Madvanu Kyare - 1 in Gujarati Love Stories by Manoj Prajapati Mann books and stories PDF | મળવાનું ક્યારે ? - 1

Featured Books
Categories
Share

મળવાનું ક્યારે ? - 1

બજાર માંથી રિક્ષા નીકળી ને હાથ લાંબો જોઈ ને ઉભી રહી, રિક્ષા બજાર માં ઉભી રેતા પાછળ થી હોર્ન વાગવા ના ચાલુ થઇ ગયા,

જલ્દી બેસો, ' રિક્ષા ચાલકે કહ્યું,

ઉતાવળ માં બેસી ગયેલી છોકરી પોતાનો ઉપ્પટો સરખો કરે છે, અને ચહેરા પર નો પરસેવો લૂછતાં લૂછતાં ડ્રાઈવર ની આગળ રહેલા દર્પણ (મિરર) માં જુએ છે, ત્યાર બાદ ચાંદલો સરખો કરે છે, એવા માં ડ્રાઈવર પણ પાછળ ના વાહનો ને જોવા દર્પણ સામું જુએ છે તો અચાનક બંને ની નજર મળી જાય છે,

જાણે બજાર માં થતા ઘોઘાટ, વાહનો ના હોર્ન, સુર અને સંગીત માં બદલાઈ જાય છે, બંને વારાફરતી એક ઝલક ફરી જોવાને દર્પણ સામે જુએ છે,

ક્યારેક બંને ની નજર સાથે મળી જાય તો ક્યારેક નિરાશા,
રિક્ષા માં આવતા પવન ને લીધે છોકરી ના વાળ હવા માં જાણે કિલ્લોલ કરતા હોય એમ લહેરાય છે, પોતાના બેકાબુ બનેલા કેશ ને સરખા કરતા, આંગળી ના ટેરવા જાણે ધ્રૂજે છે,

આ બધી નાની નાની હરકતો ડ્રાઇવર ના દિલ ને સ્પર્શી જાય છે,

કદાચ બંને ને જાણે ઘણીયે વાતો કરી લેવી છે, પણ શરૂઆત કોણ કરે અને ક્યાંથી કરે એ ખબર નહિ,

આખરી છોકરી બોલી ,' બસ, અહીં ઉભી રાખો,

ડ્રાઇવર બ્રેક મારે છે અને જાણે કે હમણાં નામ પૂછી લઉં, એમ સામું જુએ છે, પણ એના સૌંદર્ય ને જોઈ ને કંઇજ બોલી નથી શકતો,

છોકરી પૈસા આપે છે, અને ફરી એકવાર નજર થી નજર મળે છે, ત્યારે અચાનક ડ્રાઇવર થી બોલાઈ જાય છે,

હવે 'મળવાનું ક્યારે ?? '

છોકરી ડ્રાઇવર ની સામું જોઈ ને , જરૂરી છે ?
ડ્રાઇવર કંઇજ બોલી શકતો નથી, અને મન માં મલકાય છે, એટલા માં છોકરી નીકળી જાય છે, ત્યાં જ ડ્રાઇવર ફરી જોર થી પૂછે છે, ' અરે નામ તો કહો ?
છોકરી પાછું વળી ને જુએ છે અને કંઇજ બોલ્યા વગર જાણે કે કોઈ નો ડર હોય એમ અચાનક મુરઝાયેલા ચહેરે દોટ મૂકી ને સોસાયટી તરફ જતી રહે છે
અહીં ડ્રાઇવર ના મન માં ઘણા પ્રશ્નો ઉદભવે છે, કોણ હશે? ક્યારે મળશે? હસી હતી તો આમ દોડી ને કેમ અચાનક જતી રહી,?

હશે ભાઈ હશે, પોતાની જાત ને ફોસલાવી ને ડ્રાઈવર મુસાફરી માં આગળ વધે છે,

અહીં બંને ના નામ, સરનામા, કે કંઇજ નથી જાણતાં પણ જાણે જિંદગી માં કોઈ એવું મળી ગયું હોય કે જેની રાહ વર્ષો થી જોવાતી હતી, શું આ બંને નું મળવું અધૂરું રહેશે? શું અચાનક આ મુલકાત કોઈ નવો વળાંક લેશે? શું બંને ફરી મળશે ?

આ અધૂરી અચાનક થયેલી મુલાકાત કોઈ સ્વપ્ન તો નહોતું ને ? કે પછી જાણે ગયા જનમ નું કોઈ લ્હેણું?

આવા ઘણાય પ્રશ્નો ના જવાબ મળશે આવનાર અંક માં,

મારી દરેક વાર્તા ને આપસૌ એ ખુબ અપાર પ્રેમ આપ્યો છે, મને મારી જાત ની ઓળખ આપી છે , એ બદલ હું માતૃભારતી તથા એના વાચકો નો આભારી છું,

અહીં લખવા થી પ્રેરણા મળે છે, ઉર્જા મળે છે, કૈક શીખવા મળે છે,

મારી વાર્તાઓ ને વાંચી ને કમેન્ટ કરી પ્રતિભાવ જણાવશો, તથા આશીર્વાદ આપશો, અને હા આ અધૂરી મુલાકાત, આ અધૂરી વાર્તા નહિ, પણ સંભારણું છે, બહાનું છે, ફરી મુલાકાત નું, તો મળીએ વાર્તા ના બીજા ભાગ માં,

આભાર ધન્યવાદ




આભાર

મનોજ પ્રજાપતિ મન
લેખક / ગીતકાર / એન્કર