LOST IN THE SKY - 5 in Gujarati Classic Stories by Parl Manish Mehta books and stories PDF | LOST IN THE SKY - 5

Featured Books
Categories
Share

LOST IN THE SKY - 5

આગળ ના ભાગ માં આપણે જોયું કે ,

આરોહી ની પ્રેયું બૂમ એને વિચારો માંથી બહાર કાઢે છે .


"પ્રેયું , આ આરવ ને મળીશ નહિ?!" આરોહી બોલે છે .

આરવ અને પ્રેયસી એકબીજા સામે જોઈ મંદ મુસ્કાન કરે છે .



હવે આગળ ,

PART-5 - “આપણે દોસ્ત હતા , હતા , છીએ નહીં...”

પ્રેયસી કે આરવ કઈ બોલતા નથી તેથી વાત વધારતા આરોહી કહે છે ,

"અહીંયા ઉભા રહી વાત કરવા કરતા આપણે મારા ઘરે જઈએ અને ત્યાં જઈ વાત કરી લઈશુ ."

પ્રેયસી કઈ બોલવાની તાકાત માં નથી હોતી અને માત્ર હંકાર માં માથું ધુણાવે છે .

આરવ પણ હંકાર માં માથું ધુણાવે છે .

ત્રણેવ બ્લેક કલર ની અમેઝ માં બેસી અને આરોહી ના ઘર તરફ જઈ રહ્યા હોય છે.

કોલકાતા નું આ ટ્રાફિક ને ભાગદોડ વાળી આ જિંદગી પણ ધીમી અને શાંત ચાલી રહી હોય એવું લાગતું હતું . રસ્તે ચાલતા ઘોઘાંટ કરતા મન ના ઘોઘાંટ ની તીવ્રતા વધુ હતી . માત્ર પ્રેયસી ના મન નો ઘોઘાંટ નહિ પરંતુ આરવ ના મન નો ઘોઘાંટ પણ ......

"પ્રેયસી ત્યારે તો મને મૂકી ને જતી રહી હતી તું . આજે એક વાર સામે થી વાત કરવા પણ પ્રયત્ન ન કર્યો તે . બસ આટલી દોસ્તી નિભાવી તે ?! બહુ વાયદા કરતી હતી ને કે આપણી દોસ્તી ની વચ્ચે ક્યારેય કોઈ નહી આવે, પણ પ્રેયસી આપણી દોસ્તી ની વચ્ચે તો તું જ આવી ગઈ . તને ઓળખું છું હું એ પ્રમાણે તો આજે તારી આરોહી મને ઈર્ષ્યા નો પાર નહિ રહ્યો. પણ હવે ફરી તારા પર વિશ્વાસ કરવાની ભૂલ નહિ થાય મારાથી . તું તો મૂકી ને જતી રહી મને ત્યારે આ આરોહી એ સાચવ્યો છે મને , ફરી ઉભો કર્યો છે મને . મારુ સર્વસ્વ હવે એ જ છે અને રહેશે. "

ત્યાં જ અચાનક ગાય રસ્તા માં આવતા ગાડી ને બ્રેક લાગતા આરવ ના વિચારો માં પણ બ્રેક લાગી.


કોઈ કઈ બોલ્યું નહિ આંખે રસ્તે અને ઘર આવી ગયું .


આરોહી એ બંને ને પોતાના ઘરે આવકાર્યા અને પોતે રસોડા માં પાણી લેવા ગઈ . આરવ પણ એની પાછળ પાછળ ગયો .

"આરવ, આ શું વર્તન છે તારું?! પહેલા એને મળવા ની જીદ હવે મળ્યો છું તો કઈ બોલવું નથી . આ શું ચાલે છે ?" આરોહી એ થોડા ગુસ્સા ના સ્વર માં કીધું .

"એ પણ તો સામે થી બોલી શકે છે ને . એને નથી બોલવું તો મારે નથી બોલવું. જે કરવું હોય એણે કરે . જવું હોય તો જતી રહે . I don’t care anymore. " આરવ પણ ગુસ્સા માં બોલ્યો.

