Sapnanu nagar in Gujarati Travel stories by Tanu Kadri books and stories PDF | સપનાનું નગર

Featured Books
Categories
Share

સપનાનું નગર

કોઈ તમને પૂછે કે તમારી ફેવરેટ સીટી કઈ ? નોર્મલી જવાબ હોય.. બોમ્બે, લંડન, પૅરિશ વગેરે વગેરે.. મને કોઈ પૂછે તો જવાબમાં ગાંધીનગર હોય. પહેલાના સમય માં સાંભળતા કે પગના તળિયા ઘસાઈ જાય છે જ્યારે ગાંધીનગર માં જઇયે છે ત્યારે! તો પણ શું ખબર કેમ મને ખુબ જ ગમે છે આ શહેર. ગુજરાતના 17 જિલ્લા પછી નો તરત જ નવો બનેલ GJ18 એટલે ગાંધીનગર. અહીંયા ની લાઈફ સ્ટાઇલ ગુજરાત ના અન્ય શહેરો કરતા અલગ જ છે. રાજકારણ ને અલગ રાખી ને જોઈએ તો મારી નજર માં રહેવા માટે નું સૌથી સુંદર નગર એટલે ગાંધીનગર.
અહિયાંના લાંબા પહોળા રસ્તા ઉપર ફરવાંની વાત જ અલગ હોય. દરેક સર્કલ ને અપાયેલ ક,ખ ગ.. ના નામ એ આ શહેર ની આગવી ઓળખાણ છે. 30 સેક્ટર માં બનેલું આ નગર માં બહાર આવતા લોકો તો જાણે ભૂલ ભુલામણી માં ફસાયા હોય એવું ફીલ કરે છે. એક જ જગ્યા એ થી વારંવાર પસાર થાવ તો પણ તમને તમારું એડ્રેસ ન મળ અને તમને એવું જ લાગે કે આ રસ્તા ઉપરથી હમણાં જ પાસ થયા હતા. 75% સરકારી કર્મચારીઓ થી ભરેલા ગાંધીનગરના લોકો માં મોર્નિંગ વોક નો જે ક્રેઝ છે એ પણ ગજબ નો છે. ગમે તે સીઝન હોય મોર્નિંગ વૉક વગર અહીંયાના લોકોને ચાલતું નથી. સરકાર દ્વારા અપાયેલ GBIke જેવી સગવગ આખા ગુજરાતમાં બીજે ક્યાંય નહિ હોય.
આખા અઠવાડિયે નોકરી ધંધા માં બીઝી રહ્યા પછી શનિવાર રવિવારે રીતસર ઉત્સવ નો દિવસ જ હોય. એ દિવસે તમને ના હોટલમાં જગ્યા મળે ના જ થિયેટર માં જગ્યા મળે. એ દિવસ નો ભાવ પણ અલગ જ હોય. Gh 5 ની ચોપાટી હોય કે 21 નું પૂજા પાર્લર તમને એ દિવસે લાંબી લાઈન માં ઉભા રહેવું પડે. ઉંઘ્યોગભવન થી લઈ ને મહાત્મા મંદિર સુધી તમને કાર પાર્ક કરવાની જગ્યા ના મળે. અને આ જ રોડ ઉપર ઉભા રહેતા ખાવા પીવાના સ્ટોલ ઉપર પણ એટલીજ ભીડ જોવા મળે.
ઉત્સવો ની વાત હોય તો અહીંયા સાંસ્કૃતિક કુંજ માં ભરાતો મેળો કેમ ભુલાય ? તેમજ ઉંઘ્યોગો ને આકર્ષવા માટે ભરાતી અલગ અલગ સિમિટ પણ આગવું પ્રભુત્વ ઘરાવે છે. ઇન્દ્રોડા પાર્ક અને સરિતા ઉદ્યાન ની પોતાની અલગ જ ઓળખાણ છે અહીંયા. તેમજ 28-29 સેક્ટર નો બગીચો આખા દિવસ ની પીકનીક માટે ખુબજ સુંદર સ્થળ છે.
સતત બીઝી રહેતી લાઈફમાં પણ પોતાના માટે તેમજ ફેમિલી માટે અહીંયાના લોકો સમય મેળવી જ લે છે. અહીંયાનું ક્લચર એવું છે કે ઝનરેશનગેપ નો સૌથી ઓછો અનુભવ થાય છે. ટાઉન હૉલ પાસે ના ગાર્ડનમાં ઉજવાતી બર્થડે પાર્ટી હોય કે પછી સચિવાલય ના ગેટ નમ્બર 3 ની સામે સ્ટુડન્ટ દ્વારા થતી સ્કેટિંગ હરીફાઈ હોય ખુબજ આનંદ આપી જાય છે.
સચિવાલય ના કર્મચારીઓ ઓફિસ શરુ થતા પહેલા જ્યાં સુધી મીના બજાર માં ચા ના પીવે ત્યાં સુધી તેમના દિવસ ની શરૂઆત ન કરે. આમ એક સામાન્ય માનવી માટે રહેવા લાયક સૌથી સુરક્ષિત, સુંદર, સ્વચ્છ શહેર માં ગાંધીનગર ની ગણના થાય છે .
અત્યારે ચાલુ રહેલ કોરોના મહામારી ના લીધે ગાંધીનગર માં પણ રોજિંદા જીવન પર અસર થઈ, ત્યારે ગાંધીનગર ના લોકો એ સૌથી વધુ જો યાદ આવ્યું હોય તો એ મોર્નિંગવૉક, 21 નું પૂજા પાર્લર, ઉદ્યોગ ભવન નું ગાર્ડન અને ખાસ તો વિધાર્થીઓ ને લેક્ચર છોડી ગાર્ડન માં બેસી સમય પાસ કરવાનું ખુબ જ યાદ આવ્યું હશે.