Ek bhool - 1 in Gujarati Love Stories by Heena Pansuriya books and stories PDF | એક ભૂલ - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

એક ભૂલ - 1










રવિવારનો દિવસ હતો. બપોરના 2 વાગ્યા હતાં, છતાં અડધી રાત જેટલું અંધારું હતું. આખા સુરતને કાળા વાદળોએ ઘેરી લીધું હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘોર અંધારામા આકાશમા થતી વીજળી વાતાવરણને ભયાનક બનાવી રહી હતી. નાથી વધુ ભયાનક પરિસ્થિતિ આજે મીરાની હતી. મનમા એકસાથે કેટલાય પ્રશ્નો થઈ રહ્યા હતાં. દિલનું એ દર્દ આંખોમાંથી અશ્રુરૂપે બહાર નીકળી રહ્યું હતું.

"મારી એવી શું ભૂલ થઈ ગઈ કે એણે મારી સાથે આવું કર્યું. શા માટે એ મને છોડીને ચાલ્યો ગયો... એવું તે શું થયું કે એની પાસે મારી વાત સાંભળવાનો પણ ટાઈમ નતો.."

અને મીરા પોતાની જાત સાથે વાત કરતી કરતી સવારની ઘટના ન યાદ કરવા લાગી..

***

"મીરા.. એ મીરા.. ચાલ જલ્દી ઉઠ હવે, રવિવાર છે તો આખો દિવસ સૂવામા જ ના કાઢવાનો હોય, જલ્દી જાગ હવે." રસોડામાં થી સુમિત્રાબહેન બોલ્યા.

"અરે મમ્મી, રવિવારે મોડે સુધી સૂવાની મજા જ અલગ છે.. મને સૂવા દે ને થોડી વાર.." રૂમમાંથી મીરા બોલી.

સુમિત્રાબહેન અને મોહનભાઈને બે દીકરી.. નાની રાધિકા અને મોટી મીરા.. રાધિકા હજુ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે અને મીરા નો અભ્યાસ પૂર્ણ થઈ હોવાથી તે અત્યારે જોબ કરે.

મીરા.. એને જોતા જાણે એમ થાય કે ભગવાનએ એને ઘડવામાં ખૂબ મહેનત કરી હશે.. લાંબા કાળા કમર સુધી પહોંચે એટલા વાળ.. મોટી મોટી આંખો કે એને જોતા જ એમાં ડૂબી જવાનું મન થાય.. ગુલાબી ગુલાબી હોઠ.. અને ત્વચા તો જાણે એટલી ગોરી કે દૂધ પણ એની સામે ફિક્કું લાગે.. અને સ્વભાવ પણ એનો એટલો જ નમ્ર.. કોઈ વ્યક્તિ એને જોતા જ એના પ્રેમમાં પડી જઈ એવી છે મીરા..

"એ મીરા ઘડિયાળમાં તો જો, નવ વાગવા આવ્યા ને હજી તારે સૂવું છે.. જલ્દી ઉઠ નકર હું હમણાં તારા પપ્પા ને કવ છું." સુમિત્રાબહેને ગુસ્સામાં કહ્યું.

