Virah in Gujarati Short Stories by Bhakti Khatri books and stories PDF | વિરહ

Featured Books
Categories
Share

વિરહ

વિરહ શબ્દ માં કેટલું દુઃખ ભરેલું છે. વિરહ એટલે છૂટા પડવું પછી એ કોઈ વસ્તુ થી હોય કે કોઈ વ્યક્તિથી અથવા કોઈ પશુ પક્ષી. પશુ પક્ષી ને પણ એક બીજા થી છૂટા પડતી વખતે દુઃખ થતું હોય છે એના આંખ મા પણ વીરહ ના આંસુ વહે છે કેમ કે એને પણ એક બીજા થી લાગણી હોય છે. જેમકે આપણને જેના પ્રત્યે વધારે લાગણી હોય એનાથી દૂર જવાનો વિરહ આપણને વધુ હોય.
એક ઘર જેમાં પતિ પત્ની અને એમના ત્રણ દીકરા અને એક દીકરી એમ બધા સાથે એ ઘરમાં રહેય છે.
ખુશીઓ થી ભરેલું ઘર જેમાં કોઈ ને પણ એક બીજા સાથે નાં તો કોઈ મતભેદ કે ના તો કોઈ દિવસ બોલવા ચાલવાનું થાય. બધા એક બીજા સાથે હળી મળીને રહે બધા એક બીજા ના કામમાં પોતાનાથી બનતી તમામ મદદ કરે ક્યારેય કોઈ પણ કામ હોય રસોઈ બનાવવાની હોય કે બહાર થી વસ્તુ લાવવાની હોય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરે જેમ કે છોકરો રસોઈ બનાવે અને છોકરી બજાર માં જાય. માતા પિતા એ બધા કામ બધા બાળકો ને શીખવ્યા જેથી જ્યારે બાળકો પોતાનાથી દૂર જાય ત્યારે તેમને કોઈ અગવડ નો પાડે માટે..
છોકરાઓ અને છોકરીઓ વચ્ચે કોઈ દિવસ એના મમ્મી પપ્પાએ ફર્ક નથી કર્યો જેટલી આઝાદી એમને એના દીકરા ને આપી એટલીજ આઝાદી એમને એમની દીકરી ને આપી તેમજ સંતાન પર પૂર્ણ વિશ્વાસ કે એમણે આપેલી આઝાદી નો કોઈ દિવસ ખોટો ઉપયોગ નહિ કરે અને બાળકો પણ એવાજ એમણે પોતાને મળેલી આઝાદી નો કોઈ દિવસ દુરુપયોગ નથી કર્યો.
સમય જતાં છોકરા છોકરી મોટા થયા તેમ તેમ ભણવા માટે પોતાનું ઘર અને ગામ છોડીને દૂર ગયા ત્યારે એમના માતા પિતા બંને માટે એક તરફ ખુશી હતી કે બાળકો હવે મોટા થઈ ગયા સારું ભણવા બહાર જવાના છે જેથી આગળ ભવિષ્ય માં પોતાનું ઍક આગવું સ્થાન બનાવશે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે જે કદી માતા પિતા થી દુર નથી થયા એ આજ એક નવા શહેર માં નવા લોકો સાથે રેહવા જવાના છે.
બીજી બાજુ તેમને પોતાના બાળકો થી દુર થવાનો વિરહ વધારે હોય છે પણ તે બાળકો ની સામે દેખાવા નથી દેતા બાળકોને પણ પોતાના માતા પિતા થી દુર જવાનો વિરહ હોય છે અને ખુશી પણ હોય છે આજ સુધી સીમિત ઈચ્છા ઓ જ પૂર્ણ થઈ શકે એટલી આવકમાં રેહતાં હવે પોતે ઉચ્ચ ભણતર ભણ્યા પછી એક સારી નોકરી મેળવી માતા પિતા ને એમની પાછલી ઉમર માં કામ ન કરવા પડે એટલું કમાવું છે સાથે પોતાના સપના પણ પૂરા કરવા છે
માતા પિતા માટે બાળકો મોટા થાય એટલે એમના લગ્ન અને એમના સુખી સંસાર ની ચિંતા થવા લાગે
સમય જતાં ત્રણેય દીકરા અને દીકરી ના લગ્ન કરાવી દીધા અને ત્રણેય દીકરા માટે પેહલાથી જ અલગ અલગ ઘર લઈ દીધું અને પોતે બંને ગામના પોતાના એજ મકાન માં રેહતા કેમકે માતા પિતા એટલું જાણતા હતા કે ત્રણેય દીકરા એમને એના ઘડપણ માં સાચવી નહિ શકે એમાં દીકરા કે એની પત્ની કોઈ નો પણ વાંક નથી બધા ને પોતાનું જીવન પોતાની રીતે જીવવાની ઈચ્છા હોય કોઈ ને એક બીજા ની રોક ટોક પસંદ ના આવે નાનપણ માં એક બીજા વિના જમવાનું પણ ગળે નો ઊતરતું એ એમના લગ્ન થઈ જાય કે આગળ ભણવા બહાર જાય એટલે એ જ્યાં રેય છે કે જેની સાથે હળે મળે બધા ના વિચારો અને જીવન જીવવાની રીત જોઈ ને પોતાના જીવન જીવવા અંગે ના અભિગમ બદલાય જાય છે
માતા પિતા બંને જાણતા હોય છે કે પોતાના દીકરા થી દુર રેહવુ ઘણું અઘરું છે પણ એમના સુખી અને સારા ભવિષ્ય માટે એમનાથી દુર રહવું જરૂરી છે આ વિરહ માતા પિતા બંને માટે ખુબજ અસહ્ય હોય છે જેની કલ્પના માત્ર થી આંખ માં અને હ્રદય દુઃખની લાગણી થાય એક માતા પિતા ને કદાચ એમની દીકરી ના લગ્ન ના સમયે જે વિરહ ની અનુભૂતિ થતી હોય છે એના કરતાં વધારે એમને એમના ઘડપણ ની લાકડી એમના પુત્ર પુત્રવધૂ કે એમના પૌત્ર થી દુર રેહવાનો વિરહ વધુ હોય છે