paheli mukalat - jindagi khubsurat chhe - 6 in Gujarati Love Stories by Shanti Khant books and stories PDF | પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 6

Featured Books
Categories
Share

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 6

ઘરે પહોંચ્યા પછી મમ્મી-પપ્પાના આંખોમાં પ્રેમ જોઈ બધું જ ભુલાઈ ગયું હતું... પણ બસ હા ફરી એ જગ્યા એ રાત અને એ જ facebook, whatsapp ની વાતો યાદ આવી ગઈ ... ફરી જૂની યાદોના વાદળા વરસી પડ્યા... આપણા દુઃખનું એક કારણ એ હોય છે..‌ કે ..જ્યારે જે છોડવાનું હોય એ આપણે છોડી શકતા નથી... આપણું ન હોય એને પણ આપણે પકડી રાખીએ છીએ..‌ દરેકનો એક સમય હોય છે..‌ દરેકનો એક અંશ હોય છે..‌ કઈ જ કાયમી નથી આપણને બધાને આ વાતની ખબર છે... છતાં ...કેમ આપણાથી કંઈ છૂટતું નથી.‌‌..‌ એનું એક અને સૌથી મોટું કારણ છે..‌ ..‌ઇમોશનલ એટેચમેન્ટ આપણને વળગણ હોય છે..‌‌... આપણને આદત હોય છે..... આપણને જે વ્યક્તિ પ્રત્યે લગાવ હોય એ દૂર થાય ત્યારે એક અભાવ સર્જાય છે.... આપણને તો વસ્તુઓ કે સાધનો ની પણ આદત પડી ગઈ હોય છે.... ગમતી વસ્તુ છુટે છે.... ત્યારે આપણને પીડા થાય છે...‌.‌ ગમતી વ્યક્તિ નો હાથ છૂટે ત્યારે વેદના થાય છે.... સૌથી વધુ દુઃખ ....સૌથી વધુ પીડા .....સૌથી વધુ વેદના ....સૌથી વધુ ઉદાસી.... અને સૌથી વધુ એકલતા ....સંબંધોના કારણે જ સર્જાય છે .... જિંદગીની સૌથી મોટી કરુંણ ઘટના તમે જેને ચાહતા હોય એ વ્યક્તિ ન મળે એ છે.... ઝંખનાઓ જ્યારે ઝાંખી પડે છે...‌ ત્યારે જિંદગી અધુરી લાગવા માડે છે ...આપને એવું કહેતા અને સાંભળતા રહીએ છે..‌. કે કોઈના વગર કઈ અટકતું નથી .... પણ એક વ્યક્તિ વગર ઘણું બધું ઘટતું રહે છે.
અટકે નહીં પણ ગતિ ધીમી પડી જાય છે ...વધારવાનું પણ કોઈ અર્થ લાગતો નથી ....કોના માટે? આવું શા માટે કર્યું ?એક પ્રેમી અને પ્રેમિકા હતા.... ને વચ્ચે ખૂબ લગાવ હતો ....કારણ કે મેરેજ કરી શકે એમ નહોતા ...છોકરી એક આખરે નક્કી કર્યું કે હવે એને કહી દઉં કે આપણે સાથે જીવવું શક્ય નથી .... એ હવે એને નહીં મળવા આવે.... તેની જિંદગીમાં આવવાના નથી ....આ છેલ્લી મુલાકાત હતી ....બધી વાતો થઈ ગઈ.... છેલ્લે એને પૂછ્યું હવે હું જાઉં એની આંખો ભીની હતી.... પ્રેમી એ કહ્યું ના થોડીવાર બેસ આંખમાં આંસું છે.... મોઢું પડેલુ રાખીને એવી રીતના ન જા ...હસી લે જા આપને ખુબ સરસ રીતે રહ્યા છે ...મારે તને છેલ્લી વખત આ રીતે જતાં નથી. જોવી... તેને કહ્યું કે ક્યારેક મને એવું લાગે છે... કે આપણે મળ્યા જ ન હોત તો સારું હતું... આટલું પેઈન તો ન થાત...ન હોય એનું સપનું હોય છે ....એ સપનું સાકાર ન થાય તો વેદના ચોક્કસપણે થાય.... એના કરતાં પણ વધુ પીડા જે હોય એ ચાલ્યું જાય એનાથી થાય છે.... પ્રેમ... વસ્તુ ...સબંધ ...શહેર અને બીજું ઘણું બધું ક્યારેક આપની ઇચ્છા ન હોવા છતાં છોડવું પડે છે.... ક્યારેક એ છૂટી જાય છે... ઘણી વખત તો આપના હાથની જ વાત નથી હોતી... આપણી નજર સામે જ આપણા અરમાનોનું ગડુ દબાઈ રહ્યું હોય છે ..અને આપણે મુક્ત મને જોતા રહેવું પડે છે... આપણે હોય એ ન મળે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ.... જિંદગીમાં બધું મળે એવું જરૂરી નથી.... એવી શક્યતા પણ નથી ....કઈ છૂટવાનું છે ..‌આપણને ભાગતા રહીએ છે ..‌આપણું ઈચ્છાઓનો અંત જ નથી ...સુખ શાંતિ અને સ્નેહ માટે આપણે આપણી અંદર શોધવાનું, રાખવાનું હોય છે... પણ આપણે બહાર ફાંફા મારતા હોઈએ છીએ. વિચારોમાં ને વિચારોમાં ક્યાં ઊંઘ આવી ગઈ અને સવાર પડી ગઈ ખબર જ ના પડી..