"શું.. નવ વાગી ગયા.." મીરા તરત ઉભી થઈ અને આંખો ચોળતા ચોળતા પોતાની સાથે જ વાત કરવા લાગી..
ઓહ નો.. આજે તો આરવે મને કોઈ જરૂરી કામ થી દસ વાગે મળવાનું કહ્યું હતું.. જે દિવસ નો કેટલા ટાઇમ થી રાહ જોતી તી.. એ ફાઇનલી આજે આવી જ ગયો..આખરે બે વર્ષ પછી ફાઇનલી હું એને મળીશ.. હું કેમ ભૂલી ગઈ આ વાત..શું એ કહેવું હશે એણે મને.. શું એને પણ મારા માટે એવી જ લાગણી હશે.. એના માટે આ કેવી લાગણી છે એનાથી તો હું પોતે અંજાન છું.. શું એને આ જ વાત કેવી હશે કે કોઈ બીજી વાત કેવી હશે.. પણ એ જાણવા તારે એને મળવું પડશે અને એ માટે ચાલ જલ્દી કર મીરા, ફટાફટ નાહીને ત્યાર થા અને જલ્દી પહોંચ નકર મોડું થાશે તો એ તને કેટલુંય સંભળાવશે.

~~~

આરવ અને મીરા કોલેજમા સાથે ભણતાં. બસ ત્યારથી બંને એકબીજાના પરિચય માં આવ્યાં. મીરા જાણે સ્વર્ગની અપ્સરા છે તો આરવ પણ એનાથી કમ નથી.. એને જોતા જ કોલેજની છોકરીઓ એની દિવાની થઈ ગઈ હતી.. પણ આરવ કોઈને ભાવ દેતો નહીં.. એ આવી બધી વસ્તુથી દૂર જ રહે.. પણ જ્યારે એણે પહેલી વાર મીરાને જોઈ ત્યારે એનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.. આની પહેલા કોઈ પણ છોકરીને જોઈને આવો અહેસાસ નહોતો થયો જેવો મીરાને જોઈને થયો.. મીરા ક્લાસની ટોપર હતી એટલે ક્યારેક ક્યારેક આરવ કોઈ ટોપીક ના સમજાય તો મીરા પાસે સમજવા જતો અને મીરા પણ એને શીખવાડી દેતી.. અને એમ કરતા ધીરે ધીરે બંને ખૂબ સારા મિત્રો બની ગયા.. મીરા આરવ પર સહુ થી વધુ ભરોસો કરતી અને આરવને પણ મીરા માટે ખૂબ માન અને ઇજ્જત હતી.. એ બંનેને ભેગા જોઈ ઘણાને જલન થતી.

કદાચ એને લીધે જ મીરાના જીવનમા ઘણા તુફાન આવવાના હતા જેની ખબર શાયદ કોઈને ન હતી.

~~~

મીરા ફાટફાટ ત્યાર થઈને રસોડામા આવે છે.

"જોયું તારા પપ્પાનું નામ સાંભળી કેવી તરત ઉઠી ગઈ." મીરાને જોઈ સુમિત્રાબહેન બોલ્યા.

આ સાંભળી બહાર હૉલમાંથી મીરાની નાની બહેન રાધિકા બોલી, "અરે મમ્મી, મીરા દી પપ્પાનું નામ સાંભળી નહીં.. પણ........."

"એ રાધિ... તું ચૂપચાપ તારું કામ કર." મીરાએ રાધિકા આગળ કઈ બોલે એ પેલાં એની વાત કાપીને થોડાં ગુસ્સામા બોલી. અને એ સાંભળી રાધિકા હસવા લાગી.

અને પછી સુમિત્રા બહેન ને કહ્યું, "મમ્મી, હું એક કામથી બહાર જાવ છું બપોર સુધીમાં આવી જઈશ..."

"પણ મીરા, નાસ્તો તો કરતી જા." સુમિત્રાબહેન બોલ્યા.

"નહીં મમ્મી.. અત્યારે ટાઇમ નથી મારે મોડું થાય છે.. ટાટા, જય શ્રી કૃષ્ણ." મીરાએ કહ્યું અને હૉલમા રાધિકાની માથે ટપલી મારીને કહેતી ગઈ, "બોવ જીભડી વધી ગઈ છે તારી.. આવા દે મને.. પછી કંટ્રોલમા લઇ લઈશ."

રાધિકા હસતાં હસતાં બોલી,"એ આવો ત્યારે જોયું જાશે, પણ અત્યાર માટે ઓલ ધ બેસ્ટ."

"હાં હવે.. બવ ડાય લે. ને આ તારો મોબાઇલ મુક. હમણાંથી બવ વધી ગયું છે તારું."

આટલું કહીં મીરા ફટાફટ આરવને મળવા માટે નીકળી ગઈ.

રાધિકા મીરા અને આરવ વિશે જાણતી હતી. એ જાણતી હતી કે મીરા અને આરવ ખૂબ પાક્કા મિત્રો છે અને કદાચ મિત્ર કરતા પણ વિશેષ છે. એ હમેશાં બંનેને સપોર્ટ કરતી ક્યારેય તેમની વિરુધ્ધ નહોતી થઈ.

~~~

મીરા નક્કી કરેલ સ્થળ.. એક ગાર્ડનમા પહોંચી ગઈ. નવ ને બદલે સાડા નવ વાગી ગયા હતા. મીરા આરવને શોધી રહી હતી.


વધુ આવતા ભાગ મા...