Super Sapnu - 10 in Gujarati Short Stories by Urmi Chauhan books and stories PDF | સુપર સપનું - 10

Featured Books
Categories
Share

સુપર સપનું - 10

કાલે 14 ફેબ્રુઆરી છે...એટલે કે વેલેન્ટાઈન ડે...પ્રેમ ,love નો દિવસ..આ દિવસ રુહી માટે એક વર્ષ પહેલાં કે આજ થી પેહલા આટલો ઈમ્પોર્ટન્ટ ન હતો પણ હવે છે...આજ સુધી ના રુહી એ આ દિવસ નું મહત્વ સમજ્યું છે..કે ના કોઈ એવું મળ્યું છે કે જે તેને પ્રેમ ના દિવસ નું મહત્વ સમજાવી શકે..પણ આ વખત ના વેલેન્ટાઈન ડે ની વાત અલગ છે..કોઈ છે જેને રુહી ના દિલ પર દસ્તક દીધી છે...દિલ ના એક ખૂણામાં નહિ પુરા દિલ પર પોતનું રાજ્ય સ્થાપિયુ છે...
રુહી પોતના રૂમ ની બારી પાસે બેઠા બેઠા આકાશ તરફ જોઈને વિચારે છે..આજે આકાશ કેટલું સુંદર લાગે છે...આને જોઈને આખો ને કેટલી ઠંડક મળે છે..આ દિવસો પણ કેટલા જલ્દી પસાર થઈ ગયા..કૉલેજ નો પ્રથમ દિવસ જ્યાં હું ઈશાન ને મળી હતી અને આજે અમે એક અજનબી થી best friend બની ગયા..કાલે 14 ફેબ્રુઆરી છે...અને વેલેન્ટાઈન ડે..હવે તો હું મારા દિલ ની વાત ઈશાન ને કહી દઈશ..પછી ગમે તે થાય..but મને ખબર છે..એ પણ એ જ ફિલ કરે છે જેવું હું કરું છું..તો કાલે એને પ્રોપોઝ કરીશ..but પેહલા હું કરું પ્રોપોઝ તો એને કરવું જોઈએ..એ boy છે..normaly તો boy પ્રોપોઝ કરે..પણ love માં એવું કંઈ ન હોય...love માં બસ love ઈમ્પોર્ટન્ટ હોય..કોણ પ્રોપોઝ કરે એ નહિ...

એટલા માં ફોન ની રિંગ વાગે છે..રુહુ ફોન જોવે છે તો એ ઈશાન નો હોય છે..રુહી ફોન ઉપાડે છે..

રુહી : hey.. ઈશના

ઈશાન : hello

રુહી :શુ થયું આટલી રાતે ફોન કેમ કર્યો..કામ છે કઇ..

ઈશાન: હા કાલે કૉલેજ જલ્દી આવી જજે મારે કામ છે..મોડું ના કરતી જલ્દી આવી જજે...કાલે ખબર છે ને શુ છે..મારે એ દિવસ ને બહુ જ ખાસ બનવો છે..એમાં તારી જરૂર છે તો જલ્દી આવજે..

રુહી : ok...આવી જઈશ...

ઇશાન :Thank you પાગલ ...good night..

રુહી :Good night..

રુહી ઈશાન ની આ વાત સાંભળી ને ખૂબ ખુશ થઈ જાય છે..એને લાગે છે..એ પણ કાલે મને પોતાના દિલ ની વાત કહી દેશે..વિચાર ને વિચાર માં રાત્રી વીતી જાય છે...એક નવી સવાર થાય છે...જેની રુહી રાહ જોઈ રહી હતી...રુહી તૈયાર થઈ ને કૉલેજ જાય છે..એના ચહેરા પર ની ખુશી જ કાઈ ઓર છે...કૉલેજ માં જાય છે..ત્યાં એને ઈશાન મળે છે...ઈશાન રુહી ને શાંત જગ્યા લઈ જાય છે..ને એને કહે છે..શાંતિ થી મારી વાત સંભાળ..રુહી ત્યાં ચૂપચાપ ઉભી રહી જાય છે..ઈશાન તેની સામે ગુલામ નું ફૂલ લઈ ને ઉભો રહે છે..ને કહે છે..
" કૉલેજ ના પ્રથમ દિવસે જયારે મેં તને જોઈ ત્યાર થી તું મને ગમી ગઈ હતી..અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ - તેમ મારો પ્રેમ તારા માટે વધતો ગયો...હું તને ઘણા time થી મારા દિલની વાત કરવા માંગતો હતો પણ હિંમત ન થઈ પણ આજે તને કેહવા માંગુ છે..i hope તું આ પ્રોપોઝર સ્વીકાર કરીશ...I love you નેહા..."

રુહી :નેહા...

ઈશના: હા.. એને તો આજે પ્રોપોઝ કરવાનો છે...એટલે તો તને જલ્દી બોલવી કરણકે તું મારી best friend અને good luck પણ છું..તું સાથે હોય ત્યારે બધું સારું થાય છે...નેહા હા પડશે ને..

રુહી: હા પડશે ને કેમ નહિ પડે...મારા best friend ને કોઈ ના કહી શકે ...ઉપર થી તું દેખાવ માં પણ આટલો સરસ છે..કોઈ પણ તને હા કહી દે ..તો એ પણ હા જ કહેશે..

ઈશાન : Ok... Thank you... ચાલ મળું પછી...

ઈશના ત્યાં થી જતો રહે છે...રુહી ત્યાં ઉભી રહી જાય છે...આખો ના ખૂણે સુધી આવેલાં આંસુ ની ધાર નીકળવા પ્રયત્ન કરે છે..પણ ઈશાન સામે રડી પડશે તો એને શુ કહીશ..એમ વિચારીને પોતના આસુ ક્ષણ ભર માટે રોકી લે છે...પણ ઈશાન ના જતા જ આખો માંથી આંસુ વહેવા લાગે...એના બધા સપના જે ઈશાન માટે જોયાં હોય તે તૂટી થાય છે...દિલ ના તો એટલા ટુકડા થાય છે કે એને જોડવા મુશ્કેલ બને છે...

રુહી અને ઈશાન best friend બની ને રહી જાય છે..રુહી ના દિલ માં રહેલા ઈશાન માટે પ્રેમ ની ઈશનાને ખબર પણ પડતી નથી...સાથે દિલ તૂટવાની આવજ પણ ઈશાન ને આવતી નથી.... અને રુહી નો love પણ friend zone માં ફસાઈ ને રહી જાય છે...દિલ બેચાર... friend zone મારા..


◆◆◆◆◆◆◆◆◆◆◆◆★◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


story હજુ પુરી થઈ નથી...હજુ રુહી ના love ને એની મંજિલ મળવાની બાકી છે...તો વાંચતા રહો...કોઈ ભૂલ હોય તો માફ કરજો...અને ખુશ રહો ..મસ્ત રહો...

Thank you😃