Virah pita ane dikri no in Gujarati Short Stories by Bhagvati Jumani books and stories PDF | વિરહ પિતા અને દિકરી નો...

Featured Books
Categories
Share

વિરહ પિતા અને દિકરી નો...

એક રામપુર નામનું ગામ હોય છે જેમાં એક સુખી કુંટુબ રહેતું હોય છે. તે કુંટુબ ગામમાં ખૂબ જ વખણાતુ હોય છે અને તે વખણાય પણ કેમ ના!! તે કુંટુબ ની એકતા પણ એટલી જ હતી. એમા ત્રણ ભાઈ હોય છે અને ત્રણે હળીમળીને જ કામ પણ કરતા હોય છે અને જેના લીધે તે કુંટુંબ આથૅિક રીતે પણ સુખી જ હતુ . પણ એમા એક જ વાત ની કમી હતી કે તેઆે ત્રણે ભાઈ ને છોકરા જ હતા એક પણ તેમના ઘરે છોકરી ન હતી.

તેથી તેમને ખુબ જ આસ હતી કે તેમને ત્યાં પણ એક છોકરી હોય અને આમ ને આમ સમય પસાર થવા લાગ્યો અને તેમના નાના ભાઈ ના પત્ની ને બાળક થવાનું હતું અને તેમને દવાખાને લઈ જવામાં આવ્યા તો ડૉક્ટર એ કહ્યું કે , શુભ કામના કે તમારે ત્યાં અેક દિકરી એ જન્મ લીધો છે . આ સાંભળી ને ત્રણે ભાઈ અને તેમના પરિવારવાળા ખૂબ ખુશ થઈ ગયા અને વ્હાલી દિકરી ના આગમન માટે આખું ઘર સજાવામાં આવ્યું અને ધુમધામ થી તેનો તે ઘર માં સ્વાગત કરવામાં આવ્યું .

બીજા દિવસે એ દિકરી નું નામકરણ કરવામાં આવ્યું અને તેનું નામ ખુશી પાડવામાં આવ્યું,, કેમ કે ખુશી ના આગમન થી આખા ઘરનું વાતાવરણ જાણે ખુશી થી આખુ ઘર જગમગાઈ ગયું હોય એમ લાગતું હતું અને આમ ને આમ સમય પસાર થવા લાગ્યો હતો. ખુશી પણ સમય સાથે મોટી થવા લાગી . ખુશી ઘરમાં બધાની લાડકવાયી પાછી અને એટલી જ નટખટ સવાર થી સાંજ ઘરમાં દોડ્યા કરે અને રમે અને સાંજે પણ તેના પપ્પા અને તેના કાકા એવે તો ચોકલેટ લે અને પછી જ સુતી આમને આમ ખુશી બધાના દિલ પર રાજ કરતી હતી

હવે ખુશી થોડી મોટી થઇ અને તેના માતા પિતાએ એ તેને સારી શાળામાં મોકલી અને ખુશી ભણવામાં પણ હોશિયાર પાછી તેને જે શિખવાડો તે તેને ફટાફટ આવડી જાય . તે શાળા માં પણ શિક્ષકો ની ફેવરેટ હતી . તે શાળા થી ઘરે આવે અે પહેલા તો તે પહેલા તો તેના ફેવરેટ પકવાન બની ગયા હોય અને આવે અેવી જ હાથ પગ ધોઈ તેને તેની મમ્મી હાથ થી જમાડે અને પછી તે લેશન કરી અને સુઈ જાય .

જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ ખુશી પણ મોટી થતી હતી અને આમ કરતા કરતા ખુશી એ 10 માં ની પરીક્ષા આપી અને વેકેશન ચાલતું હતું અને ત્યારે તેના જ મોટા પપ્પા ના દિકરાનું લગ્ન લેવામાં આવ્યું .લગ્ન ની વિદાય હતી તો કન્યા રડતી હતી તો ખુશીએ તેની મમ્મી ને પૂછ્યું કે આ કેમ રડે છે. પણ તેમને કહ્યું કે કંઈ નહી પણ આ પ્રશ્ન તેના મનમાં જ હતો કે ભાભી કેમ રડતા હશે??

ખુશીએ ઘરે આવી ને તેના પપ્પા ને પુછ્યું કે, પપ્પા તમે પણ મને આમ મોકલી દેશો પછી હું રડીશ ને?? તેના પપ્પા અે ત્યારે તો ખુશી ને એમ જ કીધું કે તુ તો મારી લાડલી તને ક્યા હું મોકલીશ ?? પણ એ તો ખાલી ખુશી ના આશ્ચાસન માટે હતું પણ તેના પિતા ને પણ પોતા ની દિકરી નો વિરહ જોવો તો પડશે જ ને!! આટલું કહી ખુશી ના પપ્પા અે તેને ઊંઘવાનું કહ્યું અને ખુશી પણ સુઈ ગઈ.

બીજા દિવસ સવારે ખુશી નું 10 માં નું પરિણામ આવ્યું તે ખૂબ જ સારા ગુણ થી પાસ થઈ અને તેને આગળ સાયન્સ લીધું અને તેને તેમા ખૂબ જ મહેનત કરી અને અને આગળ પણ સારાજ ગુણ મેળવ્યા અને તે ડૉક્ટર બની. હવે તો ખુશી 24 વષૅ ની થઈ ગઈ હતી તેથી તેના માતાપિતા પણ તેના માટે સારુ ઘર શોધતા હતા અને તેમને ખુશી માટે જોઇએ અેવો ગુણ વાળો છોકરો પણ મળ્યો. ખુશી ની સગાઈ કરાવી અને એક વષૅ પછી તેના લગ્ન લીધા.

જે દિવસ ખુશી ના લગ્ન હતા તે દિવસ વિદાય વખતે ખુશી એ માત્ર એટલું જ કહ્યું કે ,, પપ્પા તમે તો મને ના કહ્યું હતું ને કે તમે મને નહી મોકલો ને!! આટલા લાડ લડાવી મોટી કરી મને મોકલવા માટે ?? હું તમારા વિરહ ને કેવી રીતે સહન કરીશ તમારા લાડ વગર હું કેવી રીતે રહીશ ?? રોજ મારી તમારે આવતા જ ચોકલેટ મને કોન આપશે?? આટલું સાંભળતા ખુશી ના પિતા પણ ખુબ જ રડ્યા અને કહ્યું કે, આ તો રીતી નો રિવાજ છે જેને હું પણ બદલી નહી શંકું. નહી તો કોઈ બાપ પોતાની દિકરી ને આટલા લાડ લડાવી પોતાના થી અલગ ના કરે..

એક દિકરી ના વિરહ ની વેદના એક દિકરી અને તેના પિતા થી વધું કોણ સમજી શકે?? એક દિકરી નો પોતાના પરિવાર થી વિરહ થવું આસાન નથી હોતું. તેથી હું એમ જ કહેવા માંગું છું કે જે પણ દિકરી પોતાના પરિવારથી વિરહ થઈ તમારા ઘર ની ખુશી બને છે. તેને તેના જ પરિવાર જેટલો માન સન્માન અને લાડ આપો જેથી તે આ ઘર ને પણ પોતાનું પરિવાર દિલ થી માની શકે .

આભાર.

Bhagvati jumani