવાનો મોકો પણ એક લાહવા થી ઓછો નથી. મૅજિક રૉક જેને balancing Rock પણ કહે છે એ ઘણો પ્રચલિત છે એ પણ અહીંની જ સંપત્તિ છે. આ રૉક એકબીજાની ઉપર નજીવા ટેકે ઊભા છે.ભૂતકાળ માં ભૂકંપ માં પણ એવા ના એવા બેલેન્સ માં રહ્યા છે.". આ સાંભળી ને વિજય બોલ્યો," અરે... સૌરભ.. તું તો બધું જાણી ને આવ્યો છે? અહીં કોઈ વાર આવ્યો છે?". "ના, જબલપુર પહેલી વાર...પણ અહીં આવતા પહેલા ગુગલ બાબા માં સર્ચ કરી લીધું હતું." મુકુંદ બોલ્યો," સૌરભ ની વાત સાચી છે..આ ભૂમિ મહર્ષિ જાબાલી ની પવિત્ર ભૂમિ છે.. મેં પણ ગુગલ માં સર્ચ કર્યું હતું. અહીં બોદ્ધ ધર્મ ના ,જૈન ધર્મ ના પણ જુના અવશેષો મલી આવેલા છે.. હજારો વર્ષ પહેલાં ના જીવાશ્મીઓ પણ મળી આવેલા છે.. પથ્થર યુગ માં પણ અહીં માનવ વસવાટ હતો એવું કહેવાય છે." પાયલ બોલી," એટલે અમે બે જ ડફોળ..તમે બંને તો જ્ઞાન ના ભંડાર..ટુર ની તૈયારી કર્યા વગર જ..વિજય અને હું નિકળ્યા. સારું સારું જાણવા મલે છે.. પહેલી વાર ખબર પડી કે આપણા ભારત ની વિરાસત કેટલી પુરાણી છે." " ના ના એવું નથી આતો સમય અને રસ ની વાત છે.. હજુ જબલપુર પાસે ભેડાઘાટ છે ત્યાં ઘણું જોવાલાયક છે... ત્યાં તો આપણે કાલે સવારે જ જવું પડશે..આજે ને આજે બધું જોવાશે નહીં." સૌરભ બોલ્યો.. આ સાંભળી ને કાર નો ડ્રાઈવર બોલ્યો," હા,સર તમારી વાત સાચી છે.કાલે સવારે વહેલા ભેડા ઘાટ જોવા નીકળવું પડશે.. પછી ત્યાં થી નરસિંહ પુર.અત્યારે તો જબલપુર ના જોવાલાયક સ્થળો જોવા જવાનું છે.". "ઓકે..બધા મિત્રો બોલ્યા. રાની દુર્ગાવતી મ્યુઝિયમ, બીજા નજીક ના સ્થળો જોયા. આનંદ થી સેલ્ફી અને ગૃપ ફોટા પાડ્યા. Balancing Rock જોતા જ ખુશ થયા.વિજય અને મુકુંદ થોડા આઘા પાછા થયા પોતાની રીતે ફરવા લાગ્યા. પાયલ અને સૌરભે ત્યાં સેલ્ફી અને અન્ય ફોટા પાડ્યા.... પાયલ બોલી," સૌરભ તારો ફોટો તો કેવો પડ્યો.. જાણે માથા પર રોક રાખ્યો હોય.". સૌરભ હસ્યો ને બોલ્યો," આપણું જીવન પણ આવું જ છે.. આપણા જીવનમાં સુખ નો અનુભવ થાય.. ત્યારે ઈશ્વર ને થેંક્યું...ને જ્યારે દુઃખ આવે ત્યારે ઈશ્વર પાસે ફરિયાદ...જો નીચે દેખાતો રોક જીવન નું સુખ છે..ઉપર આવતું દુઃખ..જીવન ને બેલેન્સ રાખવા જણાવે છે...સુખ માં છકી ના જવું અને દુઃખમાં અન્ય પર દોષ નાખવો નહીં..પણ ઈશ્વર કૃપા ગણી..હસતા હસતા સહન કરવું તો જ સુખી થવાય.". "ઓહોહો..સૌરભ તું તો સરસ સમજાવે છે.. એટલે તું મને સમજાવા માંગે છે..એમ..ને!." "જો પાયલ જીવન માં શું થવાનું છે એ ખબર નથી..