karmbandhan in Gujarati Moral Stories by Leena Patgir books and stories PDF | કર્મબંધન

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

કર્મબંધન


પોતાના આલીશાન બંગલાની ઇટાલિયન સ્ટાઇલ બારીની બહાર એક દ્રશ્ય જોઈને રાહીલે પોતાનો આઈફોન હાથમાં લીધો. તેણે લોક ખોલ્યું અને નંબર ડાયલ કરવા લાગ્યો પણ તેની આંગળી ગ્રીન બટન પર જતા ધ્રુજી રહી હતી.

રાહીલે પોતાની આંખો બંધ કરી અને બે દિવસ પહેલાનો એક ફોનનો સંવાદ તેના મગજમાં ઘુમરાઈ રહ્યો.

"હેલો"

"હેલો કોણ?? "

"રાહુ બેટા હું છું. અવાજ ભૂલી ગયો??" સામે છેડેથી ગોમતી (રાહીલની માઁ ) બોલી.

"તારો અવાજ તો કઈ રીતે ભૂલું માઁ!!
છાતીને ચીરતાં તારા શબ્દો હજુય મારા પ્રાણપિંજરા પર ઘુમરાઈ રહ્યા છે." રાહીલે કટાક્ષ કરતા કહ્યું.

"હજુ, જૂની વાતો ભુલ્યો નથી દીકરા??"

"ભૂલવી જ છે પણ તું ભૂલવા ક્યાં દે છે?? બોલ, શું કામ ફોન લગાવ્યો??"

"તું હમણાં ચિંતામાં હોય એવું લાગ્યું તો થયું કે લાવ, તને કોલ કરીને તારા ખબરઅંતર લઇ લઉં!!" ગોમતીએ શાંત અવાજે જવાબ આપ્યો.

"તને બહુ ખબર કે હું ચિંતામાં હોઉં.. લાગે છે, તારો બાર બંધ થઇ ગયો છે એટલે આટલી ફુરસત મળી તને મારી ચિંતા કરવાની!!!" રાહીલ વ્યંગ્ય સૂરમાં બોલ્યો.

"હા, મારા જેવી અનેક બાર ડાન્સરનો ધંધો બંધ થઇ ગયો છે. મુંબઈના આખી રાત જાગતા ફરતા બાર બંધ થઇ ગયા છે.પણ, તું આમ ના બોલી શકે રાહુ??" ગોમતી નિસાસો નાખતા બોલી.

"શું ખોટું કીધું મેં?? ખોટું બોલતો હોઉં તો આ કોરોના મને જ ભરખી જાય." રાહીલ ગુસ્સામાં બરાડી ઉઠ્યો.

"ચૂપ થઇ જા!!
પોતાની માઁ સાથે વાત કરવાની રીત તો કેળવ પહેલા. તારા ઉછેરમાં કોઈ કમી નથી રાખી તેમ છતાંય -" ગોમતી પણ ગુસ્સે થતા બોલી.

"એક મિનિટ એવો ઉછેર કર્યો જ શું કરવા?? આની કરતા તો પેદા જ ના કર્યો હોત તો મારે લોકોનું સાંભળવું ના પડત." રાહીલે ગોમતીની વાત કાપતા જવાબ આપ્યો.

"ભૂલીશ નહીં બેટા, તારી માઁના લીધે જ તું આજે એક સફળ વેપારી છું." ગોમતી પણ દરેક શબ્દ પર ભાર આપતાં બોલી.

"હું મારી આવડત અને બુદ્ધિથી છું. તું તો હાથે કરીને એવા કુવામાં જંપલાવીને બેઠી છું."

"નસીબમાં લખ્યું હોય એ જ થાય!!" ગોમતીએ શાંતિપૂર્વક જવાબ આપ્યો.

"મારી નોકરી બાદ તને કહ્યું હતું કે મૂકી દે એ બધું, પણ તને તો એ બધામાં જ રસ હોય એવું લાગે છે તો શું કહું બીજું." રાહીલ ઉગ્ર સ્વરે બોલ્યો.

