revange to love - 3 in Gujarati Fiction Stories by Nidhi Thakkar books and stories PDF | બદલાથી પ્રેમ સુધી - 3

Featured Books
Categories
Share

બદલાથી પ્રેમ સુધી - 3

બદલાથી પ્રેમ સુધી ભાગ 3

આપણે આગળ જોયું તેમ સોનાક્ષી નું કિડનેપ થાય છે અને રોહિત આ બધાથી થી સાવ અજાણ છે તે અને બીજી તરફ સોનાક્ષી એક અંધારા રૂમમાં હોય છે તેના મોં પર સફેદ કલર ની પટ્ટી મારેલી હોય છે અને તે એક જૂની ખુરશી પર બેઠેલી હોય છે તે અંધારા રૂમમાં સોનાક્ષી ને જાડા જાડા દોરડાથી બાંધીને રાખેલી હોય છે અને થોડી વાર માં કોઈ વ્યક્તિ આવતો હોય તેવો અવાજ આવે છે તેની પાછળ બીજા વ્યક્તિ ઓ આવવાનો અવાજ આવે છે ત્યાં જે સૌથી પહેલા આવેલ વ્યક્તિ હિન્દી ભાષા માં બોલે જે જેનો ગુજરાતી અનુવાદ હું નીચે લખું છું...

તે વ્યક્તિ : આ હજુ સુધી ભાનમાં કેમ નથી આવી બન્ટી તે ક્લોરોફોર્મ ની આખી બાટલી તો પીવડાવી નથી ને. ..........?

જવાબ માં તેની પાછળ નો વ્યક્તિ ડરતા ડરતાં કહે છે " બોસ ! મેં આ રોંકી ને કીધું તું કે ઓછી દવા નાખ પણ તમે કહ્યું તું ને કે છોકરી બહુ ખતરનાક છે એટલે અમે આખી બાટલી રૂમાલ માં નાખી ને સુધાડી દીધી......

બોસ " બસ હવે કોઈ બહાનું નઈ પહેલા આને (સોનાક્ષી)ને ભાન માં લાવો........

જવાબ :"પણ બોસ આપણને આપવામાં આવેલી માહિતી મુજબ આ છોકરી બહુ ડેન્જર છે અને જો તેને ભાન માં લાંબી તો તે જાતે જ આ દોરી ખોલીને આપણ ને ધોઈ નાખશે...."

બોસ "ના એ એવું કંઈ પણ નહીં કરે તેનો ઉપાય કરી રાખ્યો છે ..........."

આ ટોળા માં સૌથી પહેલા આવેલી વ્યક્તિ જેને તેની પાછળ ઉભેલા લોકો બોસ કહેતા હતા તેની વાત સાંભળીને પાસે રહેલી વ્યક્તિ માટલી માંથી ઠંડુ પાણી તેના હાથ માં લે છે અને પછી જોરથી પાણી ને સોનાક્ષી ના મો પર મારે છે અને તે આવું બે થી ત્રણ વખત કરે છે એટલે સોનાક્ષી ધીરેધીરે ભાન માં આવે છે અને તે ધીમેથી તેની આંખો ખોલે છે..

સોનાક્ષી જેવી ધીરે ધીરે તેની આંખો ખોલે છે ત્યારે સૌથી પહેલા તો તેને ઘોર અંધકાર હોય તેવું લાગે છે પછી તેને કાંઈક સ્વીચ ચાલુ થયાનો અવાજ આવે છે અને જ્યારે સોનાક્ષી ની આંખો ખુલે છે ત્યારે તેની સામે મોટો પડદો હોય છે અને તે પડદા પર રોહિત અને સોનાક્ષી ના મૉલ માં ફરવા જવાના અને સોનાક્ષી નું વરસાદ માં પલળવું તે બધી જ યાદો ના ફોટા ઓ તે પડદા પર તેને બતાવવામાં આવે છે..........

