ઉંબરો (ભાગ 2)
મિત્રો આજની ઉંબરો નવલકથા ની એક ટૂંકી વાર્તા જેમાં એક સ્ત્રીની મનોવ્યથા રજુ કરવી છે પણ એમાં મારે ખાસ તો આપડા પ્રતિલીપી ના એક સારા એવા જાણીતા લેખક નિયતિ કાપડિયા જેમના લેખ અખબાર માં આવે છે એમની એક વાર્તા નો પ્રથમ અંશ જે એમને ફેસબુક માં મૂકીને એમ કહેલું કે મેં એટલે શુધી લખાતું છે બાકી ની સ્ટોરી તમે લખીને મને ટેગ કરજો તો હું એમને ટેગ કરીને એમની વાર્તા ના નાનકડા પાર્ટ ને આગળ ધપાવું છું.
@નિયતિ કાપડિયા ફેસબ્રુક પેજ ના અનુસંધાને..
એક કેફે માં એક ઊંચી પાતળી નમણી સુંદર આકર્ષક અને બોલ્ડ પ્રકારની આભા ધરાવતી શ્યામલી છોકરી અંદર પ્રેવેશે છે..
અંદર બેસેલ દરેક વ્યક્તિ એને જોઈને અવાક થાયછે એનું મોહક સૌંદર્ય જોવે છે..એ હવે આગળ એક ટેબલ પર જે રેગ્યુલર એનું નિવાસ બની ગયું છે એ ઓલરેડી એના માટે ક બુક હોયછે ત્યાં જઈને બેસે છે રોજ ની આદત મુજબ 2 કપ કેપેચીનો કોફી મગાવે છે. અને 20. મિનિટ પછી સામેના ભરેલા કોફી ના મગ ને જોઈ ને બિલ ચૂકવી ને નીકળી જાયછે .
અંદર રહેલાં માણસો ને આશ્ચર્ય થાય છે..વેઈટર ને પૂછે છે એ કોણ છે અને કેમ 2.કપ કૉફી મગાવીને એક એમજ મૂકી ને જાયછે..રોજ રોજ એવું કેમ.કરે.
વેઈટર કહે મને ખબર નથી..
પણ કસ્ટમર ભગવાન હોય એટલે એ કે એમ કરવું પડે અને એ કોફી અંતે હું જ પી જાઉં છું.મનેતો એ ગાંડી લાગે છે
કોઈએ રો અલગ આલગ ધારણા બાંધી લીધી..કે એને તાજું બ્રેક અપ થયું હશે કોઈને વળી એમ.કે લગ્ન જીવનનું ભંગાળ હશે કોઈને વળી વિધવા તો કોઈને ધૂની મગજ લાગ્યું..
બધા પોતપોતાના લેવલે એને જજ કરેછે
આટલે સુધી નિયતિ કાપડિયા ની સ્ટોરી હતી એમને હવે એમ કિધેલી કે તમે એની કોપી કરીને તમારા વિચાટ પ્રમાણે વાર્તા લખી શકો છો તો આજે મને ફૂરસદ મળતા મારા ઉંબરો માટે એ વિષય યોગ્ય લાગતા મેં લખ્યું છે..ચાલો હવે મારી રીતે સ્ટોરી આગળ વધારું..
તો એ છોકરી નું નામ જિનલ છે. અને એ રોજ આવી રીતે કોફી શોપ માં જઈને 2 કોફી મગાવી પછી એક કોફી છોડીને જતી રહે છે..
બધા પોતપોતાના તર્ક લગાવે છે પણ જિનલ ના મન માં કૈક ઓર જ ચાલી રહ્યું છે..
એક સંસ્કારી સમજુ છોકરી છે..એ ના જીવન નું આજે સાર કાઢે છે..
શુ ભૂલ મારી હતી કે લોકો જ એવા થઇ ગયા છે.
એના ભૂતકાળમાં ડોકિયું કરીએ
એક ફ્રેન્ડ હોય છે વ્રજ એને એ સારો ફ્રેન્ડ માને છે કોલેજ માં સાથે હોય છે પણ એ એને દોસ્ત તરીકે માંને છે એટલે એ ભણવામાં પણ ધ્યાન આપતી હોવાથી એના માટે બોવ લાગણી નથી હોતી ના ટી બ્રિજ પણ એવી કાઈ વાત એ સમયે કરેલી કોલેજ છૂટે છે સાથે ઘણા ફ્રેન્ડ્સ પણ છુટે..
જેમાં આ વ્રજ નો નમ્બર પહેલો આવે છે એના સમાજમાં જલ્દી મેરેજ થાય છે એટલે એ પણ કરી લે છે અને બન્નેનો સંપર્ક તૂટે છે.. એક દિવસ 5 યર પછી એને ફેસબુક માં એક મેસેજ આવે
એ ઓપન કરીને જોવે છે..ઓહ.. વ્રજ તું..?