પણ જે માબાપે સુખ દુઃખ વેઠીને આપણ ને મોટા કર્યા હોય એમની વાત માનવી જરૂરી છે.સમજદાર ને ઈશારો કાફી છે.". આ સાંભળી ને પાયલ શાંત થઈ.......એ પછી બધા મદન મહલ ફોર્ટ ગયા પછી હનુમાન તાલ તલાવે ફર્યા .. રાત્રે મોડું થતું હોવાથી બહાર હોટલ માં જમી ને બંગલા માં આવ્યા...... બધા ફ્રેશ થવા પોત પોતાના રૂમમાં ગયા....... વિજય ખુશ થતો ત્રણેય મિત્રો ને ભેગા કર્યા . કહ્યું," પપ્પા નો ફોન હતો.પાયલ ના પપ્પા મલ્યા.તેઓ પાયલ અને મારા સંબંધ માટે હા પાડી..પાયલ ની મમ્મી એ પણ હા પાડી.. કહ્યું કે આ ટુર પર થી પાછા આવે એક અઠવાડિયા માં સગાઈ કરી દેવી... અને પછી ચાતુર્માસ શરૂઆત થશે એ પહેલાં અમારા બંને ના લગ્ન.". આ સાંભળી ને પાયલ ગુસ્સે થઈ ને એની રૂમમાં ગઈ. મુકુંદ અને સૌરભે વિજય ને શુભેચ્છાઓ પાઠવી. બીજા દિવસે સવારે સાત વાગે ડ્રાઈવર ગાડી લઈને આવી ગયો.. જબલપુર ની પાસે.. નર્મદા કાંઠે આવેલા ફોલ્સ ધોધ , કુદરતી સૌંદર્ય,મંદિર દર્શન માટે... પણ ચારે મિત્રો તૈયાર હતા નહીં.. આઠ વાગે ચા નાસ્તો કરી ને તેઓ જબલપુર થી ભેડાઘાટ જવા નિકળ્યા. રસ્તા માં પાયલ કંઈ બોલતી નહોતી.. મિત્રો શાંત બેઠા હતા... ભેડાઘાટ પાસે ત્રિપુરા સુંદરી નું મંદિર જોવા જવાનું હતું.. સૌરભ ને લાગ્યું વાતાવરણ ગમગીન થયું છે.. સૌરભ ડ્રાઈવર ને ઉદ્દેશી ને બોલ્યો," બોસ..પાસે કોઈ આશ્રમ હોય તો ઉભી રાખજે.." આ સાંભળી ને વિજય બોલ્યો," કેમ,કેમ?". "બસ એમ જ...આ પાયલ ગુમસુમ બેઠી છે.. મને થાય છે કે હું અહીં ના કોઈ આશ્રમ માં સંન્યાસ લઈ લઈ લઉ.". પાયલ બોલી," તો પછી અમદાવાદ તારી મમ્મી ને મારે શો જવાબ આપવાનો? અમારી સાથે આવ્યો છે તો અમારી સાથે જ.. આવવાનું.". સૌરભ સ્મિત કરતા બોલ્યો," પાયલ બોલી તો ખરી..અરે ગાંડી હસતા રહેવું.મા બાપ છે એમની ઈચ્છા ને પણ માન આપવું એ લોકો પોતાના સંતાનો નું ખોટું ઈચ્છે નહીં.". "જોયું પાછો ઉપદેશ આપવા બેઠો... ખરેખર આને તો પ્રવચન આપવા બેસાડવો પડે.સારૂ સારું..પણ હવે પછી આવું બોલતો નહીં.". પાયલ બોલી. સૌરભ બોલ્યો.,".અને ખરેખર હું અહીં જ રોકાઈ જઉ....કે મને કંઈ થાય તો શું કરશો?". વિજય બોલ્યો," તને ભાંગ ચઢી છે.. સૌરભ... ગાંડા જેવું બોલે છે.. હવે ડાહી માં નો દીકરો બન.". એટલામાં ત્રિપુરા સુંદરી મંદિર આવી ગયું. ગાડી નો ડ્રાઈવર બોલ્યો," સાહેબ..આ મંદિર ૯૦૦ વર્ષ જુનું છે..એ વખત ના રાજા એ બનાવ્યું હતું..એમ કહેવાય છે કે આ માતાજી....ત્રિપુરા સુંદરી ચમત્કારી છે..