આજે તો કંપની માં જોઈન્ટ કરતા પહેલા શરૂઆત ચા બારમાંથી જ કરવી છે... એટલે વહેલા પહોંચી જવું.. પહોંચતા જ મને જોઈને મેનેજર બોલ્યા..
" આવો મારા સ્પેશ્યલ ગ્રાહક તમારા વગર તો આ બાર પણ સુનુ થઈ ગયું હતું."
"આજે તો સ્પેશિયલ મારા તરફથી ચા પીવી પડશે"
"હા જરૂર એટલે તો આવ્યો છું"
"ચલો સર આજે તો પહેલી મિટીંગ છે ..શરૂઆત તમારે અહીંયા થી કરી છે.... આજે મોડું થાય છે.. હવે તો હું આવતો રહીશ.‌.
"yes 'sir most welcome."

ગાડી સ્ટાર્ટ જ થઈ નથી રહી ..ખબર નહીં. શું? પ્રોબ્લેમ છે.‌. આજે તો મિટિંગમાં પહોંચવું જરૂરી છે લિફ્ટ લઈ લવ. અથવા તો રિક્ષા કરી લઉં એટલામાં જ એક એક્ટિવા દેખાયું તેને મને જોઈને એક્ટિવા ઉભી રાખી.
"હલો .કેમ છો? ઓળખાણ પડી."
"હા પડી ને આટલી બધી ગાળો આપી હતી તો યાદ તો રહી જાય ને"
"હું માફી માગું છું તમારી તમારા ફ્રેન્ડ ના લીધે તમને બોલી ગઈ"
"શું કરો છો અહીં"
"મારે મિટિંગ માટે લેટ થઈ રહ્યું છે .અને ગાડી સ્ટાર્ટ નથી થતી."
"હા તો ચલો તમને છોડી દઉં કઈ બાજુ જવાનું છે"
"સેટેલાઈટ "
"ઓકે"
"હેલ્પ કરવા માટે ખુબ ખુબ આભાર. આજે પહેલો દિવસ હતો અને મોડું થાત તો ઇમ્પ્રેશન ખરાબ પડત."
"કોન્ગ્રેચ્યુલેશન પહેલા દિવસ માટે."
"ફરી લિફ્ટ જોઈતી હોય તો કહેજો"
"નહીં એ તો હું હેન્ડલ કરી લઈશ ગાડી આવી જશે ત્યાં સુધી"
"આ મારો મોબાઇલ નંબર છે . કોલ પર વાત કરીશું અત્યારે તો હું ઉતાવળમાં છું."
"ઓકે"
"ઓલ ધ બેસ્ટ ફોર યુ મીટીંગ"
"હેલો નીરવ ચલ સાંજે ઓફિસેથી છૂટીને મળીએ ચા બાર પર મારી ગાડી પણ ત્યાં પડી છે."
"ઓકે હું પહોંચું છું ,ગાડીની વ્યવસ્થા કરી દઉં છું."
"ઓકે, થેંક્યુ નીરવ"
બે વર્ષમાં તો અમદાવાદની સકલ બદલાઈ ગઈ છે. રસ્તા બદલાઈ ગયા.... આટલી ભીડ ભાડ... એટલો ઘોઘાટ સંભળાય છે... વાતાવરણ ખૂબ જ બદલાઈ ગયું છે.. સેટેલાઈટ પહોંચતા કલાક નીકળી ગયો આટલો બધો ટ્રાફિક કંટાળી જવાયુ અહીં પહોંચતા.
મોબાઈલ પર આ કોનો કોલ આવી રહ્યો છે નંબર તો નવો લાગે છે..
હલો કોણ?
"હું વૈભવી. "
"મનમા, ઓહ! આ તો મારા જેવું નામ છે'
"ભૂલી ગયા કાલે તમને લિફ્ટ આપી હતી ને"
"અને તે પણ બીજી મુલાકાત હતી"
"અરે !ભૂલતો હોઈશ પણ નામની ખબર નહોતી સોરી બે બે મુલાકાત થઇ પણ હું ઉતાવળમાં તમારું નામ પૂછવાનું જ ભૂલી ગયો"
"ઓકે તો ફરી સાંભળી લો મારું નામ વૈભવી છે"
અને તમારું.
"વૈભવ"
ઓહ!
"વેરી નાઈસ"
"મારી કાલે હેલ્પ કરવા બદલ સ્પેશ્યલી થેંક્સ કહેવું છે આપણે મળી શકીયે."
"હા જરૂર મળીયે તમારી ચા કાફેમાં."
"ઓકે કાલે સવારે ઓફિસ પહેલાં નવ વાગે."

*નદી જ બે કિનારા ને ક્યાં અલગ કરે છે? બે શહેરો વચ્ચે નો હાઇવે હ્રદય ને નજીક લાવવા માં ભોઠો પડે છે ક્યારેક.!*

*સમય હૃદયની આરપાર સિવાય છે ,સોય જેવી ક્ષણો વિરહ ને ભોંકાય છે અને છતાં આપણે મળીએ છીએ*
બિનશરતી પ્રેમ એટલે જ ધ્યાન, ધ્યાન જેવું સહજ અંદરથી જ ઊગ્યા વગર ફેલાવવાનું શરૂ થઈ જાય.
એમાં વર્તાય નિસ્બત જેને શોધતા હોઈએ એ ક્યાંય બહાર નથી એ વાત સાચી પણ આટલું સમજવા માટે શોધ તો જરૂરી જ છે... ડાયરીને પુસ્તક માનીને પહેલા પાના પર તારું નામ લખ્યું છે... મૌન તને અર્પણ કર્યું છે ....તને ક્યાં કંઈ પૂછ્યું જ છે ..કે તું બોલે તને માત્ર કહ્યું છે ...એ પણ તું સાંભળે અને સન્માન થાય એ જરૂરી પણ નથી .

ક્રમશ....