રોજના સમય પર તે ઓફિસ પર પહોંચી ગઈ. આજે પણ નિરાલી નહોતી આવવાની. આજે પણ તેને આખો દિવસ એકલા જ રહેવાનું હતું. ઓફિસમાં આવી સીધો ફોન હાથમાં લીધો ને બધા જ મેસેજ જોયા. ફેસબુક ઓપન કર્યું. શુંભમનો તે પછીનો કોઈ મેસેજ ના હતો. તેમનું લાસ્ટ સીન રાતના બે વાગ્યાનું બતાવી રહયું હતું. જયારે કોઈ મતલબ જ નથી તો શું કામ તેની ડિપીને જોઈ હું પરેશાન થાવ એ વિચારે તેમને ફેસબુક બંધ કરી બીજું કામ કરવા લાગી.
બપોરના લંચ સમય સુધી કોઈ વિચાર ના હતો. ફટાફટ જમી હાથમાં મોબાઈલ લીધો. આટલા સમયથી મોબાઈલ જોયો ના હતો તો કેટલા મેસેજ આવી ગયાં હતા. જેનો જવાબ દેવો યોગ્ય હોય તેનો જવાબ આપ્યો ને બાકીના એમ જ રહેવા દીધા. ફેસબુક ઓપન કર્યું તો શુંભમને ઓનલાઈન જોયો. મન થઈ આવ્યું ફરી મેસેજ કરવાનું. પણ ઇગનોર થવાનો ડર તેમને રોકી રહયો હતો.
મન માનતું ન હતું ને દિલ જાણતું ના હતું. પણ, આગળિયો જાણે ઉતાવળ કરી રહી હોય એમ કંઈપણ વિચાર્યા વગર જ તેમને મેસેજ કરી પણ દીધો.
"હાઇ... કાલે કોઈ જવાબ ના આપ્યો..??" કોઈ અજાણ વ્યક્તિ વિશે કંઈ જાણ્યા વગર જ સીધો જ સ્નેહાએ આવો મેસેજ કરી દીધો.
મેરેજ પુરા થઈ ગયા હતા. શુંભમ ઘરે જવાની તૈયારી કરી રહયો હતો. આ સફરમાં તેને જે વિચાર્યું તે બન્યું ના હતું. ફરી એકવાર તેની કોશિશ નાકામયાબ બની એટલે થોડો ઉદાસ હતો. ઉદાસ માણસને કોઈનો થોડો પણ સાથ મળી જાય તો બસ દિલ ફરી ખુશીથી ખીલી ઉઠતું હોય છે. શુંભમ સાથે પણ કંઈક એવું જ થઈ રહયું હતું. બેંગ પેક કરી તે ઊભો થવા જતો હતો ત્યાં જ તેમના ફોનમાં મેસેજની રિંગ વાગી. મેસેજ સ્નેહા નો હતો.
"થોડીવાર પછી કોલ કરજે." શુંભમે મેસેજની સાથે તેમનો નંબર પણ સ્નેહાને આપ્યો.
એકપળમાં ના જાણે શું બની ગયું હતું. બંનેમાંથી કોઈને આભાસ નહોતો. આ ખરેખર એક અજીબ શરૂઆત હતી જે પ્રેમના રસ્તા તરફ દોરી જવા માટે આવી હતી. સ્નેહાનું દિલ જાણે ધબકારો ભુલી ગયું. આખોમાં ખુશી હતી કે કંઈક નવું થવાનો ડર કંઈ સમજાય નહોતું રહયું. પણ ,દિલને કંઈક મળ્યું હતું એમ તે ખુશ હતું.
લંચ સમય પુરો થતા તે કેબિનમાં ગઈ. તેનો લંચ પુરો થયા પછી જ તેમના કેબિનમાંથી બીજા બહાર જતા. સ્નેહાએ નંબર સેવ કર્યો. વોર્ટસપ પર શુંભમની જ કોઈ ફોટો મુકેલી હતી. થોડીવાર તે તેમને એમ જ જોતી રહી.