આ મૂર્તિ એમ કહેવાય છે કે પાંચ હજાર વર્ષ જુની છે..જે અહીં માનતા માને છે એની માનતા પુરી થાય છે." વિજય બોલ્યો," બોસ.. તેં સરસ માહિતી આપી..તારી વાત સાંભળીને જ અમને આનંદ થયો તો દર્શન કરી ને તો અમે ધન્ય થઈ જશું." કુદરત ના વાતાવરણ માં આહલાદક અનુભવ..બધા ને થયો...સવાર ના નવ વાગવા આવ્યા હતા.. મંદિર માં ભીડભાડ હતી નહીં... ડ્રાઈવરે કહ્યું..આજે જ ભીડ ઓછી છે..કદાચ એકાદ કલાક માં ભીડ થશે.. તમે દર્શન કરીને આવો..". ચારેય મિત્રો એ મંદિર ની બહાર આવેલા સ્ટોલ પર થી ફલ,ફુલ , ચુંદડી અને માતાજી માટે કંકુ લીધું.... વિજય બોલ્યો...પાયલ સાથે કરેલા વર્તન થી હું માતાજી ના દર્શન કરી શકું એમ નથી લાગતું... હું શરમ અનુભવું છું.. પાયલ બોલી.. ,"હવે ચાલ.વિજય... મેં તને માફ કર્યો..આવો દર્શન નો લાભ આપણ ને નહીં મલે." પાયલ હવે મુડ માં આવી ગઇ.. "પણ આ સૌરભ ક્યાં ગયો?.પુજાપો નો સામાન મને આપી ને.. કદાચ..આટલા માં જ હશે.. ચાલો આપણે મંદિર ના પ્રવેશ દ્વારે જઈએ.". આ બાજુ સૌરભ મંદિર ને જોઈ ને મંત્ર મુગ્ધ થયો હતો.. જાણે એને કોઈ જલ્દી જલ્દી માતાજી ના દર્શન કરવા કહેતું ના હોય! સૌરભ મિત્રો થી આગળ દર્શન કરવા ગયો... મંદિર ના પગથીયા ચડતો હતો એ વખતે એક કપલ આગળ ચાલતું હતું.. એ લેડીઝ હાથ માં પૂજાપો લઈ ને ધીરે ધીરે પગથીયા ચડતી હતી..અને અચાનક એ મહિલા નો પગ સ્હેજ લપસ્યો.. હાથ માં રહેલો પૂજાપો હાથ માં થી પડતો જ હતો... એ મહિલા ના પતિ એ એ મહિલા ને પડતા પડતા પકડી લીધી...હાથ માં થી પડતા પૂજાપા ને સૌરભે જોયો.. એ પાછળ જ આવતો હતો.. ............. એણે એ પૂજાપા ને તરતજ નીચે પડતો બચાવી લીધો... અને એ પૂજાપો એ કપલ ને આપવા આવ્યો. બોલ્યો," દીદી તમને વાગ્યું તો નથી ને? લો આ તમારો પૂજાપો.. માતાજી એ રક્ષા કરી.." એ મહિલા ના પતિ એ પૂજાપો હાથ માં લીધો અને બોલ્યો," ભાઈ..તમારો આભાર..અમે અહીં માતાજીની મન્નત માની હતી એટલે દર્શન કરવા આવ્યા હતા.યુવાન તારો ફરી થી આભાર.". પેલા બહેન બોલ્યા," ભાઈ.. તમે એક ભાઈ ની જેમ બહેન ની મદદ કરી... જો આ પૂજાપો જમીન પર પડી ગયો હોત તો અપશુકન થાય અને અમારે ફરી થી દર્શન કરવા આવવું પડતું. ભાઈ અમારે દસ વર્ષ થી સંતાન નહોતું એટલે માનતા માની હતી.એ માનતા સિદ્ધ થઈ છે.. દસ વર્ષ પછી મને સારા દિવસો છે..તમારો આભાર.. નસીબ હશે તો ભાઇ સાથે મુલાકાત થશે." એ કપલ ધીરે ધીરે મંદિર માં દાખલ થયા.. સૌરભે પાછળ જોયું તો હજુ એના મિત્રો દેખાતા નહોતા એટલે ત્યાં જ રાહ જોઈ... થોડી વારમાં મિત્રો આવી ગયા અને મંદિર માં દર્શન કરવા પ્રવેશ્યા.