"આરુ, આવું વર્તન ન હોય. એક વાર તું શરુ તો કર એ પણ ધીમે ધીમે પેલા જેમ થઇ જશે . ખાલી મારા માટે આરુ આટલું કરી દે ." આરોહી વાત સાચવતા બોલી .

"સારું, પણ બસ એક પ્રયત્ન ." આરવ મક્કમ થઇ બોલ્યો.


"અંદર તો બંને ની પ્રેમ લીલા ચાલતી હશે . લાગે હું ભૂલ થી ખોટી અહીંયા આવી ગઈ. બંને ની વચ્ચે કબાબ માં હડ્ડી બનતી હોઉં એવું લાગે છે . સાચે મેં આ ખોટો જ નિર્ણય કર્યો છે ." પ્રેયસી મન માં ને મન માં બોલી રહી હતી .

ક્યારેક માણસ ઇર્ષ્યા માં શું વિચારી રહ્યો હોય છે તેનું ખુદ ને પણ ભાન નથી રહેતું.


આ વચ્ચે તેના વિચારો ને કદાચ વધુ તેજ કરવા કે પછી એને તોડી દેવા આરવ બોલે છે ,

"તો શું કરે છે તારો પતિ ?"

"આરવ આટલો ગુસ્સો ? મારા હાલ નથી પુછાતા અને મારા પતિ ના ?! તું બહુ બદલાય ગયો છે . મને હતું મને પૂછીશ હું ખુશ છું કે નહિ પણ ...... " પ્રેયસી પોતાની સાથે જ વાત કરી રહી હતી .

"એ આજે સાંજે જ અહીંયા થી ગયા કામ હતું એટલે ." પ્રેયસી કરતા જેઝ નિખરી રહી હોય એમ લાગતું હતું .

"કામ કે પછી મારા આવવાની વાત ?" આરવ કટાક્ષ માં બોલ્યો.

આરોહી એ આવી અને આરવ નો હાથ પકડી અને દબાવ્યો. જાણે ઈશારો કરતી હોય કે આ શું બોલી રહ્યો છે તું .

આ પ્રેયસી ના પણ ધ્યાન માં આવ્યું .

અને પ્રેયસી એ મૌન તોડતા જાણે બોલી જ કાઢ્યું ,

"આરવ એટલી જ તકલીફ હતી મારાથી તો બોલાવી કેમ અહીંયા ? મને કોઈ જ શોખ નથી તને મળવા નો . આરોહી ની જીદ હતી એટલે હું મળી . કે પછી આરોહી તારો પ્લાન હતો તમારી દોસ્તી અમારી દોસ્તી થી સારી છે એ બતાવવાનો ."

પ્રેયસી શું બોલી રહી હતી એને કઈ જ ભાન નહતું.

"આરોહી માટે એક શબ્દ નહિ પ્રેયસી . અને વાત રહી દોસ્તી ની . તો હા અમારી દોસ્તી આપણી દોસ્તી થી પણ વધારે સારી છે અને એટલી તો સારી છે જ કે ક્યારેય એ મને કહ્યા વગર મને એકલી મૂકી ને નહિ જતી રહે ." આરવ પણ આવેગ માં બોલી રહ્યો હતો .

"આરુ, પ્રેયું પ્લીઝ તમે બંને શાંત થઇ જાઓ. " આરોહી વચ્ચે પડતા બોલી.

"પ્લીઝ આરોહી અમારી બંને ની વાત માં તારે પાડવાની જરૂર નથી . અને મારી સામે મહાન થવાનું નાટક તો કરીશ જ નહિ. આરવ તારી જાળ માં આવી જતો હશે હું નહિ આવું." પ્રેયસી કડવું બોલી.

"પ્રેયસી આ છેલ્લી વાર કહું છું . આરોહી ને એક શબ્દ નહિ . નહિ તો મારુ ખરાબ રૂપ જોવા મળી જશે આજે તને ." આરવ બોલ્યો .