સોનાક્ષી આ બધાય ફોટા ઓ જોતી જ હોય છે અને ત્યાં તેની પાછળ રહેલ વ્યક્તિ હિન્દી માં બોલે છે .....
" યે દેખ લડકી તું કિતની ખુશ લગ્ રહી હૈ કહી તું ઇસ લડકે કે ચક્કર મેં અપના બદલા ભૂલ તો નહીં ગઈ ના "

સોનાક્ષી ના મોઢા પર પટ્ટી બાંધેલી હોય છે તેથી તે કંઈ બોલી શક્તી નથી પણ માથું હલાવીને તે પટ્ટી ખોલવાનો ઈસારો કરે છે એટલે પાછળ ઉભેલી વ્યક્તિ ઓ માંથી એક જણ તેના મો પર થી પટ્ટી ખોલે છે...........

પટ્ટી ખુલતા ની સાથે જ સોનાક્ષી થોડા ગુસ્સા સાથે પેલા વ્યક્તિ ને ગુજરાતી માં જ કહે છે
"ના ...... નહિ મને બધું જ યાદ છે અને હું મારા મમ્મી પપ્પા ની મોત નો બદલો લઈ ને જ રહિશ અને એ વ્યક્તિ જેને મારા પરિવાર ને તબાહ કરી નાખ્યું તે વ્યક્તિ ને હું મારા હાથે મારીશ..."

સોનાક્ષી ગુસ્સામાં આ બધું બોલે છે અને બોલ્યા પછી તરત જ તે જે ખુરશી પર બેઠી હોય છે તે ખુરશી ના ચાર કટકા કરી નાખે છે અને ઉભી થઈ જાય છે...... તેની આખો માં આક્રોશ દેખાય છે

સોનાક્ષી ને ખુરશી તોડતા જોઈ ને તેની પાછળ ઉભેલી બધી વ્યક્તિ ઓ ભયભીત થઈ જાય છે કોઈ સાંભળે નહિ તે રીતે બન્ટી રોંકી ને કાન માં કહે છે " ભાઈ લડકી બહોત તાકાત વાલી હૈ ઇસ્કો અગર પતા ચલ જાયે કી ઇસકો હમને ઉઠા યા થા તો હમારી તો જાન લે લેગી..." રોંકી બન્ટી ના મોં પર આંગળી મૂકે છે અને તેને ચૂપ રહેવાનું કહે છે....

બીજી તરફ પેલી વ્યક્તિ જેને બીજા લોકો બોસ કહેતા હતા તે સોનાક્ષી ને શાંત કરે છે અને કહે છે
"તેરેકો સિર્ફ યે બદલા યાદ દિલાના થા ઔર યે જો તેરી આંખો મેં આગ હૈ ઉસકી જગહ કભી પ્યાર કો નહિ આને દેના સમજ ગઈ"..........

સોનાક્ષી પેલાં વ્યક્તિ ને થોડા ઊંચા અવાજ માં કહે છે "મને મારુ કામ બરાબર યાદ છે રોહિત જ એક એવી વ્યક્તિ છે જેના થકી હું મારા દુશ્મન સુધી પહોંચી શકું છું અને એટલે જ હું તેની નજીક વધારે રહું છું.....બસ એક વખત હું મારા દુશ્મન સુધી પહોંચી જાઉં પછી રોહિત ને પણ મારા રસ્તા માંથી હટાવતાં હું વાર નહિ કરું...અને હાલ તેની પાસેથી મેં એટલી માહિતી કઢાવી છે કે મારો દુશ્મન બેગ્લોર થી ઇન્ડિયા અને ખાસ ગુજરાતમાં રહેલી તેની જમીન નો સોદો કરવા આવવવાનો છે અને તે બે દિવસ રોહિત ની જ હોટેલ માં રોકાવાનો છે.......

સોનાક્ષી ની વાત સાંભળી ને બોસ કહે છે "બસ દો દિન.... તું ઇતને કમ ટાઈમ મેં ઉસકો કેસે ખત્મ કરેગી...."

