આ વાત આજ થી પાંચ વર્ષ પહેલાં ની જ્યારે મારુ ૧૦મુ ધોરણ પુરુ થયું. ત્યારે ગયા મામા ના ઘરે લગ્ન માં અને આપડે તો શુ એક સ્ટડી માંથી છૂટયા હોય એટલે મોજ પડી જાય.. એ ગામ માં ભણતર બહુ ઓછું એટલે ઇંગ્લિશ મા જાજા કોઈ ને ટપ્પા નો પડે ,અને મને તો શુ ત્યારે ૧૫ ૨૦ ઇંગ્લિશ ના શબ્દો આવડે તો આપણે હોંશિયારી કરીએ.. એટલે બધા ને શુ એવું લાગે કે બહુ હોંશિયાર🤣 એટલે આપણી થોડી ઇન્ટ્રી પડે અને આપણા ગુણગાન ગવાય. બસ ત્યાં પહોંચ્યા અને લગ્નની રમઝટ ચારે બાજુ ચાલતી હતી. બે દિવસ માં દાંડિયારાસ ને બીજા બધા રિવાજો પુરા થયા..રાત્રે દાંડિયા મા જોરદાર મોજ કરી અને મસ્તી મજાક કર્યો . બહુ જાજા સમયે બધા ભેગા થયા હોય અટકે માજા તો આવે એ સ્વભાવિક છે.
ખરી વાત તો હવે ચાલુ થાય છે .રાતે વરઘોડો ને એવું બધુ પૂરું થયું એટલે ફેરા ચાલુ થયા. એ મન્ડપ માં દીકરા ,દીકરીઓ, મહિલા અને જેેના લગ્ન હતા એ બન્ને અને પૂજારી હતા. મોટા માણસો કોઈ ન હતા એ બધા અલગ જઈ ડાયરો જમાવી ને બેઠા હતા.દરબારમાં તો રાતે જ ફેરા હોય. બસ શાંતિ થી લગ્નની પ્રક્રિયા ચાલતી હતી. અને મહિલાઓ લગ્ન ગીત અને ફટાણા ગાઈ રહી હતી એવા માં દુુર એક ભાઈ બેઠા હતા. આમ તો ભાઈ નહિ પણ કાકા જ સમજી લ્યો ઉંમર 30 31 વર્ષ ની હશે,કાળા કલર ના કપડાં માં દૂર ઓટલા પર આછા પ્રકાશ ની લાઇટ માં એકલા બેેઠા હતા. એમનું ધ્યાન બસ આ લગ્ન ની વિધી માં જ હતું બસ એક નઝરે જોયા કરતા હતા.અને મારી નઝર એ કાકા પર ગઈ અને મને મન માં વિચાર આવ્યો કે નક્કી આ લગ્ન નું વિચારે છે,કે મારા ભત્રીજા પરણી ગયા અને હું કાકા હજુ કુુંવારો . એટલેેે કે વાંઢા ની વેદના ,હોય ને બસ એ જોયા કરતા હતા..
એવા માં એક કુતરું એમની બાજુ માં આવી ને બેસે છે અને કુતરુ પણ કાકા ની સામે જોવે છે .કાકા તો બેઘ્યાન હતા એટલે એમને ખબર નો રહી. કુતરા એ પણ એક મિનીટ બે મિનિટ જોયું કાકા સામું અને જોર જોર થી ભસવા લાગ્યો,,🤣🤣🤣 અને કાકા ઓ ઝબકી ગયા અને ડરી ગયા તો સીધા પડી ગયા એટલે કપડાં પર નકરી ધૂળ ધૂળ થઈ ગઈ મોઢુ પણ માટી વાળું થઈ ગયું.ન જલ્દી થઈ ઉભા થઇ ગયા કે કોઈ એ જોયું નથી ને?? મારું ધ્યાન તો ત્યાં જ હતું
અને મારું તો હસવાનું કૅન્ટ્રોલ નો થયું એટલે આપડે બધા ની વચ્ચે જોરજોરથી હસવા લાગ્યા બધા મારી સામું જોવા લાગ્યા કે ઓચિંતા નું શુ થયુ અને કાકા ને પણ ખબર પડી કે નક્કી કોઈ જોઈ ગયું છે એટલે એ હું જ હતી.કાકા તો ભાગી જ ગયા પાછું વળી ને જોયું જ નહીં🤣🤣🤣 . અને હવે કોઈક વારે મળે તો મારી સામું જ નો જોવે પણ એક વાર પૂછવું છે કે એવું શુ વિચરતા હતા કે કુતરા ના અવાજ થી પડી ગયા.,,🤣🤣🤣 હવે તો આ કાકા ના પણ લગ્ન થયા પણ ઉંમર વય ગઈ પછી .
"સત્ય ઘટના છે" બહુ દુઃખ નો લગાડતા, 🤣🤣🤣 એટલે કહેવાનું એ જ કે બહુ બેધ્યાન રહી તો આવી હાલત થાય... એટલુ પણ નો વિચારવું જોઈએ કે આજુ-બાજુ ની કૈં ખબર જ ન રહે.