બંને જણા પોતપોતાના ઘરે જાય છે..
સિયા - નીલ ભાઈ .. મારે તમને એક વાત કહેવી છે.. ખબર નહીં તમને એ વાત ની ખબર છે કે નહીં...
નીલ - હા બોલ ને... શુ વાત છે મારી બહેના....
સિયા - ભાઈ વાત એવી છે કે... આજે હું અને દિવ્ય વાત કરતા હતા તો દિવ્ય એ મને એવું કીધુ કે આજે અવની ને જોવા માટે છોકરા વાળા આવ્યા હતા અને બને એ એક બીજા ને પસંદ કરી લીધા છે. અવનીએ પેલા છોકરાને હા પાડી છે અને હવે સગાઈ ની વાતો થવા લાગી છે....
નીલ - ઓહ....પણ એ કઈ રીતે ?
નીલ થોડી વાર માટે એક દમ હાંફળો ફાફળો થઈ જાય છે. સિયા ને અવનવા પ્રશ્નો પૂછવા લાગે છે. આ બધું જોઈ સિયા ને ખબર પડી જાય છે કે ભાઈ અવનીને કેટલો બધો પ્રેમ કરે છે..
આ બાજુ દિવ્ય પણ એવું જ કરે છે. દિવ્ય પણ સિયા ને એવું કહે છે કે મને સિયા નો ફોન આવ્યો હતો અને એ કહેતી હતી કે આજે નીલ ભાઈ છોકરી જોવા માટે ગયા હતા. આમ તો બધું નક્કી જ છે અને નીલ ભાઈ ને પણ છોકરી પસંદ આવી ગઈ છે તો સિયા એવું કહેતી હતી કે કદાચ આવતા અઠવાડિયામાં સગાઈ નક્કી છે અને મેરેજ પણ કદાચ એક માહિનાની અંદર કરી નાખવાને છે...
અવની - તો આ બધું મને શા માટે કહે છે.??
મને આ બધી વસ્તુથી કઈ ફેર પડવાનો નથી...
એને જ્યાં સગાઈ કરવી હોય ત્યાં કરે મને શું....
એમ કરીને ટેરેસ ઉપર જતી રહે છે.
દિવ્ય ને એવું લાગે છે કે હવે અવનીના મનમાં નીલ પ્રત્યે એક પણ વસ્તુ નથી. જો હોત કઈ ફીલિંગ્સ તો અત્યારે એના ફેસ પર દેખાઈ આવત પણ એવું તો કઈ જોવા મળ્યું જ નહીં..
થોડીવાર પર દિવ્ય સિયા ને કોલ કરે છે.
અહીં તો સોલિડ વાટ લાગી છે. અવની ને તો કઈ પણ ફર્ક નહીં પડતો. આપણો જેમ પ્લાન ફિક્સ થયો હતો એ મુજબ બધું મેં કહ્યું પણ કઈ ફર્ક ન પડ્યો તો હવે...!!!???
સિયા - અરે યાર.... બોવ કરી.....
અહીંયા તો નીલ ભાઈ પુરેપુરા પાણી પાણી થઈ ગયા છે. વાત સાંભળતા જ ચહેરા પર નો રંગ જાંખો પડી ગયો છે. મને લાગે છે કે ખરેખર તારી બહેનને મારા ભાઈની કઈ પડી જ નથી અને હવે તો એવું લાગે છે કે અવનીનો પ્રેમ પણ ખોટો હશે મારા ભાઈ પ્રત્યે નો....
દિવ્ય - યાર.... હવે એમાં તો હું શું કહી શકું....
સિયા - પણ આમ કઈ સાવ ના હોય યાર....
થોડુંક તો એ માણસ ને સમજવું પડે કે નહીં....?
દિવ્ય - હું સમજુ છું યાર ...
પણ હું આમાં શુ કરી શકું ???
સિયા - હા...યાર..... આમાં તારો પણ કઈ વાંક નથી... હું તને ક્યાં ખિજાવ છુ....
દિવ્ય - હવે એ વિચાર કે હવે શું કરીશું એ.....
સિયા - કઈ નહીં કરવું હવે...
એક તો અત્યારે મગજ જાય છે અને કઈ વિચાર પણ નથી આવતો... કઈ નહીં અત્યારે છોડ આ બધું.. હું સુઈ જાવ છું અને તું પણ સુઈ જા..
દિવ્ય - સારું .. તું સુઈ જા... હું પણ બસ હમણાં સુઈ જ જાવ છું..
તારું ધ્યાન રાખજે અને કઈ ચિંતા ન કરતી હો...
હવે જે કઈ પણ હોય એ ભગવાન પર છોડી દે....
બસ આમ દિવ્ય અને સિયા , અવની અને નિલ ને ભેગા કરવાની છેલ્લી ટ્રાય કરે છે. એક બાજુ નીલ અવનીની સગાઈ ના લીધે ગુમસુમ આંટા મારતો હોય છે અને બીજું બાજુ અવનની એનું કામ..
આ બાજુ સિયા અને દિવ્ય ઘણા પ્રયત્નો ચાલુ રાખે છે નીલ અને અવનીને ભેગા કરવાના પણ બધા પ્રયત્નો નાકામ થાય છે. આમ ધીરે ધીરે સમયનું ચક્કર ચાલવા લાગે છે અને આમ નમ બે મહિના પસાર થઈ જાય છે.
હવે નીલ પણ બધુ મૂકી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે .
આ બાજુ સિયા અને દિવ્ય પણ હાર માની બધું મૂકી દે છે અને પોતાના રિલેશન પર ધ્યાન આપે છે. હવે બધા લોકો પોતપોતાની લાઈફમાં મશગુલ થઈ ગયા છે.
આમ ફરી સમયનું ચક્કસ ઝડપથી ચાલવા લાગે છે અને છ મહિના બીજા વીતી જાય છે. થોડા સમય બાદ નીલને ગવરમેન્ટ જોબ મળી જાય છે અનેં પોતે કલાસ 2 ઑફિસર બની જાય છે..નીલ બસ હવે દેશ ની અને પોતાના સિટીની સેવામાં લાગી જાય છે. સિયા પોતાની આગળ ની સ્ટડી પુરી કરે છે અને પોતે પણ જોબ કરવાનું ચાલુ કરે છે. આ બાજુ દિવ્ય પણ સારી એવી નોકરીમાં લાગી જાય છે અને અવની જ્યાં હતી ત્યાં જ બસ પોતાની નોકરીમાં ખુશ રહીને આગળ વધે છે.
હવે નીલ અને અવની એક બીજાથી અજાણ બનીને જીવવાનું શરૂ કરી દે છે. ઘણી વાર સિયા અવનીના વિશે પૂછ્યા કરે છે અને દિવ્ય નીલ ભાઈ વિશે....
હવે આપણી આ સ્ટોરી કઈક અલગ રીતે જોવા મળી રહી છે .
હવે જોઈશું કે કહાની આગળ શુ બતાવે છે.
નીલ અવની ભેગા થાય છે કે સાવ અલગ..
કે કઈક નવો જ ટ્વિસ્ટ આવે છે...
એ જોઈશું આગળ ના ભાગમાં....
ત્યાં સુધી વાંચતા રહો.. લવની ભવાઈ...
નામ મેં ક્યાં રખ્ખા હૈ અને ચાલ જીવી લઇએ.. વાંચવાનું ના ભૂલતા....
for More Updates...
instagram - dhaval_limbani_official..