એ વખતે એ કપલ દર્શન કરી ને પરત થતું હતું..એ બંને એ સૌરભ ને જોઈ ને સ્મિત કર્યું.... ચારે મિત્રો પોતાની પૂજા ની સામગ્રી લઇ ને મંદિર ના ગર્ભગૃહ માં પ્રવેશ કર્યો... ભીડ ઘણી ઓછી જોવા મલી.. પાયલ, મુકુંદ અને વિજયે ત્રિપુરા સુંદરી માતા ને ફૂલ,ફલ ચુંદડી અને કંકુ ચઢાવ્યું.. દર્શન કર્યા... સૌરભ પૂજાની સામગ્રી લઇ ને મનમાં માતાજી ની સ્તુતિ કરતો હતો...એ પછી સૌરભે પોતાની પૂજાની સામગ્રી પૂજારી ને આપી ને પોતાની ઈચ્છાઓ મનમાં વ્યક્ત કરતો અને માતાજી નું સ્મરણ કરતો નતમસ્તક થયો........ અને ....એજ... વખતે...હવા....ની એક..લહર... માતાજી ની મૂર્તિ બાજુ થી આવી........ માતાજી ને ચડાવેલું કંકુ એક લહેર સ્વરૂપે સૌરભ ના મસ્તક પર પડ્યું... સૌરભ માતાજી ની સ્તુતિ માં ધ્યાન મગ્ન હતો......... એ વખતે મંદિર ના ઘંટારવ થયા... માતાજી ( મહાકાળી,મહા લક્ષ્મી,મહા સરસ્વતી) ને ચડાવેલા ત્રણ લાલ ફુલ અને માતાજી ને ચડાવેલી ચુંદડી. ..... માતાજી ના ચરણો માં ગીરી........ મંદિર ના ઘંટારવ ચાલુ જ હતા.. આ જોઈ ને પૂજારી ને નવાઈ લાગી..કે કોઈ સાચો માતૃ ભક્ત દર્શન કરવા આવ્યો છે........ પૂજારી એ સૌરભ સામે જોયું.. સૌરભ ના મસ્તક પર માતાજી ના સ્નેહ નું કંકુ પથરાયેલું જોયું.... પૂજારી એ એક લાલ પુષ્પ અને માતાજી ની એ ચુંદડી સૌરભ ને પ્રસાદી માં આપી... બોલ્યા," બેટા.. તેં સાચા મન થી ત્રિપુરા સુંદરી માતા જી ની ભક્તિ કરી.. માતાજી એ તને આશીર્વાદ આપ્યા છે.. આશીર્વાદ સ્વરૂપે આ ચુંદડી અને લાલ પુષ્પ ગ્રહણ કર.. તારા પર આવનારી આફતો સામે ત્રિપુરા સુંદરી માતા તારૂં રક્ષણ કરે... ઈશ્વર તારી ઈચ્છા ઓ પુરી કરે..જય માતા દી..". મંદિર ના ઘંટારવ હજુ ચાલુ જ રહ્યા હતા...... (ક્રમશઃ... વધુ ભાગ -૫ માં). * ** મિત્રો આ મારી બીજી ધારાવાહિક વાર્તા છે.. જો આપને પસંદ હોય તો યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે.. **** ભાગ -૫ માં શું થશે? સૌરભ ઉપર કોઈ આફત આવવાની છે? એ આફતો માં થી કેવીરીતે નવું જીવન સૌરભ ને મલે છે?આ જબલપુર ટુર કોને ફળદાયી રહેશે? સૌરભ શું મિત્રો સાથે અમદાવાદ નહીં પહોંચે? સૌરભ અને પાયલ ની મિત્રતા નો અંત આવશે? અને આ સૌંદર્યા કોણ છે? સૌરભ ... સૌંદર્યા ને ઓળખે છે?..સૌદર્યા - એક રહસ્ય ના ભાગ-૫ માં સૌંદર્યા નો પ્રવેશ થશે? આ સૌંદર્યા નું રહસ્ય જાણવા માટે વાંચો ..સૌદર્યા-એક રહસ્ય...ભાગ -૫ માં.... @ કૌશિક દવે