વિજય તો ચુપચાપ પોતાના પગ ના તળિયાની તરફ જોઈ રહ્યો હતો. કોઈપણ પ્રકારની હલચલ કર્યા વગર પોતાના હૃદયના ધબકારા પણ શાંત થઈ ગયા હોય તેમ દેખાવા લાગ્યો. બહારથી એકદમ નજીક આવી ગયો. તેણે કશું કૃત્ય કર્યું ભૂતાવળ એ ડોલ કુવા માં નાખી. તે ડોલમાં પાણી ન હતું કે ડોલ ખાલી કુવા ની અંદર આવી.
વિજય તરફ ફરી ભૂતાવળ ઉપર થી બોલવા લાગી, તે સ્પષ્ટ હતું કે તેનો વિચાર વિજયને મદદ કરવા નો હતો. વિજય બિલકુલ મદદ લેવા તૈયાર નહોતો સામે જોતો પણ નથી. દિવાલમાં અંદર બેસીને પોતા ને સંતાડવાની કોશિશ કરતો હોય તેમ ઉભો રહ્યો તેના હૃદયમાં ભારોભાર રોષ વ્યાપ્યો હતો તે જાણતો હતો કે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે.
ભૂતાવળ ગુસ્સામાં ગાયબ થઈ ગઈ અને એટલી જ વારમાં વિજય ઉપર આવ્યો અને વિજય ઉપર આવતા જ ભૂતાવળ વધારે ગુસ્સે થઈ જાય છે. તેનો ગુસ્સો હવે શું રંગ લેવા નો હતો તે કશું વિજયને ખબર ન હતી પણ તેના આવવા થી તે ખૂબ જ રાહત અનુભવી રહ્યો હતો.
"બહાર નીકળી ગયો."
બહાર નીકળીને પેલી ડોલ પાસે ગયો અને ડોલ ને લાત મારી ખાલી ડોલ માંથી રણકાર ઉત્પન્ન થયો પણ કોઈપણ જાતની હલચલ ડોલ માં થઇ નહિ. કુવાની દુર્ગંધ આવવી બંધ થઈ ગઈ હતી વિજય નો શ્વાસ પણ પ્રફુલ્લિત થઈ રહ્યો હતો. કૂવામાં બાકી બધું એમનું એમ જ હતું અંધારું હતું એવું ને એવું જ હતું જે થોડો પ્રકાશ આવી રહ્યો હતો તે ભૂતાવળ સ્પષ્ટ દેખાતી હતી બાકીના દ્રશ્ય જાણી શકાય એમ ન હતાં. કૂવામાં પથ્થર અને કાંકરા હાજર હતા અને તેની ઉપર તે બે કલાક પડ્યો રહ્યો અને ઘાયલ થયો હતો એના પગમાં ચંપલ ન હોવાના કારણે તેને ઘણી તકલીફ થઈ રહી હતી.
વારે ઘડીએ તે આજુબાજુ જોવા લાગ્યો તેના શરીરમાં અશક્તિ,આંખોમાં નબળાઈ હતી.ઉજાગરા જેવો થાક તેને લાગી રહ્યો હતો.....
હમણાં જ તેણે મૂછનો દોરો ફૂટયો હતો.જવાની માં તેનું મુખડું મલકાય રહ્યું હતું અને હવે તે જવાની ના પ્રદેશમાં પ્રવેશી ગયો હતો.
પોતાનું ભાવિ અંધકારમય લાગી રહ્યું હતું જોકે આ જગ્યાએથી કેમ નીકળી જશે તેવું મનોમન વિચારવા લાગ્યો. વિજય ઉપર આવવાની જાણે એક તક આપી વિજય ઝડપી થી ઉપર તો આવી ગયો, પણ આવીને શું કરે તેના મોઢામાંથી કોઈ અવાજ નીકળતો નહોતો.
વિજય ની આંખમાંથી આંસુ પડી રહ્યા હતા એ બધા દર્દ હવે વિજય ને ભારે લાગી રહ્યા હતા અને આ પ્રકારના દર્દ દિલોદિમાગમાં ઘૂસી ગયા હતા થોડીવાર પછી થયો તે સમજી ગયો કે હવે કંઈ થવાનું નથી પેલા ઝાંઝરનો અવાજ સંભળાયો અને સફાળો જાગ્યો અને તેની આંખો ખૂલી ગઈ સપનામાં થી તે બહાર આવી ગયો.
એ પોતાના ઘરના રસોડામાં કોણ ગયું હતું અને આ બધું સપનામાં તેને કોણ લઈ ગયું એ પણ તેને ખબર નહોતી.
આ સપનુ તેના માટે એટલું બધું ભયાનક હતું કે તે સવારે વહેલા ઊઠે ત્યારે તેનું મન અસમંજસ માં હતું.શું કરું કે શું ના કરવું તે કંઈ સમજી શકતું ન હતું આટલું ભયંકર સપનું તેને પહેલા પણ આવેલું પણ આ સપનું વિજય ની જાત ને હચમચાવી નાખી હતું.
વિજય નાહી ધોઈને નોકરી જવા માટે નીકળે છે અને સવારે વહેલા તે પોતાના રૂટિન નિયમ મુજબ વિજાપુર રેલ્વે સ્ટેશન માં નોકરી જાય છે અને મનજીત ને ત્યાં તેને મળે છે.
વિજય ને જે સપના આવ્યા હોય છે તે બધી વાત મનજીતને કરે છે.
વિજય બોલ્યો મને રાત્રે ભયંકર સપનું આવ્યું હતું.
અરે તને સપનું ન આવે તો પ્રાણીઓ ને સપના આવે આવું મનજીત બોલ્યો.
વધુ આવતા અંકે.....