"નૃત્ય મારું જીવન છે. પાયલો મારી સખી છે. પરિધાન મારો પરિવાર છે. શૃંગાર મારું આભૂષણ છે. જે કર્મથી તું આજે આટલો સફળ છું એ કર્મ હું કેવી રીતે મૂકી દઉં!!
ગીતામાં ભગવાને કહ્યું છે કે કર્મ કરતા રહો. બસ એ જ કરું છું.
તું હવે કહીશ શું તકલીફ છે?? " કંટાળીને ગોમતીએ પૂછ્યું.

"જા, તારા પરિવારના જ ખબરઅંતર લે.
મને જેની ચીડ છે એ શું કામ યાદ કરાવે છે હાથે કરીને!!"

"સાંભળી લે રાહુ. તારું મને ત્યજી દેવાથી હું તારી માઁ નથી મટી જવાની. આ તો હેમાએ મને કહ્યું કે તું સતત અઠવાડિયાથી ફૂલ દારૂ પી ને તેની સાથે ફોન પર અશ્લીલ વાતો કરવાની માંગ કરે છે એટલે થયું કે પૂછી લઉં!!"

"કાંઈ નથી થયું. બસ, આ તો લોકડાઉન છે એટલે કંપની બંધ કરવી પડી છે.વર્કરોને પાછા વતન જવાનું ઊપડ્યું છે. કાંઈ ખબર નથી પડતી કે શું કરું??" રાહીલે પોતાની પીડા કહી.

"હમણાં થોડો ટાઈમ મળ્યો છે તો આરામ કરી લે. જયારે લોકડાઉન ખુલશે ત્યારે વળગવાનું જ છે ને કામે."

"પ્લીઝ યાર માઁ તું હમણાં કાંઈ ના બોલીશ. મારે બહુ ટેંશન છે. મારું મગજ ખરાબ થઇ જશે."

"તું આરામથી લોકડાઉનમાં ખાઈ પી શકું એટલો રૂપિયો તો તે બનાવ્યો જ છે. નકરું પૈસા પાછળ દોડતો રહીશ તો જીવનની ખરી મજા નહીં માણી શકે."

"આ જ સવાલ જો હું તને કરું તો?? "

સામા છેડેથી ચુપકીદી છવાઈ ગઈ.

રાહીલે ફોન કટ કરી દીધો.

તેને તેની નજરો સમક્ષ પોતાનો ભૂતકાળ અમીપટ પર છવાતો લાગ્યો. પોતે એક બાર ડાન્સરનો છોકરો હતો જેના લીધે તેને સમાજના લોકોની ઘણી ઉપેક્ષા સહન કરવી પડી હતી પણ આજે એણે એ સફળતા હાંસિલ કરી છે કે પોતે આવી હજારો બાર ડાન્સરોને આશરો આપી શકે. પોતે જયારે આ કામ હેતુ ગયો તો તેની માઁ અને બીજી બાર ડાન્સરોએ ત્યાંથી પાછા ફરવાની ના કહી દીધી હતી જેના લીધે રાહીલ પોતાની માઁની ઉપેક્ષા કરતો થઇ ગયો હતો.

રાહિલને પાછો વર્તમાનમાં ભૂતકાળ યાદ કરતા ફરી માથું ભમવા માંડ્યું હતું.

"ગોલુ, ચા લાવ મારા માટે."

રાહીલ હજુ પણ પોતાની બારી બહાર નજર કરીને ઉભો હતો. બહાર એક ગલુડિયાંની માં પોતાના બચ્ચાને હેતથી ચાટીને વ્હાલ કરી રહી હતી. ચાની ચુસ્કી લીધા બાદ તેને કાંઈક તાજગી અનુભવાઈ.

"જાણું છું યાદ કરતો હતો પણ સામેથી બોલાવવાની ટેવ ક્યાં છે તને... તને માત્ર એટલું જ કહીશ કે હું મારું કર્મ કરું છું તું તારું કર્મ કરજે પણ હમણાં લોકડાઉનમાં આપણી દેશ પ્રત્યેની ફરજો નિભાવશું એવું પ્રણ લેજે. કર્મનું બંધન જ તો દરેક વ્યક્તિને જીવવાની પ્રેરણા આપે છે. મને એ કર્મથી મુક્ત ના કરીશ બેટા. મને મારું કર્મબંધન પ્રિય છે. " ગોમતી પોતાના દીકરા સાથે ચાનો કપ ચિયર્સ કહેતી હસી.
રાહીલ પણ ઘણા વર્ષો બાદ મોકળાશે હસી રહ્યો હતો.