વ્રજ : હા કેમ છે મજામાં કેવું ચાલે મેરેજ થયા
જિનલ : ના હજુ ચાલુંછે કામકાજ
થોડી વાતચીત ચાલે છે અને એના મેરેજ ની અને બીજા શહેરમાં સેટ થયાની વાત પણ કરેછે..
ઓહ કૉંગ્રટ્સ..
અને હવે રોજ બન્ને ચેટ કરેછે એક દિવસ વ્રજને શુ સુજે છે કે જિનલ ને પ્રપોઝ કરેછે.
તું પાગલ છે તારા મેરેજ..
હા પણ મેરેજ માં કોઇ સુખ નથી પત્ની ઝગડા કરેછે જમવાનું પણ મજા નય આવતી બિઝનેસનું ટેનશન એમ તું આવી જીવનમાં એટલે સુખ મળ્યું એમ લાગે છે.
ઓહ પણ હું તમને એક સારો ફ્રેન્ડ જ માનું છું..
પણ વ્રજ એકનો બે ન થયો એ રોજ રોજ પ્રોપોઝ કરે એની વાઈફ ની ઇમોશનલ વાતો કરીને જિનલને ભોળવા પ્રયાસ કરે પણ જિનલને સંસ્કાર એ કરતા રોકતા એને ખબર હતી કે મેરિડ છે એટલે આગળ જતાં પ્રોબ્લેમ થશે..
અને ફ્રેન્ડ રહેવામાં શુ પ્રોબ્લમ છે હું વાત કરું જ છું ને.
વ્રજ ને હવે સમજાય છે કે...
જિનલ એકની બે નહિ થાય ધીમે ધીમે એને વાતચીત ઓછી કરી આ બાજુ જિનલ નેદુઃખ થાયછે એક સારો મિત્ર ખોયા નું
શુ એક છોકરો છોકરી ને મિત્ર ન બનાવી શકે gf બનાવવી જરૂરી છે..?
આ એક ચેપટર પૂરું થયું હવે એક બીજો સારો એવો બીએડ નો ફ્રેન્ડ જે એમતો ગ્રુપ માં સારા ફ્રેન્ડ હતા પણ હવે એને પર્સનલ વાત ચાલુ કરી ..
એને ઓલરેડી ગવર્મેન્ટ જોબ હતી પ્રવીણ નામ હતું કુંવારો હતો ..જિનલ એને ફ્રેન્ડ ગણતી એમનો રહેણાક પણ આસપાસ એટલે વાર તહેવાર મળતા એમ બન્ને ને એકબીજા માટે લાગણી જાગી.. જિનલ પણ વેલસેટ અને સેમ લાગણી ધરાવતા પ્રેમ ને પામી ખુશ થાય છે એને પ્રવીણ પાસે આશા જન્મે કે એની સાથે લગ્ન શક્ય બનશે કાસ્ટ ને જોબ બધું વેલ છે એટલે.. પણ નિયતિ એ ખબર નહિ જિનલ ની કિસ્મત માં શુ લખ્યું એકવાર બન્ને બસમાં સાથે મળી જતા હોયછે અને જોડે નજીક બેસે છે એ વખતે પ્રવીણ જરા કાબુ ખોઈ બેસે છે અને જિનલને ટચ કરવા લાગે છે..જિનલ પ્રતિકાર કરીને ના કહે છે..
અરે હાથ તો પકડાય જો સામે ની સીટ માં પેલા કપલતો કિસ પણ કરે છે ને તું સાવ જુનવાણી કેમ છે.
તમને જે લગે એ પણ એ વસ્તુ નહીં અને એ વાત બન્ને ના પ્રેમ માં ભંગ પાડે છે અંતે એ સંબંધ ઈગો પર આવી જાય છે.. અને અંતે એક દિવસ જિનલના હાથમાં પ્રવીણના લગ્ન નું કાર્ડ આવે છે જિનલ કોંગ્રેટ્સ કહીને બ્લોક કરે છે અને ખૂબ રડે છે
.
એ વાતને હવે એક વર્ષ થવા આવ્યું છે ને એક ન્યુ નંબર થી જિનલ ને મેસેજ આવે છે....... hi
કોણ .? જિનલ પૂછે છે
અજાણ્યો : બસ તારો બ્લોક કરેલો આશિક
જિનલ સમજી જાયછે કે પ્રવીણ છે ..એ કહે છે..કે..