"આરવ આપણે દોસ્ત હતા . એટલું બધું તો શું મળી ગયું આનામાં ?" પ્રેયસી તીવ્ર સ્વર માં બોલી.

"હા પ્રેયસી , આપણે દોસ્ત હતા , હતા , છીએ નહીં . અને એ મારુ સર્વસ્વ છે . તું તો મૂકી ને જતી રહી . આને ઉભો કર્યો છે મને . જીવન ની દરેક પળ માં મારી સાથે ઉભી રહી છે ક્યારેય ભાગી નથી ગઈ તારી જેમ." આરવ બોલ્યો.

"ઓહ , સર્વસ્વ . એટલા આગળ વધી ગયા છો એમ ." પ્રેયસી તીખા સ્વર માં બોલી .

" તારી વિચારશૈલી આટલી નીચે આવી ગઈ હશે વિચાર્યું નહતું મેં . દોસ્ત છે એ માત્ર મારી અને દોસ્ત પણ સર્વસ્વ હોય શકે ." આરવ બોલ્યો .

"જેમ હું હતી ." પ્રેયસી ઊંડો નિસાસો નાખતા બોલી . જાણે કહી રહી હોય કે દોસ્ત એ બંને પણ હતા પણ છતાં પ્રેમ કર્યો હતો એ બંને એ પણ .

"પ્રેયસી જૂની વાત યાદ કરવાની કોઈ જ જરૂર નથી ."આરવ થોડા ગુસ્સા માં બોલ્યો .

"હા , તો ખોટું શું કહું છું હું . કર્યો હતો ને તે મને પ્રેમ ? મેં પણ કર્યો હતો. તો તમે પણ કર્યો જ હશે ને ." કટાક્ષ ભર્યું પ્રેયસી હસી .

"હા કર્યો હતો તને પ્રેમ . દુનિયા ની મારી સૌથી મોટી ભૂલ. કે જે વ્યક્તિ લાયક નહોતી એને પ્રેમ કર્યો અને જીવન માં મોટું સ્થાન આપી બેસ્યો. અને હા , કરું છું આરોહી ને પણ પ્રેમ . હજી સુધી કહી નથી શક્યો . કે કદાચ એ પણ જતી ન રહે . સાંભળ આરોહી સાંભળ , હું તને પ્રેમ કરું છું ." આરવ બોલી રહ્યો હતો .

"આરુ, પ્લીઝ શાંત થઇ જા . તું ગુસ્સા માં છે અને કઈ પણ બોલી રહ્યો છે . પ્લીઝ આ ગુસ્સો છોડી દે મારા માટે શાંત થઇજા આરવ ." આરોહી એ સમજદારી દાખવતા કહ્યું .

આરવ શાંત થઇ અને ત્યાં સોફા પર બેસી ગયો અને પ્રેયસી સોફા ને બીજી તરફ બેસી ગઈ .

આરોહી બંને માટે પાણી લઇ આવી .






*******

તો હવે સમય આવી ગયો છે તમારો ભૂતકાળ જાણવાનો .....

આવતા ભાગ માં જઈસુ આપણે આરવ, આરોહી અને પ્રેયસી ના ભૂતકાળ માં .....


*******

આજે વળી નવો પ્રશ્ન

આરવ અને પ્રેયસી શું ભૂતકાળ માં પ્રેમ સંબંધ માં હતા ?
આરવ અને પ્રેયસી વચ્ચે શું હવે પહેલા જેવું ફરી થઇ શકશે ?
આરવ શું સાચે આરોહી ને પ્રેમ કરે છે કે માત્ર આવેગ હતો ?
આરોહી નો જવાબ શું હશે હવે ?
ત્રણેવ ની મૈત્રી શું પહેલા જેવી થઇ શકશે ?

વળી હજી જુના પ્રશ્નો પણ ઘણા રહ્યા પણ હવે આવતા ભાગ થી કોયડા ના ઉકેલ મળતા જશે .

તો વાંચતા રહો, તમારી વાર્તા "LOST IN THE SKY”

© parl mehta