શુંભમ બેંગલોરથી ગાડીમાં બેસી ગયો હતો. પટર પટર ગાડીનો અવાજ તેમના વિચારોમાં ખલેલ બની રહયો હતો. ત્યાં જ કોઈ અજાણ નંબર પરથી કોલ આવ્યો. પહેલી જ રિંગ પર તેમને કોલ ઉઠાવ્યો.
"હેલો, " સામેથી કોઈ છોકરીનો અવાજ હતો.
"હેલો કોણ...??" શુંભમે પુછ્યું.
"સ્નેહા." સ્નેહાના વધતા ધબકારા શુંભમના અવાજ સાંભળી વધું ધબકી રહયા હતા.
" હા, બોલ.....!" બે અંજાણ જાણે એકબીજાને કેટલા સમયથી ઓળખે છે તેવી જ રીતે એકબીજાની વાતોમાં જોડાઈ ગયા હતા.
"કંઈ નહીં.... શું કરો...??ને આ અવાજ..!! કંઈ બહાર છો...??" એકસાથે સ્નેહા ઘણા સવાલ કરી ગઈ.
"હા. ફેન્ડના મેરેજમા આવ્યો હતો. હવે ઘરે જાવ છું."
"ઓકે. એકલા છો..??"
"ના સાથે ફેન્ડ છે."
" ઓકે. બોલો..??"
"કંઈ નહીં તું કે..?? " વાતો નો સિલસિલો તું કે, તું કે. કયાં સુધી ચાલ્યો. આખરે કંઈ વાત ના થઈ ને વાતો એમ જ અધુરી રહી ગઈ.
સ્નેહાને ઓફિસમાં કામ વધારે રહેતું એટલે આમ વાતો કરવાનો સમય ના મળતો પણ આજે શુંભમ સાથે અડધો કલાક એમ જ ખરાબ કરી દીધી હતી. જોકે તેને એવું નહોતું લાગી રહયું કે આ ફાલતું સમયની વાતો હતી. બધા કેબિનમાં આવતા સ્નેહાએ ફોન મુકયો ને તેના કામમાં લાગી ગઈ.
આજે મન થોડું વધારે ખુશ થઈ રહયું હતું. ખબર નહીં પણ કેમ દિલ કંઈક અલગ ચેતના ઉપજાવી રહયું હતું. તેની સાથે વાતો કર્યા પછી દિલમાં પણ કંઈક નવું લાગી રહયું હતું. આ પહેલીવાર સ્નેહાએ કોઈ છોકરા સાથે વાત કરી હતી. શુંભમ સાથે વાતો કરતા તેને ડર નહોતો લાગી રહયો. કંઈક પોતાના જ હોવાનો અહેસાસ થઈ રહયો હતો.
શુંભમને પણ આ વાત થોડીક અજીબ લાગી તો રહી હતી. પણ, તેના વિચારો દર્શનાની વાતો પર સ્થિર હતા. સામે બેઠેલી દર્શનાને જોઈ તેનું દિલ આગ વરસાવી રહયું હતું. જે એક વર્ષ પહેલા તેમની બાહોમા ફરતી હતી આજે તેમના બેસ્ટ ફેન્ડની બાહોમાં બેઠી હતી. તે ત્યાંથી ઊભો થ્ઈ બહાર જતો રહયો. તેની આખો વધારે સમય તેમને જોઈ નહોતી શકતી. ખરેખર તો તેને લાઈક જ ના હતી છતાં પણ આ દિલ થોડું જાણે છે કે કોણ તેને લાઈક છે. તે તો ખાલી પ્રેમની ભાષા સમજે છે.
"કમોન યાર, શું પ્રોબ્લેમ છે તને હવે....????જવા દેને તેને..!" શુંભમનો ફેન્ડ રોહન તેને સમજાવાની કોશિશ કરી રહયો હતો પણ તેને સમજાતું નહોતું કે તે શું કરે.
