Thank you Nirali - 3 in Gujarati Fiction Stories by Malu Gadhvi books and stories PDF | થેંક્યું નિરાલી - 3

Featured Books
Categories
Share

થેંક્યું નિરાલી - 3

અંકિતા હજુ અશ્વિનીના જીવનમાં મુશ્કેલીના માર્ગ તૈયાર કરવાનુ ચાલુ જ રાખ્યું છે.અંકિતા આવા કાવતરા કરવાનું બંધ નથી કર્યું.તે મન માં અનેક પ્લાન ઘડી રહી છે.

એક બાજુ કોલેજની પરીક્ષાની તૈયારીમાં સૌ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ અંકિતા અશ્વિની માટે મુશ્કેલીઓનો પ્હાડ ઉભો કરવાની તૈયારી કરી રહી છે.

કોલેજમાં લગભગ અભ્યાસક્રમ પુરા થવા આવ્યા છે.અને સૌ કોઈ કોલેજની પરીક્ષાની તૈયારીમાં છે.કૉલેજમાં રીડીંગ ટાઈમની રજા પડી છે બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરે મહેનત કરી રહ્યા છે. આવતીકાલે બધાને હોલ ટિકિટ લેવા કૉલેજ જવાનું છે.અંકિતા બધાની પહેલા કોલેજ ૮ વાગ્યે પહોંચી જાય છે અને બહાર બાંકડા પર બેસી કૈક વિચારી રહી હોય તેમ બેઠી છે.

થોડીવાર માં બધા વિદ્યાર્થીઓ આવતા જાય છે અને ૧૦ વાગ્યે વિદ્યાર્થીશાખા માં સૌને હોલ ટિકિટ મળવાની છે.૯:૪૫ મિનિટ થઈ છે અશ્વિની અને નિરાલી કોલેજ આવી ગઈ છે.આકાશ અને તેની સાથે બે-ચાર મિત્રો ઉભા છે તેઓ બધા હોલ ટિકિટ માટે બારી ખુલવાની રાહ જુવે છે.૧૦ ના ટકોરે બારી ખુલી એટલે સૌથી પહેલા અંકિતા છોકરીઓને હટાવી હોલ ટિકિટ લેવા આગળ જાય છે તે હોલ ટિકિટ લઈ બહાર નીકળી જાય છે બધા એક પછી એક હોલ ટિકિટ લેતા જાય છે.અશ્વિની અને નિરાલી હોલ ટિકિટ લેવા જાય છે પરંતુ અશ્વિનીની હોલ ટિકિટ આખા બંચમાં કયાંય મળી નહીં નિરાલીની હોલ ટિકિટ લઈ અશ્વિની અને નિરાલી અશ્વિનીની હોલ ટિકિટ ન મળતા તેમના પ્રોફેસર પાસે જાય છે પ્રોફેસર તેમના ચેમ્બરમાં બેઠા બેઠા પુસ્તક વાંચે છે અને કમ-ઇન મેડમ એવો સાદ સાંભળ્યો.

ભાવિની મેડમ :યસ, કમ-ઇન
અશ્વિની : ભાવિની મેમ મારી હોલ ટિકિટ મળતી નથી. કલાર્ક એ આખું બંચ ફફોરી નાખ્યું પણ મારી હોલ ટિકિટ મળી જ નહીં.
ભાવિની મેડમ :કાઈ વાંધો નહીં બેટા, તું એક કાગળ પર તારું આખું નામ ,બેઠક નંબર,ઇનરોલમેન્ટ નંબર અને રોલ નંબર કાગળ પર લખી ને મને આપી જા થઇ જશે ચિંતા ના કરતી.
અશ્વિની : થેંક યુ સો મચ મેમ
ભાવિની મેડમએ ફરી હોલ ટીકીટ તો આપી દીધી પરંતુ એવું જાણવા મળ્યું કે અશ્વિનીની હોલ ટિકિટ અંકિતાએ લઇ લીધી હતી અને પાર્કિંગ એરિયામાં ફાડી ને નાખી દીધી.આ વાત અશ્વિનીને બીજી એક મિત્ર જોડેથી જાણવા મળે છે.આવું અંકિતા વારંવાર શા માટે કરે છે તેની તેને જરા પણ ગતાગમ પડતી નથી.

અંકિતા ના કાવતરામાં તેનું હોલ ટિકિટનું કાવતરું કામ કરતું નથી.અશ્વિની અને નિરાલી તેમજ આકાશ અને તેમના બધાનું ગ્રુપ ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે.
હવે થોડાક સમય પછી રિઝલ્ટ આવવાનું છે બધા વિધાર્થી રાહ જોઈને બેઠા છે કે શું રિઝલ્ટ આવશે. એવું વિચારી રાહ જોઈને બેઠા છે અને રિઝલ્ટ ઓનલાઇન આવી ચુક્યું ત્યારબાદ કોલેજ માં તે રિઝલ્ટ ના ટોપ ટેન નું લિસ્ટ નોટિસ બોર્ડ માં મુકવામાં આવ્યું.

રિઝલ્ટના બીજે દિવસે સવારે નોટિસ બોર્ડ માં એ લિસ્ટ મુકવામાં આવ્યું અને સૌ લિસ્ટ જોઈને પોતાના ક્લાસ માં લેકચર ભરવા જતા હતા નિરાલી અને અશ્વિની પણ નોટિસ બોર્ડ જોવા નજીક ગઈ અને જોયું જોતાંની સાથે તેઓ બંને એકીસાથે બોલી ઉઠી "ઓહો......."એ ટોપ ટેનના લિસ્ટમાં નિરાલી પ્રથમ ,આકાશ દ્વિતિય અને અશ્વિની તૃતિય નંબર પ્રાપ્ત કરે છે.નિરાલી અને અશ્વિની ત્યાં ઉભા હોય ત્યાં જ આકાશ આવે છે તે નોટિસ બોર્ડ જોતા જ બોલ્યો "ઓહ યાર..." મેં કદી સપના માં પણ વિચાર્યું નહતું કે હું દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કરીશ ત્યાં અશ્વિની અને નિરાલી બોલ્યા "હા મોજ હા" તેઓ ત્રણેય ખૂબ ખુશ છે.