‘ બેટા કેટલા વષૅ થઈ ગયા કાળી ના મૃત્યુ ને, તો તેના પિતા કે પેલા નરાધમો થોડા જીવતા હશે?’ અજયભાઈ બોલતા હતા.
ત્યાં જ હેલી બોલી, ‘હશે એ જીવતા હશે . મારા બાપુ પણ ને પે…..લો.. નાથો અને પરબત પણ’ હેલી દાંત ભીંસતા બોલી આ જોઈ ને તેના માતા-પિતા હેલી ના આ રૂપ થી ડરી ગયા .
રાખીબહેન મન માં વિચારવા લાગ્યા કુદરતે કંઈ અમસ્તો આ છોકરી નો પુનઃજન્મ આપ્યો હશે કંઈક તો તેના પેલા જન્મ નું બાકી રહી ગયું હશે જેનો હિસાબ આ જન્મ માં કરવા આવી છે.
પણ આટલે દૂર ક્યાં ગીર અને ક્યાં લંડન , ક્યાં કાળી ની વિચારસરણી અને તેનાથી બિલકૂલ અલગ હેલી ની વિચારસરણી ? તો પણ એ છોકરી હજારો માઈલ દૂર અહીં જન્મી? જન્મ થી અત્યાર સુધીમાં ક્યારેય હેલી માં કોઈ આવા લક્ષણ પણ નથી દેખાયા તો હવે જ કેમ? કદાચ કુદરત હેલી પરિપક્વ થાય એ રાહ માં હશે …… ખેર કુદરત નું કામ તો કુદરત જ જાણે હાલ તો હવે યુરોપ ટ્રીપ કેન્સલ કરી ઈન્ડિયા જવાની તૈયારી કરવી પડશે . વિચારતા રાખીબહેને અજયભાઈ સામે જોયું અને ઈન્ડિયા ની ટિકીટ બુક કરવા કહ્યું.
અજયભાઈ એ ક મને પત્ની ની વાત માની ટ્રાવેલ એજન્ટ ને ફોન કરી ઈન્ડિયા ની ટિકીટ કરાવી.
હેલી ને ખબર પડી કે તેના ડેડી એ ઈન્ડિયા ની ટિકીટ બુક કરાવી છે તો તે આનંદિત થઈ ગઈ અને મનમાં બોલી, ‘મારા બાપુ, મારા ખેતર, મારા ગીર, મારા ગામ મું આવું સું તારા સરણો માં મને ન્યાય અપાવજે માતાજી’.
બઘા પોતપોતાની તૈયારી માં લાગી ગયા . અજયભાઈ એ લાંબી લીવ મૂકી , રાખીબહેને ઘર નું બધું વ્યવસ્થીત કયૅુ તેમજ સવૅન્ટસ ને તેની સેલેરી આપી વિદાય આપી. હેલી પોતાના માટે કપડાં ની ખરીદી કરી લાવી , પ્યોર ઈન્ડિયન ટ્રેડિશનલ વેર ……. જાણે કાળી ના જ વસ્ત્રો …….
ત્રણેય જણા હિથ્રો એરપોર્ટ થી અમદાવાદ માટે નીકળ્યા.અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ત્યાં થી હોટલ એરપોર્ટ ઈન પર પહોંચ્યા જ્યાં તેમનું બુકીંગ હતું જ . ફ્રેશ થયા પછી અજયભાઈ એ હોટલ મેનેજર જોડે વાત કરી ગીર પહોંચવાની વ્યવસ્થા કરાવી.
બીજે દિવસે સવારે તેઓ અમદાવાદ થી ગીર જવા નીકળ્યા. આજે હેલી ના ચહેરા ની ચમક કંઈ જૂદી જ હતી.
તેને જોઇ ને રાખીબહેન ને લાગ્યુ કદાચ કાળી આટલી જ સુંદર લાગતી હશે , હેલી ના ચહેરા પર કાળી ની લાલીમા છવાયેલી હતી.
રાખીબહેન વિચારતા હતા કે જે છોકરી ને ગુજરાતી ભાષા સમજવામાં પણ તકલીફ હતી, જે છોકરી ભારતીય કલ્ચર ને ઓથૅોડોક્સ માનતી તે જ આજે સંપૂર્ણ ભારતીય લાગતી હતી.
આહુજા દંપતિ દિકરી ની ઈચ્છાપૂતિૅ માટે લંડન થી અમદાવાદ અને અમદાવાદ થી ગીર જવા નીકળ્યા તો હતા પણ તેમને ભવિષ્ય નો ડર પણ હતો કે દિકરી તેની સાથે પરત નહીં આવે તો ? કે પેલા માથાભારે માણસો દિકરી ને કંઈ નુકસાન પહોંચાડશે તો? આવા મનોસંઘષૅ વચ્ચે તેઓ અમદાવાદ થી ગીર જવા નીકળ્યા.
પંથ લાંબો હતો લગભગ સાડા સાત આઠ કલાક નો રસ્તો હતો ,હેલી જીદ કરી ને ડ્રાઈવર ની બાજુ ની સીટ પર બેઠી.
જૂનાગઢ પહોંચતા જ દૂર થી દેખાતા ગિરનાર ને પગે લાગી . ‘જય ગિરનારી’, ‘જય ભવનાથ મહાદેવ’, ‘જય દત્તાત્રેય’ બોલી તેના અવાજ ના લહેકા થી ડ્રાઈવર પણ ચોંકી ઉઠ્યો કે કોઈ NRI આ લહેકા માં પણ વાત કરી શકે?
‘ડેડ તમને ખબર સે આંયા શિવરાત નો મેળો બવ મસ્ત થાય હોં’ અજયભાઈ આ મિશ્ર ભાષા થી હસી પડ્યા.
(ક્રમશઃ)