સોનાક્ષી જવાબ માં કહે છે '' બે દિવસ એટલે અડતાલીસ કલાક અને તે રાક્ષસ ને તો હું ચોવીસ કલાક માં જ ખત્મ કરી નાખીશ....."

બોસ :" અચ્છા ઠીક હૈ .....",

બોસ તેની પાછળ ઉભેલા એક વ્યક્તિ ને કાંઈક આપવાનો ઈસારો કરે છે તે વ્યક્તિ બહાર જાય છે અને થોડી વાર માં એક બેગ સાથે પાછો ફરે છે અને તે બેગ બોસ ના હાથ માં આપે છે બોસ તે બેગ લે છે અને પછી બધાય વ્યક્તિઓ ને બહાર જવા માટે કહે છે બોસ ની વાત માની ને બધી વ્યક્તિઓ ઓરડાની બહાર નીકળી જાય છે અને ઓરડામાં સોનાક્ષી અને પેલો બોસ જ રહે છે.

બોસ તેના હાથ માં રહેલી થેલી કાઢતા કહે છે "યે તુને જો કાગજ કે લિયે કહાઁ થા વો .... ઠીક સે દેખ લે ઔર કુછ ચાહિયે તો ભૈયા કો બોલ દેના વો ભીજવાદેગે......

સોનાક્ષી તે થેલી હાથ માં લે છે અને કહે છે " આ કાગળો ની ખાસ જરૂર હતી સારું કર્યું સમયસર પહોંચાડી દીધા હું મારા ઘરે જઈ ને આ બધું ચેક કરીશ હાલ સવાર થવા આવી છે મારે નીકળવું જોઈએ . "

બોસ સોનાક્ષી ની વાત સાથે સહમત થાય છે અને તેને બહાર નીકળવા ની પરવાનગી આપે છે....

સોનાક્ષી બહાર નીકળતી જ હોય છે ત્યાં તેને તેના કિડનેપીંગ ની વાત યાદ આવે છે એટલે તે ઉભી રહે છે અને બોસ ને કહે છે " તમારા બધા માણસો ને હાલ જ અંદર બોલાવો"

બોસ:" ઠીક હૈં "કહીને બધાય ને અંદર બોલાવે છે.

સનાક્ષી પૂછે છે કે તેને ઉપાડી ને અહીં કોણ લાવ્યું ત્યારે બન્ટી અને રોંકી તેની આંખો નો ગુસ્સો જોઈને બોસ ની પાછળ છુપાઈ જાય છે સોનાક્ષી તે બંને ના ટીશર્ટ ના કોલર પકડી ને બોસ ની પાછળ થી બહાર કાઢે છે અને ધમકી આપતા કહે છે "બીજી વખત મને અડતા પહેલા વિચાર કરજો ક્યાંક એવું ના બને કે તમે મને નબળી સમજી ને ઉઠાવી લો અને પછી તમને તમારું મૃત્યુ દેખાય . આજ પછી મને ક્યારેય તમારો ચહેરો ભૂલ થી પણ ના બતાવતા નહિતર બીજી વખત જીવતા નહિ રહો"

આટલી મોટી ધમકી આપ્યા પછી સોનાક્ષી પેલા બંને ને ગાલ પર તસતસતી થપ્પડ મારે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે અને રીક્ષા કરીને તેના ફ્લેટ પર જાય છે અને ઘર માં જઈ ને રૂમનો દરવાજો બંધ કરી દે છે અને તેના મમ્મી પપ્પા ને યાદ કરી ને બેડ પર સુતા સુતા રડતી હોય છે.

સોનાક્ષી રડતાં રડતાં સુઈ જાય છે . થોડી વાર માં રોહિત નો ફોન આવે છે અને તે તેને અરજન્ટ મળવા બોલાવે છે સોનાક્ષી થોડી વાર માં આવવાનું કહી ને ફોન મૂકી દે છે.


શુ રોહિત આજે સોનાક્ષીને તેના દિલ ની વાત કહી શકશે??

જવાબ માટે વાંચતા રહો

બદલાથી પ્રેમ સુધી....




❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