વાર્તા:- અનોખી ભેટ.
મુકેશ રાઠોડ.
સુચના:- આ વાર્તા કાલ્પનિક છે.એનો જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી.
હું મારા દરરોજ ના નિયમ મુજબ એક દિવસ સાંજે ઓફિસ થી છૂટી ને ઘરે જવા નીકળ્યો.બસ પકડીનેે ત્રિકોણ બાગ પાસે ઉતર્યો .ત્યાથી મારે થોડું ચાલીને જૂના બસ સ્ટેશન જવાનું એટલે હું મારા ધ્યાન માં ચાલ્યો જતો તો ત્યાંજ મારી નજર ફૂટપાથ ઉપર બેઠેલા એક વ્યક્તિ ઉપર પડી. હાથ માં કાંડા ઘડિયાળ , ખિસ્સા માં પેન ,ચસમાં પહેરેલા ,ગોળ મટોળ ચેહેરો,ગોરો વાન, બ્લેક, વ્હાઇટ અને બ્લૂ રંગનો નાની લાઈનીગ વારો શર્ટ, બ્રાઉન કલર નું મેચિંગ પેન્ટ પેરીને આગળ વજન કાંટો લઇને એક ચાલીસેક વર્ષ ના અંધ ભાઈ બેઠેલા.
મને અનાયાસે જ થયું કે લાવ ને ઘણો સમય થઈ ગયો વજન કરાવ્યો નથી તો વજન કરાવી લવ.તરત એ ભાઈ પાસે ગયો ને વજનકાંટા ઉપર ઊભો રહી ગયો.નીચે નજર કરી તો કાંટો સાઈઠ કિલો ગ્રામ બનાવતો હતો.ઉતરી ને પૂછ્યું ,કેટલા પૈસા આપુ ભાઈ? સાહેબ ખાલી બે રૂપિયા લવ છું.અંધ ભાઈ બોલ્યા.
મે ખિસ્સા માં હાથ નાખી ને પાકીટ ખોલીને જોયું દસ ની નોટ કાઢી ને આપી, આલ્યો ભાઈ.પેલા માણસે નોટ હાથમાં લેતાં જ બોલ્યા સાહેબ છૂટાં આપોને ? મારી પાસે છૂટા પૈસા નથી.રાખો ભાઈ ભલે રહ્યા હોય.મે વિવેક થી કહ્યું.પણ સાહેબ આટલા બધા ? .અંધ ભાઈ બોલ્યા. મે કહ્યુ હવે રાખો ને ક્યાં જાજા છે ને આમ પણ મારી પાસે છૂટા નથી.
બીજા દિવસે જ્યારે ઓફિસે જવાનું હતું ત્યારે એજ રસ્તા પાસે થી પસાર થવાનુ એટલે જોયું એ ભાઈ તે દિવસે ત્યાં બેઠા નોતા.હુ ભૂલી પણ ગયેલો થોડા દિવસો માં .ત્યાજ એક દિવસ પાછાં એજ જગ્યા ઉપર બેઠેલા જોયા.હુ ગયો ને વજન કરી ને દસ રૂપિયા હાથમાં આપ્યા.વળી પાછું એજ છૂટા ની રામાયણ ને મે પણ રાખો ને જાજા નથી એમ કહીને પૈસા દઈને નીકળી ગયો.
આવું લગભગ પાંચ,છ વાર બન્યુ .હુ જાણીજોઈને દસ ની નોટ આપુ ને છુટ્ટા લીધા વીનાજ વયો જતો. એક દિવસ હું ઑફિસેથી થોડો વહેલો આવેલો ને મારી બસ ની પણ થોડી વાર હતી તો થયું પાંચ મિનિટ વાત કરું.તે દિવસે પણ હમેશ ની જેમ વજન કરીને દસ ની નોટ આપી.આગળ વાત વધારી. તમે રોજ નથી બેસતા અહી ? મે પેલા ભાઈ ને પૂછ્યું.ના સાહેબ હું એક દિવસ બેસું પછી ત્રણ, ચાર દિવસ નથી બેસતો.અંધ ભાઈ બોલ્યા.મે કીધું આવું કેમ?. સાહેબ વધારે ભેગુ કરીને શું કરવું? મારે જેટલું જરૂર હોય એટલું જ રાખું છું.એકલા માણસ ને કેટલુંક જોય?.અંધ ભાઈ બોલ્યા. અચ્છા તમારા ફેમીલીમા બીજું કોઈ નથી? મે પૂછ્યું.ના સાહેબ અનાથાશ્રમ માં મોટો થયો છું મારું કોઈ નથી .વળી ગ્રેજયુએટ સુધી તો ભણ્યો છું એટલે ભીખ માંગતા તો શરમ આવે એટલે આ વજનકાંટો લઇને બેસું છું,અંધ ભાઈ બોલ્યાં.ખાવાનુ થઈ જાય છે પછી શું વધારે જાજુ ભેગુ કરવું એમ બોલ્યાં.હે સાહેબ તમારું નામ શું અંધ ભાઈએ મને પૂછ્યું.મુકેશ રાઠોડ,મે જવાબ આપ્યો.સારું ચાલો તો હવે જાવ મારી બસ નો પણ ટાઈમ થવા આવ્યો છે,મે કહ્યુ.ભલે સાહેબ આવજો કીધું ,ને હું નીકળી ગયો .