"તેજ નથી થતું. આજે અહીં તેની સામે ફરી એટલે જ તો આવ્યો હતો કે તેને તેની સામે ઈગનોર કરી બધું હંમેશા માટે ખતમ કરી દવ." શુંભમે ખામોશ અવાજે જ કહયું.
"આ પ્રેમ છે જ એવો યાર, તે કયારે ભુલવાથી ભુલાતો નથી. છતાં પણ તેને ભુલવાની કોશિશ કરવી પડે છે. " આટલું કહી રોહન અંદર તેમની સીટ પર જતો રહયો ને શુંભમ ત્યાં જ ઊભો રહી દોડતી ટ્રેનને જોતો રહયો.
બહારથી આવતી ઠંડી હવા તેમની સાથે વિતાવેલી તે દરેક પળને યાદ કરાવી રહી હતી. તે કોલેજના દિવસો, તેમની એક હસીન મુલાકાત. બધું જ તેના ખામોશ ચહેરા સામે આવી ઊભું રહયું હતું. કંઈક અજીબ લાગણી તે આ બધી જ પળોને ફરી હસાવી ને ફરી તકલીફ આપી રહી હતી. જે પળ ભુલવી છે તે ભુલાતી ના હતી ને જે પળ યાદ કરવી છે તે યાદ થઈ શકતી ના હતી.
સાંજના છ વાગી ગયા હતા. શુંભમ તેમની સીટ પર આવી બેસી ગયો હતો. તેમની નજર બારીની બહાર હતી. ખુલ્લા મેદાનમાં જ્યાં કોઈ દુર દૂર સુધી નજર નહોતું આવી રહયું. એવા શાંત રસ્તા પર ટ્રેન એકલી દોડી રહી હતી. બહારથી મસ્ત ઠંડો પવન આવી રહયો હતો. આ ઠંડા પવનની લહેરો દર્શનાના ચહેરા પરના વાળને વિખેરી ફરી બારી બહાર જતી રહેતી હતી. શુંભમ તેને બસ જોઈ રહયો હતો. કયારેક દર્શના પણ તેને જોઈ લેતી. બંનેની નજર એક થઈ જતી ને આખો કયાં સુધી એમ જ એકબીજાના ચહેરા પર સ્થિર થઈ જતી હતી.
મહોબ્બત ફરી લાગણી ભીનો અહેસાસ કરાવી જાય તે પહેલાં જ દર્શના નજર હટાવી લેતી ને શુંભમ તેમની નજર બારીની બહાર કરી બેસી જતો. વાતો બંનેને કરવી હતી પણ કોઈ કરી નહોતું શકતું. પળમાં ખુશી ને પળમા ખામોશી લઇ આવતી આ પ્રેમની લાગણી એકબીજાને સામે સામે હોવા છતા પણ કેટલા મિલોની દુરી બનાવી ગઈ હતી.
ઠંડો પવન પ્રેમની મહેફિલ જમાવી રહયો હતો ત્યાં જ શુંભમના ફોનમાં મેસેજ ટોન વાગી. તેને જોયું તો વોર્ટસપ પર સ્નેહાનો મેસેજ હતો.
" હું ઓફિસથી નિકળી ગઈ છુ હવે આપણે વાતો કરી શકયે." શુંભમે મેસેજ વાંચી કોઈ પણ જવાબ આપ્યા વગર જ ફોન સાઈટ પર મુકી દીધો.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહાની જિંદગી શુંભમ સાથે જોડાવાની તૈયારી કરે છે ને શુંભમની જિદગી ફરી દર્શના સાથે ત્યારે શું થશે...?? શું સ્નેહા સાથે શુંભમ જોડાઈ શકશે..?? શું સ્નેહા શુંભમની આ બધી વાતો જાણી શકશે..??શું તેમની બંનેની વાતો થશે કે તે વાતો અહીં જ પુરી થશે...??શું થશે આગળ આ કહાનીમાં શું શુંભમ અને સ્નેહાની કહાની શરૂઆત પહેલાં જ પુરી થઈ જશે કે આગળ પણ ચાલશે તે જાણવા વાંચતા રહો ' લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"