હવે આશિક ન હોય તમે પરણિત છો તમને તમારી પત્ની માટે આદર હોવું જોઇએ વફાદાર..યુનો
ઓહ જીનું તું ક્યાં સમયમાં જીવે અત્યારે બધું ચાલે છે જ્ઞાન ન આપ આજકલ તો મેરેજ ઉપરાંત લફરાં તો સ્ટેટ્સ કહેવાય હું તને હજુય એટલું જ ચાહું છું ને તારી પાસે એજ સંબંધ ની આશા રાખુ છું..
જિનલ મના ફરમાવીને " એઝ આ ફ્રેન્ડ " રહેવા કહે છે પણ પ્રવીણના મગજ પર લાલસા સવાર હતી એટલે એ માનતો નથી..
એટલે જિનલ એને પણ બ્લોક કરીદે છે
આગળ જતાં એને એક ગૃપ માં એક હોશિયાર છોકરો મળે છે જ્ઞાતિ અલગ હોયછે પણ છોકરો હોશિયાર પણ સાયકો લવર ટાઈપ હોય છે ..
બન્ને ખાલી ફ્રેન્ડ જ હોય છે છતાં એ જિનલ પર હક કરેછે ..
કેમ મેસેજ નો રીપ્લાય નથ આપતી ને કેમ ઓનલાઇન હતી..?કેમ બીઝી? શુ કરે ? ક્યાં જાય.? એ બધું એક ફ્રેન્ડ તરીકે જિનલ ને ખાટકવા લગે છે એટલે એ એને ફ્રેન્ડ બની રહેવા સમજાવે છે
પણ સમીર એને રિલેશન માં આવવા જ સમજાવે છે એની વાતમાં અડગ રહેછે એટલે અંતે જિનલ એને ના પાડે છે. અને એને જિનલ બ્લોક કરેછે..
એની ફ્રેન્ડ ને વાત કરેછે..એ પણ સેમ એની એવી જ કહાની બતાવે છે..
એક મેડમ જે સારી પોસ્ટ પર હોયછે અને અનુભવી પણ એટલે એમની સાથે એક પુરુષ ને સ્ત્રી ના ટોપિક પર વાત થતા જ એ મેડમ બોલી ઉઠે છે.જિનલ પુરુષ જેવું વિચિત્ર પ્રાણી કોઈ નથી..એને એની શરતો પર સ્ત્રી જોઈએ છે..અને ના માને તો તમને છોડી દેતા વાર નહિ લગાવે અનુભવ છે એટલે કહું છું..
" એક 'વાસના ' નામનું નશરૂપી સાધન જ્યારે એમના મગજ માં ફરે છે તો કદાચ રસ્તામાં ફરતી ભીખારણ પણ એને સુંદર લાગે છે અને જ્યારે એ નશો ઉતરે એટલે રાણી ને પણ રસ્તે રઝળતી કરી દે છે .."
આ લાઇન એના દિમાગ પર ઘેરી અસર કરી ગયી. અને એ સમયથી નક્કી કરેછે.. કોઈ ને હવે "એઝ એ ફ્રેન્ડ પણ" નહીં બનાવે.
કોઈ સાચે જ ફ્રેન્ડ નો અર્થ નથી સમજતું અને દરેક ને gf જ બનાવવી હોયછે ફાસ્ટ જમાનો છે..ને હું રહી સ્લો.
હવે આ રીતે એકલી જ આવીશ આ કેફે માં જ્યા એ ત્રણેય ફ્રેન્ડ ની યાદગીરી હોયછે. એજ ટેબલ એક કોફી પણ સામે કોઈ નહીં ફક્ત એકલતા.. એ ફ્રેન્ડ તરીકે સારા હતા પણ એમની જીદ ખોટી હતી એટલે એમનાથી અલગ થયી પણ જ્યારે એમની યાદ આવે એટલે અહીં આવીને સમય પસાર કરતી. કોફી નો સામે પડેલ મગ જોયા કરતી.
કારણ એને હવે ફ્રેન્ટ્સશિપ નો" ઉંબરો "ઓળંગવો
નહોતો..આમ એક ઉંબરે જ ઉભી રહી ગયી છે જિનલ એના જીવનમાં આવેલ 3 સ્વાર્થી ફ્રેન્ડ્સ ને લીધે..
પુરુષના અહમ ને લાલચ ને લીધે એને સારી ફ્રેન્ડ ખોઇ હતી..ને જિનલ ને એજ વાત નું દુઃખ હતું શું એક છોકરો ને એક છોકરી ફ્રેન્ડ ના બની શકે..?ને એને સામે થી ના જવાબ મળતો.
કેવી લાગી વાર્તા કમેન્ટ જરુર કરજો
અસ્તુ..
આજની ઉંબરો ની વાર્તા પુરી બીજો કોઈ વિષય લઈને આવીશ ઉંબરા ની ધારાવાહિક માં
આવજો