થોડા દિવસો પછી હું આવતો હતો ત્યારે દૂરથી જ પેલા ભાઈ ને મે બેઠેલા જોયા. મન માં ખ્યાલ આવ્યો જે છૂટા હતા એતો મે બસમાં જ આપિદિધા.છતાં પાછળ પેન્ટ ના ખિસ્સામાં હાથ નાખી ને પાકીટ ખોલીને જોયું તો કોઈ છૂટા નોતા.ખાલી પાંચસો ની બે નોટ જ પડી હતી .હવે મનમાં જ મુંઝાણો .પેલા ભાઈ પાસે જાવું કઈ રીતે?.
અંતે નક્કી કર્યું કે આ વખતે એમનામજ વજન કર્યા વિના વયુ જાવું. માનમાં થોડું દુઃખ પણ થયું કે આવખતે છુટા ના લીધે હું પેલા ભાઈ પાસે નહિ જઈ શકું.એટલે જેવો હું એ ભાઈ બેઠતા એ જગ્યા નજીક આવ્યો કે ધીમા પગલે આગળ વધવા જતો તો ત્યાજ પેલા ભાઇએ અવાજ પાડ્યો." કેમ રાઠોડ સાહેબ આ વખતે મળ્યા વગર જ વયા જસો? " આ શબ્દો સાંભળતાજ હૂતો આશ્ચર્ય ચકીત થઈ ગયો. પાછાં એ ભાઈ બોલ્યા મને લાગે છે આ વખતે તમારી પાસે છૂટા પૈસા નથી. નહિતર તમે મળ્યા વિના જાવ નહી.
હૂ ઘડિકતો એ ભાઈને જોતો જ રહી ગયો.આ માણસ ને કેમ ખબર પડી કે આટલા બધા માણસો ચાલ્યા જાય છે એમાં હુ પણ છું.! આમને કેમ ખબર પડી ગઈ હસે કે મારી પાસે છૂટા પૈસા નથી?.
હું તરત એ ભાઈ પાસે ગયો ને પૂછ્યું કે તમને કેમ ખબર પડી કે હું જ છું. પેલા ભાઈ બોલ્યા સાહેબ તમારી સ્મેલ થી.મને તો અચરજ થયું,સ્મેલ ? હા સાહેબ દરેક માણસ ની પોતાની એક સ્મેલ હોય છે,જેનાથી અમે એમને ઓળખિલઇ છી.કુદરતે અમને આપેલી આ ખાસિયત છે.એક ,બે વાર જે માણસ મલે એમને અમે સહેલાઈથી ઓળખી સકિયે છીએ.
મને નવાઈ લાગી મનમાં થયું વાહ તારી માયા. કુદરત જેના બધા દરવાજા બંધ કરી છે એને એક બારી એવિપણ આપે છે કે બધા દરવાજાની તુલનામાં એક બારી જ કાફી હોય.આના સિવાય બીજી "અણમોલ ભેટ "શું હોય શકે..
***
આપ મારી બીજી વાર્તાઓ પણ વાંચવાનું ભૂલતા નહિ.માતૃ ભારતી એપ પર તદ્દન ફ્રી માં વાંચી શકો છો અને dawonload પણ કરી શકો છો.
આપનો અમૂલ્ય સમય ફાળવીને વાર્તા વાંચી એ બદલ આપનો ખુબ આભાર.
_મુકેશ રાઠોડ